1 Kings

1:1 હવે દાઉદ રાજા ઘણો વૃદ્ધ થયો હતો. તેમને અનેક ધાબળાઓ ઓઢાડયાં, છતાં તેનું શરીર ગરમ રહેતું નહોતું. 2 તેથી તેમના સેવકોએ તેને કહ્યું, “આપ, નામદારની આજ્ઞા હોય તો આપને માંટે કોઈ યુવાન કુમાંરિકા શોધી કાઢીએ, જે આપની સેવામાં ઊભી રહે અને આપની સારવાર કરે, આપની સોડમાં સૂઈ જશે, જેથી આપનું શરીર હુંફાળું થઇ જશે.” 3 તેમણે આખા ઇસ્રાએલમાં એક સુંદર, જુવાન અને અપરણિત કન્યા મેળવવા તપાસ કરી ,આખરે તેમને શૂનામ્મી અબીશાગ નામની કન્યા પસંદ આવી, તેથી તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા. 4 તે ખૂબ રૂપાળી હતી અને સતત રાજાની સાથે રહેતી અને તેણ રાજાની મદદ અને સેવા કરી, છતાં રાજાએ તેનો સંસર્ગ કર્યો નહિ. 5 તે સમયે દાઉદ અને હાગ્ગીથના પુત્ર અદોનિયાએ પોતાના વૃદ્વ પિતાની જગ્યાએ રાજા થવાની મહત્વાકાંક્ષા રાખી હોવાથી તેણે એક રથ મેળવ્યો, ઘોડા અને પોતાના રસાલા માંટે પચાસ માંણસો મેળવ્યા. 6 તેના પિતાએ તેને આખા જીવન દરમ્યાન કદી ઠપકો આપ્યો નહોતો કે, તેને પૂછયું સરખુંય નહોતું કે, “તું આમ શા માંટે કરે છે?” વળી તે દેખાવડો હતો; અને આબ્શાલોમ પછી જન્મ્યો હતો. 7 તેણે સરૂયાના પુત્ર સરદાર યોઆબ અને યાજક અબ્યાથાર ને સર્વ પ્રથમ પોતાના વિશ્વાસમાં લીધા. તેઓએ તેને રાજા બનવામાં મદદરૂપ થવા તૈયારી બતાવી. 8 પરંતુ યાજક સાદોકે, યહોયાદાના પુત્ર બનાયા, પ્રબોધક નાથાન, શિમઈ, રેઈ અને દાઉદના સૈન્યના સરદારોએ અદોનિયાને સાથ આપવાનો ઇન્કાર કર્યો, 9 તેથી એક વખત અદોનિયાએ એન-રોગેલના ઝરણાં પાસે આવેલા ઝોહેલેથના ખડક પર ઘેટાં, ગાય અને વાછરડાઓનું બલિદાન કર્યુ. અને તેણે પોતાના સર્વ ભાઈઓને-રાજકુમાંરોને અને જે યહૂદાવાસીઓ રાજાના સેવકો હતા તે બધાને તેણે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેણે પ્રબોધક નાથાનને, યાજક બનાયાને કે અંગરક્ષકોને અથવા ભાઈ સુલેમાંનને આમંત્રણ આપ્યું નહિ. 10 11 ત્યારબાદ પ્રબોધક નાથાને સુલેમાંનની માંતા બાથશેબા પાસે જઈને પૂછયું; તમને ખબર છે કે, “હાગ્ગીથનો પુત્ર અદોનિયા રાજા થઈને બેઠો છે, ને આપણા ધણી રાજા દાઉદ એનાથી અજાણ છે? 12 હવે જો તમે તમાંરો અને તમાંરા પુત્ર સુલેમાંનનો જીવ બચાવવા ઇચ્છતા હોય તો માંરી તમને સલાહ છે કે, 13 તમે અત્યારે જ દાઉદ રાજા પાસે જાઓ, અને તેમને કહો કે, ‘ધણી, આપે આપની દાસીને એવું વચન નહોતું આપ્યું કે, માંરા પછી તારો પુત્ર સુલેમાંન રાજા થશે, અને તે જ માંરી ગાદી પર બેસશે? તો પછી શા માંટે અદોનિયા રાજા થયો છે?’ 14 અને તમે રાજા સાથે વાત કરતા હશો, એટલામાં જ હું આવી પહોંચીશ અને તમે શું કહો છો તેની ચોકસાઇ કરીશ.” 15 તેથી બાથશેબા રાજાના ઓરડામાં ગઈ, રાજા ઘણો વૃદ્વ થઈ ગયો હતો અને શુનામ્મી અબીશાગ તેમની સેવા ચાકરી કરતી હતી. 16 બાથશેબાએ રાજાની સમક્ષ જમીન પર પડી સાષ્ટાંગ પ્રણામ કર્યા. રાજાએ પૂછયું, “બોલ, તારી શી ઇચ્છા છે?” 17 તેણે જવાબ આપ્યો, “નામદાર, આપે આ દાસીને આપના દેવ યહોવાને નામે વચન આપ્યું હતું કે, ‘માંરા પછી તારો પુત્ર સુલેમાંન રાજા થશે અને ફકત તે જ માંરી રાજગાદી પર બેસશે.’ 18 પણ અત્યારે તો આપની જાણ બહાર અદોનિયા જ રાજા થઈ બેઠો છે. 19 તેણે બળદો અને ઘણા તંદુરસ્ત બકરાઓનું શાંત્યર્પણ અર્પણ કર્યુ, તમાંમ રાજકુમાંરોને, યાજક અબ્યાથારને અને લશ્કરના સેનાપતિ યોઆબને નિમંત્રણ આપ્યાં છે, પરંતુ તેણે આપના સેવક સુલેમાંનને નિમંત્રણ આપ્યું નથી. 20 અને હવે માંરા ધણી, માંરા રાજા, સમગ્ર ઇસ્રાએલ આપના પછી કોણ રાજગાદી પર આવશે એની જાહેરાત માંટે આપના પર મીટ માંડી રહ્યું છે. 21 જો તમે એમ નહિ કરો તો તમે જ્યારે તમાંરા પિતૃઓ સાથે દટાયા હશો, ત્યારે માંરા પુત્ર સુલેમાંન અને માંરી સાથે ગુનેગારનું વર્તન થશે.” 22 બાથશેબા હજી તો રાજાની સાથે વાત કરતી હતી, ત્યાં જ પ્રબોધક નાથાન આવી પહોંચ્યો. 23 સેવકોએ રાજાને જણાવ્યું કે, “પ્રબોધક નાથાન આવ્યા છે.” અને નાથાને રાજાની સમક્ષ આવીને ભૂમિ પર પડી પ્રણામ કર્યા. 24 તેણે કહ્યું, “તો શું આપ નામદારની એવી આજ્ઞા છે કે, અદોનિયા આપના પછી રાજા થાય અને તે આપની ગાદીએ બેસે? 25 કારણ, આજે તેણે પોતાના રાજયાભિષેકની ઉજવણી માંટે બળદો, અને ઘણંા પુષ્ટ બકરાઓનાં બલિદાન આપ્યાં છે અને તેની ખાણીપીણીમાં તેણે તમાંરા પુત્રો ઉપરાંત લશ્કરના સેનાપતિ અને યાજક અબ્યાથાર, તેઓ તેની સાથે ખાન-પાન કરે છે અને કહે છે. ‘ઇશ્વર રાજા અદોનિયાને ઘણું જીવાડો!’ 26 તેમ છતાં તેણે આપના સેવક મને કે યાજક સાદોકને કે યહોયાદાના પુત્ર બનાયા અથવા આપના સેવક સુલેમાંનને આમંત્રણ આપ્યું નથી. 27 શું આ બધું તમાંરી જાણમાં છે? આ બધું આપ નામદારની સંમતિથી થયું છે, અને તમે આ સેવકોને જણાવ્યું પણ નથી કે, આપના પછી રાજગાદીએ કોણ આવનાર છે?” 28 ત્યારબાદ રાજા દાઉદે કહ્યું, “બાથશેબાને માંરી પાસે બોલાવો.” તેથી તે રાજા સમક્ષ આવીને ઊભી રહી. 29 રાજા દાઉદે કહ્યું કે, “મેં ઇસ્રાએલના દેવ યહોવાને નામે પ્રતિજ્ઞા કરી હતી, તારો પુત્ર સુલેમાંન માંરા પછી રાજા થશે અને માંરી રાજગાદી પર બેસશે. માંરા બધા સંકટોમાંથી મને યહોવાએ ઉગાર્યો છે. હું યહોવાના સોગંદ ખાઉં છું કે આજે હું માંરું વચન પાળીશ.” 30 31 ફરીવાર બાથશેબાએ તેની સમક્ષ ભૂમિ પર પડીને રાજાને પ્રણામ કર્યા અને બોલી, “માંરા નામદાર રાજા દાઉદ અમર રહો!” 32 ત્યારબાદ રાજા દાઉદે કહ્યું, “યાજક સાદોકને પ્રબોધક નાથાનને અને યહોયાદાના પુત્ર બનાયાને પોતાની પાસે બોલાવી લાવવાની સેવકોને આજ્ઞા આપી,” અને તેઓ રાજાની સમક્ષ ઉપસ્થિત થયા. 33 તેણે હુકમ કર્યો, “માંરા અંગરક્ષકોને સાથે લઈ જાઓ, માંરા પુત્ર સુલેમાંનને માંરા ખચ્ચર પર બેસાડો અને તેને ગીહોન લઈ જાઓ. 34 ત્યાં યાજક સાદોક અને પ્રબોધક નાથાન તેનો રાજા તરીકે અભિષેક કરશે. તે વખતે તમે રણશિંગડું વગાડી પોકાર કરજો કે, ‘રાજા સુલેમાંન ઘણું જીવો!’ 35 ત્યારબાદ તમે સુલેમાંનને ત્યાંથી અહીં લઈ આવો અને માંરા બદલે સુલેમાંનને રાજગાદી પર બેસાડો. સુલેમાંન ઇસ્રાએલ અને યહૂદાનો રાજા થશે; આ માંરો આદેશ છે.” 36 ત્યારે યહોયાદાના પુત્ર બનાયાએ રાજાને કહ્યું, “ભલે એમ થાઓ! યહોવા, તમાંરા દેવ તમાંરી ઇચ્છાઓ પૂરી કરે! 37 માંરા માંલિક અને રાજા, જેવી રીતે યહોવા તમાંરી સાથે રહ્યાં છે, તેઓ સુલેમાંન સાથે પણ રહો! એનું રાજ્ય રાજા દાઉદ કરતા પણ વધુ શકિતશાળી અને મહાન બને.” 38 એ પછી યાજક સાદોક પ્રબોધક નાથાન. યહોયાદાના પુત્ર બનાયા અને રાજાના અંગરક્ષકોએ જઈને સુલેમાંનને રાજા દાઉદના ખચ્ચર પર બેસાડયો અને તેને લઈને તેઓ ગીહોન ગયા. 39 યાજક સાદોકે એક તેલનું શિંગડુ લીધું અને સુલેમાંનના માંથા પર તેનો રાજા તરીકે અભિષેક કરવા રેડ્યું. તેમણે રણશિંગડું વગાડયું; અને બધા લોકો બોલી ઊઠયા. “રાજા સુલેમાંન ઘણું જીવો.” 40 પછી બધા લોકો વાંસળી વગાડતા અને ધરતીકંપ કરતા પણ મોટા અવાજે બૂમો પાડતા આનંદ કરતા તેની સાથે ઉપર ગયા. 41 તે વખતે અદોનિયા અને તેના મહેમાંનોએ ભોજન પૂરું કર્યુ, ત્યાં તેમણે સૌએ આ અવાજ સાંભળ્યો. રણશિંગડાનો નાદ સાંભળીને યોઆબ બોલી ઊઠયો. “શહેરમાં આ શોરબકોર શાનો છે?” 42 તે હજી બોલતો હતો, એટલામાં જ, યાજક અબ્યાથારનો પુત્ર યોનાથાન આવી પહોંચ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ, તું પ્રામાંણિક માંણસ છે અને શુભ-સંદેશ જ લાવ્યો હશે.” 43 યોનાથાને જવાબ આપ્યો “નાજી, એમ નથી. આપણા નામદાર રાજા દાઉદે સુલેમાંનને રાજા બનાવ્યો છે. 44 તેણે યાજક સાદોક, પ્રબોધક નાથાન અને યહોયાદાના પુત્ર બનાયા તથા રાજાના અંગરક્ષકોને તેની સાથે મોકલ્યા છે. તેમણે તેને રાજાના ખચ્ચર પર બેસાડયો છે. 45 ત્યાં યાજક સાદોકે અને પ્રબોધક નાથાને સુલેમાંનના માંથા પર, તેલ રેડીને તેને રાજા બનાવવા અભિષેક કર્યો છે, તેઓ હમણા જ ગીહોન ઝરણાથી નગરમાં પાછા આવ્યા છે, અને સમગ્ર નગર હષોર્લ્લાસથી ઉત્સવ ઊજવી રહ્યું છે, અત્યારે શહેરમાં ભારે કોલાહલ મચી રહ્યો છે તમે જે સાંભળો છો તે એનો જ અવાજ છે. 46 સુલેમાંન હવે રાજગાદી પર બેસે છે. 47 એટલું જ નહિ, બધા જ દરબારીઓ અને પ્રજાજનો રાજા દાઉદને અભિનંદન આપતાં કહે છે, ‘દેવ સુલેમાંનને તમાંરા કરતા પણ વધુ પ્રસિદ્ધ બનાવે. તમાંરા રાજય કરતાં સુલેમાંનનું રાજ્ય દેવ વધારે પ્રતાપી બનાવો.’ “રાજા દાઉદે પલંગમાંથી જ દેવને પ્રણામ કર્યા. 48 અને કહ્યું, ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! માંરા એક વંશજને માંરી રાજગાદી પર બેઠેલો હું માંરી નજરે જોઈ શકયો છું.” 49 આ સાંભળીને અદોનિયાના બધા મહેમાંનો ભયભીત બની, એકદમ ઊઠીને સૌ પોતપોતાને ધેર ગયાં. 50 અદોનિયા પણ વેદી પાસે દોડી ગયો અને તેણે વેદીના શિંગ પકડી લીધાં. 51 સુલેમાંનને સમાંચાર આપવામાં આવ્યા કે, “અદોનિયા સુલેમાંનથી ડરતો હતો અને વેદીનાં શિંગ પકડીને કહેતો હતો, ‘સુલેમાંન પહેલાં મને વચન આપો કે પોતે આ સેવકનો વધ નહિ કરો,”‘ 52 પછી સુલેમાંને કહ્યું, “જો તે સારી રીતે વર્તશે તો તેને આંચ નહિ આવે; પણ જો એ પ્રતિકારપૂર્વક વર્તશે તો એને માંરી નખાશે.” 53 ત્યારબાદ રાજા સુલેમાંને તેને માંણસો મોકલીને યજ્ઞવેદી પરથી તેડાવી મંગાવ્યો. તેણે આવીને રાજા આગળ પ્રણામ કર્યા; અને સુલેમાંને તેને કહ્યું કે, “તું તારે ઘેર જા.”

2:1 રાજા દાઉદના જીવનનો અંત જયારે નજીક આવ્યો ત્યારે; તેણે પોતાના પુત્ર સુલેમાંનને બોલાવ્યો અને તેને આ પ્રમાંણે હુકમ કર્યો: 2 “જગતના સૌ માંનવીઓને જયાં જવાનું છે ત્યાં હું પણ હવે જાઉં છું. તું બળવાન બનજે અને વીરની જેમ વર્તજે. 3 તમાંરા દેવ યહોવાએ તમને જેનું પાલન કરવા કહ્યું છે તેનું પૂર્ણ પાલન કરજે. મૂસાના નિયમશાસ્રમાં લખેલી દેવ યહોવાના પ્રત્યેક કાનૂન અને આજ્ઞાને આધીન થજે, જેથી તું જે કામ કરે ને જયાં જાય ત્યાં તેમાં તને સફળતા પ્રાપ્ત થાય. 4 જો તું એમ કરીશ તો યહોવા મને આપેલું વચન પાળશે, યહોવાએ મને કહ્યું છે, ‘જો તારા પુત્રો ધ્યાનપૂર્વક વફાદારીથી અને સાચા અંત:કરણથી મને અનુસરશે તો ઇસ્રાએલનો રાજા સદા તમાંરા પરિવારમાંથી જ આવશે,”‘ 5 “સરૂયાના પુત્ર યોઆબે માંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે તું જાણે છે, તને ખબર નથી કે તેણે ઇસ્રાએલી લશ્કરના બે સેનાપતિ નેરનો પુત્ર આબ્નેર અને યેથેરના પુત્ર અમાંસાને માંરી નાખ્યા હતા? યુદ્ધમાં તે બનેલો બનાવ હતો એવો તેણે દેખાવ કર્યો હતો, પણ હકીકતમાં એ કૃત્ય શાંતિના સમયમાં કરવામાં આવ્યું હતું. અને તેની તરવારબંધ અને પગરખાને નિદોર્ષના લોહીથી કલંકિત કર્યા હતાં. 6 તું તારા ડહાપણ અનુસાર કામ કરજે, અને તેને શાંતિપૂર્વક મરવા દેતો નહિ. 7 “પરંતુ ગિલયાદના બાઝિર્લ્લાયના પરિવાર પ્રતિ સદા મિત્રભાવ રાખજે, તેમને પણ ભોજન સમયે તારી સાથે રાખજે, કારણ કે હું જયારે તારા ભાઈ આબ્શાલોમથી ભાગતો ફરતો હતો, ત્યારે તેઓ માંરા પ્રત્યે વફાદાર રહ્યાં હતા, અને માંરી સારસંભાળ રાખી હતી. 8 “બાહૂરીમનો બિન્યામીની જાતિના ગેરાનો પુત્ર શિમઈ હજી તારી સાથે છે, હું માંહનાઈમ ગયો ત્યારે તેણે મને ભારે શાપ આપ્યો હતો, પણ યર્દન નદી આગળ મળવા આવ્યો હતો અને મેં તેને યહોવાને નામે સોગંદ ખાઈને વચન આપ્યું હતું કે, હું તેને માંરી તરવારથી માંરીશ નહિ. 9 પરંતુ હવે તારે એને સજા વગર જવા દેવો નહિ, તું સમજુ છે અને એની સાથે કેમ કામ પાર પાડવું એ તને સમજાઈ રહેશે, ખાતરી કરજે કે તે વેદનાપૂર્ણ મૃત્યુથી મરે.” 10 પછી દાઉદનું અવસાન થયું અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો. 11 તેણે ઇસ્રાએલ પર ચાળીસ વર્ષ રાજય કર્યુ સાત વર્ષ હેબ્રોનથી અને તેત્રીસ વર્ષ યરૂશાલેમથી. 12 પછી તેના પિતા દાઉદને સ્થાને સુલેમાંને રાજગાદી સંભાળી; તેણે રાજ્ય પર કાબૂ મેળવ્યો હતો, તેનો રાજ્ય પરનો કાબૂ મજબૂત બન્યો. 13 એક વખત હાગ્ગીથના પુત્ર અદોનિયાએ સુલેમાંનની માંતા બાથશેબા પાસે જઈને તેણે પ્રણામ કર્યા. બાથશેબાએ પૂછયું, “તું શાંતિથી આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “હા, હું શાંતિપૂર્વક આવ્યો છું. 14 એટલે તેણે કહ્યું, માંરે તમને એક વાત કરવી છે, બાથશેબાએ કહ્યું “તમાંરે શું કહેવું છે?” 15 એટલે તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે રાજગાદી મને મળવી જોઈતી હતી અને સમગ્ર ઇસ્રાએલ હું રાજા થઈશ એવી અપેક્ષા રાખતું હતું; પણ તેને બદલે રાજગાદી મને ટાળીને માંરા ભાઈને મળી છે, તેને યહોવાએ તે આપી. 16 અને હવે માંરે તમને એક વિનંતી કરવાની છે. કૃપા કરીને તમે ના ન પાડશો,” બાથશેબાએ પૂછયું, “તો શુંં?” 17 તેથી અદોનિયાએ જવાબ આપ્યો, “તમે મહેરબાની કરી સુલેમાંનને પૂછો, મને અબીશાગ સાથે પરણવાની રજા આપે. તમને તે ના પાડશે નહિ.” 18 એટલે બાથશેબાએ કહ્યું, “સારું, હું રાજાને વાત કરીશ.” 19 પછી બાથશેબા અદોનિયા વિષે વાત કરવા રાજા સુલેમાંન પાસે ગઈ. અને આવકાર આપવા રાજા ઊભો થઇને પગે લાગ્યો, પછી પાછો રાજ્યાસન પર બેઠો, રાજાએ તેની માંતા માંટે પણ એક આસન લાવવાનો હુકમ કર્યો અને તેણી તેની જમણી બાજુ બેઠી. 20 પછી તેણે કહ્યું, “માંરે તને એક નાની વિનંતી કરવાની છે, ના પાડતો નહિ.”રાજાએ કહ્યું, “કહો, શી વિનંતી છે. માંતાજી? હુ ના નહિ પાડું.” 21 બાથશેબાએ કહ્યું, “શૂનામ્મી અબીશાગનાં લગ્ન તારા ભાઈ અદોનિયા સાથે થાય તો સારું,” 22 રાજા સુલેમાંને તેની માંતાને કહ્યું, “તમે એમ શું કામ પૂછો છો કે, શૂનામ્મી અબીશાગનાં લગ્ન અદોનિયા સાથે થાય! માંરા રાજ્ય માંટે પૂછો, તે એના માંટે પૂછયા બરોબર છે? કારણ, એ માંરો મોટો ભાઈ છે. અને યાજક અબ્યાથાર અને સરૂયા નો પુત્ર યોઆબે તેને ટેકો આપ્યો.” 23 રાજા સુલેમાંને સમ લીધા, યહોવા મને દંડ આપે સિવાય કે, “અદોનિયા આ વિનંતી કરવા માંટે પોતાનો જીવ આપે! 24 જે યહોવાએ મને માંરાં પિતા દાઉદની ગાદી પર સ્થિર કરીને સ્થાપ્યો છે, અને જેણે વચન આપ્યા પ્રમાંણે માંરા વંશની સ્થાપના કરી છે. તેના સમ ખાઈને હું કહું છું કે, અદોનિયાને આજે જ મોતને હવાલે કરવામાં આવશે.” 25 તેથી સુલેમાંને યહોયાદાના પુત્ર બનાયાને આજ્ઞા કરી, અદોનિયાને માંરી નાખવાની. 26 પછી અબ્યાથાર યાજકને રાજાએ કહ્યું, “તું તારે ઘેર અનાથોથ જતો રહે. તું મૃત્યુદંડને જ લાયક છે; પણ હું તને માંરી નાખીશ નહિ. કારણ કે તેં દેવ યહોવાનો પવિત્રકોશ માંરા પિતા દાઉદ સમક્ષ ઉચક્યો હતો અને તેમનાં બધાં કષ્ટોમાં તેં ભાગ પડાવ્યો હતો.” 27 આમ સુલેમાંને યહોવાના યાજકપદેથી અબ્યાથારને પદષ્ટ કર્યો. આમ એલી યાજકના વંશજો વિષે યહોવાએ શીલોહમાં જે વાણી ઉચ્ચારી હતી તે સાચી પાડી. 28 જયારે યોઆબને આ સમાંચાર મળ્યા ત્યારે, તે યહોવાના મંડપ પવિત્રસ્થાનમાં ભાગી ગયો. અને વેદીનાં શિંગ પકડી લીધાં; કારણ, તેણે અદોનિયાનો પક્ષ લીધો હતો. જો કે આબ્શાલોમનો પક્ષ લીધો નહોતો. 29 રાજા સુલેમાંનને સમાંચાર મળ્યા કે, “યોઆબ યહોવાના પવિત્રમંડપમાં ભાગી ગયો છે, અને ત્યાં વેદી પાસે છે. ત્યારે સુલેમાંને યહોયાદાના પુત્ર બનાયાને મોકલીને કહ્યું કે, “જા, તેને પૂરો કર.” 30 એટલે બનાયાએ યહોવાના મંડપમાં જઈને કહ્યું, “તને રાજાનો હુકમ છે કે બહાર આવ.”પરંતુ યોઆબે કહ્યું, “ના, હું તો અહીં જ મરીશ.”બનાયાએ રાજાને સમાંચાર આપ્યા કે, યોઆબે મને આમ કહ્યું અને આવો જવાબ આપ્યો, 31 તેથી રાજાએ કહ્યું, “તેના કહ્યા પ્રમાંણે કર. તેને પૂરો કરીને દફનાવી દે; અને મને અને માંરા કુટુંબને, નિદોર્ષ લોકોને માંરીને યોઆબે કરેલા ગુનાહમાંથી મુકત કર. 32 યહોવા એણે કરેલા ખૂનનું પાપ એને પોતાને માંથે નાખશે; કારણ, એણે બે નિદોર્ષ માંણસો કે જે તેના કરતા વધારે સારા હતા, તેને માંરી નાખ્યા હતા, માંરા પિતા જાણતા નહોતા કે યોઆબે ઇસ્રાએલના સેનાધિપતિ નેરનો પુત્ર આબ્નેરનું અને યહૂદિયાના સેનાધિપતિ યેથેરના પુત્ર અમાંસાનું ખૂન કર્યુ હતું. 33 યોઆબ અને તેનાં સંતાનોને માંથે એમના રકતનું પાપ કાયમ રહો, પણ દાઉદને અને તેનાં વંશજોને અને તેના વંશને અને તેની રાજગાદીને યહોવા સદા સુખશાંતિ આપો.” 34 તેથી યહોયાદાના પુત્ર બનાયાએ જઇને યોઆબને માંરી નાખ્યો. તેના ઘર પાસે તેને વગડામાં દફનાવવામાં આવ્યો. 35 પછી રાજાએ યોઆબને બદલે યહોયાદાના પુત્ર બનાયાને લશ્કરના સેનાધિપતિ તરીકે અને યાજક તરીકે; અબ્યાથારને બદલે સાદોકની નિમણૂંક કરી. 36 એ પછી રાજાએ શિમઇને તેડાવી મંગાવ્યો અને કહ્યું, “તું યરૂશાલેમમાં ઘર બંધાવીને ત્યાં રહે, યરૂશાલેમ છોડીને તારે બીજે જવાનું નથી. 37 જે દિવસે તું શહેર છોડીને કિદ્રોનનું નાળું ઓળંગીશ તે દિવસે જરૂર તારું મોત થવાનું. અને તારા મોત માંટે તું જ જવાબદાર ગણાશે.” 38 શિમઇએ રાજાને કહ્યું, “સારું, હું આપ નામદારની આજ્ઞા મુજબ વતીર્શ,” અને લાંબા વખત સુધી શિમઇ યરૂશાલેમમાં જ રહ્યો. 39 પણ ત્રણ વરસ પછી તેના બે ગુલામો ગાથના રાજા માંઅખાહના દીકરા આખીશ પાસે ભાગી ગયા. જયારે શિમઇને કહેવામાં આવ્યું કે, તારા ગુલામો ગાથમાં છે. 40 ત્યારે શિમઇ તુરંત જ ગધેડા પર જીન નાખીને ગુલામોની શોધમાં ગાથમાં આખીશ પાસે જવા ગયો. પછી તે તેઓને ગાથમાંથી પાછા લાવ્યો. 41 જયારે રાજા સુલેમાંનને સમાંચાર મળ્યા કે, “શિમઇ યરૂશાલેમથી ગાથ ગયો હતો; અને પાછો આવી ગયો છે,” 42 પછી માંણસ મોકલીને તેણે તેને બોલાવડાવ્યો અને કહ્યું, “મેં તને યહોવાના સમ નહોતા લેવડાવ્યા, મેં તને સખત ચેતવણી નહોતી આપી કે, તું જે દિવસે શહેર છોડીને બીજે જશે તે દિવસે જરૂર મોંત આવ્યું સમજજે!’ અને તેં કહ્યું હતું કે, “સારું, હું એ પ્રમાંણે કરીશ.” 43 તો પછી તેં યહોવાના સમ ખાઈને આપેલું વચન કેમ પાળ્યું નહિ, અને માંરી આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યું? 44 માંરા પિતા દાઉદ સાથે તેં જે દુષ્ટ વ્યવહાર કર્યો હતો તે તું બરાબર જાણે છે. યહોવા તને તારાં એ દુષ્ટ કૃત્યો માંટે સજા કરશે; 45 પણ રાજા સુલેમાંન આશીર્વાદિત હશે અને દાઉદની ગાદી યહોવાની હાજરીમાં સદાયને માંટે મજબૂત રીતે સ્થાપિત રહેશે.” 46 ત્યારબાદ યહોયાદાના પુત્ર બનાયાએ રાજાની આજ્ઞા પ્રમાંણે શિમઇને બહાર લઈ જઈને માંરી નાખ્યો. આમ, સુલેમાંનની સત્તા સ્થાપીત થઈ.

3:1 સુલેમાંને મિસરના રાજા ફારુનની સાથે કરાર કર્યો, તેણે તેની પુત્રી સાથે લગ્ન કર્યા. તે તેને દાઉદનગરમાં લઈ આવ્યો. સુલેમાંનનો મહેલ, યહોવાનું મંદિર અને યરૂશાલેમની ફરતી દીવાલ બાંધવામાં આવી, ત્યાં સુધી તે ત્યાં રહીં. 2 તે સમયે યહોવાનું મંદિર હજી બંધાયુ ન હોવાથી લોકો પોતાના બલિદાનો ટેકરી પરના થાનક પર અર્પણ કરતા હતા. 3 સુલેમાંન પોતે યહોવા પર પ્રેમ રાખતો હતો અને તેના પિતા દાઉદે ઠરાવેલા તમાંમ નિયમો અને વિધિઓનું પાલન કરતો હતો. પરંતુ તે છતાં પણ તે ટેકરી પરના સ્થાનકો ઉપર જ બલિદાનો અર્પણ કરતો હતો અને ધૂપ પેટાવતો હતો. 4 પર્વતનાં શિખરો પર આવેલા બધાં સ્થાનકોમાં સૌથી વધારે પ્રખ્યાત ઉચ્ચસ્થાન ગિબયોનમાં હતું. રાજાએ ત્યાં જઈને 1,000 દહનાર્પણો અર્પણ કર્યા! 5 તે રાત્રે યહોવાએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યું અને કહ્યું, “તારે જે જોઈએ તે તું માંગી લે, હું તને તે આપીશ.” 6 ત્યારે સુલેમાંને જવાબ આપ્યો, “હે યહોવા, તમે માંરા પિતા દાઉદ પ્રત્યે પુષ્કળ પ્રેમ દર્શાવ્યો છે. કારણ કે તમાંરી સાથેના સંબંધમાં તે પ્રામાંણિક, સત્ય અને વિશ્વાસુ હતા, અને તમાંરી આજ્ઞાઓને આધીન હતા. વળી તમે તેને એક પુત્ર આપીને નાઆજે તેની જગ્યાએ રાજા બનાવ્યો છે તેના પ્રત્યેનો તમાંરો પ્રેમ બતાવ્યો છે. 7 હવે, ઓ માંરા યહોવા દેવ, તમે તમાંરા આ સેવકને માંરા પિતા દાઉદ પછી રાજા બનાવ્યો છે, જો કે હું તો હજી છોકરો છું. કયાં જવું અને શું કરવું એ હું જાણતો નથી. 8 હું અહીં તમાંરા પસંદ કરેલા લોકો વચ્ચે આવી પડયો છું. આ એક મહાન પ્રજા છે અને તેઓની સંખ્યા અગણિત છે! 9 તેથી, મને વિવેકબુદ્વિવાળું હૃદય આપો; જેથી કરીને હું ન્યાયપૂર્વક તમાંરા લોકો પર રાજ કરી શકું અને તેમને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવી શકું, નહિ તો તમાંરા મહાન લોકો પર કોણ રાજ કરી શકશે?” 10 સુલેમાંનની વિનંતીથી યહોવા પ્રસન્ન થયા. 11 અને તેણે સુલેમાંનને કહ્યું, “તેં આ માંગણી કરી છે અને પોતાના માંટે લાબું આયુષ્ય કે સંપત્તિ કે તારા દુશ્મનોનાં મોત પણ માંગ્યાઁ નથી, પરંતુ ન્યાય પૂર્વક લોકો પર રાજય કરવા માંટે ડહાપણ માંગ્યું છે, 12 અને એટલે જ જો, હું તારી માંગણી પૂરી કરું છું. હું તને એવું ડહાપણ અને સમજ શકિતવાળું હૃદય આપું છું કે, તારા પહેલાં તારા જેવો કોઈ થયો નથી અને તારા પછી કોઈ થવાનો નથી. 13 તદુપરાંત તેં જે માંગ્યું નથી; એ પણ હું તને આપીશ; સમૃદ્વિ અને સન્માંન! તારા જીવનપર્યંત તારા જેવો શ્રીમંત કે ખ્યાતનામ વિશ્વમાં અન્ય કોઈ થશે નહિ! 14 અને, જો તું તારા પિતાની જેમ માંરે માંગેર્ ચાલશે અને માંરી આજ્ઞાઓ, અને વિધિઓનું પાલન કરશે તો હું તને દીર્ઘાયુ આપીશ.” 15 પછી સુલેમાંન જાગી ગયો, તેને સમજાયું કે આ તો સ્વપ્ન છે. સુલેમાંન યરૂશાલેમ પાછો આવ્યો, અને યહોવાએ ખાસ ઇસ્રાએલ સાથે કરેલા કરારનામાં ધરાવતા પવિત્રકોશ સામે ઊભો રહ્યો, અને દહનાર્પણ તથા શાત્યર્પણ અર્પણ કર્યા. પછી તેણે તેના બધા અધિકારીઓ માંટે મિજબાની રાખી. 16 તે પછી બે વારાંગનાઓ રાજાની સમક્ષ આવીને ઊભી રહી. 17 પહેલી બોલી, “નામદાર, આ બાઈ અને હું એક જ ઘરમાં રહીએ છીએ. એક પુત્રને મેં ઘરમાં જન્મ આપ્યો એ જ્યારે ત્યાં માંરી સાથે હતી. 18 માંરી પ્રસૂતિ પછી ત્રીજે દિવસે તે સ્રીને પણ એક બાળક અવતર્યું. ઘરમાં અમે એકલાં જ હતાં; ઘરમાં ત્યાં બીજું કોઇ નહોતું. 19 એક રાત્રે ઊંઘમાં પાસું ફેરવતાં તેનો પુત્ર દબાઇને મૃત્યુ પામ્યો 20 પછી રાત્રે ઊઠીને તેણે માંરી પાસેથી માંરા પુત્રને મને ખબર ન પડે તેમ ઉઠાવી લીધો, તે વખતે હું ઊઁઘતી હતી તે દરમ્યાન તેણે માંરું બાળક પોતાની બાજુમાં મૂકયું અને તેનું મૃત બાળક માંરી બાજુમાં મૂક્યું. 21 જયારે સવારમાં હું માંરા બાળકને ધવડાવવા ઊઠી, તો તે મરેલો જણાયો, પણ અજવાળામાં મેં ધારીને જોયું તો ખબર પડી કે, એ મને અવતરેલું બાળક નહોતું.” 22 ત્યારે બીજી સ્ત્રી બોલી; “જે પુત્ર જીવતો છે એ તો માંરો, અને જે મરી ગયો છે તે તારો છે.” પ્રથમ સ્રીએ કહ્યું, “ના, મરેલો પુત્ર એ તારો છે, અને જે જીવતો છે, એ માંરો છે.” આમ તેઓ બંને પોતાની દલીલો રાજા સમક્ષ રજૂ કરવા લાગી. 23 રાજાએ મનમાં વિચાર કર્યો, “આ કહે છે કે, જીવતો છોકરો માંરો છે અને મરેલો તારો છે, જયારે પેલી સ્રી કહે છે કે, “એ વાત ખોટી છે, મરેલો તારો છે અને જીવતો માંરો છે.” 24 પછી તેણે કહ્યું, “મને એક તરવાર લાવી આપો.” એટલે રાજા આગળ તરવાર રજૂ કરવામાં આવી. 25 પછી રાજાએ કહ્યું, “આ જીવતા બાળકના બે ભાગ કરો અને બંને સ્રીઓને એક એક ભાગ આપો!” 26 આ સાંભળીને જીવતા બાળકની સાચી માંતાના હૃદયમાં પ્રેમની લાગણી જન્મી અને તેણે રાજાને કહ્યું, “નામદાર, બાળક ભલે એને આપી દો, પણ એને માંરી નાખશો નહિ. પણ પેલી બીજી સ્રી બોલી, “બાળક તો કોઈને નહિ મળે, ના એને મળે કે ના મને મળે, એના બે ટુકડા કરી નાખો.” 27 ત્યારે રાજાએ ચુકાદો આપ્યો, “જીવતુ બાળક પહેલી સ્ત્રીને આપી દો. એને માંરી નાખશો નહિ. એજ એની ખરી માંતા છે.” 28 રાજાએ જે અદલ ઇન્સાફ કર્યો તેની જાણ સમગ્ર ઇસ્રાએલમાં થઈ ગઈ, ત્યારે તેમના રાજયના લોકોના મનમાં રાજા માંટે આદરભાવ જાગ્યો. તેઓ સમજી ગયા કે, એ ન્યાય કરવા માંટે દિવ્ય જ્ઞાન ધરાવે છે.

4:1 સમગ્ર ઇસ્રાએલ પર રાજા સુલેમાંન રાજય કરતો હતો. 2 તેના અમલદારો નીચે પ્રમાંણે હતા:સાદોકનો પુત્ર અઝાર્યા યાજક હતો. 3 શીશાના પુત્રો અલીહોરેફ તથા અહીયાલ પત્રકારો હતા. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો. 4 યહોયાદાનો પુત્ર બનાયા લશ્કરનો સરસેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા. 5 નાથાનનો પુત્ર અઝાર્યા રાજયપાલોનો વડો હતો. યાજક નાથાનનો પુત્ર ઝાબૂદ રાજાનો મિત્ર હતો. 6 રાજમહેલની બાબતોનો વ્યવસ્થાપક અહીશાર હતો; અને આબ્દાનો પુત્ર અદોનીરામ વેઠ મજૂરોનો અધિકારી હતો. 7 ઇસ્રાએલમાં બાર પ્રશાશક હતા અને દરેક જણ રાજાના પરિવાર માંટે અનાજ પુરું પાડતા હતા. દર વષેર્ દરેક પ્રશાશક એક મહિનાનું અનાજ પૂરું પાડતા હતાં. 8 એ બાર પ્રશાશકનાં નામ નીચે પ્રમાંણે છે;બેનહૂર એફ્રાઈમના પહાડી પ્રદેશનો પ્રશાશક હતો. 9 બેન-દેકેર માંકાશ, શાઆલ્બીમ, બેથશેમેશ અને એલોન બેથહાનાનનો પ્રશાશક હતો. 10 બેન-હેશેદ અરૂબ્બોથ, સોખોહ અને હેફેરના બધાં પ્રદેશોનો પ્રશાશક હતો. 11 નાફોથ પહાડી પ્રદેશ પર બેન-અબીનાદાબ પ્રશાશક હતો. તે સુલેમાંનની પુત્રી, રાજકુંવરી ટાફાથને પરણ્યો હતો. 12 અહીલૂદના પુત્ર બાઅનાએ તાઅનાખ તથા મગિદ્દો, અને સારથાનની બાજુમાં યિઝએલ તળે આખા બેથશઆનમાં પ્રશાશક હતો, તેણે બેથશઆનથી છેક આબેલ મહોલાહ અને યોકમઆમની પેલી પાર સુધી શાસન કર્યું. 13 બેનગેબેર રામોથ ગિલયાદ, મનાશ્શાના પુત્ર યાઈરના ગિલયાદમાં આવેલ ગામો તથા બાશાનમાંનો આગોર્બ પ્રદેશ પર પ્રશાશક હતો. આમાં કાંસાના સળીયાં અને દીવાલો વાળા સાંઇઠ મોટાઁ નગરો પણ સમાંયેલા હતા. 14 ઇદ્દોના પુત્ર અહીનાદાબ માંહનાઇમનો પ્રશાશક હતો. 15 અહીમાંઆસ નફતાલીનો પ્રશાશક હતો અને તે સુલેમાંનની પુત્રી બાસમાંથને પરણ્યો હતો. 16 હૂશાયના પુત્ર બાઅનાઅ આશેર અને બઆલોથનો પ્રશાશક હતો. 17 પારૂઆહના પુત્ર યહોશાફાટ ઇસ્સાખારનો પ્રશાશક હતો. 18 એલાના પુત્ર શિમઇ બિન્યામીનનો પ્રશાશક હતો. 19 ઉરીના પુત્ર ગેબેર ગિલયાદનો પ્રશાશક હતો, એ ભૂમિનો જેના પર અમોરીઓનો રાજા સીહોન અને બાશાનનો રાજા ઓગ એક સમયે રાજ્ય કરતાં હતાં યહૂદામાં ત્યારે એક જ પ્રશાશક હતો. 20 યહૂદા અને ઇસ્રાએલ સમુદ્ર કિનારે રહેલી રેતીની જેમ લોકોથી ભરેલા હતાં અને તેઓ પાસે ખાવાપીવાનું પુષ્કળ હતું અને સુખી હતાં. 21 સુલેમાંન રાજા યુફ્રેતિસ નદીથી પલિસ્તીઓના દેશ સુધી તથા દક્ષિણે મિસર સરહદ સુધીના સમગ્ર પ્રદેશ પર શાસન કરતો હતો. આ પ્રદેશના તાબેદાર લોકો સુલેમાંનને ઉપહાર આપતા હતા. સુલેમાંનના જીવનકાળ દરમ્યાન તેઓ તેમને આધીન રહેતા હતા. 22 રાજમહેલમાં વસનારાં રાજવી કુટુંબીના રોજીંદા ખોરાક માંટે 30 માંપ મેંદો, 60 માંપ લોટ, 23 તબેલામાં ચરાવેલા દસ ગોધા, અને ચરાણમાં ચરાવેલા 20 ગોધા, 100 ઘેટાં અને અવારનવાર હરણ, સાબર, કાળિયાર અને પુષ્ટ પક્ષીઓ રાજાના રસોડામાં પૂરાં પાડવામાં આવતાં હતા. 24 રાજા સુલેમાંને ફ્રાંત નદી પેલે પારના વિસ્તારમાં છેક તિફસાહથી તે ગાઝા સુધી શાસન કર્યું. ત્યાંના બધા રાજાઓ પર તેણે રાજ કર્યું, અને તેના રાજયમાં સર્વત્ર શાંતિ હતી. 25 સુલેમાંનના સર્વ દિવસો સુરક્ષા ભરેલાં હતાં જે બધાંને, દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇસ્રાએલના બધાં લોકો જેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે રહેતાં તે લોકોને અપાઇ હતી. 26 સુલેમાંન પાસે રથોના ઘોડાઓ માંટે 40,000 તબેલા હતા અને 12,000 રથ ચાલકો હતા. 27 પોતાને ભાગે આવેલા માંસમાં સુલેમાંન રાજાને તથા સુલેમાંનને ત્યાં જમવા આવનાર સઘળાંને ખોરાક પૂરો પાડતો હતો; દરેક અધિકારી એક મહિના માંટે ખોરાક પૂરો પાડતો હતો. તેઓ કોઇપણ વસ્તુ છોડી મૂકવા માંગતાં નથી. 28 તેઓ, પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાંણે, પોતાના ઘોડાઓને માંટે તથા રાજાના ઘોડાઓ માંટે જવ તથા સુકુ ઘાસ મોકલતા હતા. 29 દેવે સુલેમાંનને ઘણું ડહાપણ તથા વિવેકબુદ્ધિ તથા સમુદ્ર કિનારે રહેલી રેતીની જેમ વિશાળ સમજણશકિત આપ્યાં હતાં. 30 મિસર તથા પૂર્વના દેશોના મહાન જ્ઞાનીઓને ઘણું જ્ઞાન હતું પરંતુ તે સુલેમાંનના ડહાપણથી ઓછું હતું. 31 એથામ એઝ્હી તથા માંહોલના પુત્રો હેમાંન, કાલ્કોલ, અને દાર્દા જ્ઞાનીઓ હતાં પરંતુ તેમના કરતાં સુલેમાંન અધિક જ્ઞાની હતો. આજુબાજુની પ્રજાઓમાં તેની કીતિર્ પ્રસરેલી હતી. 32 તેણે 3,000 કહેવતો અને 1,005 ગીતોની રચના કરી હતી. 33 સુલેમાંને લબાનોનના દેવદાર વૃક્ષથી માંડીને દીવાલોમાંથી ઉગતા ઝુફાના વૃક્ષો બાબત જ્ઞાન આપ્યું. સુલેમાંને પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારા પ્રાણીઓ તથા માંછલીઓ વિષે જ્ઞાન આપ્યું. 34 જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાંનના જ્ઞાન વિષે સાંભળ્યું હતું, તેઓ તેની જ્ઞાનની વાતો સાંભળવા આવતા હતા.

5:1 તૂરનો રાજા હીરામ રાજા દાઉદ સાથે સંલગ્ન થઇ ગયો, તેણે પોતાના નોકરોને સુલેમાંન રાજા પાસે મોકલ્યા; કારણ કે તેણે જાણ્યું હતું કે દાઉદનો પુત્ર સુલેમાંન ઇસ્રાએલના નવા રાજા તરીકે અભિષિકત થયો છે. 2 હીરામને પ્રત્ત્યુત્તર આપતાં સુલેમાંને કહેવડાવ્યું કે, 3 તું જાણે છે કે, “માંરા પિતા યહોવા દેવના માંનમાં મંદિર બાંધી શકયા નહિ, કારણ કે તેમને આજુબાજુના દુશ્મન રાજયો સાથે ઘણાં યુદ્ધો કરવાં પડયાં હતાં, અને યહોવા શાંતિ સ્થાપન કરે તેની તે રાહ જોતા હતા. 4 પરંતુ હવે યહોવા માંરા દેવે ઇસ્રાએલમાં સર્વ સરહદોએ શાંતિ સ્થાપી છે. કોઈ શત્રુ નથી કે નથી કોઈ આપત્તિ. 5 “તેથી હવે હું માંરા યહોવા માંટે મંદિર બનાવી શકું અને હું તેમ કરવા માંટે યોજના કરું છું, એ કામ માંરે કરવાનું છે એવી સૂચના યહોવાએ માંરા પિતાને આપી હતી. યહોવાએ તેમને કહ્યું હતું, તારા પછી તારા પુત્રને હું તારા રાજયાસન પર બેસાડીશ. તે માંરા નામ માંટે થઇને મંદિર બંધાવશે. 6 તેથી હવે લબાનોનમાં તમાંરા સેવકોને માંરા માંટે દેવદાર વૃક્ષ કાપવા હુકમ કરો, માંરા સેવકો તમાંરા સેવકોની સાથે રહેશે; અને તમે જે પ્રમાંણે કહેશો તે મુજબ હું તમાંરા સેવકોને વેતન ચૂકવી આપીશ; કારણ કે તમે જાણો છો કે, કોઇ પણ ઇસ્રાએલી સિદોનીઓની જેમ કેવી રીતે વૃક્ષો કાપવા તે જાણતો નથી!” 7 જયારે હીરામે સુલેમાંનનો સંદેશો સાંભળ્યો ત્યારે તે ખૂબ પ્રસન્ન થયો; તેણે કહ્યું, “યહોવાની સ્તુતિ થજો! કારણકે તેમણે દાઉદને આ મહાન પ્રજા પર રાજ્ય કરવા એક શાણો પુત્ર આપ્યો છે.” 8 હીરામે રાજા સુલેમાંનને સંદેશો મોકલ્યો કે, “તમે દેવદારના અને ફરના વૃક્ષ કાપવા માંટેનો જે સંદેશો મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે, હું તમાંરી સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ કરીશ. 9 માંરા માંણસો લબાનોનથી સમુદ્ર સુધી લાકડાં લઇ આવશે અને ત્યાંથી તમે કહેશો ત્યાં હું તે લાકડાં બાંધીને તરાપા બનાવીને, સમુદ્રમાંગેર્ વહાવી દઇશ, પછી લાકડાં છૂટાં કરી તમને સોંપી દેવાશે. તમાંરે તો માંરા માંણસોને ફકત વેતન, ખોરાક અને રહેવા માંટેની જગ્યા આપવી પડશે.” 10 એમ આ રીતે હીરામે સુલેમાંને જેમ ઇચ્છયું હતું તેમ કર્યુ અને જરૂરિયાત મુજબનું ફર અને દેવદાર વૃક્ષોનું લાકડું મોકલી આપ્યું. 11 તેના બદલામાં સુલેમાંને પ્રતિવર્ષ હીરામને 20,000 માંપ ઘઉં અને 20 માંપ શુદ્વ જૈતતેલ મોકલી આપ્યાં, 12 અને યહોવાએ સુલેમાંનને વચન આપ્યું હતું, તે મુજબ તેણે તેને જ્ઞાન આપી; અને હીરામ તથા સુલેમાંનની વચ્ચે સુલેહ-શાંતિના કરાર કર્યા. 13 રાજા સુલેમાંને પોતાને માંટે કામ કરવા ઇસ્રાએલના 30,000 માંણસોને મજબૂર કર્યા. 14 તે તેઓમાંથી તે વારા પ્રમાંણે પ્રતિમાંસ 10,000 માંણસોને લબાનોન મોકલતો હતો; તેઓ એક માંસ લબાનોનમાં અને બે માંસ પોતાના ઘેર રહેતા; અદોનીરામ બધાં મજૂરોનો ઊપરી હતો. 15 સુલેમાંન પાસે તેના માંટે બાંધકામની સામગ્રી ઊપાડનારા વધારાના 70,000 માંણસો હતા. વળી પહાડી પ્રદેશમાં પથ્થર તોડનારા 80,000 માંણસો હતા. 16 બાર પ્રશાશકો ઊપરાંત સુલેમાંન પાસે મજૂરોના કામ પર દેખરેખ રાખનારા 3,300 મુકાદૃમો હતા. 17 રાજાની આજ્ઞા મુજબ ઘડેલા પથ્થરોથી મંદિરનો પાયો નાખવા માંટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતા હતા. 18 અને ગબાલ પ્રદેશના માંણસો પણ સુલેમાંનના અને હીરામના કામદારોને મંદિર બાંધવા માંટે પથ્થર કાપવાના અને મંદિર માંટે લાકડા કાપવાના કામમાં મદદ કરતા હતા.

6:1 ઇસ્રાએલીઓ મિસરમાંથી 480વર્ષ પછી બહાર આવ્યા પછી, રાજા સુલેમાંનના ઇસ્રાએલ પરના શાસનનું ચોથું વર્ષ હતું, બીજા મહિનામાં એટલે કે ઝીવ માંસમાં તેણે યહોવાના મંદિરનું બાંધકામ શરૂ કર્યું. 2 રાજા સુલેમાંને જે મંદિર યહોવા માંટે બંધાવ્યું તે 60 હાથ લાંબુ, 20 હાથ પહોળું અને 30 હાથ ઊંચું હતું. 3 મંદિરની સામેની પરસાળની પહોળાઈ 20 હાથ અને લંબાઇ 10 હાથ હતી. 4 તેણે ચોકઠાં અને આડશવાળી બારીઓવાળું મંદિર બંધાવ્યું. 5 તેણે બરોબર મંદિરની દીવાલોની ફરતે એક બાંધકામનું માંળખું બનાવ્યું જેની અંદર નાની ઓરડીઓ હતી. 6 આ ઓરડીઓના ત્રણ માંળ હતા. ભોંયતળિયાની ઓરડીઓ 5 હાથ પહોળી, વચ્ચેના માંળની 6 હાથ પહોળી અને ઉપલા માંળની 7 હાથ પહોળી હતી. તેણે દીવાલની બહારના ભાગમાં થાંભલા બનાવ્યા હતા જેથી કરીને ટેકાવાળાં ખંભા મંદિરના અંદરના ભાગની દીવાલમાં દેખાય નહિ. 7 મંદિર બાંધવામાં જે પથ્થરો વપરાતા હતા, તેને ખાણમાંજ કાપીને ચમકદાર બનાવાતાં હતા. તેથી મંદિર બંધાતુ હતુ ત્યારે હથોડા કુહાડી કે બીજા કોઈપણ લોખંડના ઓજારનો અવાજ સંભળાયો નહોતો. 8 ભોંય તળિયાનું પ્રવેશદ્વાર મંદિરની દક્ષિણ બાજુએ આવેલું હતું, ત્યાં વચલા માંળે જવાનો એક વળાંક વાળો ગોળાકાર દાદરો હતો અને વચલા માંળેથી સૌથી ઉપલે માંળે જવાતું હતું. 9 સુલેમાંને મંદિરનું બાંધકામ પૂરું કર્યુ અને છત દેવદારના પાટડા અને પાટિયાની બનાવી. 10 મંદિરની દીવાલો બંધાઇ ગઇ હતી અને દીવાલોની દરેક બાજુએ દેવદારના પાટિયા હતાં. બધાં માંળ પાંચ હાથ ઊંચા હતાં. 11 પછી સુલેમાંનને યહોવાના વચન સંભળાયાં; 12 “તું માંરા માંટે આ મંદિર બાંધે છે, તો હવે જો તું માંરા ઉપદેશનો અમલ કરશે અને માંરા બધા કાનૂનો અને આજ્ઞાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે; તો મેં તારા પિતા દાઉદને તારે વિષે જે વચન આપ્યું હતું તે હું પાળીશ. 13 વળી હું ઇસ્રાએલીઓ વચ્ચે વસવાટ કરીશ અને માંરા ઇસ્રાએલી લોકોને તજી દઈશ નહિ.” 14 આમ, સુલેમાંને મંદિરનું બાંધકામ લાકડાથી પૂરું કર્યુ. 15 તેણે મંદિરની અંદરની દીવાલોને ભોંયતળિયાથી છત સુધી દેવદારના પાટિયાથી જડી દીધી હતી અને તેણે ચીડના લાકડાંથી મંદિરના ભોંયતળિયાને જડી દીધો હતો. 16 મંદિરની પાછળની બાજુ તેણે 20 હાથ લાંબો એક ઓરડો બાંધ્યો. તેણે તેની દીવાલો દેવદારથી જડી દીધી હતી અને તે તળિયેથી છેક છત સુધી પહોંચતી હતી, આ અંદરની જગ્યા હતી, પરમપવિત્ર સ્થળ હતું. 17 પરમ પવિત્રસ્થળની સામેની બાકીની જગ્યા 40 હાથ લાંબી હતી. 18 મંદિરની અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર ફૂલો અને વેલાઓ કોતરેલાં હતાં. અંદરનો બધો જ ભાગ દેવદારના લાકડાથી મઢી લેવામાં આવ્યો હતો. જેથી મંદિરની અંદરના હિસ્સામાં કયાંય પથ્થર દેખાતો નહોતો. 19 મંદિરના પાછલા ભાગમાં ‘પવિત્રકોશ’ રાખવાની પરમ પવિત્ર જગ્યા હતી, આ કોશમાં દેવનો ઇસ્રાએલ સાથેનો ખાસ કરાર હતો. 20 તે 20 હાથ લાંબું, 20 હાથ પહોળું અને 0 હાથ ઊંચું હતું અને તેને શુદ્વ સોનાના પતરાથી મઢી લીધું હતું. અને વેદીને દેવદારના લાકડાંથી મઢી હતી. 21 પછી સુલેમાંને મંદિરની અંદરની દીવાલો સોનાના આવરણથી મઢી લીધી, અને અંદરની ઓરડીઓને પણ શુદ્વ સોનાના પતરાથી મઢી લીધી. અને તે પવિત્રસ્થાનના પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો લટકતી હતી. 22 આમ, સુલેમાંને મંદિરની અંદરનો આખો ભાગ સોનાથી મઢી લીધો હતો. તેણે અંદરની પવિત્ર જગ્યામાંની વેદીને પણ સોનાથી મઢી હતી. 23 સુલેમાંને પરમપવિત્રસ્થાનમાં જૈતૂનના લાકડામાંથી બનાવેલા બે કરૂબ દેવદૂતો મૂકયા. તે દરેક દસ હાથ ઉંચા હતા. 24 દરેક કરૂબને બે પાંખ હતી અને તે દરેક પાંખ 5 હાથ લાંબી હતી; આથી દરેકની એક પાંખથી બીજી પાંખના છેડાઓ વચ્ચેનું અંતર 10 હાથ હતું. 25 બીજા કરૂબની બે પાંખો વચ્ચેનું અંતર પણ 10 હાથ હતું, બંને કરૂબો કદ અને આકારમાં સરખા જ હતા. 26 દરેક દેવદૂતની ઊંચાઈ 10 હાથ હતી. 27 તેઓએ એ બંન્ને કરૂબોને મંદિરના પરમ પવિત્ર સ્થાનમાં ગોઠવ્યા હતાં. કરૂબની પાંખો ફેલાયેલી હતી, તેથી એક દેવદૂતની પાંખ એક ભીંતને અને બીજા દેવદૂતની પાંખ બીજી ભીંતને અડતી હતી, અને તેમની બીજી પાંખો ખંડની વચ્ચોવચ્ચ એકબીજાને મળતી હતી. 28 એ કરૂબ સોનાથી મઢેલા હતાં. 29 મંદિરની બંને ઓરડીઓની બધી જ દીવાલો પર કરૂબ દેવદૂતો ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું. 30 મંદિરના બધાજ ભાગના તળિયાં સોનાથી મઢેલાં હતાં. 31 પરમપવિત્ર સ્થળના પ્રવેશ માંટે સુલેમાંને જૈતૂનના લાકડાના દરવાજા બનાવ્યા હતા. થાંભલા અને દરવાજાના ચોકઠાને પાંચ બાજુ હતી. 32 બંને દરવાજા પર કરૂબો, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરેલું હતું અને તેને સોનેથી મઢી દીધું હતું . 33 એ જ રીતે મંદિરના બારણા માંટે પણ જૈતૂનના લાકડાની બારસાખ કરાવી હતી અને ઉંબર ચારખૂણિયો હતો. 34 અને દરવાજાના બેબારણાં સાયપ્રસના લાકડાંનાં પાટિયાંમાંથી બનાવ્યાં હતાં. દરવાજાના દરેક બારણાના બે ભાગ હતા અને એક પર એક વાળી શકાતા હતા. 35 એ બારણાંઓ પર કરૂબ દેવદૂતો, ખજૂરીનાં વૃક્ષો, અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું અને બારણાં સોનાના પતરાંથી મઢેલાં હતાં. 36 તેણે કાપીને ઘસીને ચકચકિત કરેલાં પથ્થરોની ત્રણ હાર અને દેવદારના ખંભાની એક હાર વડે અંદરનું પ્રાંગણ બનાવ્યું. 37 સુલેમાંનના રાજયશાસન દરમ્યાન ચોથા વર્ષના ઝીવ માંસમાં મંદિરના બાંધકામનો પાયો નાખવામાં આવ્યો હતો. 38 અને અગિયારમાં વર્ષનો આઠમો મહિનો, એટલે કે બુલનાં મહિનામાં મંદિરનું સર્વ બાંધકામ પૂરું થયું. આમ મંદિરનું બાંધકામ પૂરુું થવામાં સાત વર્ષ લાગ્યાં હતાં.

7:1 સુલેમાંનને પોતાનો મહેલ પૂરો કરતાં 13 વર્ષ લાગ્યાં હતાં. 2 તેણે એક મકાન બંધાવ્યું જેનું નામ “લબાનોનનું વનગૃહ” રાખ્યું. તેની લંબાઈ 100 હાથ, પહોળાઈ 50 હાથ અને ઊંચાઈ 30 હાથ હતી. તે દેવદારના સ્તંભોની ચાર હારમાંળાઓ પર ટેકવેલું હતું. આ સ્તંભો પર પાટડાઓની હાર હતી. 3 પાટડાઓની હાર ત્રણ હતી, અને પ્રત્યેક હારમાં 15 પ્રમાંણે કુલ બધા મળીને 45 પાટડા હતા. આ દેવદારના થાંભલા છતને ટેકો આપતા હતા. 4 ત્રણ હારમાં બારીના ચોકઠાઓ એકબીજાની સામસામે હતાં. 5 બધા પ્રવેશદ્રાર અને બારણાંનાં ચોકઠાં ચોરસ આકારના હતા. અને તે એકબીજાની સામસામે ત્રણ હારમાં ગોઠવેલાં હતા. 6 બીજા ઓરડાનું નામ “સ્તંભની પરસાળ” હતું. તેની લંબાઈ 50 હાથ હતી અને તે 30 હાથ પહોળો હતો. આ ઓરડાની આગળ થાંભલાઓ હતાં જે પરસાળની છતને ટેકવતાં હતાં. 7 એક રાજ્યાસનખંડ અથવા “ન્યાયખંડ” પણ હતો, જેમાં બેસીને સુલેમાંન ન્યાય કરતો હતો. એ ખંડ આખો ભોંયતળિયાથી છત સુધી દેવદારની તકતીઓથી જડેલો હતો. 8 સુલેમાંને તેનો પોતાનો મહેલ બનાવ્યો, જેમાં તે રહ્યો હતો “ન્યાયખંડ”ની પાછળના ભાગમાં હતો. તે મહેલ, અને ફારુનની પુત્રી જેને એ પરણ્યો હતો તેને માંટે બાંધેલો મહેલ સરખાંજ હતાં. 9 રાજમહેલના આ ઓરડાઓનાં બાંધકામ માંટે અતિમૂલ્યવાન અને જોઇતા માંપ પ્રમાંણે તૈયાર કરેલા મોટા કદના પથ્થરોનો ઉપયોગ થયો હતો. સમગ્ર માંળખામાં આ પથ્થરો વપરાયા હતા. 10 એમના પાયા મોટા આઠથી દસ હાથ પહોળા કિંમતી પથ્થરોના બનેલાં હતા. 11 અને તેના પર માંપસર ઘડેલા પથ્થરોના અને દેવદારના થર હતા. 12 મોટા ચોકની ફરતી દીવાલમાં ત્રણ થર ઘડેલાં પથ્થરના અને એક થર દેવદારના લાકડાનો હતો અને યહોવાના મંદિરના અંદરના ચોકમાં તેમ જ મંદિરની પરસાળમાં પણ એ જ પ્રમાંણે થરો હતા. 13 રાજા સુલેમાંને હીરામને: તૂરથી બોલાવડાવ્યો. 14 તે નફતાલી કુળસમૂહની એક વિધવાનો પુત્ર હતો. અને તેનો પિતા તૂરનો એક કંસારો હતો. તે પોતે પણ બધી જાતના કાંસાના કામનો ઘણો બુદ્ધિશાળી અને કુશળ કારીગર હતો, તેણે આવીને સુલેમાંન રાજાનું તમાંમ કામ કરી આપ્યું. 15 તેણે કાંસાને ઢાળીને બે થાંભલાઓ તૈયાર કર્યા. દરેક થાંભલાની ઊંચાઈ 18 હાથ હતી અને તેનો પરિઘ 12 હાથનો હતો. 16 સ્તંભની ટોચ પર મૂકવા માંટે તેણે કાંસાના બે કળશ બનાવ્યા; દરેકની ઊંચાઈ 5 હાથ હતી. 17 કળશને શણગારવા માંટે કાંસાની સાંકળીઓ વડે ઝાલરો બનાવી. દરેક કળશની ચારેબાજુ સાત કાંસાની સાંકળીઓનું જાળી કામ કરેલ હતું. 18 કળશ પર મૂકવા માંટે તેણે દરેક જાળીની ગૂંથણીની આસપાસ દાડમની બે હારમાંળા બનાવી. 19 આ કળશનો આકાર કમળ જેવો હતો, અને તેમની ઊંચાઈ ચાર હાથ હતી. 20 આ કળશો જાળી ગૂંથણીની બાજુમાં સ્તંભની પર ગોળાકાર કિનારીની પર સ્તંભની ટોચ પર હતા. દરેક સ્તંભો પર હારબંધ 200 દાડમો કોતરેલાઁ હતાઁ. 21 એ થાંભલા મંદિરની ઓસરી આગળ આવેલા હતા. જમણે હાથે આવેલા થાંભલાનું નામ યાખીન હતું અને ડાબે હાથે આવેલા થાંભલાનું નામ બોઆઝ હતું. 22 સ્તંભ પર મૂકેલા કળશો કમળોના આકાર જેવાં હતાં. આમ સ્તંભોનું કામ પૂર્ણ થયું. 23 પછી તેણે ગાળેલા કાંસામાંથી ‘સમુદ્ર’ નામનો હોજ બનાવ્યો, એનો આકાર ગોળાકાર હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. તેની ઊંચાઇ 5 હાથ; તેનો પરિઘ 30 હાથનો હતો. 24 ‘સમુદ્રની’ કિનાર નીચે ‘સમુદ્રને’ ફરતી દસ હાથ લાંબી દીવાલો હતી, દીવાલો બે હારમાં ગોઠવાયેલી હતી અને હોજની જેમજ ઢળાયેલી હતી. 25 કાંસાના બનાવેલા 12 બળદ પર હોજ મૂકેલો હતો. ત્રણ બળદનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં દક્ષિણ તરફ ત્રણનાં પશ્ચિમ તરફ અને ત્રણનાં પૂર્વ તરફ હતા. તેઓની પૂંછડી અંદરની બાજુએ હતી. 26 હોજની દીવાલની જાડાઈ ચાર આંગળ જેટલી હતી, તેની કોરનો આકાર વાટકાની કોર જેવો અને કમળના ફૂલ સમાંન હતો, તેમાં 2ણ000 બાથ પાણી સમાંઈ શકે તેમ હતું. 27 તદુપરાંત તેણે કાંસાની 10 ઘોડીઓ બનાવી, પાયો બનાવી; દરેક ઘોડીનો, પાયો 4 હાથ લાંબો, 4 હાથ પહોળો, અને 3 હાથ ઊંચો હતો. 28 આ ધોડીઓની, એવી રીતે રચના આવી હતી; કે તેની સપાટી પર કિનારી હતી. 29 અને એ તખતીઓ પર, સિંહો, બળદો અને કરૂબો ચીતરેલા હતા. એ સિંહો, બળદો અને કરૂબોની પર અને નીચે વેલ અને ફુલની કોતરણીવાળી ઝાલરો હતી. 30 દરેક ઘોડીને કાંસાના ચાર પૈડા હતાં. અને તેની ધરી પણ કાંસાની હતી. મેજને ચાર ખૂણા હતાં જેને ગાળેલા પીતળમાંથી બનાવેલા ચાર ટેકાઓ મૂક્યાં હતાં. એ હાથા પર ફુલ વેલની ભાત કોતરેલી હતી. 31 તે મથાળેથી અંદરની તરફ ખૂલતું હતું અને તે દોઢ હાથ ઉંચુ હતું, મથાળા પર કોતરકામ કરેલું હતું અને એની તકતીઓ ચોરસ હતી, ગોળ નહોતી, 32 ઘોડીઓની નીચે અંદરમાં ચાર પૈડા હતાં અને તેની ધરી મેજના પાયામાં બેસાડેલી હતી. પૈડાં દોઢ હાથ ઊંચા હતાં. 33 પૈડાંનો ઘાટ રથના પૈડાં જેવો હતો. તેમની ધરીઓ, તેમની વાટો તેમના આરા તથા તેમનાં ચક્ર એ બધાં કાંસાના બનેલાં હતાં. 34 દરેક ઘોડીને ચાર ખૂણે ચાર ટેકાઓ હતા, તે બધાં ઘોડીની સાથે એક જ ટૂકડામાંથી બનાવેલાં હતાં. 35 ઘોડીની પર એક ગોળાકાર ઘુંમટ હતો, અને તેની ઊંચાઈ અડધા હાથની હતી. તેનો કિનારો અને ટેકાઓ બધાં એક જ ટૂકડામાંથી બનાવ્યાં હતાં. 36 એ તકતીઓ પર જયાં જયાં ખાલી જગ્યા હતી ત્યાં ત્યાં કરૂબ દેવદૂતો, હરણો, મૃગો સિંહો અને ખજૂરનાં વૃક્ષો કોતરેલાં હતા, અને તેની ફરતે ફુલ વેલની ભાત કોતરેલી ઝાલરો હતી. 37 આ રીતે એણે 10 ઘોડીઓ બનાવી હતી; તે બધીજ એક સરખી અને ગાળેલા કાંસામાંથી બનાવેલી હતી અને કદમાં અને આકારમાં સમાંન હતી. 38 પછી તેણે કાંસાની 10 કૂંડીઓ બનાવી, દરેક કૂંડીમાં 40 બાથ1 પાણી માંય એવી અને 4 હાથ વ્યાસની હતી. દરેક ધોડી માંટે એક ઘડો હતો. 39 તેણે 5 કૂંડી મંદિરની દક્ષિણ તરફ અને પાંચ ઉત્તર તરફ મૂકી. તેણે પિતળનો ‘સમુદ્ર’ મંદિરના અગ્નિખૂણા પર રાખ્યો. 40 તદુપરાંત હીરામે કૂંડા-પાવડા તથા તપેલાં બનાવ્યાં. આ પ્રમાંણે હીરામે યહોવાના મંદિરને લગતું સુલેમાંન રાજાને માંટે તે સર્વ તેણે પૂરું કર્યુ. 41 તેણે 2 થાંભલા, અને કળશ અને સ્તંભની ટોચ પરના ઘુંમટને ઢાંકતી બે જાળી બનાવી હતી. 42 અને એ 2 જાળીને માંટે 400 દાડમ; એટલે થાંભલાની ટોચ પરના બે કળશના બંને ઘુંમટ ઢાંકવાની પ્રત્યેક જાળીને માંટે દાડમની બબ્બે હારો; 43 તેણે 10 ધોડી બનાવી અને તેને માંટે 10 કૂંડા બનાવ્યા. 44 બાર બળદો પર ટેકવેલો એક મોટો હોજ, 45 દેગડા, પાવડા, અને વાસણો, યહોવાના મંદિર માંટેની આ સર્વ વસ્તુઓ અને બીજાં બધાં વાસણો હીરામે મંદિરમાં વાપરવા માંટે બનાવ્યાં હતાં. જે મંદિર રાજા સુલેમાંન યહોવા માંટે બંધાવતો હતો અને તે કાંસાનાં બનાવેલાં હતાં. 46 આ બધી વસ્તુઓ તેણે યર્દન નદીના મેદાન પ્રદેશમાં સુક્કોથ અને સારથાનની વચ્ચે માંટીના બીબા વાપરીને ગાળેલા કાંસાની બનાવેલી હતી. 47 સુલેમાંને એ સર્વ વાસણો વજન કર્યા વિના રહેવા દીધાઁ, કારણ તેમની સંખ્યા ઘણી હતી. તેથી કાંસાનું કુલ વજન ક્યારેય નક્કી ન થઇ શક્યું. 48 સુલેમાંને યહોવાના મંદિર માંટેનાં સાધનો બનાવ્યા: સોનાની વેદી અને જેના પર અપિર્ત રોટલી રાખી હતી તે સોનાનો બાજઠ, 49 તેણે શુદ્ધ સોનાના પાંચ ઊભા દીવા દક્ષિણ બાજુએ અને પાંચ ઉત્તર બાજુ; પરમ પવિત્રસ્થાનની સામે મૂક્યા. દરેક પર ફૂલો દીવીઓ અને ચીપિયાઓ હતાં જે બધા સોનાનાઁ બનેલાઁ હતાઁ. 50 શુદ્વ સોનાનાઁ પ્યાલાં, કાતરો, તપેલાં, વાટકા, અને ધૂપદાનીઓ, અને ગર્ભગૃહનાં તેમજ પરમ-પવિત્રસ્થાનના બારણાં માંટે મિજાગરાં પણ સોનાનાં બનાવડાવ્યાં. 51 આમ યહોવાના મંદિરનું બાંધકામ પૂર્ણ થયું. ત્યારે સુલેમાંન રાજાએ તેના પિતાએ યહોવાને અર્પણ કરેલા બધાં સોનાઁ અને ચાંદીના પાત્રો લઈ જઈને યહોવાના મંદિરના ભંડારમાં જમાં કરાવ્યાં.

8:1 સુલેમાંને ઇસ્રાએલના બધાજ વડીલો અને ઇસ્રાએલના દરેક કુળમાંથી બધાજ અગ્રણીઓને યરૂશાલેમ બોલાવ્યા. જેથી તેઓ યહોવાનું ઇસ્રાએલ સાથેનું વિશેષ કરારનામું દર્શાવતો પવિત્રકોશ દાઉદના નગરમાંથી જે સિયોન પણ કહેવાય છે ત્યાંથી લાવી શકે. 2 અને તેઓ બધા એથાનીમ એટલે કે દશમાં મહિનામાં માંડવાપર્વને પ્રસંગે રાજા સુલેમાંન સમક્ષ ભેગા થયા. 3 આ ઉજવણી વખતે ઇસ્રાએલના બધાજ વડીલો આવ્યા અને યાજકોએ ‘પવિત્રકોશ’ ઊપર ઊચક્યો. 4 તે યાજકો અને લેવીઓ યહોવાના પવિત્રકોશને મુલાકાત મંડપમાં લાવ્યા અને બીજી બધી વસ્તુઓને જે યહોવાને પૂજવા માંટે વપરાતી હતી. 5 ત્યારબાદ રાજા સુલેમાંન અને તમાંમ ઇસ્રાએલી પ્રજાજનો પવિત્રકોશની સમક્ષ એકત્ર થયા અને અસંખ્ય ઘેટાં અને બળદોના અર્પણો આપ્યા. 6 ત્યારબાદ યાજકો યહોવાના ઇસ્રાએલ સાથેના કરારનામાંનો પવિત્રકોશ મંદિરના પરમ પવિત્રસ્થાનમાં લઈ ગયા, અને કરૂબીઓ દેવદૂતોની નીચે તેને મૂકયો. 7 પવિત્રકોશ જયાં મૂકવામાં આવ્યો, તેનાં પર પાંખો પ્રસરેલી રહે એ રીતે કરૂબ દેવદૂતોની રચના કરવામાં આવી હતી. આમ કરૂબ દેવદૂતોની પાંખોએ કોશ અને તેના છેડાઓ પર આચ્છાદન કર્યુ હતું. 8 પેલા છેડાઓ એટલા લાંબા હતા કે તેમના છેડા તેજ ઓરડામાંથી જોઈ શકાતા નહોતા, પરંતુ બીજા રૂમની બહારથી તે જોઈ શકાતા હતા, પણ બહારથી તે જોઇ શકાતા નહોતાં, અને આજ સુધી તે ત્યાં છે. 9 ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમને આપેલા વચનો જે પથ્થરની બે તકતીઓમાં આલેખાયેલા હતાં; જે મૂસા હોરેબ પર્વત પરથી લાવ્યો હતો અને તેણે પવિત્રકોશમાં મૂકી હતી, પવિત્રકોશમાં ફકત આ બે તકતીઓ જ હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું. 10 જુઓ, જયારે યાજકો યહોવાના મંદિરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાનું મંદિર વાદળ વડે ભરાઈ ગયું! 11 અને તેથી તેઓ સેવા ચાલુ રાખી શકે તેમ નહોતાં. આખા મંદિરમાં યહોવાનું ગૌરવ વ્યાપી ગયું હતું. 12 ત્યારે સુલેમાંને કહ્યું, “ઓ યહોવા, તમે ગાઢ વાદળોમાં રહેવાનું પસંદ કર્યુ છે; 13 મેં તમાંરે માંટે એક ભવ્ય મંદિર બાંધ્યુ છે, જેમાં તમે સદાકાળ નિવાસ કરો.” 14 પછી રાજા લોકોની સભા તરફ ફર્યો, લોકો તેમની સમક્ષ ઊભા રહ્યા હતા, તેણે લોકોને આશીર્વાદ આપ્યા. 15 રાજાએ કહ્યું,“ઇસ્રાએલના દેવ યહોવાની સ્તુતિ હોજો! તેમણે માંરા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તેમણે પોતાના બાહુબળથી કરી બતાવ્યું છે. 16 તેણે કહ્યું હતું કે, ‘હું માંરા લોકોને ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો, તે દિવસથી મેં ઇસ્રાએલના કોઈ કુળસમૂહના પ્રદેશમાંથી માંરા માંટે મંદિરનું સ્થાન નક્કી કર્યુ નહોતું. પરંતુ લોકોના આગેવાન થવા માંટે મેં એક પુરુષ દાઉદની પસંદગી કરી હતી.’ 17 “હવે માંરા પિતા દાઉદે ઇસ્રાએલના યહોવા દેવના નામનું એક મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો હતો. 18 પરંતુ યહોવાએ તેને કહ્યું, ‘માંરા નામનું મંદિર બાંધવાનો તેં નિર્ણય કર્યો છે, અને એ વિચાર સારો છે, 19 હજી પણ તે મંદિર તું બનાવીશ નહિ, પણ તારો સગો પુત્ર માંરા નામ માંટે મંદિર બાંધશે.’ 20 “હવે યહોવાએ પોતાનું વચન પાળ્યું છે. યહોવાએ વચન આપ્યા પ્રમાંણે, હું માંરા પિતા દાઉદ પછી ઇસ્રાએલની ગાદી પર આવ્યો છું, અને મેં ઇસ્રાએલીઓના યહોવા દેવના નામનું મંદિર બંધાવ્યું છે. 21 અને તેમાં યહોવાએ આપણા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરાર આ પવિત્ર કોશમાં રાખવામાં આવેલા છે.” 22 ત્યારબાદ સુલેમાંને યહોવાની વેદી સમક્ષ ઊભા રહીને સમગ્ર ઇસ્રાએલી સમાંજના દેખતાં આકાશ તરફ પોતાના હાથ ફેલાવ્યા, 23 “ઓ ઇસ્રાએલના યહોવા દેવ, પર આકાશમાં અને નીચે પૃથ્વીમાં તમાંરા જેવું કોઈ નથી, તમે પ્રેમાંળ અને દયાળું છો. તમે કરાર પાળો છો, અને તમાંરા સેવકોને વફાદાર રહો છો, જેઓ તમાંરી સામે પૂર્ણ હૃદયથી વતેર્ છે. 24 તમાંરા સેવક, માંરા પિતા દાઉદને આપેલું તમાંરું વચન આજે તમે પૂર્ણ કર્યુ છે. 25 અને હવે, હે ઇસ્રાએલના યહોવા દેવ, દાઉદને આપેલું આ બીજું વચન પણ તમે પૂર્ણ કરો; ‘માંરા પિતા દાઉદનાં સંતાનો તમાંરાં વચનો પ્રમાંણે વર્તશે અને તમે ચીંધેલા માંગેર્ ચાલશે અને તમાંરી આજ્ઞાઓને આધીન રહેશે, તો દરેક પેઢીમાં દાઉદના વંશજોમાંનો જ એક ઇસ્રાએલની રાજગાદી પર બેસશે.’ 26 ઓહ, ઇસ્રાએલના દેવ, જે કરાર તમે તમાંરા સેવક, માંરા પિતા દાઉદ સાથે કર્યો હતો તે પૂર્ણ કરો. 27 “પરંતુ ઓ! દેવ! શું એ શકય છે કે તમે સાચે જ આ પૃથ્વી પર રહેશો? કારણ કે આકાશ, અરે! ઉંચામાંઉંચા સ્વગોર્, પણ તમને ધારણ કરી શકે તેમ નથી, તો આ મંદિર જે મેં બંધાવેલું છે તેની શી વિસાત? 28 તેમ છતાં, ઓ માંરા યહોવા, આ તમાંરા સેવકને આજે તમે ધ્યાનથી સાંભળો અને તેની વિનવણી વિષે વિચારજો. 29 રાતદિવસ તમાંરી આંખો આ મંદિર પર ઠરેલી રહો, આ સ્થાન પર રહો, જેને વિષે તમે કહ્યું હતું કે, ‘માંરું નામ એમાં વાસો કરશે.’ તમાંરો સેવક આ સ્થાને જે પ્રાર્થના કરે તે સાંભળજો 30 વળી તમાંરો સેવક અને ઇસ્રાએલના તમાંરા લોકો, આ મંદિર તરફ મુખ રાખીને પ્રાર્થના કરે, ત્યારે તેઓની દરેક અરજ તરફ કાન ધરજો; અને આકાશમાં તે સાંભળીને તમે તેઓને ક્ષમાં કરજો. 31 “જો કોઈ માંણસ બીજા માંણસનો ગુનો કરે, અને એ બીજો માંણસ જો તમાંરા મંદિરમાં આવે અને તમાંરી વેદીની સામે ઊભા રહીને સોગંદ પૂર્વક પ્રતિજ્ઞા લે, 32 તો તમે આકાશમાંથી સાંભળજો, અને જેમ કરવું જોઇએ તે મુજબ કરજો અને તમાંરા એ સેવકને ન્યાય આપજો. જેનો વાંક હોય તેને તમે તે પ્રમાંણે સજા કરજો, અને જે નિદોર્ષ હોય તેઓને તેઓની નિદોર્ષતા માંટે તમે જરૂર બદલો આપજો. 33 તમાંરી વિરુદ્ધ પાપ કરવાને કારણે તમાંરા લોકો ઇસ્રાએલીઓ કોઈ દુશ્મન સામે હારી જાય; તો તેઓ પાછા તમાંરા તરફ વળે, તમાંરું નામ લે અન આ મંદિરમાં તમાંરી પ્રાર્થના અને વિનવણી કરે, 34 તો તમે આકાશ-માંથી સાંભળજો અને તમાંરા લોકો ઇસ્રાએલીઓને તેમના પાપો માંટે માંફી આપજો, અને તેમના પિતૃઓને તમે જે જમીન આપી ત્યાં તેમને પાછા લાવજો, 35 “તમાંરા લોકો ઇસ્રાએલીઓ દ્વારા તમાંરી વિરુદ્ધ પાપ કરવાને લીધે આકાશમાંથી વરસાદ ન વરસે, અને જો તેઓ આ મંદિરમાં આવીને પ્રાર્થના કરે, તમાંરું નામ લે, અને તમાંરી સજા પામીને પશ્ચાતાપ કરે. 36 તો તમે આકાશમાંથી સાંભળજો, તમાંરા સેવકોને તમે માંફ કરજો, તેઓને જીવવા માંટેનો સાચો માંર્ગ શીખવજો અને તમાંરા લોકોને તમે આપેલી ભૂમિ પર વરસાદ વરસાવજો. 37 “જો દેશમાં દુકાળ પડે કે મરકી ફાટી નીકળે, પાક લૂથી બળી જાય, કે મસી આવે, તીડ કે કાતરા પડે; એ લોકોના કોઈ દુશ્મનો એમના કોઈ શહેરને ઘેરો ઘાલે કે કોઈ આફત ઊતરે કે, રોગચાળો ફાટી નીકળે. 38 અને ઇસ્રાએલના લોકો જ્યારે ખરી લાગણી સાથે પશ્ચાતાપ કરે અને આ મંદિરમાં હાથ પ્રસારીને તમાંરી પ્રાર્થના કરવા આવે. 39 તો તમે આકાશમાંથી તેઓની પ્રાર્થના સાંભળીને તેઓને ક્ષમાં આપજો. પ્રત્યેક વ્યકિતને તેની લાયકાત પ્રમાંણે આપજો, તમે એક જ માંત્ર જાણો છો, લોકોના હૃદયમાં શું છે. 40 તમે અમાંરા પિતૃઓને આ જમીન આપી હતી જેથી તેઓ હંમેશા તમાંરો આદર કરે. 41 “બિનઇસ્રાએલી લોકો તમાંરા નામના ગૌરવને માંટે દૂર દેશથી આ મંદિરમાં આવે, 42 કારણ કે તેઓ તમાંરું વિખ્યાત નામ, તમાંરા મજબૂત હાથ, તમાંરી શકિતશાળી ભૂજા વિષે જાણે છે અને તેઓ તમાંરાં મંદિરમાં તમને પ્રાર્થના કરવા આવશે, 43 ત્યારે તમે તમાંરા ધામ આકાશમાંથી તે સાંભળજો, અને તે વિદેશી જે કંઈ માંગે તે બધું આપજો, જેથી આખી પૃથ્વીમાં લોકો તમાંરું નામ જાણવા પામે અને તમાંરા લોકો ઇસ્રાએલીઓની જેમ તમને અનુસરે અને તમાંરાથી ડરીને ચાલે અને જાણે કે મેં બધાંવેલું આ મંદિર તમને અર્પણ કરેલું છે. 44 “વળી તમે તમાંરા લોકોને તેઓના શત્રુઓની સામે યુદ્ધમાં મોકલો અને ત્યારે જો તેઓ તમાંરા પસંદ કરેલા નગર અને મંદિર જે મેં તમાંરે નામે બંધાવેલ છે તેની તરફ જોઇને યહોવાને પ્રાર્થના કરે. 45 તો તમાંરે સ્વર્ગમાં તેઓની પ્રાર્થના સાંભળજો અને તેમને મદદ કરજો. 46 “જો તેઓ તમાંરી વિરુદ્ધ પાપ કરે-કોણ નથી કરતું?- અને તું રોષે ભરાઈને તેમને શત્રુના હાથમાં સોંપી દે, અને તેઓ તેમને કેદ કરીને પોતાના દેશમાં લઈ જાય, પછી એ દૂર હોય કે નજીક હોય. 47 જ્યારે તેઓ તે દેશમાં છે જ્યાં તેઓને બંદી તરીકે લઇ જવાયા હતા, જો તેઓ પોતાના દુષ્કૃત્યો અને પાપો વિષે જાણે અને તમાંરી તરફ પાછા વળે અને પ્રાર્થના કરે કે, હે દેવ, અમે ખોટું કર્યુ છે! અમે પાપ કર્યુ છે; 48 અને તેઓ ખરેખર તમાંરા તરફ પાછા વળે, જ્યારે તેઓ તેના દુશ્મન જેણે તેમને બંદી કર્યા હતા, તેના દેશમાં હોય અને પ્રમાંણિકપણે તમાંરી તરફ વળે, અને જે દેશ તમે તેઓના પૂર્વજોને આપ્યો હતો, નગર જે તમે પસંદ કર્યું હતું અને મંદિર જે મેં તમાંરા માંટે બાંધ્યું હતું, તેના સામે જોઇને તેઓ પ્રાર્થના કરે. 49 તો તમે સ્વર્ગમાં તમાંરા નિવાસમાંથી જો જો અને તેમની વિનવણી સાંભળજો; તેઓ પ્રત્યે ન્યાયપૂર્વક વર્તજો. 50 તેમણે તમાંરી સામે કરેલાં બધાં પાપો અને ગુનાઓની ક્ષમાં આપજો, તેમને કેદ કરનારાઓનાં હૃદયમાં દયા જગાડજો; 51 કારણ કે તેઓ તમાંરા પોતાના લોકો છે. તમાંરા વારસો છે. અને જ્યારે તમે તેમનેજે લોખંડની ભઠ્ઠી જેવું હતું. મિસર તેમાંથી બહાર લઇ આવ્યા. 52 “તેઓના પ્રત્યે કૃપાદૃષ્ટિ રાખજો અને તેઓની પ્રાર્થના તમે સાંભળજો. હે યહોવા, તેઓ મદદ માંટે આગ્રહપૂર્વક તમને વિનંતી કરે ત્યારે તે સાંભળીને તેઓને ઉત્તર આપજો. 53 કારણ કે યહોવા દેવ તમે અમાંરા પિતૃઓને મિસરમાંથી મુકત કરીને બહાર લઈ આવ્યા ત્યારે તમે તમાંરા સેવક મૂસાને કહ્યું હતું કે પૃથ્વી પરની તમાંમ પ્રજાઓમાંથી તમાંરા ખાસ લોકો થવા માંટે તમે ઇસ્રાએલી પ્રજાને પસંદ કરી છે.” 54 હવે જ્યારે સુલેમાંને યહોવા માંટેની આખી ઉપાસના કરવાનું પૂરું કર્યુ; તે ઘૂંટણિયે પડ્યો હતો ત્યાંથી ઉભો થયો. અને યહોવાની વેદી સમક્ષ, અને આકાશ તરફ જોતાં, રાજા સુલેમાંને પોતાના હાથ સ્વર્ગ તરફ લંબાવ્યા. 55 ત્યારબાદ ઊઠીને ટટાર ઊભા રહી મોટે સાદે આખા ઇસ્રાએલી સમાંજને તેણે આશીર્વાદ આપ્યા. 56 “તે બોલ્યો, યહોવાની પ્રસંશા થાઓ કારણ કે, તેણે જેમ કહ્યું હતું તેમ પોતાના લોકો ઇસ્રાએલીઓને આરામ આપ્યો, તેણે તેના સેવક મૂસાને આપ્યા હતા તે બધાં વચનો તેણે પાળ્યા. 57 આપણા દેવ યહોવા આપણા પિતૃઓની જેમ આપણી સાથે સદાય રહો, તે કદી આપણો હાથ ન છોડો અથવા આપણો ત્યાગ ન કરો, 58 તે ભલે આપણાં હૃદયને તેની મહાનતા તરફ વાળે, જેથી આપણે તેનામાં શ્રદ્ધા રાખીએ, તેના ચીંધેલા માંગોર્ને અનુસરીએ અને તેમણે આપણા પિતૃઓને આપેલી આજ્ઞાઓ, વિધિઓ અને ધારાઓનું આપણે પાલન કરીએ. 59 માંરા આ શબ્દો, દેવ યહોવા આગળની માંરી આ વિનવણી આપણા દેવ યહોવા સમક્ષ દિવસરાત હાજર રહો, જેથી રોજરોજ ઊભી થતી જરૂરીયાત પ્રમાંણે તે પોતાના સેવકનું અને પોતાના લોકો ઇસ્રાએલીઓને માંટે ઘટતું કરે. 60 આથી આખી દુનિયાના લોકોને ખાતરી થશે કે, યહોવા એ જ આપણા દેવ છે અને તેના સિવાય બીજા કોઇ દેવ નથી. 61 તમાંરાં હૃદય સંપૂર્ણપણે આપણા યહોવા દેવને સ્વાધીન થવા જોઇએ અને આજે તમે તેના વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરો છો તેમ હમેશાં પાલન કરતા રહો.” 62 પછી રાજાએ તથા તમાંમ ઇસ્રાએલી લોકોએ યહોવાને યજ્ઞો અર્પણ કર્યા. 63 સુલેમાંન રાજાએ 22,000 બળદ અને 1,20,000 ઘેટાં અને બકરાં યહોવાને શાંત્યર્પણો તરીકે અર્પણ કર્યા. આમ રાજાએ અને ઇસ્રાએલી લોકોએ મંદિરને પવિત્ર કાર્ય માંટે અર્પણ કર્યુ. 64 રાજાએ મંદિરની સામેના ખુલ્લા આંગણાને પાવન કરાવ્યું. પછી ત્યાં દહનાર્પણો, ખાદ્યાર્પણો ઉપરાંત શાંત્યર્પણોમાં પશુઓનાં ચરબીવાળા ભાગો ધરાવ્યા, કારણ; યહોવા આગળની કાંસાની વેદી આ બધી વસ્તુઓને સમાંવવા માંટે પૂરતી નહોતી. 65 આમ, સુલેમાંને અને તેની સાથે બધાં ઇસ્રાએલીઓએ ઉત્તરમાં હમાંથની ઘાટીથી તે દક્ષિણમાં મિસરની હદ સુધીનાં આખા સમુદાયે સાત દિવસ સુધી મંદિરનું સમર્પણ ઉજવ્યું. 66 આઠમે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા, અને તેઓ રાજાને આશીર્વાદ આપીને, યહોવાએ પોતાના સેવક દાઉદનું અને પોતાના ઇસ્રાએલી લોકોનું જે કલ્યાણ કર્યુ હતું તેથી આનંદ અને હર્ષથી છલકાતાં હૈયે તેઓ પોતપોતાને ઘેર ગયા.

9:1 સુલેમાંન જયારે યહોવાનું મંદિર અને રાજમહેલ તથા અન્ય જે જે બાંધવાની એમની ઉત્કંઠા હતી તે બધું પૂરું કર્યુ. 2 ત્યારે યહોવાએ તેને જેમ ગિબયોનમાં દર્શન દીધા હતા, તેમ બીજી વાર દર્શન આપ્યાં. 3 યહોવાએ તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના અને અરજ સાંભળી છે, તેં બંધાવેલું આ મંદિર હું પુનિત કરું છું. જેથી માંરું નામ હમેશાં ત્યાં હશે. માંરું હૃદય અને માંરી દૃષ્ટિ નિરંતર હું ત્યાં રાખીશ. 4 અને જો તું તારા પિતા દાઉદની જેમ તારૂં કામ નીતિમત્તાથી કરીશ અને પ્રામાંણિકતાથી વતીર્શ અને માંરા આદેશો, કાનૂનો અને નિયમોને અનુસરીશ તો. 5 મેં જે રીતે તારા પિતા દાઉદને કહ્યું છે તેમ ઇસ્રાએલ પર હંમેશ માંટે તારા દ્વારા શાસન કરાવડાવીશ. મેં તેને કહ્યું હતું કે, તારા વંશજોમાંનો એક હંમેશા ઇસ્રાએલની રાજગાદી પર બેસશે. 6 “પણ તમે કે તમાંરા વંશજો માંરાથી વિમુખ થઈ જશો અને તમાંરી સમક્ષ રજૂ કરેલા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન નહિ કરો અને જો તમે અન્ય દેવોની સેવાપૂજા કરશો, 7 તો હું ઇસ્રાએલીઓને જે ભૂમિ આપી છે તેમાંથી તેમને હાંકી કાઢીશ; મંદિર કે જેને મેં માંરી ખ્યાતિ માંટે સમપિર્ત કરેલું તેનો ત્યાગ કરીશ અને બધા ઇસ્રાએલીઓ બીજા બધા રાષ્ટો માંટે એક મહેણાંટોણાં અને ધૃણાનું કારણ બનશે; 8 તથા આ મંદિર ખંડેર બની જશે, અને જતા આવતા સૌ કોઈ એને જોઈને આશ્ચર્યથી પૂછશે, ‘યહોવાએ આ ભૂમિના અને આ મંદિરના આવા હાલ શા માંટે કર્યા?’ 9 અને તેમને પ્રત્યુત્તર મળશે, ‘કારણ, આ લોકોએ જેના પિતૃઓને મિસરમાંથી તેમના દેવે બહાર કાઢયા હતાં તેને છોડી દીધો છે અને બીજા દેવોને સ્વીકાર કરીને તેમની આરાધના કરવાનું શરૂં કર્યુ છે. એ જ કારણથી યહોવાએ આ બધી વિપત્તિ તેમના પર મોકલી દીધી છે.”‘ 10 સુલેમાંનને મંદિર અને મહેલ બાંધતાં 20 વર્ષ થયાં. 11 તૂરના રાજા હીરામે સુલેમાંનને દેવદારનું લાકડું, એરેજનું લાકડું, સોનું અને બીજું જે કાઇ જોઇતું હોય તે આપ્યું હતું તેથી રાજા સુલેમાંને હીરામને ગાલીલ પ્રદેશમાંના 20 ગામો આપ્યા હતા. 12 પણ જયારે હીરામ તેને સુલેમાંને આપેલાં ગામો જોવા માંટે તૂરથી ગયો ત્યારે તેને એ ગામોથી સંતોષ ન થયો, 13 તે બોલ્યો, “ભાઈ, તમે મને આ તે કેવાં ગામો આપ્યાં છે?” અને તેથી તેણે એ પ્રદેશ નું નામ ‘કાબૂલ’ રાખ્યું, તે પ્રદેશ આજે પણ એ નામે ઓળખાય છે. 14 હીરામે રાજાને તે ઉપરાંત 4ણ080 કિલો સોનું મંદિરના બાંધકામ માંટે મોકલી આપ્યું હતું 15 સુલેમાંને યહોવાનું મંદિર અને પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરૂશાલેમનો કોટ, હાસોર, મગિદૃો તથા વેઠ મજૂરીની પ્રથા દ્વારા બંધાવ્યા હતાં. 16 મિસરના રાજા ફારુને ગેઝેર પર હુમલો કરી તેને કબજે કર્યુ હતું અને બાળી મૂકયું હતું, અને ત્યાં વસતા કનાનીઓની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે એ નગર પોતાની દીકરીને દહેજ તરીકે આપ્યું જેના લગ્ન રાજા સુલેમાંન સાથે થયાં હતાં. 17 અને સુલેમાંને ગેઝેર નીચાણનો બેથહોરોન, 18 બાઅલાથ અને વગડામાં આવેલું તાહમોર ફરી બાધ્યાં, 19 તેમજ પોતાનાં બધાં ભંડારનાં નગરો, તેમજ જે શહેરોમાં એ પોતાના રથ અને ઘોડાઓ રાખતો હતો તે પણ ફરી બંધાવ્યાં. અને યરૂશાલેમ લબાનોન અને તેના સમગ્ર સામ્રાજ્ય ફરતે એણે જે કંઈ બંધાવવા વિચાર્યુ હતું તે બધું પણ તેણે બંધાવ્યું. 20 ત્યાં હજી થોડાં અમોરીઓ, હિત્તીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ ઇસ્રાએલીઓની વચ્ચે રહેતા હતાં. 21 તેઓ તેમના વંશજો હતાં, ઇસ્રાએલીઓ જેમનો સંપૂર્ણ નાશ કરી શકયા નહોતા. સુલેમાંને તેમને બળજબરીથી ગુલામ મજૂર બનાવી દીધાં. 22 પણ સુલેમાંને કોઈ ઇસ્રાએલીને ગુલામ નહોતા બનાવ્યાં. તેઓ તેના સૈનિકો હતા; તેઓ તેના કારભારીઓ, સરકારી અમલદારો, સેનાપતિઓ, રથસેના અને અશ્વસેનાના નાયકો અને સારથીઓ હતા. 23 સુલેમાંનના બાંધકામોમાં કામ કરનારા કારીગરો પર દેખરેખ રાખનાર અધિકારીઓની સંખ્યા 550 હતી. 24 ત્યારબાદ ફારુનની પુત્રી દાઉદ નગરથી સુલેમાંને તેને માંટે બંધાવેલા રાજમહેલમાં ગઈ અને ત્યાર પછી સુલેમાંને મિલ્લો બંધાવ્યો. 25 મંદિરનું કામ પૂરું કર્યા પછી સુલેમાંને પોતે બંધાવેલી વેદી પર વર્ષમાં ત્રણ વાર દહનાર્પણો અને શાંત્યર્પણોનાં બલિદાન અર્પણ કરતો હતો. તેવી જ રીતે તે વેદી પર ધૂપનું અર્પણ પણ કરતો હતો. 26 સુલેમાંને અદોમના પ્રદેશમાં રાતા સમુદ્રને કાંઠે આવેલા એલોથની નજીકના એસ્યોન ગેબેરમાં વહાણો બાંધ્યાં. 27 હીરામે કુશળ કારીગરો અને કેળવાયેલા નાવિકોને તેને વહાણ બાંધવામાં મદદ કરવા માંટે મોકલ્યા; 28 તેઓ ઓફીર જઈને ત્યાંથી 14,280 કિલો સોનું લઈ આવ્યાં, અને તે તેમણે રાજા સુલેમાંનને પહોંચાડયું.

10:1 સુલેમાંનની કીતિર્ સાંભળીને શેબાની રાણીએ સુલેમાંનને અટપટા પ્રશ્ર્નો પૂછીને તેના જ્ઞાનની કસોટી કરવાનો નિર્ણય કર્યો. 2 તે પોતાની સાથે મોટો રસાલો, અને લાદેલાં ઊંટો અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઈને યરૂશાલેમ આવી પહોંચી. તેણે સુલેમાંન પાસે આવીને પોતાના મનમાં હતા, તે બધા પ્રશ્ર્નો તેને પૂછયા. 3 સુલેમાંને તેના તમાંમ પ્રશ્રોના ઉત્તર આપ્યા. તેને માંટે એકેય પ્રશ્ર બહુ મુશ્કેલ ન હતો, તેથી તે તેને બધું જ કહી શક્યો. 4 પછી રાણીને ખાતરી થઈ કે રાજા સુલેમાંન ખૂબ શાણો હતો. રાજાએ બંધાવેલો સુંદર મહેલ પણ તેણે જોયો. 5 વળી તેના ભાણામાં પીરસાતી વિવિધ વાનગીઓ તેની આસપાસ બેઠેલા દરબારીઓ, તેના સેવકો, તેમનો પોષાક અને તેમના વસ્રો, તેના પાત્રવાહકો અને જુદી જુદી જાતના યજ્ઞો જે યહોવાના મંદિરમાં અર્પણ કર્યા હતા તે જોઈને રાણી સ્તબ્ધ થઈ ગઈ. 6 અને તેણે રાજાને કહ્યું, “મેં માંરા દેશમાં તમાંરે વિષે તથા તમાંરા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું હતું. 7 હું અહીં આવી એ પહેલાં આ સઘળું માંરા માંન્યામાં આવતું ન હતું; પણ હવે તો મેં પોતે જોયું છે! અને સાચે જ. આમાંનું અડધું પણ મને કહેવામાં આવ્યું ન હતું; મેં સાંભળ્યું હતું તેના કરતા તમાંરું જ્ઞાન અને સમૃદ્ધિ ઘણાં વધારે છે. 8 તમાંરા લોકો કેટલાં સુખી છે! સદા તમાંરી હાજરીમાં રહેતા અને તમાંરી જ્ઞાનવાણી સાંભળતા આ દરબારીઓ કેટલા ભાગ્યશાળી છે! 9 તમાંરા દેવ યહોવાની સ્તુતિ થજો, જેણે તમાંરા પર પ્રસન્ન થઈને તમને ઇસ્રાએલની ગાદીએ બેસાડયા! કારણકે ઇસ્રાએલ પર યહોવાને કાયમ પ્રેમ હોવાથી તેણે તમને ઇસ્રાએલમાં ન્યાય અને સત્ય પરાયણતા મેળવવા માંટે ઇસ્રાએલના રાજા બનાવ્યા છે.” 10 ત્યારબાદ તેણે રાજાને 4,080 કિલો સોનું અને પુષ્કળ અત્તરો અને ઝવેરાત ભેટ ધર્યુ. શેબાની રાણીએ રાજા સુલેમાંનને ભેટ ધરેલાં અત્તરો જેવાં પહેલાં ક્યારેય જોવામાં આવ્યા નહોતા. 11 આ ઉપરાંત હીરામનાં વહાણોનો જે કાફલો ઓફીરથી સોનું લાવ્યો હતો, તે ત્યાંથી પુષ્કળ સુખડનું લાકડું અને ઝવેરાત લઈ આવ્યો હતો. 12 રાજાએ એ લાકડું યહોવાના મંદિર અને તેના પોતાના મહેલના પાયા બનાવવા માંટે અને સંગીતકારો માંટે વાજિંત્રો બનાવવામાં વાપર્યુ હતું; ત્યાર પછી એવું લાકડું ક્યારેય લવાયું નથી, કે જોવામાં સુદ્ધાં આવ્યું નથી. 13 રાજા સુલેમાંને શેબાની રાણી અને તેના સેવકોને તેણે જે જે માંગ્યું તે બધું આપ્યું, તેણે રાણીને જે એક રાજા આપી શકે તે બધું ઉદારતાથી આપ્યું હતું અને પછી રાણી પોતાના દેશમાં પાછી ફરી. 14 સુલેમાંન રાજાને પ્રતિવર્ષ લગભગ 22,644 કિલો સોનું મળતું હતું. 15 તદુપરાંત વેપારની વસ્તુઓ, પરદેશો સાથેના વેપારનો નફો અને આરબ રાજાઓએ મોકલાવેલી વસ્તુઓ વગેરે તો વધારાનું. 16 રાજા સુલેમાંને સોનાની 200 મોટી ઢાલો બનાવી; અને દરેક મોટી ઢાલમાં લગબગ 7 કિલો સોનું વપરાયું હતું. 17 વળી તેણે બીજી 300 નાની ઢાલો બનાવી, એ પ્રત્યેક નાની ઢાલમાં પોણાબે કિલો પર સોનું વપરાયું હતું. આ સઘળી ઢાલને તેણે પોતાના રાજમહેલમાં ‘લબાનોનના વનગૃહ’ નામની જગ્યામાં રાખી હતી. 18 વળી રાજાએ હાથીદંાતનું એક મોટું સિંહાસન બનાવડાવ્યું, અને તેને શુદ્વ સોનાથિ મઢાવ્યું. 19 એ સિંહાસનને છ પગથિયાં હતાં એની પાછળનો આકાર ગોળ હતો, તેને બાજુમાં બે હાથા હતા અને પ્રત્યેક હાથાને અડીને એકેક સિંહ ઊભેલો હતો, 20 અને દરેક પગથિયાને સામે છેડે સિંહો ઉભેલા હતા બધું મળીને કુલ બાર સિંહો હતા, બીજા કોઈ પણ રાજયમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું નહોતું. 21 રાજા સુલેમાંનના બધા પ્યાલાઓ શુદ્ધ સોનાના બનેલા હતા, અને લબાનોનના વનગૃહની દરેક વસ્તુઓ શુદ્વ સોનાની બનાવેલી હતી. ચાંદી બિલકુલ વાપરવામાં આવી નહોતી, કારણ, સુલેમાંનના જમાંનામાં તેની કશી કિંમત નહોતી. 22 સુલેમાંન રાજા અને હીરામ રાજા વચ્ચે વેપારી વહાણોનો વિશાળ કાફલો હતો. દર ત્રણ વષેર્ એક વખત આ વહાણોનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો. 23 સમૃદ્ધિ અને જ્ઞાનની બાબતમાં પૃથ્વી પરના તમાંમ રાજાઓ કરતાં સુલેમાંન રાજા ચઢિયાતો હતો. 24 સમગ્ર વિશ્વમાંથી લોકો તેની દેવદત્ત જ્ઞાનની વાતો સાંભળવા માંટે આવતા હતા. 25 તેને મળવા આવનાર પ્રત્યેક વ્યકિત સોના-ચાંદીના પાત્રો, સુંદર વસ્ત્રો, શસ્ત્રો, સુગંધી દ્રવ્યો, ઘોડા અને ખચ્ચરો રાજાને માંટે વાષિર્ક વસૂલી તરીકે લાવતા હતા. 26 સુલેમાંને રથો અને ઘોડાઓની એક મોટી સેના ઊભી કરી, તેની પાસે 1,400 રથો અને 12,000 ઘોડા હતા. એમાંના કેટલાક એણે ચોક્કસ નિયુકત નગરોમાં રાખ્યા અને બાકીના યરૂશાલેમમાં રાખ્યા. 27 સુલેમાંને યરૂશાલેમમાં ચાંદી પથ્થર જેટલી સામાંન્ય બનાવી દીધી હતી; અને દેવદારનું લાકડું શેફેલાહના અંજીરના વૃક્ષના લાકડાના જેવું સામાંન્ય બનાવી દીધું હતું. 28 સુલેમાંનને માંટે ઘોડા મિસર અને કિલકિયાથી આયાત કરવામાં આવતા હતાં, રાજાના આડતિયાઓ કિલકિયાથી ઠરાવેલી કિંમતે ઘોડા ખરીદતા હતા. 29 રથોની કિંમત લગભગ સાત કિલો ચાંદી જેટલી મિસરથી લાવવામાં આવતી હતી, અને ઘોડા દરેક પોણા બે કિલો ચાંદી વડે ખરીદાયા હતા. હિત્તીઓના રાજાઓ અને અરામના રાજાઓ પણ ઘોડા અને રથો તે વેપારીઓ પાસેથી ખરીદતાં હતાં જેઓ તેની આયાત કરતાં હતાં.

11:1 મિસરના ફારુનની પુત્રી સહિત અન્ય દેશોની ધણી સ્ત્રીઓને સુલેમાંન ચાહતો હતો તેમાં મોઆબની, આમ્મોનની, અદોમની, સિદોનની અને હિત્તીની સ્રીઓનો સમાંવેશ થતો હતો. 2 આ પ્રજાઓ માંટે યહોવાએ પોતાના લોકોને સ્પષ્ટ ફરમાંન આપેલું હતું કે, તેઓમાંની સ્રીઓ સાથે લગ્ન ન કરવાં, એ સ્રીઓ પોતાના પતિઓને બીજા દેવોને પૂજતાં કરી દેશે. આમ છતાં સુલેમાંન આ સ્ત્રીઓને ચાહતો હતો. 3 તેને 700 રાજવંશની રાણીઓ હતી અને 300 ઉપપત્ની હતી; જેઓએ તેને દેવથી વિમુખ કરી દીધો હતો. 4 તેની વૃદ્વાવસ્થામાં તે તેના પિતા દાઉદ જેવો નહોતો જેણે યહોવા પર સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો. તેને બદલે તેની પાસે તેની પત્નીઓએ પોતાના દેવોની પૂજા કરાવડાવી. 5 તેણે સિદોનીઓ જેની પૂજા કરતાં તે આશ્તોરેથ દેવી અને ધિક્કારપાત્ર મિલ્કોમ જેને આમ્મોનીઓ પૂજતા તેને પૂજવા લાગ્યો. 6 આ રીતે સુલેમાંને યહોવાની દૃષ્ટિમાં અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ, અને પિતા દાઉદની જેમ યહોવાને હૃદયપૂર્વક અનુસર્યા નહિ. 7 એ વખતે સુલેમાંને મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માંટે અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ મોલેખ માંટે યરૂશાલેમની નજીક આવેલા પર્વતના શિખર પર એક ઉચ્ચ સ્થાન બંધાવ્યું. 8 એ જ રીતે તેણે જુદા જુદા દેશની બધી પોતાની રાણીઓ માંટે મંદિરો બંધાવ્યાં અને તેઓએ ત્યાં પોતાના દેવોને ધૂપ અર્પણ કર્યુ અને યજ્ઞો કર્યા, 9 તેને લીધે યહોવા સુલેમાંન પર ખૂબ ગુસ્સે થયો. કારણકે યહોવાએ તેને બે વખત દર્શન આપ્યાં છતાં સુલેમાંને યહોવાથી મોઢું ફેરવી લીધું હતું. 10 અને તેને અન્ય દેવની પૂજા ન કરવાની ચેતવણી આપી હતી આમ છતાં તેણે યહોવાના હુકમનો અનાદર કર્યો. 11 તેથી યહોવાએ તેને કહ્યું, “આપણી વચ્ચે થયેલા કરારોનું પાલન તેં કર્યું નથી અને માંરા હુકમો પાળ્યા નથી, તેથી હું તારી પાસેથી રાજય ખૂંચવી લઈશ અને તારા સેવકોમાંથી કોઈ એકને આપીશ. 12 તેમ છતાં તારા પિતા દાઉદને કારણે તું જીવતો રહીશ ત્યાં સુધી હું આમ નહિ કરું, પરંતુ તારા પુત્રના હાથમાંથી હું રાજય ખૂંચવી લઈશ; 13 તેમ હું આખું રાજય પણ નહિ લઈ લઉં; પરંતુ હું માંરા સેવક દાઉદને માંટે અને માંરી પસંદગીના નગર યરૂશાલેમને માંટે એક કુળ તારા પુત્રોના હાથમાં રહેવા દઈશ.” 14 ત્યારબાદ યહોવાએ સુલેમાંનની સામે, એક શત્રુ ઊભો કર્યો, તે શત્રુ અદોમીના રાજવંશનો હદાદ હતો. 15 જ્યારે દાઉદ અદોમમાં હતો, ત્યારે તેના સેનાપતિ યોઆબે ત્યાં બધા શબોને દફનાવી દીધા અને ત્યારે અદોમના દરેક જીવતા પુરુષને માંરી નાખ્યાં. 16 અદોમના એક-એક પુરુષની હત્યા પૂર્રી થઈ ત્યાં સુધી, એટલે કે છ મહિના સુધી યોઆબ આખી ઇસ્રાએલી સેના સાથે ત્યાં જ રહ્યો હતો. 17 પણ હદાદ, જે તે વખતે બાળક હતો, તે તેના પિતાનાં કેટલાક નોકરોની સાથે મિસર ભાગી ગયો. 18 તેઓ મિધાનમાંથી નીકળીને પારાનમાં ગયા. પારાનમાંથી તેમણે થોડા માંણસોને ભેગા કર્યા અને ત્યાંથી તેઓ સર્વ મિસર ગયા અને ત્યાં મિસરના રાજા ફારુને તેઓના ખોરાકની અને રહેવાની જગ્યાની વ્યવસ્થા કરી અને તેમને અમુક જમીન ભેટ તરીકે આપી. 19 ફારુનને હદાદ ખૂબ પસંદ પડયો, અને તેણે રાણી તાહપનેસની બહેન હદાદને પરણાવી. 20 તાહપનેસની બહેનને એનાથી ગનુબાથ નામે એક પુત્ર થયો, અને તેને તાહપનેસે રાજમહેલમાં ઉછેરી મોટો કર્યો, તે ફારુનનાં બાળકો સાથે જ રહેતો. 21 જયારે હદાદને મિસરમાં સમાંચાર મળ્યા કે દાઉદ ચિરનિંદ્રામાં પોઢી ગયો છે, અને તેનો સેનાપતિ યોઆબ પણ મૃત્યુ પામ્યો છે, ત્યારે તેણે ફારુનને કહ્યું, “મને માંરા પોતાના દેશમાં પાછો જવા દો.” 22 પરંતુ ફારુને કહ્યું, “તને અહીં કોઇ વસ્તુની ખોટ છે કે તું તારે દેશ પાછો જવા માંગે છે?” હદાદે કહ્યું, “ના, પણ મહેરબાની કરીને મને જવા દો.” 23 યહોવાએ સુલેમાંન સામે એક બીજો શત્રુ ઊભો કર્યો; તે એલ્યાદાનો પુત્ર રઝોન હતો. જે તેનો માંલિક સોબાહના રાજા હદાદએઝેરને છોડીને ભાગી છૂટયો હતો. 24 એ સમયે જ્યારે દાઉદે સોબાહ પર હુમલો કર્યો ત્યારે રઝોને માંણસોની ટોળી ભેગી કરીને પોતે તેનો નાયક બની ગયો, ત્યાંથી તેઓ દમસ્ક ગયા અને ત્યાં સ્થાયી થઇ ગયા, અને રેઝોન તેમનો રાજા બની ગયો. 25 સુલેમાંન જીવ્યો ત્યાં સુધી રઝોન તે ઇસ્રાએલનો દુશ્મન રહ્યો. તેણે હાદાદ અને ઇસ્રાએલ માંટે મુશ્કેલીઓ ઉભી કરી. 26 બીજો એક બળવાખોર આગેવાન યરોબઆમ નબાટનો પુત્ર હતો. એફ્રાઈમ પ્રદેશના સરૂઆહ નગરમાંથી તે આવતો હતો, તેની માંતા સરૂઆહ વિધવા સ્રી હતી. 27 યરોબઆમ બળવાનો વૃત્તાંત આ પ્રમાંણે છે: તેણે સુલેમાંન મિલ્લોનો જીણોર્દ્ધાર કરાવ્યો હતો, અને પોતાના પિતા દાઉદના નગરની દીવાલનું બાકોરું બંધ કરાવ્યું. 28 હવે આ યરોબઆમ ઘણો સક્ષમ માંણસ હતો. સુલેમાંને જોયું કે યુવાન માંણસ તેનું કામ કેટલી સુંદર રીતે કરતો હતો, અને તેને યૂસફના વંશના વેઠ મજૂરોનો મુકાદમ બનાવી દીધો. 29 એક દિવસ યરોબઆમ યરૂશાલેમની બહાર ગયો હતો, ત્યારે શીલોનો પ્રબોધક અહિયા એને રસ્તામાં મળ્યો. અહિયાએ નવો ઝભ્ભો પહેર્યો હતો; એ બંને ખુલ્લા વગડામાં તદૃન એકલા જ હતા. 30 અહિયાએ પોતે જે નવો ઝભ્ભો પહેર્યો હતો, તે લઈ તેને ફાડીને બાર ભાગ કરી નાખ્યા. 31 પછી અહિયાએ યરોબઆમને કહ્યું કે, “આમાંના દશ ટુકડા લે, કારણ કે ઇસ્રાએલના યહોવા દેવ કહે છે, ‘હું સુલેમાંનના હાથમાંથી રાજ્ય આંચકી લઈશ અને દશ ટોળીઓ હું તને આપીશ. 32 પણ માંરા સેવક દાઉદને કારણેે હું સુલેમાંન અને તેના કુટુંબને રાજ્ય કરવા માંટે એક જાતિ અને યરૂશાલેમ આપીશ જે નગર મેં ઇસ્રાએલની બધી ટોળીઓમાંથી પસંદ કર્યુ હતું. 33 કારણ કે સુલેમાંને માંરો ત્યાગ કર્યો છે, તેણ સિદ્દોનીઓની દેવી આશ્તોરેથની, મોઆબના દેવ કમોશની અને આમ્મોનીઓના દેવ મિલ્કોમની પૂજા કરી છે. તે માંરા માંગેર્ ચાલ્યો નથી અને માંરી દૃષ્ટિમાં જે સારું છે, તે તેણે કર્યું નથી, તેના પિતા દાઉદે માંરા બધા વિધિઓ અને ફરમાંનો પાળ્યા હતાં, પણ સુલેમાંને તે પ્રમાંણે કર્યુ નથી. 34 આમ હોવા છતાં પણ માંરા પસંદ કરેલા સેવક દાઉદે માંરા હૂકમોનું પાલન કર્યુ હતું તેને લીધે, હમણાં હું તેની પાસેથી આખું રાજય આંચકી લઈશ નહિ, અને તેના બાકીના જીવનકાળ દરમ્યાન તે રાજ્ય કરવાનું ચાલુ રાખશે. 35 પરંતુ હું એના પુત્રના હાથમાંથી રાજય ખૂંચવી લઈશ અને તને દસ ટોળીઓ સુપ્રત કરીશ. 36 તેના પુત્રને હું એક ટોળી આપીશ, જેથી માંરા સેવક દાઉદનું નામ માંરા પસંદ કરેલા નગર યરૂશાલેમમાં કાયમ રહે. 37 તને હું ઇસ્રાએલનો રાજા બનાવીશ, અને તું ઇચ્છે તેટલા પ્રદેશમાં રાજ્ય કરીશ. 38 જો તું માંરી બધી આજ્ઞાઓનું પાલન કરીને અને માંરા સેવક દાઉદની જેમ મને જે યોગ્ય લાગતું હોય તેનું આચરણ કરીશ, તથા માંરા બધા હુકમ અને નિયમોનું પાલન કરીશ, માંરે માંગેર્ ચાલીશ અને હું જેમ ઇચ્છું છુઁ તેમ રહીશ તો હું તારી બાજુએ રહીશ, તને ઇસ્રાએલ આપીશ અને દાઉદના વંશની જેમ તારા વંશનું પણ નામ રાખીશ. 39 સુલેમાંનનાં પાપ માંટે દાઉદના કુટુંબને સજા કરીશ, પણ સજા કાયમ માંટે નહિ હોય.” 40 આ પછી સુલેમાંને યરોબઆમને માંરી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે મિસરના રાજા શીશાક પાસે ભાગી ગયો, અને સુલેમાંનના મૃત્યુ સુધી મિસરમાં જ રહ્યો. 41 સુલેમાંનના રાજયના બીજા બધા બનાવો અને તેમનાં કાર્યો, તેમજ તેની બધી જ્ઞાનવાર્તા સુલેમાંનના વૃત્તાંતના ગ્રંથમાં નોંધેલા છે. 42 સુલેમાંને યરૂશાલેમમાંથી સમગ્ર ઇસ્રાએલ પર ચાળીસ વર્ષ રાજ્ય કર્યુ હતું. 43 ત્યારબાદ સુલેમાંન પોતાના પિતૃલોકને પામ્યો, તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; અને તેની જગાએ તેનો પુત્ર રહાબઆમ ગાદીએ આવ્યો.

12:1 રહાબઆમ શખેમમાં ગયો. કારણ કે ઇસ્રાએલના બધાં લોકો તેને રાજા બનાવવા માંટે ત્યાં ગયા હતા. 2 તે વખતે યરોબઆમ મિસરમાં હતો, સુલેમાંન રાજાની આગળથી તે ત્યાં નાસી ગયો હતો. આ રાજયાભિષેક વિષે તેણે તેના મિત્રો પાસેથી સાંભળ્યું, અને તે મિસરમાંથી પાછો આવ્યો. 3 કારણ કે ઇસ્રાએલના લોકોએ તેને બોલાવી લીધો હતો, પછી તે એ બધા લોકો સાથે રહાબઆમ પાસે ગયો અને કહ્યું, 4 “તમાંરા પિતા અમાંરા પ્રત્યે બહુ કઠોર હતા અને અમાંરી પાસે સખત કામ કરાવ્યા, હવે તમે અમાંરા પર તમાંરા પિતાએ મૂકેલો આ ભાર હળવો કરો, અને અમે તમાંરી સેવા કરીશું.” 5 પછી રહાબઆમે જણાવ્યું, “અહીંથી ચાલ્યા જાવ અને ત્રણ દિવસ પછી પાછા આવજો.” પછી લોકો તેમની પાસેથી દૂર ગયા. 6 ત્યારબાદ રાજા રહાબઆમે પોતાના પિતા સુલેમાંન જીવતા હતા ત્યારે જે વડીલો તેના સલાહકારો હતા તેઓની સલાહ લીધી. તેણે પૂછયું, “તમે મને આ લોકોને શો જવાબ આપવો તેની સલાહ આપો. “ 7 તેમણે કહ્યું, “હવે આપ એ લોકોની ઇચ્છાને તાબે થઈ જાઓ અને એમની સાથે નમ્રતાથી વાત કરશો, તો તેઓ કાયમ માંટે તમાંરી સેવા કરશે.” 8 પરંતુ રહાબઆમે આ વડીલોની સલાહની અવગણના કરી; અને તેણે પોતાની સાથે ઉછરેલા જુવાન મિત્રોને બોલાવ્યા અને તેમની સલાહ લીધી, 9 તેણે પૂછયું, “આ લોકોએ જે મને કહ્યું છે કે, ‘તમાંરા પિતાએ અમાંરા પર જે ભાર મૂકયો છે તે હળવો કરો.’ તેઓને જવાબ આપવા માંટે તમે શી સલાહ આપો છો?” 10 જુવાન મિત્રોએ તેને કહ્યું, “તમે તેઓને એવો જવાબ આપો કે, ‘માંરા પિતાની કમર કરતાં માંરી ટચલી આંગળી જાડી છે.’ 11 અને માંરા પિતાએ તમાંરા પર જે બોજ મૂકયો હતો તેને હું વધારીશ. માંરા પિતા તમને કોરડાથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટૂકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.”‘ 12 યરોબઆમ અને તેના માંણસો ત્રણ દિવસ પછી રહાબઆમ પાસે ગયા. બરાબર જે પ્રમાંણે રાજાએ તેમને કરવા કહ્યું હતું તેમજ. 13 રાજાએ વડીલોની સલાહ માંની નહિ પણ લોકોને કઠોરતાથી જવાબ આપ્યો. 14 જેમ તેના મિત્રોએ તેને કહ્યું હતું તેમ તેણે કહ્યું, “માંરા પિતાએ તમાંરા પર જે ભાર મૂકયો હતો તે ભાર હું હજી વધારીશ. માંરા પિતા તો તમને ચાબુકથી ફટકારતા હતા, હું તો તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.” 15 આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના પ્રબોધક અહિયા માંરફતે નબાટના પુત્ર યરોબઆમને જે સંદેશો મોકલાવ્યો હતો તે પૂરો કરવાનો હતો, તેથી રાજાએ તે પ્રમાંણે વર્તન કર્યુ હતું. 16 જયારે લોકોએ જોયું કે રાજા આપણી વાત સાંભળતો નથી, ત્યારે તેઓએ જવાબ આપ્યો, “દાઉદ સાથે અમાંરે શું સામ્ય છે? યશાઇના પુત્ર સાથે અમાંરે શું લેવા દેવા છે? ઓ ઇસ્રાએલીઓ, સૌ પોતપોતાને ઘેર પાછા જાઓ; દાઉદ, હવેથી તું તારું ઘર સંભાળ.” આમ, બધાં ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. 17 અને આમ રહાબઆમે યહૂદાના નગરમાં વસતા ઇસ્રાએલીઓ પર રાજય કર્યુ. 18 રાજા રહાબઆમે વેઠ મજૂરોનું ખાતુ સંભાળતા અદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો, પણ તેઓએ તેને પથ્થરો માંરીને માંરી નાંખ્યો, આથી રાજા રહાબઆમને રથમાં બેસી યરૂશાલેમ ભાગી જવું પડયું. 19 ત્યારથી ઇસ્રાએલીઓએ દાઉદના કુટુંબ સામે બળવો કર્યો છે અને તેઓ આજ સુધી અલગ રહેતા આવ્યા છે. 20 જયારે ઇસ્રાએલના બધા લોકોએ સાંભળ્યું કે, યરોબઆમ પાછો આવ્યો છે, ત્યારે તેમણે તેને ઇસ્રાએલી સભા સમક્ષ બોલાવી, આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો. યહૂદાના કુળસમૂહ સિવાય કોઈ દાઉદના રાજવંશને વફાદાર રહ્યું નહિ. 21 રહાબઆમે યરૂશાલેમ જઈને યહૂદાની ટોળીના અને બિન્યામીનના કુટુંબના કુલ 1,80,000 ચુનંદા યોદ્વાઓને લઇને ઇસ્રાએલના વંશો સામે યુદ્ધ કરી પોતાનું રાજય પાછું મેળવવા ભેગા કર્યા. 22 પણ ઇશ્વર ભકત શમાંયાને દેવની વાણી સંભળાઈ કે, 23 “યહૂદાના સુલેમાંનના રાજા પુત્ર રહાબઆમને, તથા યહૂદાના તથા બિન્યામીનના વંશના બધા લોકો જે આજ સુધી તેની સાથે છે તેમને કહે. 24 ‘આ યહોવાનાં વચન છે: તમાંરા ભાઈઓ ઇસ્રાએલીઓ સામે લડવા જશો નહિ, સૌ કોઈ પોતપોતાને ઘેર પાછા જાય, જે કંઈ બન્યું છે તે માંરી ઇચ્છાથી બન્યું છે.”‘ તેમણે યહોવાનું કહ્યું માંન્યું અને તેની આજ્ઞા પ્રમાંણે તેઓ પાછા ઘેર ચાલ્યા ગયા. 25 પછી યરોબઆમે એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં શખેમ નગરની કિલ્લેબંધી કરી અને ત્યાં રહ્યો; અને ત્યાંથી તેણે પનુએલનગરની પણ કિલ્લેબંધી કરાવી. 26 યરોબઆમે વિચાર કર્યો, “આજે સ્થિતી એવી છે કે, માંરા રાજયના લોકો પાછા દાઉદના રાજવંશને સ્વીકારશે. 27 જો આ લોકો યરૂશાલેમમાં આવેલા યહોવાના મંદિરે યજ્ઞો અર્પણ કરવાનું ચાલુ રાખશે, તો તેમના હૃદયમાં તેમના નેતા યહૂદાના રાજા રહાબઆમ પ્રત્યે ફરી વફાદારી જાગશે; અને તેઓ મને માંરી નાખશે, અને ફરી પાછા યહૂદાના રાજા રહાબઆમને અનુસરશે.” 28 આથી તેણે આ બાબત પર વિચારીને બે સોનાના વાછરડા કરાવ્યા અને લોકોને કહ્યું, “હવે તમાંરે બધાએ યરૂશાલેમ જવાની જરૂર નથી, ઓ ઇસ્રાએલીઓ; આ રહ્યા તમાંરા દેવ જે તમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.” 29 એક વાછરડાને તેણે બેથેલમાં સ્થાપ્યો અને બીજો દાનમાં આપ્યો. 30 આથી ઇસ્રાએલીઓએ પાપ કર્યુ. લોકો એક મૂર્તિ સામે પૂજા કરવા બેથેલ જતા અને બીજી મૂર્તિ સામે પૂજા કરવા દાન સુધી જતા. 31 યરોબઆમે ટેકરીઓ પર કબરો બનાવી, અને લેવીવંશી ન હોય એવા બીજા કોઈ પણ કુટુંબોમાંથી યાજકો નિયુકત કર્યા. 32 આઠમાં મહિનામાં પંદરમાં દિવસે, યરોબઆમે યહૂદામાં જે ઉજવાતો હતો તેવો એક ઉત્સવ શરૂ કર્યો, અને તે બેથેલની વેદી પર ઉજવાતો હતો જે તેણે બનાવી હતી. તેણે વાછરડાઓને બલિદાનો અર્પણ કરવાનું શરુ કર્યું જે તેણે બનાવ્યા હતાં. અને તેણે ઉચ્ચ સ્થાનો પરથી યાજકોને નિયુકત કર્યા, બેથેલની કબરોમાં સેવા કરવા માંટે જે તેણે બનાવી હતી. 33 આમ, ઇસ્રાએલીઓ માંટે પોતે શરૂ કરેલો ઉત્સવ ઊજવવા પોતે પસંદ કરેલા આઠમાં મહિનાનાં પંદરમાં દિવસે તે બેથેલ ગયો, અને બલિદાનો અર્પણ કરવા તે પોતે બનાવેલી વેદી પર ગયો.

13:1 યરોબઆમ વેદી પાસે બલિદાનો ચડાવવા માંટે ઊભો હતો, ત્યારે યહોવાએ એક દેવના માંણસને યહૂદાથી બેથેલ મોકલ્યો. 2 અને યહોવાના વચનથી તેણે વેદીને પોકારીને કહ્યું,“વેદી, વેદી આ યહોવાનાં વચન છે; ‘સાંભળ, દાઉદનાં વંશમાં યોશિયા નામે એક બાળક અવતરશે, તે તારી પર બલિદાન ચઢાવશે, પર્વતના શિખર ઉપરની દેરીઓના યાજકો જેઓ અત્યારે તારા પર ધૂપ ચઢાવે છે પરંતુ યોશિયા તારી પર મનુષ્યનાં હાડકાને બાળશે.”‘ 3 અને તે જ વખતે તેણે વધુમાં જણાવ્યું કે, “આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે, યહોવાની આ ભવિષ્યવાણી સાચી પડશે, તે સમયે તું જાણશે કે, મેં જે કહ્યું હતું તે સત્ય હતું.” 4 જયારે યરોબઆમે પેલા દેવના માંણસને બેથેલની વેદીને શાપ આપતો સાંભળ્યો, તે સમયે તેણે વેદી પાસેથી હાથ લઇ લીધો, તે માંણસ તરફ ચીંધ્યો અને કહ્યું, “તેને પકડો.” પણ જેવું તેણે આમ કહ્યું કે, તરત જ એ માંણસ સામે એણે લંબાવેલો હાથ એ જ સ્થિતિમાં લકવાગ્રસ્ત થઈ ગયો, તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ. 5 એ સમયે દેવના માંણસની આગાહી પ્રમાંણે વેદીમાં મોટી તિરાડ પડી અને તેના પરની રાખ વેરાઈ ગઈ. જે પ્રમાંણે યહોવાએ દેવના માંણસને કહેવા માંટે કહ્યું હતું તેમજ બન્યું. 6 રાજાએ દેવના માંણસને કાલાવાલા કર્યા, “મેહરબાની કરીને તમાંરા યહોવા દેવને કહો કે, માંરો હાથ ફરીથી સાજો કરી આપે.”તેથી દેવના માંણસે દેવને પ્રાર્થના કરી, એટલે રાજાનો હાથ પહેલા હતો તેવો થઈ ગયો. 7 પછી રાજાએ દેવના માંણસને વિનંતી કરી, “માંરી સાથે માંરા રાજમહેલમાં આવ, ત્યાં આરામ કર અને ભોજન લે. તેં માંરો હાથ સાજો કર્યો તે માંટે હું તને ભેટ આપીશ.” 8 પણ દેવના માંણસે રાજાને કહ્યું, “તું મને તારો અડધો મહેલ આપે, તો પણ હું તમાંરી સાથે નહિ આવું, હું અહીં કશું ખાઈશ કે પીશ નહિ, 9 કારણ, મને યહોવાની આજ્ઞા છે કે, ‘તારે કશું ખાવાનું કે પીવાનું નહિ, અને જે રસ્તે જાય તે રસ્તે પાછા ફરવાનું નહિ.” 10 આથી તે બીજે રસ્તે પાછો ગયો; જે રસ્તે બેથેલ આવ્યો હતો તે રસ્તે પાછો ન ગયો. 11 એ વખતે બેથેલમાં એક વૃદ્વ પ્રબોધક રહેતો હતો. તેના પુત્રોએ ઘેર જઈને પ્રબોધકે બેથેલમાં જે કર્યુ હતું તે અને તેણે રાજાને જે કહ્યંુ હતું તે પોતાના પિતાને જણાવ્યું. 12 પિતાએ પૂછયું, “તે કયા રસ્તે ગયો?” પુત્રોએ તેને યહૂદાનો દેવનો માંણસ જે રસ્તે ગયો તે બતાવ્યો. 13 વૃદ્વ પ્રબોધકે પોતાના પુત્રોને કહ્યું, “જલ્દીથી ગધેડા પર જીન બાંધો.” તેઓએ તેને માંટે ગધેડા પર જીન બાંધ્યું. પછી તે પર ચઢીને ગધેડા પર સવાર થઇ ગયો. 14 પછી એ વૃદ્વ પ્રબોધક પેલા દેવના માંણસની પાછળ ગયો, અને તેને એક એલોન વૃક્ષની નીચે બેઠેલો જોયો. તેણે તેમને પૂછયું, “તું યહૂદાથી આવેલો દેવનો માંણસ છે?” જવાબમાં તેણે કહ્યું, “હા, હું તે જ છું.” 15 વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “માંરી સાથે માંરે ઘરે આવ અને ભોજન લે.” 16 તેણે જવાબ આપ્યો, “ના, હું આવી શકું તેમ નથી, કેમકે મને તારી સાથે આવવાની રજા નથી કે તારી સાથે આ જગ્યાએ કંઇ ખાવાની કે પીવાની રજા નથી. 17 કારણ, મને યહોવાની આજ્ઞા છે કે, ‘તારે ત્યાં કશું ખાવાનું કે પીવાનું નહિ, અને જાય તે રસ્તે પાછા ફરવાનું નહિ.”‘ 18 વૃદ્વ પ્રબોધકે કહ્યું, “હું પણ તમાંરા જેવો પ્રબોધક છું;” અને આજે મને એક દેવદૂતે યહોવાનો સંદેશો આપતા કહ્યું છે કે, “માંરે તને ખોરાક અને પાણી માંટે માંરી સાથે ઘેર લઈ જવો.” હકીકતમાં વૃદ્વ પ્રબોધક તેની આગળ જૂઠ્ઠું બોલતો હતો. 19 તેથી તેઓ બંને પાછા વળ્યા, અને દેવનો માંણસ પેલા વૃદ્વ પ્રબોધકને ઘેર ગયો અને ત્યાં ખાધું પીધું. 20 જ્યારે તેઓ હજુ ભાણા પર બેઠા હતા ત્યારે વૃદ્ધ પ્રબોધક જે દેવના માંણસને પાછો લઈ આવ્યો હતો તેને યહોવાની વાણી સંભળાઈ. 21 અને તેણે યહૂદાથી આવેલા દેવના માંણસને કહ્યું “આ યહોવાની વાણી છે.” તેં યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ છે અને તેણે કરેલાં હુકમો પાળ્યાં નથી, 22 પણ તેણે મના કરી હતી, ત્યાં પાછા આવીને તેં ખાધુંપીધું છે, આથી તારું મડદું તારા પૂર્વજોની કબરે નહિ પહોંચે.” 23 ભોજન લીધા પછી વૃદ્વ પ્રબોધકે યહૂદાથી આવેલા દેવના માંણસ માંટે ગધેડા પર જીન બાંધી. 24 અને યહૂદાના એ દેવના માંણસે પોતાની મુસાફરી શરૂ કરી, અને એ રસ્તામાં જતો હતો ત્યારે એક સિંહે ત્યાં આવીને તેને માંરી નાખ્યો. તેનું શબ ત્યાં રસ્તામાં પડયું હતું, અને ગધેડો તથા સિંહ તેની બાજુ પર ઊભા હતા. 25 થોડા માંણસો જેઓ તે રસ્તેથી પસાર થતા હતાં વચ્ચે પડેલા શબને અને તેની બાજુએ શાંતિથી ઊભેલા ગધેડા તથા સિંહને જોયો. અને નગરમાં જઈને આના વિષે વાત કરી, જ્યાં વૃદ્વ પ્રબોધક રહેતો હતો. 26 જ્યારે વૃદ્ધ પ્રબોધકે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “એ તો એ જ દેવનો માંણસ છે, કે જેણે યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો છે! સિંહ દ્વારા તેને માંરી નંખાવીને યહોવાએ તેને આપેલી ચેતવણી પૂર્ણ કરી છે.” 27 પછી તેણે પોતાના પુત્રોને ગધેડા પર જીન બાંધવા માંટે કહ્યું અને તેઓએ તે પ્રમાંણે કર્યુ. 28 તે ગયો અને તેણે જોયું કે દેવના માંણસનું શરીર માંર્ગમાં વચ્ચે પડયું હતું અને ગધેડો તથા સિંહ હજી પણ તેની નજીક ઊભા હતા, વળી સિંહે મનુષ્યનું શરીર ખાધું ન હતું અને સિંહે ગધેડા પર હુમલો નહોતો કર્યો. 29 પછી શોક પ્રદશિર્ત કરવા માંટે અને દફનવિધિ કરવા પેલા શબને ગધેડા પર મૂકીને નગરમાં લઈ ગયો. 30 તેણે એ શબને પોતાની કબરમાં મૂકીને “ઓ માંરા ભાઈ રે! કહીને પોક મૂકી.” 31 તેને દફનાવ્યા પછી, તે પ્રબોધકે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું, “હું મરી જાઉં ત્યારે મને આ પ્રબોધકની સાથે એક જ કબરમાં દફનાવજો. માંરા અસ્થિ એ દેવના માંણસના અસ્થિ સાથે જ મૂકજો; 32 કારણ કે, બેથેલની આ વેદી અને સમરૂન પાસેના ઉચ્ચ સ્થાનો માંટે યહોવાનો સંદેશો જે તેણે આ દેવના માંણસ દ્વારા આપ્યો હતો તે ચોક્કસ સાચો પડશે.” 33 આ ઘટના પછી પણ યરોબઆમે પોતાનું દુષ્ટ આચરણ છોડયું નહિ. પણ તેણે ઉચ્ચસ્થાનો માંટે કોઈ પણ કુળસમૂહના લોકોમાંથી યાજક તરીકે નીમવાનું ચાલું રાખ્યું. જે કોઈ યાજક થવા તૈયાર થતો તેને તે ઉચ્ચસ્થાન પરનાં મંદિરનો યાજક નીમતો. 34 તેથી કરીને યરોબઆમે પોતાના આખા વંશને પાપમાં નાખ્યો અને તેમનું ભૂમિમાંથી સંપૂર્ણપણે ભૂંસાઇ જવું નિશ્ચિત કર્યુ.

14:1 યરોબઆમનો પુત્ર અબિયા ગંભીર માંદગીમાં સપડાયો. 2 અને યરોબઆમે પોતાની પત્નીને કહ્યું, “આમ જો, તું માંરી પત્ની છે એની લોકોને ખબર ન પડે, કોઇ તને ઓળખી ન શકે તે રીતે વેશપલટો કરીને તું શીલોહ જા. અહિયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે કહ્યું હતું કે, હું આ લોકોનો રાજા થવાનો છું. 3 તારી સાથે દસ રોટલી, થોડી ફળોના ટૂકડાવાળી રોટલી અને એક કુપ્પી મધ લઈને તેની પાસે જા. આ બાળકનું શું થવાનું છે તે તને કહેશે.” 4 યરોબઆમની પત્નીએ તે પ્રમાંણે કર્યુ. તે તરત જ નીકળી અને શીલોહ ગઈ, અહિયાને ઘેેર પહોંચી, હવે વાત એમ હતી કે અહિયાને દેખાતું નહોતું. ઘડપણને લીધે તેની આંખને ઝાંખ આવી હતી, 5 પરંતુ યહોવાએ તેને કહ્યું હતું કે, “યરોબઆમની પત્ની પોતાના માંદા બાળક વિષે તને સવાલ કરવા આવી રહી છે; તેણી આવશે ત્યારે કોઈક બીજુંજ હોવાનો ઢોંગ કરશે. તેણીને આ કહેજે.” 6 આથી અહિયાએ જયારે બારણાં આગળ તેનાં પગલાંનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું, “આવ, અંદર આવ, યરોબઆમની પત્ની, તું બીજી સ્રી હોવાનો ઢોંગ શા માંટે કરે છે? માંરે તને માંઠા સમાંચાર આપવાના છે. 7 જા, યરોબઆમને જણાવ કે, ઇસ્રાએલના દેવ યહોવા એમ કહે છે કે, ‘મેં તને એક સામાંન્ય માંણસમાંથી ઇસ્રાએલનો રાજા બનાવ્યો. 8 મેં દાઉદના હાથમાંથી રાજય છીનવી લઈને તને આપ્યું. પણ તું માંરા સેવક દાઉદ જેવો ન નીકળ્યો. તે તો માંરી આજ્ઞાઓ પાળતો હતો. અને પૂરા મનથી માંરા માંગેર્ ચાલતો હતો તથા માંરી નજરમાં જે સાચું હોય તે જ કરતો હતો. 9 તેઁ તારા બધા પૂર્વજો કરતાં વધારે ખરાબ કામો કર્યા છે, તેં બીજા દેવોની મૂર્તિઓ બનાવી છે, અને સોનાના વાછરડા બનાવીને માંરો રોષ વહોરી લીધો છે; તેં તો માંરી અવગણના કરી છે. 10 તેથી હું તારા વંશ પર આફત ઉતારીશ. તારા કુટુંબમાં દરેક પુરુષને માંરી નાખીશ, ઇસ્રાએલમાં તારા વંશનો કોઇ પણ નર જીવતો બચશે નહિ જેમ છાણ રાખ થાય ત્યાં સુધી બળ્યા કરે છે. તેવી જ રીતે તારું સમગ્ર કુટુંબ નાશ પામશે. 11 તારા કુટુંબમાંથી જેઓ શહેરમાં મરણ પામશે તેમને કૂતરાં ખાશે, અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેમને પંખીઓ ખાશે. આ યહોવાનાં વચન છે.”‘ 12 પછી અહિયાએ યરોબઆમની પત્નીને કહ્યું, “હવે તું તારે ઘેર જા. તું નગરમાં પહોંચશે તે જ સમયે છોકરો મૃત્યુ પામશે. 13 સર્વ ઇસ્રાએલી લોકો તેને માંટે આક્રંદ કરશે અને તેને દફનાવશે, તારા કુટુંબમાંથી સારો ભૂમિદાહ પામનાર તારો પુત્ર આ એક જ હશે. કેમકે ઇસ્રાએલના યહોવા દેવને યરોબઆમના સમગ્ર પરિવારમાંથી માંત્ર આ છોકરાને જ સારી વ્યકિત તરીકે જોયો છે. 14 ત્યારબાદ યહોવા ઇસ્રાએલ માંટે એક રાજા નિયુકત કરશે, અને તે યરોબઆમના વંશનો અંત લાવશે. 15 જેવી રીતે છોડની કુંમળી દાંડી નદીમાં ઝોલાં ખાય છે તેવી જ રીતે યહોવા ઇસ્રાએલ પર પ્રહાર કરશે. યહોવા ઇસ્રાએલીઓને તેણે તેના પિતૃઓને આપેલા દેશમાંથી જડમૂળથી ઉખેડી નાખશે. અને નદીને પેલે પાર તેઓને વિખેરી નાખશે, કારણ કે અશેરીમનો સ્તંભ બનાવી તેઓએ યહોવાને કોપાયમાંન કર્યા છે. 16 યહોવા ઇસ્રાએલીઓને છોડી દેશે. કારણ કે યરોબઆમે પોતે પાપ કર્યુ છે અને પોતાની સાથે સર્વ ઇસ્રાએલી લોકોને પણ પાપ કરવા માંટે દોરી ગયો છે, ને પાપ કરાવ્યા છે.” 17 યરોબઆમની પત્ની ઊઠીને ચાલતી થઈ, તે તિર્સાહ આવી પહોંચી અને જ્યારે તેના ઘરના ઊંમરા પર પહોચી તે જ ઘડીએ બાળક મૃત્યુ પામ્યો. 18 યહોવાએ પોતાના સેવક અહિયા પ્રબોધક દ્વારા આગાહી કરી હતી તેમ જ બધું બન્યું અને તેઓએ તેને દફનાવ્યો અને આખા ઇસ્રાએલે તેનો શોક પાળ્યો. 19 યરોબઆમના રાજયના બીજા પ્રસંગો, તેણે કયાં કયાં યુદ્ધો કર્યા, કેવી રીતે રાજય કર્યુ, ઇસ્રાએલી રાજાઓનાં કાળવૃત્તાંતમાં નોંધાયેલું છે. 20 યરોબઆમ 22 વર્ષ રાજય કરી પિતૃલોકને પામ્યો અને તેના પછી તેનો પુત્ર નાદાબ ગાદીએ આવ્યો. 21 યહૂદાનાં રાજા સુલેમાંનનો પુત્ર રહાબઆમ જ્યારે તે 41 વર્ષની ઊંમરનો હતો ત્યારે યહૂદાનો રાજા બન્યો. રહાબઆમે યરૂશાલેમમાં 17 વર્ષ રાજ્ય કર્યુ. ઇસ્રાએલની બધી જાતિઓમાંથી યરૂશાલેમ નગર હતું જેને યહોવાએ પોતાના માંટે પસંદ કર્યુ હતું. રહાબઆમની માંતાનું નામ નાઅમાંહ હતું, તે આમ્મોની હતી. 22 યહૂદાના લોકોએ યહોવાની નજરમાં પાપ ગણાય એવું આચરણ કર્યુ, તેમણે પૂર્વજોએ કરેલાં પાપોથી પણ વધુ પાપો કરી યહોવાનો કોપ વહોરી લીધો. 23 તેમણે દરેક ઊંચી ટેકરી અને દરેક છાયો આપતા વૃક્ષ નીચે લોકોએ ઉચ્ચસ્થાને પવિત્ર સ્તંભો અને અશેરાહના સ્તંભ બાંધ્યા. 24 એટલું જ નહિ, આખા પ્રદેશમાં દેવદાસો અને દેવદાસીઓ બીજા દેવોની સેવા કરતી હતી, આ તો ભૂમિના રાષ્ટોએ કરેલું અધમ પાપ જેવું હતું, આને કારણે યહોવાએ તેમની પાસેથી ભૂમિ લઇને ઇસ્રાએલીઓને આપી દીધી હતી. 25 રહાબઆમના રાજયમાં પાંચમાં વષેર્ મિસરના રાજા શીશાકે યરૂશાલેમ પર આક્રમણ કર્યું, 26 અને તેણે યહોવાના મંદિરના અને રાજમહેલના બધા ભંડારો લૂંટી ગયો. 26તેણે સોનાની ઢાલો જે સુલેમાંને બનાવડાવી હતી તે લઇ લીધી. 27 પેલી સોનાની ઢાલોને બદલે રાજા રહાબઆમે કાંસાની ઢાલો કરાવી, ને તે રાજમહેલના પ્રવેશદ્વારનું રક્ષણ કરતા સૈનિકોના સરદારોને સોંપી. 28 જયારે જયારે રાજા યહોવાના મંદિરે જતો ત્યારે ત્યારે રક્ષકોએ ઢાલ સાથે લઈ જતા અને પછીથી પાછી તે શસ્રાગારમાં મૂકી દેતા. 29 રહાબઆમના રાજ્યનાં બીજા બનાવો અને એણે કરેલા બીજા બધા કાર્યો યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક ગ્રંથમાં લખાયા છે. 30 યરોબઆમ અને રહાબઆમ વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કર્યું. 31 અંતે રહાબઆમ પિતૃલોકને પામ્યો, ત્યારે તેને દાઉદ નગરમાં દફનાવવામાં આવ્યો તેની માંતાનું નામ નાઅમાંહ હતું, તે એક આમ્મોની હતી. રહાબઆમના મૃત્યુ પછી તેનો પુત્ર અબીયામ રાજા બન્યો.

15:1 ઇસ્રાએલના રાજા યરોબઆમના અઢારમાં વર્ષમાં અબીયામ યહૂદાનો રાજા બન્યો. 2 તેણે ત્રણ વર્ષ યરૂશાલેમમાં રાજ્ય કર્યુ. અબીશાલોમની પુત્રી માંઅખાહ તેની માંતા હતી. 3 તેના પિતાએ તેની પહેલાં જે પાપો કર્યા હતાં, તેણે તેજ બધાં કર્યા. તેના પિતા દાઉદ પોતાના દેવ યહોવાને સંપૂર્ણ વફાદાર રહ્યો હતો તેવો તે ન રહ્યો; 4 તેમ છતાં દાઉદ પ્રત્યેના પ્રેમને માંટે તેના દેવ યહોવાએ યરૂશાલેમમાં તેના કુટુંબનો દીવો બળતો રાખ્યો. તેણે તેને પુત્ર આપ્યો અને યરૂશાલેમને સુરક્ષિત રાખ્યું. 5 ફકત ઊરિયા હિત્તીની બાબત સિવાય દાઉદે હંમેશા યહોવાને જે ન્યાયી લાગ્યું તે પ્રમાંણે જ કર્યું અને જીવનપર્યત સંપૂર્ણ પણે દેવને આજ્ઞાંકિત રહ્યો હતો. 6 રહાબઆમનો પુત્ર અને યરોબઆમનો પુત્ર એકબીજા સાથે સતત લડતા રહ્યાં. 7 અબીયામનાઁ શાસન વિષે અને શાસન દરમ્યાન બનેલા બીજાં બનાવો વિષે યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં લખાયેલા છે.અબીયામ અને યરોબઆમના પુત્રો એકબીજા સાથે યુદ્ધો લડ્યાં. 8 પછી અબીયામ મૃત્યુ પામ્યો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આસા રાજા બન્યો. 9 ઇસ્રાએલના રાજા યરોબઆમના રાજયકાળનાં વીસમાં વષેર્ આસા યહૂદાનો રાજા બન્યો. 10 તેણે યરૂશાલેમમાં એકતાળીસ વર્ષ રાજ કર્યું, તેની માંતાનું નામ માંઅખાહ હતંું, તે અબીશાલોમની પુત્રી હતી. 11 તેના પિતૃ દાઉદની જેમ યહોવાને જે ન્યાયી લાગ્યું તેમ કર્યું. 12 તેણે દેવદાસીઓ જે પ્રદેશનાં બીજા દેવોની સેવા કરતી હતી, તેને હાંકી કાઢી અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી. 13 તેણે તેની માંતા માંઅખાહને સુદ્ધા રાજમાંતાના પદેથી દૂર કરી, કારણ તેણે અશેરાહ દેવીની પૂજા માંટે એક ધિક્કારપાત્ર મૂર્તિ કરાવી હતી. આસાએ એ મૂર્તિને તોડી નાખી અને કિદૃોન નદીના તટ પરની ખીણમાં બાળી મૂકી, 14 જો કે ઉચ્ચ સ્થાનોની સમાંધિઓનેે દૂર કરવામાં આવી નહોતી, તેમ છતાં આસા જીવનભર યહોવાને પૂરેપૂરો વફાદાર રહ્યો. 15 તેના પિતાએ તેમજ તેણે પોતે યહોવાને સોનું, ચાંદી અને ચાંદીના વાસણો વગેરે યહોવાને અર્પણ કર્યુ. 16 ઇસ્રાએલના રાજા બાઅશા અને આસા વચ્ચે તેમના સમગ્ર શાસન દરમ્યાન એકબીજા સામે લડાઇ લડ્યા કરી. 17 ઇસ્રાએલના રાજા બાઅશાએ યહૂદાને ઘેરી લીધું, અને રામાં નગરને કિલ્લેબંધી કરી, જેથી કોઇ પણ યહૂદાના રાજા આસાને મદદ કરી ન શકે. 18 ત્યારબાદ આસાએ મંદિરના તથા રાજમહેલના ખજાનામાં બાકી રહેલું સોનું અને ચાંદી એકઠાં કરીને દમસ્કમાં રહેતા અરામના રાજા બેનહદાદને આપવા પોતાના અધિકારીઓને મોકલ્યા. બેનહદાદ ટાબ્રિમ્મોનનો પુત્ર અને હેઝયોનનો પૌત્ર હતો. અધિકારીઓ સાથે રાજાએ આ સંદેશો મોકલ્યો કે, 19 “તમાંરા પિતા અને માંરા પિતા વચ્ચે શાંતિકરાર હતો, તેવો આપણી વચ્ચે પણ છે. આ સાથે હું તમને સોનાચાંદીની ભેટ મોકલું છું. તમે ઇસ્રાએલના રાજા બાઅશા સાથેનો શાંતિકરાર તોડી નાખો એટલે તેણે માંરા પ્રદેશમાંથી હઠી જવું પડશે.” 20 બેનહદાદે આ કરાર માંન્ય રાખ્યો અને તેણે પોતાના સૈન્યને ઇસ્રાએલનાં કેટલાંક નગરો સામે લડવા મોકલ્યું. તેઓએ ઇયોન, દાન, આબેલ-બેથ-માંઅખાહ,સમગ્ર કિન્નેરોથ અને નફતાલી પ્રદેશનાં તમાંમ નગરોનો નાશ કર્યો. 21 બાઅશાએ આ આક્રમણના સમાંચાર સાંભળ્યા, ત્યારે તેણે રામાં નગરનું બાંધકામ પડતું મૂકયું. અને પાછો તિર્સાહ ચાલ્યો ગયો. 22 પછી આસા રાજાએ સમગ્ર યહૂદામાં જાહેરાત કરી કે, દરેક સશકત પુરુષે ‘રામાં’નો નાશ કરવામાં મદદ કરવી અન તેનાં લાકડાં તથા પથ્થરો ઉઠાવી લાવવાં. રાજા આસાએ તે સાધનસામગ્રીનો ઉપયોગ બિન્યામીનનું નગર ગેબા અને મિસ્પાહ બાંધવા માંટે કર્યોં. 23 આસાના રાજયના બીજા બધા પ્રસંગો, તેનાં વિજયો અને તેનાં બધાં કાર્યો, તેમજ તેણે બંધાવેલા નગરો તે બધું યહૂદાના રાજાઓના ઇતિહાસનાં ગ્રંથમાં લખેલું છે. વૃદ્ધાવસ્થામાં તેને પગનો રોગ લાગુ પડયો. 24 પછી તે મૃત્યુ પામ્યો, અને તેને તેના પિતૃઓ સાથે દાઉદ નગરમાં દફનાવવામાં આવ્યો. તેનો પુત્ર યહોશાફાટ તેના પછી રાજગાદીએ આવ્યો. 25 એ સમય દરમ્યાન ઇસ્રાએલમાં યરોબઆમનો પુત્ર નાદાબ રાજા બન્યો. તે આસાના રાજયકાળના બીજા વષેર્ ગાદીએ આવ્યો હતો. તેણે બે વર્ષ રાજ કર્યુ. 26 તેણે યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ; તે પોતાના પિતાને પગલે ચાલ્યો; પિતાની જેમ પોતે પાપ કર્યુ, ને ઇસ્રાએલ પાસે પણ પાપ કરાવ્યું. 27 અહિયાનો પુત્ર બાઅશા જે ઇસ્સાખાર કુળનો હતો. તેણે નાદાબની સામે બળવો કર્યો. નાદાબે ઇસ્રાએલી સૈન્યની સાથે પલિસ્તીઓના નગર ગિબ્બથોનને ઘેરી લીધું હતું. ત્યારે બાઅશાએ કાવત્રુ કરીને તેનું ખૂન કર્યું. 28 રાજા આસાના યહૂદામાં શાસનના ત્રીજા વર્ષ દરમ્યાન બાઅશાએ નાદાબને માંરી નાખ્યો અને પોતે રાજા બન્યો. 29 જેવો એ રાજા બન્યો કે તરત તેણે યરોબઆમના કુટુંબનોે નાશ કર્યો. તેણે કોઈનેય જીવતા છોડયા નહિ. આ રીતે યહોવાએ જે વાત તેના સેવક શીલોના અહિયાને કહી હતી તે સાચી પડી. 30 આ બધું બન્યું કારણકે યરોબઆમે પાપ કર્યું, અને ઇસ્રાએલીઓને પણ પાપ કરવા પ્રેર્યા અને આમ તેણે ઇસ્રાએલના દેવ યહોવાને ખુબ ગુસ્સે કર્યા. 31 નાદાબના શાસન વખતના બીજા બનાવો અને બીજુ જે કાઇ તેણે કર્યુ હતંુ તે ઇસ્રાએલના રાજાના ઇતિહાસ નામક ગ્રંથમાં લખેલું છે. 32 યહૂદાના રાજા આસા અને ઇસ્રાએલના રાજા બાઅશા વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કર્યો. 33 યહૂદાના રાજા આસાના શાસનના ત્રીજા વર્ષ દરમ્યાન અહિયાનો પુત્ર બાઅશા ઇસ્રાએલનો રાજા બન્યો. બાઅશાએ તિર્સાહમાં ચોવીસ વર્ષ રાજ કર્યું, 34 યહોવાએ જેને અનિષ્ટ કહ્યું હતું તે જ તેણે કર્યું, અને તે યરોબઆમના ઉદાહરણને અનુસર્યો. તેના જેવા જ પાપ કર્યાં અને ઇસ્રાએલીઓને પાપના માંગેર્ દોર્યા.

16:1 તેના પછી યહોવાએ હનાનીના પુત્ર યેહૂને બાઅશા માંટે સંદેશો આપ્યો, તે સંદેશો આ હતો. 2 “કે મેં તને સામાંન્ય માંણસમાંથી માંરા ઇસ્રાએલી લોકોનો રાજા બનાવ્યો. પણ તું યરોબઆમને પગલે ચાલ્યો, તેં માંરા લોકો ઇસ્રાએલીઓ પાસે એવાં પાપ કરાવ્યાં અને તેમના આ પાપોએ મને કોપાયમાંન બનાવ્યો. 3 હવે હું તારો અને તારા કુટુંબનો ઉચ્છેદ કરી નાખીશ, નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનાં મેં જે હાલ કર્યા હતા, તેવા તારા પણ કરીશ. 4 બાઅશાના કુટુંબના જે કોઈ નગરમાં મુત્યુ પામશે તેમને કૂતરાં ખાઈ જશે, અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેમને પંખીઓ ખાઈ જશે.” 5 બાઅશાનાઁ શાસનના બીજા બનાવો, અને તેનાં કાર્યો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામનાં ગ્રંથમાં લખેલ છે. 6 પછી બાઅશા પિતૃલોકને પામ્યો અને તેને તિર્સાહમાં તેના પિતૃઓ સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર એલાહ તેની ગાદીએ આવ્યો. 7 હનાનીના પુત્ર યેહૂ પ્રબોધક, યહોવા તરફથી બાઅશા અને તેના કુટુંબ માંટે એક સંદેશો લાવ્યો. એનું કારણ એ કે, બાઅશાએ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરીને યહોવાનો રોષ વહોરી લીધો હતો; તેણે યરોબઆમના કુટુંબના જેવું આચરણ કર્યું હતું, તેથી યહોવા તેના કુળનો પણ નાશ કરશે. 8 યહૂદાના રાજા આસાના શાસનના છવ્વીસમાં વષેર્ જ્યારે બાઅશાનો પુત્ર એલાહ તિર્સાહમાં રાજા થયો અને તેણે બે વર્ષ રાજય કર્યુ, 9 તેના એક અમલદાર, અડધી રથસેનાના નાયક ઝિમ્રીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. તિર્સાહમાં રાજાએ કેફી પીણું પીધું અને આર્સાના ઘરમાં ભાન ભૂલી ગયો. જે આર્સા તિર્સાહના મહેલમાં ઉપરી હતો. 10 ઝિમ્રી ત્યાં આવ્યો અને એલાહને ત્યાં માંરી નાખ્યો અને પછી રાજા બન્યો. આ યહૂદાના રાજા આસાના અમલના સત્તાવીસમાં વર્ષ દરમ્યાન બન્યું. 11 તે જેવો ગાદીએ આવ્યો કે તરત જ તેણે આસાના સમગ્ર પરિવારને રહેંસી નાખ્યું. તેણે તેના કુટુંબમાંથી તેના ખૂબ દૂરના સગાસંબધી કે મિત્રોનાં એકેય માંણસને તેણે જીવતા રહેવા દીધા નહિ. 12 ઝિમ્રી દ્વારા બાઅશાનાઁ કુળના સભ્યોનો સંહાર થયો, જેની પ્રબોધક યેહૂએ ભવિષ્યવાણી કરી હતી અને આમ યહોવાના વચન સાચાં પડ્યાં. 13 બાઅશા અને તેના પુત્ર એલાહનાંઁ પોતાના જ અનિષ્ટ કૃત્યો અને દુષ્ટ કમોર્ને લીધે તેઓનો સંહાર થયો. કેમકે તેઓ ઇસ્રાએલીઓને મૂર્તિઓની પૂજા કરવામાં દોરી ગયા અને ઇસ્રાએલના યહોવા દેવને સખત ક્રોધાયમાંન કર્યા. 14 એલાહનાઁ શાસનના બીજા બધાં બનાવો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં લખેલ છે. 15 યહૂદાના રાજા આસાના અમલના સત્તાવીસમેં વષેર્ ઝિમ્રીએ તિર્સાહમાં સાત દિવસ રાજ્ય કર્યુ. તે વખતે ઇસ્રાએલી સૈન્યે ગિબ્બથોનના પલિસ્તીઓના શહેર પાસે પડાવ નાખ્યો. 16 જ્યારે સેનાને ખબર પડી કે ઝિમ્રીએ રાજા વિરુદ્ધ કાવતરું કરી, તેનું ખૂન કર્યુ છે. ત્યારે તેઓએ સેનાપતિ ઓમ્રીને નવા રાજા તરીકે જાહેર કર્યો. 17 ઓમ્રીએ અને સમગ્ર ઇસ્રાએલી સેનાએ ગિબ્બથોન છોડીને તિર્સાહને ઘેરો ઘાલ્યો. 18 જયારે ઝિમ્રીએ જોયું કે શહેર દુશ્મનને હાથ ગયું છે, એટલે તેણે રાજમહેલમાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે મરી ગયો. 19 યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કરી તેણે જે પાપ કર્યું હતું તથા તેણે આચરેલા દુષ્કૃત્યોનું આ ફળ હતું. તે યરોબઆમને પગલે ચાલ્યો હતો. તેણે યરોબઆમની જેમ પાપ કર્યુ હતું, અને ઇસ્રાએલીઓ પાસે પણ પાપ કરાવ્યું હતું. 20 ઝિમ્રીના શાસનના બીજા બનાવો અને તેણે કરેલા બળવાની વાત ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં નોંધાયેલી છે. 21 ત્યારબાદ ઇસ્રાએલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબ્નીને ટેકો આપતો હતો અને તેને રાજા બનાવવા માંગતો હતો અને બીજો ઓમ્રીને ટેકો આપતો હતો. 22 જે લોકો ઓમ્રીને ટેકો આપતા હતા, તેઓ વધુ બળવાન હતાં. તિબ્નીને માંરી નાખવામાં આવ્યો અને ઓમ્રીનો વિજય થયો, તેથી તેણે કોઈના વિરોધ વિના રાજ કર્યું. 23 જ્યારે આસા યહૂદાના રાજા તરીકે 31 વર્ષ રહ્યો. ઓમ્રી ઇસ્રાએલનો રાજા બન્યો, અને તેણે 12 વર્ષ રાજ્ય કર્યું. એમાંથી તેણે છ વર્ષ તિર્સાહમાં રાજય કર્યું, 24 ત્યારબાદ તેણે શેમેર નામની વ્યકિત પાસેથી સમરૂનની ટેકરી સમરૂન પર્વત લગભગ 68 કિલો ચાંદી આપીને ખરીદી લીધી અને તેના પર તેણે શહેર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરૂન પાડયું. 25 ઓમ્રીએ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું; દુષ્ટતામાં તે પોતાના બધા પૂર્વજો કરતાં વધી ગયો. 26 તેણે નબાટના પુ્ત્ર યરોબઆમને માંગેર્ ચાલી, યરોબઆમની જેમ પોતે પાપ કર્યા અને ઇસ્રાએલ પાસે પણ પાપ કરાવ્યાં તથા મૂર્તિની પૂજા કરીને, ઇસ્રાએલના દેવ યહોવાને કોપાયમાંન કર્યા. 27 ઓમ્રીના શાસનના બીજા બનાવો અને તેનાં વિજયો ઇસ્રાએલીઓના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં નોંધેલાં છે. 28 પછી ઓમ્રી પિતૃલોકને પામ્યો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આહાબ ગાદીએ આવ્યો. 29 યહૂદાના રાજા આસાના અમલમાં આડત્રીસમે વષેર્ ઓમ્રીનો પુત્ર આહાબ ઇસ્રાએલનો રાજા બન્યો; અને તેણે સમરૂનમાં 22 વર્ષ રાજ કર્યું. 30 ઓમ્રીના પુત્ર આહાબે યહોવાની નજરે અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. અને પોતાના બધા પૂર્વજો કરતાં પણ તે વધારે ખરાબ નીવડયો. 31 તેને માંટે નબાટના પુત્ર યરોબઆમના પગલે ચાલવું એ પૂરતું ન હતું. તેથી તેણે ઇઝેબેલ સાથે લગ્ન કર્યા જે સિદોનના રાજા એથ્બઆલની પુત્રી હતી, અને બઆલ દેવની પૂજા કરી હતી. 32 તેણે સમરૂનમાં બઆલ દેવની પૂજા માંટે એક મંદિર બંધાવી તેમાં એક વેદી ચણાવી. 33 આહાબે અશેરાહ દેવીની પણ એક મૂર્તિ ઊભી કરી, અને બીજાં પાપો પણ કર્યા, પરિણામે તેણે તેની સામે બીજા ઇસ્રાએલી રાજાઓ કરતાં પણ વધુ ઇસ્રાએલના દેવ યહોવાનો કોપ વહોરી લીધો. 34 તેના સમય દરમ્યાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું, તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબીરામ મરી ગયો, અને પોતાનો સૌથી નાનો પુત્ર સગૂબ જ્યારે તેના દરવાજાઓ ઊભા કર્યા ત્યારે મરી ગયો. નૂનના પુત્ર યહોશુઆના શબ્દો, કે જે યહોવાની ભવિષ્યવાણી હતી, આ રીતે સાચી પડી.

17:1 એલિયા ગિલયાદના તિશ્બેનો હતો, તેણે આહાબને કહ્યું કે, “ઇસ્રાએલના દેવ યહોવા જેની સંમુખ ઊભો રહું છું તેનો હું સેવક છું, અને હું માંરા જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વષોર્માં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ પડવાના નથી.” 2 ત્યારબાદ તેને યહોવા તરફથી આ સંદેશો મળ્યો. 3 “આ જગ્યા છોડીને તું પૂર્વ તરફ જા, યર્દન નદીની બાજુમાં કરીથના વહેળા પાસે સંતાઈ જા. 4 ઝરણાનું પાણી પીજે, અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તને ત્યાં ખવડાવે.” 5 તેણે યહોવાનાં કહ્યાં પ્રમાંણે કર્યુ. તે યર્દન નદીની બાજુમાં આવેલ કરીથના વહેળા પાસે ગયો. 6 કાગડાઓ સવાર-સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા, અને તે ઝરણામાંથી પાણી પીતો. 7 પણ થોડા સમય પછી, નાની નદીનું પાણી સુકાઈ ગયું કેમકે દેશમાં કોઈ સ્થળે વરસાદ વરસ્યો ન હતો. 8 પછી યહોવાએ એલિયાને કહ્યું, 9 “તું ઊઠ, અને સિદોન નગરની પાસેના સારફત ગામમાં જઈને રહે, ત્યાં એક વિધવા સ્ત્રી રહે છે, તે તારું પોષણ કરશે, તે માંટે મેં તેને આજ્ઞા આપી છે.” 10 આથી તે સારફત ચાલ્યો ગયો, જયારે તે ગામની ભાગોળે પહોંચ્યો ત્યારે, તેણે એક વિધવા સ્ત્રીને લાકડાં વીણતી જોઈ, તેણે તેનું અભિવાદન કર્યુ અને કહ્યું, “જરા મને કૂંજામાં થોડું પાણી પીવા લાવી આપોને.” 11 તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને બૂમ પાડીને કહ્યું, “માંરે માંટે ટૂકડો રોટલીનો પણ લાવજો.” 12 પણ તે વિધવા બોલી, “તમાંરા દેવ યહોવાના સમ માંરી બરણીમાં મુઠ્ઠી લોટ અને કૂજામાં થોડું તેલ છે; એ સિવાય માંરી પાસે કશું ખાવાનું નથી. હું અહીં આ થોડા લાકડાં ભેગાં કરવા આવી છું, જેથી જઈને મરતાં પહેલાં માંરે માંટે ને માંરા પુત્રના છેલ્લા ભોજન માંટે કંઈ રાંધી શકું.” 13 એલિયાએ કહ્યું, “ગભરાઈશ નહિ, જા ને હું કહું છું એ પ્રમાંણે કર. પહેલાં માંરા માંટે એક નાની રોટલી બનાવજે, પછી એક તારા માંટે બનાવ,અને ત્યાર પછી એક તારા પુત્ર માંટે બનાવ. 14 કારણ, ઇસ્રાએલના યહોવા દેવનાં વચન છે કે, ‘યહોવા ભૂમિ પર વરસાદ ન મોકલે, ત્યાં સુધી બરણી માંનો લોટ અને તેલનો કૂંજો કદી ખાલી થશે નહિ.”‘ 15 આથી તેણે જઈને એલિયાના કહેવા મુજબ કર્યુ; અને લાંબા સમય સુધી એલિયાને, તે સ્રીને અને તેના કુટુંબને ખાવાનું મળતું રહ્યું. 16 એલિયા માંરફતે યહોવાએ જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી અને તે પ્રમાંણે લોટની બરણી અને તેલનો કૂંજો કદી ખાલી થયા નહિ. 17 ત્યારબાદ તે ઘરવાળી સ્રીનો પુત્ર માંદો પડયો, તેની માંદગી એટલી ભારે હતી કે તેનું મૃત્યુ થયું. 18 ત્યારે તેણે એલિયાને કહ્યું, “ઓ યહોવાના માંણસ, તમે શા માંટે આવીને માંરા એ પાપ વિષે યાદ કરાવો છો? જેને લીધે માંરો પુત્ર મરી ગયો હતો?” 19 એલિયાએ તેને કહ્યું, “તારા પુત્રને માંરી પાસે લાવ.” એમ કહીને એલિયાએ તેના ખોળામાંથી બાળકને લઈ લીધો અને પોતે રહેતો હતો તે માંળ ઉપરની ઓરડીમાં લઈ જઈ તેને પોતાની પથારીમાં નીચે મૂક્યો. 20 પછી તેણે યહોવાને પ્રાર્થના કરતાં કહ્યું, “ઓ માંરા યહોવા દેવ, હું જેને ત્યાં ઊતર્યો છું, તે વિધવાને તમાંરે સાચેજ નુકસાન પહોંચાડવું છે? એના પુત્રને તમે શા માંટે માંરી નાખ્યો?” 21 તેણે પોતે બાળક તરફ ખેંચાઇને ત્રણ વખત લાંબા થઈને યહોવાને મોટેથી પ્રાર્થના કરી કે, “ઓ માંરા દેવ, આ બાળકને ફરી જીવતો કરી દે.” 22 યહોવાએ તેનો પોકાર સાંભળ્યો. પેલા બાળકને ફરીથી જીવતો કર્યો. 23 એલિયાએ તેને ઉપાડી લઈ ઘરના પરના માંળપરની ઓરડીમાંથી તેને તેની માંતા પાસે લઇ આવ્યો. તે બાળકને તેની માંતાને સુપ્રત કરીને તેણે કહ્યું, “જો, તારો પુત્ર તો જીવે છે.” 24 તેથી તે સ્ત્રીએ કહ્યું, “હવે હું ખાતરી પૂર્વક જાણું છું કે તમે દેવના માંણસ છો, અને તમે બોલો છો તે યહોવાનું વચન છે તે સત્ય છે.”

18:1 ઘણા દિવસો પછી, દુકાળના ત્રીજે વષેર્ એલિયાને યહોવાની વાણી સંભળાઈ, “જા, આહાબ સમક્ષ હાજર થા, હવે હું આ ધરતી પર વરસાદ વરસાવવાનો છું.” 2 આથી એલિયા આહાબને મળવા નીકળી પડયો, તે સમયે સમરૂનમાં દુકાળ ઘણો વિષમ હતો. 3 આ સમયે ઓબાદ્યા નામનો એક માંણસ જે યહોવાનો ખૂબ વફાદાર હતો અને મહેલનો વ્યવસ્થાપક પણ હતો તેને આહાબે બોલાવડાવ્યો. 4 જયારે રાણી ઇઝેબેલ યહોવાના પ્રબોધકોને માંરી નાખતી હતી, ત્યારે તેણે એકસો પ્રબોધકોને આશ્રય આપ્યો, અને દરેક ગુફામાં 50 પ્રબોધકો એમ બે ગુફામાં તેઓને સંતાડ્યાં, અને તેમને અનાજપાણી પૂરાં પાડયાં હતાં. 5 આહાબે ઓબાદ્યાને જણાવ્યું, “ચાલ, આપણે બંને આખા દેશમાં ફરીને એકેએક ઝરણું અને એકેએક નદી જોઈ વળીએ. જો આપણને પૂરતું ઘાસ મળી જાય તો આપણા ઘોડાઓ અને ખચ્ચરોને થોડાં સમય માંટે જીવતાં રાખી શકીએ, નહિ તો આપણે તેમની હત્યા કરવી પડશે.” 6 તેમણે દેશ વહેંચી લીધો, આહાબ એકલો એક બાજુ ગયો અને ઓબાદ્યા એકલો બીજી બાજુ ગયો. 7 ઓબાદ્યા પોતાને માંગેર્ જતો હતો ત્યારે, ત્યાં એને એલિયા મળ્યો, ઓબાદ્યાએ તેને ઓળખ્યો એટલે તેને સાષ્ટાંગ પ્રણામ કરી કહ્યું, “આપ જ માંરા માંલિક એલિયા ને?” 8 એલિયાએ કહ્યું, “હા, જા અને તારા ધણીને (આહાબ) કહે કે એલિયા અહીં છે.” 9 ઓબાદ્યાએ કહ્યું, “મેં તમાંરા સેવકે, એવું શું અનિષ્ટ કર્યું છે કે જે તમાંરે મને આહાબ પાસે મોકલવો જોઇએ. તે મને માંરી નાખશે. 10 જેટલી ખાત્રી યહોવા તમાંરા દેવની હાજરીની છે તેટલી જ ખાત્રીથી હું કહું છું કે, આ પૃથ્વી પર એક છેડાથી બીજા છેડા સુધી એવા કોઈ રાજય કે પ્રજા બાકી નથી, જયાં રાજાએ તમાંરી શોધ કરી ના હોય, અને દેશના રાજાએ જયારે બધાંને પૂછયું અને તેઓ બધાં કહેતા કે ‘એલિયા’ અહીં નથી ત્યારે એ કથન સાચું છે એવું પૂરવાર કરવા રાજા તેની પાસે વચન લેવડાવતો હતો. 11 અને હવે તમે કહો છો જા તારા ધણી (આહાબ) ને જઇને કહે કે એલિયા અહીંયા છે. 12 એટલે એવું થશે કે હું આપની પાસેથી જઈને આહાબને કહીશ, અને યહોવાનો આત્માં તમને દૂર લઇ જશે અને મને ખબર પણ નહિ પડે તમે ક્યાં છો અને જ્યારે રાજા તમને જોવા નહિ પામે, તો તે મને માંરી નાખશે. હું તમાંરો સેવક નાનપણથી યહોવાને અનુસરૂં છું તેમ છતાં પણ તમે જાણતા નથી કે, 13 જયારે ઈઝેબેલ યહોવાના પ્રબોધકોને માંરી નાખતી હતી ત્યારે મેં યહોવાના પ્રબોધકોને બે ગુફામાં છૂપાવ્યાં હતાં. દરેક ગુફામાં 50 માંણસો, અને તેમને અનાજ-પાણી પણ પૂરાં પાડયાં હતાં. 14 અને અત્યારે આપ મને કહો છો કે, જા, તારા ધણી (આહાબ) ને કહે કે એલિયા અહીં છે! તે જરૂર મને માંરી નાખશે.” 15 એલિયાએ કહ્યું, “જેટલી ખાત્રી મને સૈન્યોના દેવ યહોવા જેની હું સેવા કરું છું તેમાં છે તેટલી જ ખાત્રીથી હું તમને વચન આપું છું કે, આજે આહાબ સમક્ષ માંરી જાતને છતી કરી દઇશ.” 16 તેથી ઓબાદ્યા આહાબને શોધવા ગયો અને તેણે તેને સમાંચાર આપ્યા; એટલે આહાબ એલિયાને મળવા ગયો. 17 જ્યારે આહાબે એલિયાને જોયો ત્યારે તેણે કહ્યું, “તું એ જ વ્યકિત છે જે ઇસ્રાએલ માંટે સમસ્યા ઊભી કરી રહ્યો છે.” 18 એલિયાએ જવાબ આપ્યો, “મેં નહિ, પણ તેં જ આ વિપત્તિ તારી ભૂમિ પર નોતરી છે, કારણ કે તેં અને તારા પરિવારના સભ્યોએ યહોવાની આજ્ઞાનો અનાદર કરીને બઆલની પૂજા કરી છે. 19 પરંતુ બઆલના 450 પ્રબોધકો અને અશેરાહના 400 પ્રબોધકો છે જેઓને ઇઝેબેલનો ટેકો છે. તેઓને કામેર્લ પર્વત પર ભેગા કરો.” 20 તેથી આહાબે કામેર્લ પર્વત પર બધા ઇસ્રાએલીઓને ભેગા કર્યા, અને પ્રબોધકોને પણ ભેગા કર્યા. 21 એલિયાએ આગળ આવીને લોકોને કહ્યું, “તમે કેટલો વખત અને ક્યાં સુધી તમે બે અભિપ્રાયની વચ્ચે ફર્યા કરશો? જો યહોવા દેવ હોય, તો તેની પૂજા કરો, જો બઆલ દેવ હોય તો તેની પૂજા કરો.”પણ કોઈ એક અક્ષરે બોલ્યું નહિ. 22 પછી એલિયાએ લોકોને કહ્યું, “યહોવાના બધાં પ્રબોધકોમાંથી એક હું જ એકલો બાકી રહ્યો છું, જયારે બઆલના તો 450 પ્રબોધકો છે. 23 બે બળદો લઈ આવો, તેઓને એક બળદ પસંદ કરવા દો અને તેને વધેરીને બલિદાનના લાકડા પર મૂકો, પણ અગ્નિ ન પેટાવો, બીજા બળદને હું બલિદાન માંટે તૈયાર કરીને લાકડા પર મૂકું, પણ અગ્નિ નહિ પેટાવું. 24 તમાંરે તમાંરા દેવનું આહવાહન કરવું અને હું યહોવાને આહવાહન કરું. જે કોઇ દેવ અગ્નિને પેટાવી શકશે તે સાચા દેવ હશે.”બધા લોકો સંમત થયા. 25 પછી એલિયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, “એક બળદ પસંદ કરો અને પહેલાં તમે ધરાવો, કારણ તમે સંખ્યામાં ઘણા છો, તમાંરા દેવને પ્રાર્થના કરો, પણ લાકડામાં આગ ન મૂકશો.” 26 તેથી તેઓએ તેના કહ્યા મુજબ કર્યું અને એક બળદ તૈયાર કર્યો, અને સવારથી તે બપોર સુધી બઆલનું નામ જપ્યા કર્યું, “તેઓ ઓ બઆલ, અમને જવાબ આપ.” એવા પોકારો કરતાં રહ્યાં, પણ ત્યાં કોઇ અવાજ ન હતો અને જવાબ ન હતો. તેઓએ વેદીની ગોળ ફરતે નૃત્ય પણ કર્યુ. 27 આમને આમ બપોર થઈ ગઇ એટલે એલિયાએ તેમની મશ્કરી કરવા માંડી, તે બોલ્યો, “હજી મોટા સાદે બૂમો પાડો, તેઓ દેવ છે; એ વિચારમાં ઊંડા ડૂબી ગયા હશે, અથવા કંઈ કામમાં ગૂંથાયા હશે કે, પ્રવાસે ગયા હશે, કદાચ ઊંઘી પણ ગયા હોય તો જગાડવા પડે ને?” 28 આથી તેઓ વધારે મોટે સાદે બૂમો પાડવા લાગ્યા અને તેમના રિવાજ મુજબ તરવાર અને ભાલા વડે પોતાના શરીર પર એવા ઘા કરવા લાગ્યા કે, લોહીના રેલા વહેવા લાગ્યા. 29 બપોર વીતી ગઇ અને છેક સંધ્યાબલિનો સમય થયો ત્યાં સુધી તેઓ ધૂણતા રહ્યાં, અને તેઓના દેવને બોલાવતા રહ્યાં; પણ ત્યાં કંઈ અવાજ કે જવાબ ન મળ્યો, કારણકે કોઇ સાંભળતું નહોતું. 30 પછી એલિયાએ બધાં લોકોને કહ્યું, “અહીં આવો.” લોકો આવ્યા; અને તેની ગોળ ફરતા ભેગા થયા. યહોવાની વેદી જે તોડી નાખવામાં આવી હતી, તેને તેમણે સમી કરી. 31 યાકૂબ કે જેનું નામ યહોવાએ ઇસ્રાએલ રાખ્યું હતું, તેના પુત્રોનાં કુળસમૂહોની સંખ્યા અનુસાર તેણે બાર પથ્થર લીધા. 32 તે પથ્થરો વડે એલિયાએ એક વેદી બનાવી અને તેને યહોવાને અર્પણ કરી. તેણે તેે વેદીની ફરતે બે માંપ બી સમાંય તેવડી ખાઈ ખોદી. 33 ત્યારબાદ તેણે લાકડા પણ ગોઠવ્યાં. બળદના ટૂકડા કર્યા અને તેને લાકડાં પર ગોઠવ્યો. 34 પછી તેણે કહ્યું, “ચાર ઘડા ભરીને પાણી લાવીને અર્પણ રેડો અને લાકડાં પર છાંટો.” લોકોએ એ પ્રમાંણે કર્યું. તે બોલ્યો, “ફરી પાણી રેડો.” લોકોએ ફરી વાર પાણી રેડયું, તેણે કહ્યું, “ત્રીજી વાર પાણી રેડો.” અને લોકોએ ત્રીજીવાર પાણી રેડયું. 35 આથી પાણી વેદીની ચારે બાજુએ ફેલાઇ ગયું. અને પેલી ખાઈ સુદ્ધાં પાણીથી બધી બાજુ ભરાઈ ગઈ. 36 સાંજે જ્યારે બલિનો સમય થયો તે સમયે પ્રબોધક એલિયા આગળ આવીને બોલ્યો, “ઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના યહોવા દેવ, આજે આ લોકોને ખબર પડવા દો કે, ઇસ્રાએલમાં તમે સાચા દેવ છો, અને હું તમાંરો સેવક છું, અને આ બધું હું તમાંરા હુકમથી કરું છે. 37 મને જવાબ આપો, ઓ યહોવા મને જવાબ આપો. જેથી આ લોકોને ખાતરી થાય કે, તમે જ યહોવા દેવ છો, અને તમે જ તેમનાં હૃદય પાછાં પોતાના તરફ વાળી લીધાં છે.” 38 એટલામાં એકાએક આકાશમાંથી યહોવાનો અગ્નિ યજ્ઞમાં પડ્યો અને, દહનાર્પણ. લાકડાં, પથ્થર અને રેતીને બાળી નાખ્યા અને તેણે ખાડાના પાણી પણ સૂકવી નાખ્યાં! 39 લોકોએ આ જોયું ત્યારે તેઓ ભૂમિ પર પ્રણામ કરવા નમ્યાં, અને પોકાર કર્યો, “યહોવા એ જ દેવ છે! યહોવા એ જ દેવ છે!” 40 એલિયાએ કહ્યું, “બઆલના પ્રબોધકોને પકડી લો, જોજો, એક પણ છટકી ન જાય.” લોકોએ તેમને પકડી લીધા અને એલિયા તેમને કીશોન નદીને કાંઠે લઇ ગયા અને તેઓ સર્વને ત્યાં માંરી નાખ્યાં. 41 એલિયાએ આહાબને કહ્યું, “હવે પાછો જા, અન્નજળ લે, કારણ, મને મૂશળધાર વરસાદનો અવાજ સંભળાય છે.” 42 આહાબે જઈને અન્નજળ લીધાં અને એલિયા, કામેર્લ પર્વતની ટોચે સુધી ગયો, ત્યાં તે જમીન પર પડ્યો અને ઘૂંટણ વચ્ચે પોતાનું માંથું ઘાલી દીધું. 43 તેણે પોતાના નોકરને કહ્યું, “ઉપર જઈને દરિયા તરફ નજર કર.”તેણે ઉપર જઈને નજર કરી, તે બોલ્યો, “ત્યાં કાંઈ નથી.” એલિયાએ તેને સાત વાર પાછો મોકલ્યો, અને તે સાત વાર પાછો ગયો. 44 સાતમી વખતે તે બોલ્યો, “માંણસના હાથના માંપનું નાનું વાદળું દરિયામાંથી પર ચઢે છે.”ત્યારે એલિયાએ કહ્યું, “હવે જઈને આહાબને કહે, રથ જોડીને ચાલ્યો જા, નહિ તો વરસાદ તેને રોકી રાખશે.” 45 દરમ્યાન આકાશ વાદળથી કાળું થઈ ગયું, પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને ધોધમાંર વરસાદ વરસ્યો. આહાબ રથમાં બેસી ગયો અને યિઝએલ જવા માંટે નીકળી પડ્યો. 46 એલિયામાં યહોવાની શકિતનો સંચાર થયો અને તે ઝભ્ભો ઊંચો ખોસીને આહાબના રથની આગળ આગળ ઠેઠ તે યિઝએલ પહોંચ્યો ત્યાં સુધી દોડતો ગયો.

19:1 એલિયાએ જે કંઈ કર્યું હતું તે, ને તેણે કેવી રીતે સઘળા પ્રબોધકોને તરવારથી માંરી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝેબેલને કહ્યું, 2 પછી ઈઝેબેલે કાસદ મોકલી એલિયાને કહેવડાવ્યું કે, “તેં જેમ તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું તારા પ્રાણ આવતી કાલે રાત્રે બરાબર આવી જ રીતે આ સમય પહેલા હું તને માંરી નાખીશ.’ જો હું તેમ નહિ કરૂં તો, ભલે દેવ તેવું જ અને તેનાથી વધારે ખરાબ માંરા પ્રત્યે કરે.” 3 તેથી એલિયા ડરી ગયો, ને જીવ બચાવવા યહૂદામાં આવેલા બેર-શેબા નગરમાં દોડી ગયો, પછી તેણે પોતાના નોકરને ત્યાં છોડી દીધો. 4 અને તેણે એક આખો દિવસ મુસાફરી કરી, ત્યાં તે એક ઝાડ નીચે બેઠો અને પ્રાર્થના કરી કે પોતે મરી જાય, તેણે કહ્યું “યહોવા દેવ, માંરા પ્રાણ લઇ લો, હું માંરા પિતૃઓથી જરાય સારો નથી” 5 પછી તે વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દેવદૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે,” 6 તેણે જોયું, તો તેના માંથા આગળ હૂંફાળો રોટલો અને પાણીનો કૂજો હાજર હતો, તે ખાઈ પીને પાછો સૂઈ ગયો. 7 યહોવાના દૂતે ફરી આવીને તેને બીજી વાર સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ, ને ખાઈ લે, તારે લાંબો પંથ કાપવાનો છે.” 8 તેણે ઊઠીને ખાઈને પાણી પીધું અને તે ખોરાકને આધારે 40 દિવસ અને ચાળીસ રાતનો પંથ કાપીને તે યહોવાનો પર્વત જે હોરેબ પર્વત કહેવાય છે ત્યાં સુધી પહોંચી ગયો. 9 એક ગુફામાં દાખલ થઈને તેણે ત્યાં રાત વિતાવી, અચાનક તેને યહોવાની વાણી સંભળાઈ;તેમણે કહ્યું “એલિયા, તું અહીં શા માંટે આવ્યો છે?” 10 એલિયાએ કહ્યું, “હું સર્વસમર્થ દેવ યહોવાને સંપૂર્ણ રીતે સમપિર્ત છું, ઇસ્રાએલના લોકોએ તમાંરા કરારનો ભંગ કર્યો છે, તમાંરી વેદીનો નાશ કર્યો છે અને તમાંરા પ્રબોધકોને તરવારથી કાપી નાખ્યા છે. હું એકલો બાકી રહ્યો છું, અને હવે તેઓ માંરો જીવ લેવા ઈચ્છે છે.” 11 યહોવાએ તેને જણાવ્યું, “બહાર જા અને પર્વત પર યહોવાની ઉપસ્થિતિમાં ઊભો રહે.” કારણ યહોવા ત્યાંથી પસાર થઇ રહ્યાં છે, પ્રચંડ પવન ફુંકાવા લાગ્યો, જે યહોવાની હાજરીમાં પર્વતને હલાવી શકે અને પથ્થરોને તોડી શકે એટલો શકિતશાળી હતો. પરંતુ યહોવા તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવા કંઈ એ ભૂકંપમાં નહોતા. 12 ભૂકંપ પછી અગ્નિ ફાટી નીકળ્યો, પણ યહોવા એ અગ્નિમાં પણ નહોતા, અગ્નિ પછી ત્યાં સંપૂર્ણ શાંતિ હતી. 13 આ સાંભળતાં જ એલિયાએ પોતાના ઝભ્ભાથી મોં ઢાંકી દીધું અને બહાર નીકળીનેે તે ગુફાના બારણા આગળ ઊભો રહ્યો. ત્યાં એક અવાજ આવ્યો, “એલિયા, તું અહીં શા માંટે આવ્યો છે?” 14 તેણે ફરીથી જવાબ આપ્યો, “હું સંપૂર્ણરીતે સર્વસમર્થ દેવ યહોવાને અર્પણ થઇ ગયો છુ, ઇસ્રાએલના લોકોએ તમાંરો કરાર ફગાવી દીધો છે, તમાંરી વેદી તોડી પાડી છે, અને તમાંરા પ્રબોધકોને તરવારથી કાપી નાખ્યા છે, હું એકલો બાકી રહ્યો છું, અને હવેે તેઓ માંરો જીવ લેવા માંગે છે.” 15 યહોવાએ તેને કહ્યું, “તું પાછો ફર, અને દમસ્કના રણ વિસ્તારમાં જા, ત્યાં જઈને અરામના રાજા તરીકે ‘હઝાએલનો અભિષેક કર. 16 નિમ્શીના પુત્ર યેહૂનો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર, અને અબેલ-મહોલાહના શાફાટના પુત્ર એલિશાને તારા પછીના પ્રબોધક તરીકે નિયુકત કર, 17 હઝાએલની તરવારથી જે કોઇ પણ છટકી ને ભાગી જશે યેહૂ તેને માંરી નાખશે, અને યેહૂની તરવારથી જે કોઇ પણ છટકીને ભાગી જશે તેને એલિશા માંરી નાખશે. 18 પરંતુ હજી પણ 7,000 એવા ઇસ્રાએલીઓ છે, જેઓ કદી બઆલને નમ્યા નથી કે નથી તેને તેની મૂર્તિને ચુમ્યાં.” 19 એલિયા ત્યાંથી વિદાય થયો, અને તેણે શાફાટના પુત્ર એલિશાને ખેડ કરતો જોયો, તેની આગળ બાર જોડ બળદ હતા, અને તે પોતે છેલ્લી જોડ સાથે હતો; એલિયાએ ત્યાંથી પસાર થતાં પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો. 20 એલિશા, બળદોને છોડીને એલિયાની પાછળ દોડયો અને કહેવા લાગ્યો, “માંરે માંરા પિતા અને માંતાને વિદાય વચન કહેવું છે, પછી હું તારી સાથે આવીશ.”એલિયાએ કહ્યું, “જા, અને પાછો આવ. હું તને રોકીશ નહિ.” 21 એટલે એલિશાએ પાછા ફરી શાંત્યર્પણ તરીકે બળદની જોડ લીધી અને માંસ રાંધી લોકોને વહેંચી દીધું અને ત્યાર પછી તે એલિયાને અનુસર્યો અને તેનો સેવક બની ગયો.

20:1 અરામના રાજા બેન-હદાદે પોતાનું બધું લશ્કર ભેગું કર્યું અને બત્રીસ રાજાઓને તથા ઘણા ઘોડાઓ અને ઘોડાના રથોને પોતાની સાથે લીધાં. તેણે સમરૂનને ઘેરી લઈ તેના પર હુમલો કર્યો. 2 તેણે ઇસ્રાએલના રાજા આહાબને જે નગરમાં હતો તેને સંદેશવાહક મોકલ્યો, 3 “સંદેશો આ પ્રમાંણે હતો બેન-હદાદ કહે છે, ‘તારાં સોના ચાંદી માંરાં છે, તારી સ્રીઓ માંરી છે, તારા સંતાનો માંરાં છે, અને દરેક સારી વસ્તુ જે તારી પાસે છે તે માંરી છે!”‘ 4 ઇસ્રાએલના રાજાએ જવાબ આપ્યો, “જેવી આપની આજ્ઞા, માંરા ધણી, હું અને માંરી પાસે જે બધું છે તે સર્વસ્વ આપના જ છે.” 5 સંદેશવાહકો પાછા આવ્યા અને કહ્યું “બેન-હદાદ કહે છે કે, ‘તમાંરું સોનું, ચાંદી, સ્રીઓ, અને સંતાનો મને આપી દો. 6 હવે આવતી કાલે આ વખતે હું માંરા અમલદારોને તારા ઘર અને તારા અમલદારોના ઘરોને તપાસવા મોકલીશ અને તેઓ તેમને જે કાંઈ ગમશે તે બધું તેઓ ઝૂંટવી લેશે.”‘ 7 ઇસ્રાએલના રાજાએ દેશના બધા વડીલોને તથા પ્રદેશના અગ્રણીઓને તેડાવી મંગાવ્યા અને કહ્યું, “જોયું ને! આ માંણસ મને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે! એણે માંરી પાસે માંરી સ્રીઓ, બાળકો, સોનું અને ચાંદી માંગ્યાં અને મેં ના નહોતી પાડી.” 8 બધા જ વડીલો-અગ્રણીઓ અને લોકો-સેનાએ સલાહ આપી, “તારે તેના કહેવા પર ધ્યાન આપવું નહિ અને તેની માંગણી પૂરી કરવી નહિ.” 9 તેથી આહાબે બેન-હદાદના સંદેશવાહકોને જણાવ્યું, “માંરા ધણી માંરા રાજાને કહેજો કે, પહેલી વારની માંગણી પ્રમાંણેનું હું બધું જ આપીશ. પણ હું તમાંરી બીજી માંગણી સાથે સહમત થતો નથી” પછી સંદેશવાહકો બેન-હદાદ પાસે પાછા ગયા. 10 ત્યાર બાદ બેન-હદાદે તેને એવો સંદેશો મોકલ્યો કે, “સમરૂનનો હું એવો સંપૂર્ણપણે નાશ કરીશ કે માંરા સેનાના દરેક માંણસ માંટે ભેગી કરવા એક મુઠ્ઠી ધૂળ પણ નહિ મળે. જો હું આમ નહિ કરું તો, કદાચ મને દેવતાઓ ખૂબ નુકસાન પહોચાડે.” 11 પણ ઇસ્રાએલના રાજાએ જવાબ મોકલ્યો કે, “યુદ્ધ પૂરુ થયા પહેલા તેના પરિણામની બડાશ કરો નહિ.” 12 જયારે બેન-હદાદને આ સંદેશો મળ્યો ત્યારે તે બીજા રાજાઓ સાથે સુકોથમાં દ્રાક્ષારસ પીતો હતો, તેણે પોતાના માંણસોને કહ્યું, “જાવ અને શહેર પર હુમલો કરો.” અને તેમણે તે પ્રમાંણે કર્યું. 13 એટલામાં પ્રબોધકોમાંનો એક ઇસ્રાએલના રાજા આહાબની પાસે આવ્યો અને બોલ્યો, “આ યહોવાની વાણી છે; ‘તેં આ મોટી સેના જોઈ? આજે હું તમને તેઓ પર જીત અપાવીશ, અંતમાં તને ખબર પડશે કે, હું યહોવા છું.”‘ 14 આહાબે પૂછયું, “કોની માંરફતે?”પ્રબોધકે કહ્યું, “આ યહોવાનાં વચન છે: ‘જેઓ પ્રાંતના આગેવાનોની સેવા કરે છે તે યુવાનો માંરફતે.”‘ આહાબે પૂછયું, “યુદ્ધ કોણ શરૂ કરશે?” પ્રબોધકે કહ્યું, “તું” 15 પછી આહાબે યુવાનો કે જે પ્રાંતના આગેવાનોની સેવા કરતા હતા તેમને ભેગા કર્યા, તેઓ 232 જણા હતા, પછી આહાબે આખી ઇસ્રાએલી સેનાને હાજર થવા કહ્યું, બધાં મળીને ત્યાં 7,000 સૈનિકો હતાં. 16 તેઓએ ખરે બપોરે કૂચ કરી ત્યારે બેન-હદાદ તેના તંબૂમાં તેના 32 રાજાઓ સાથે જેઓએ તેની સાથે જોડાણ કર્યુ હતું તેમની સાથે દ્રાક્ષારસ પીવામાં ચકચૂર હતો. 17 યુવાનો જેમણે ઇસ્રાએલના પ્રાંતના આગેવાનોની સેવા કરી હતી તેઓ રસ્તાની આગળ હતા. બેન-હદાદને ખબર આપવામાં આવી કે, “કેટલાક માંણસો સમરૂનમાંથી: આવ્યા છે.” 18 તેણે કહ્યું “તેઓ શરણે થવા આવ્યા હોય કે લડવા આવ્યા હોય, તેઓને જીવતા પકડી લો.” 19 પરંતુ યુવાનો જે ઇસ્રાએલના પ્રાંતના આગેવાનોની સેવા કરતા હતા, તેઓ નગરમાંથી પાછા ફરી ગયાં હતાં. અને સેના તેની પાછળ હતી. 20 પ્રત્યેકે પોતાના સામાંવાળાને માંરી નાખ્યો. અરામીઓ ભાગવા લાગ્યા અને ઇસ્રાએલીઓએ તેમનો પીછો પકડયો. અરામનો રાજા બેન-હદાદ કેટલાક ઘોડેસ્વારો સાથે ઘોડા પર છટકી ગયો. 21 પછી ઇસ્રાએલીઓના રાજાએ બહાર આવીને ઘોડાઓ અને રથો કબજે કર્યા, અને અરામીઓને સખત હાર આપી. 22 પછી પ્રબોધકે ઇસ્રાએલના રાજા પાસે જઈને કંહ્યું, “તું તારું બળ વધારજે, અને સાવધ રહેજે, અને જે કંઈ કરે તે વિચારીને કરજે, કારણ, આવતે વરસે વસંતના સમયે અરામનો રાજા તારા પર હુમલો કરશે.” 23 તેના પરાજય પછી બેન-હદાદના લશ્કરના વડાઓએ તેને કહ્યું, “ઇસ્રાએલના દેવ તો પર્વતોના દેવ છે, તેથી તેઓ જીતી ગયા છે. સપાટ મેદાનોમાં યુદ્ધ થાય તો પછી આપણે જીતી શકીએ. 24 તે સમયે તમાંરે આટલું કરવું જોઈએ, આ બધા રાજાઓને તેના હોદૃાઓ પરથી હટાવી દો અને તેના બદલે પ્રશાસકની નિંમણૂંક કરો. 25 “તમે જે લશ્કર ગુમાંવ્યું છે તેવું બીજું ઊભું કરો, પહેલાના જેટલાં ઘોડા અને રથો તૈયાર કરો, એ પછી જો આપણે તેમની સાથે સપાટ મેદાનમાં લડીશું, તો જરૂર આપણે તેમને હરાવીશું.” બેન-હદાદે તેમની સલાહ માંની અને તે પ્રમાંણે જ કર્યું. 26 બીજે વષેર્ વસંતના સમયે તેણે અરામીઓનું લશ્કર ભેગું કરીને ઇસ્રાએલીઓ સાથે લડવા અફેક પર કૂચ કરી. 27 ઇસ્રાએલીઓ પણ લડવા ભેગા થયા. તેઓએ બખ્તર અને બીજા હથિયારો સાથે લીધાં અને અરામીઓનો સામનો કરવા નીકળી પડયા અને તેમની સામે પડાવ નાખ્યો. ઇસ્રાએલીઓ તો બકરાનાં બે ટોળાં જેવાં લાગતા હતાં અને અરામીઓ તો સમગ્ર પ્રદેશમાં ફેલાઇ ગયા હતા. 28 દેવના એક માંણસે આવીને ઇસ્રાએલના રાજાને કહ્યું, “આ યહોવાનાં વચન છે; ‘અરામીઓ એવું માંને છે કે, યહોવા તો પર્વતોના દેવ છે. કાંઇ ખીણોના દેવ નથી, આથી હું તમને આ મહાન સૈન્ય તમાંરા હાથમાં સુપ્રત કરીશ, જેથી તમને ખાતરી થશે કે હું યહોવા છું.”‘ 29 સાત દિવસ સુધી તેઓ સામસામે છાવણી નાખીને પડી રહ્યાં. સાતમાં દિવસ પછી યુદ્ધ શરૂ થયું અને ઇસ્રાએલીઓએ એક જ દિવસમાં ફોજના 1,00,000 અરામી પાયદળના સૈનિકોને કાપી નાખ્યા. 30 બીજા સૈનિકો અફેકના નગરમાં ભાગી ગયા પરંતુ તેઓ જેવા દાખલ થયા નગરની દીવાલ તૂટી ગઇ, જેમાં તેઓમાંનાં 27,000 માંર્યા ગયા. બેન-હદાદે ભાગી જઈને શહેરમાં એક અંદરના હિસ્સામાં આશ્રય લીધો હતો. 31 તેના અમલદારોએ તેને કહ્યું, “જુઓ, અમે સાંભળ્યુ છે, કે ઇસ્રાએલના રાજાઓ દયાળુ હોય છે. આપણે શોકના વસ્રો પહેરીએ અને માંથા પર દોરડાં વીટીં ઇસ્રાએલના રાજા પાસે જઈએ, કદાચ તે આપણને માંફી અને જીવનદાન આપે.” 32 આથી તેઓએ શોકના વસ્રો પહેર્યા અને માંથા પર દોરડાં બાંધીને ઇસ્રાએલના રાજા પાસે જઈને તેને કહ્યું, “આપના સેવક બેન-હદાદ કહેવડાવે છે, મહેરબાની કરીને મને જીવનદાન આપો.” તેણે જવાબ આપ્યો, “શું તે હજી જીવતો છે? તે તો માંરો ભાઈ છે.” 33 બેન-હદાદના માંણસોએ આને શુભ શુકન માંની લઈ તરત જ તેના શબ્દો પકડી લઈ કહ્યું, “જી, બેન-હદાદ આપના ભાઈ છે.”આહાબે કહ્યું, “જાઓ, તેને લઈ આવો.”પછી બેન-હદાદ બહાર આવ્યો અને આહાબે તેને પોતાના રથમાં બેસાડ્યો. 34 બેન-હદાદે કહ્યું, “માંરા પિતાએ તમાંરા પિતા પાસેથી લઈ લીધેલાં શહેરો હું પાછાં આપીશ, અને માંરા પિતાએ જેમ સમરૂનમાં બજાર ખોલ્યાં હતાં તેમ તમે દમસ્કમાં ખોલજો.”આહાબે કહ્યું, “હું તમને આ શરતો પર જવા દઇશ.” આથી આહાબે તેની સાથે શાંતિકરાર કર્યા અને તેને મુકત કર્યો. 35 યહોવાની આજ્ઞાઓથી યુવાન પ્રબોધકોમાંથી એકે પોતાના એક સાથીને કહ્યું. “કૃપા કરીને મને માંર.” પણ પેલા માંણસે તેમ કરવાની ના પાડી, 36 એટલે તેણે તેને કહ્યું, તેં યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ છે, તેથી તું માંરી પાસેથી જશે તે જ ક્ષણે એક સિંહ તને માંરી નાખશે.” અને તે માંણસ ગયો કે તરત જ તેને એક સિંહ મળ્યો અને તેણે તેને માંરી નાખ્યો. 37 ત્યાર બાદ પેલા યુવાન પ્રબોધક બીજા માંણસને મળ્યો અને તેને કહ્યું, “કૃપા કરીને મને માંર.”અને તે માંણસે તેને માંર્યો અને ઘાયલ કર્યો. 38 પછી તે પ્રબોધક ત્યાંથી ચાલ્યો ગયો અને આંખો પર પાટો બાંધ્યો પોતાની જાતને છુપાવી દીધી અને રસ્તા પર જઈને રાજાના આવવાની રાહ જોતો બેઠો. 39 જ્યારે રાજા ત્યાંથી પસાર થયો એટલે તેણે તેને બૂમ પાડીને કહ્યું, “હું યુદ્ધની વચ્ચોવચ્ચ જતો હતો એવામાં એક યોદ્ધાએ એક કેદીને લઈને માંરી પાસે આવીને કહ્યું, ‘આ માંણસને સંભાળ, એ જો ભાગી ગયો તો એને બદલે તારે તારો જીવ આપવો પડશે અથવા 34 કિલો ચાંદી આપવી પડશે.’ 40 પણ હું કોઈને કોઈ કામમાં રોકાયેલો હતો, એવામાં તે અદૃશ્ય થઈ ગયો.”ઇસ્રાએલના રાજાએ કહ્યું, “તને એ જ સજા થવી જોઈએ. તેં જાતે જ ફેંસલો આપ્યો છે.” 41 તરત જ યુવાન પ્રબોધકે આંખ પર બાંધેલો પાટો છોડી નાખ્યો અને ઇસ્રાએલના રાજાએ તેને ઓળખી કાઢયો કે, આ તો પ્રબોધક છે. 42 તેણે રાજાને કહ્યું, “આ યહોવાના વચન છે, ‘મેં તને બેનહદાદ પર વિજય અપાવ્યો જેથી તું તેને માંરી નાખેે, પણ તેં તેને જીવતો છોડ્યો. તેથી તે માંણસના બદલામાં તું મરી જશે અને તારા સૈનિકો મરી જશે તેેના સૈનિકોના બદલે.”‘ 43 ઇસ્રાએલનો રાજા ઉદાસ અને ગુસ્સે થઈને ઘેર જવા નીકળ્યો અને સમરૂન આવી પહોંચ્યો.

21:1 ત્યારબાદ એવું બન્યું કે, નાબોથ નામના માંણસ પાસે દ્રાક્ષની વાડી હતી, નાબોથ યિઝએલનો હતો અને તેની દ્રાક્ષવાડી યિઝએલમાં હતી, સમરૂનના રાજા આહાબના ઘર પાસે. 2 આહાબે નાબોથને કહ્યું, “તારો દ્રાક્ષનો બગીચો માંરા મહેલને અડીને આવેલો છે, તું મને વાડી બનાવવા માંટે તે આપી દે, એના બદલામાં હું તને એના કરતાં સારો દ્રાક્ષનો બગીચો આપીશ; અથવા તું ઇચ્છે તો તેની બદલે હું તને ચાંદીમાં ચૂકવણી કરીશ.” 3 પણ નાબોથે જવાબ આપ્યો, “માંરા પૂર્વજોની જમીન હું તમને આપું તે માંટે યહોવાનો નિષેધ છે.” 4 યિઝએલી નાબોથનો જવાબ સાંભળી આહાબ ધૂંવાપૂંવા થઈને ઘેર પાછો ફર્યો, તે દીવાલ તરફ મોં ફેરવીને પથારીમાં સૂઈ ગયો, અને ખાવાનો ઇન્કાર કર્યો. 5 તેની પત્ની ઇઝેબેલે તેની પાસે આવીને કહ્યું, “તમે આટલા બધા ઉદાસ કેમ છો? અને તમે ખાવાની ના કેમ પાડો છો?” 6 તેણે કહ્યું, “યિઝએલીના નાબોથ સાથે માંરે વાત થઈ. મેં કહ્યું, “તું તારી દ્રાક્ષની વાડી મને આપ. હું તને ચાંદી આપીશ, જો તે ઇચ્છે તો અથવા; તો એના બદલામાં બીજો બગીચો અપાવીશ. પણ તેણે કહ્યું, “હું માંરી દ્રાક્ષવાડી તમને નહિ આપુ.” 7 ત્યારે તેની પત્ની ઈઝેબેલે કહ્યું, “તમે તે ઇસ્રાએલના રાજા છો કે કોણ છો? ચાલો, ઊઠો, ખાઈ લો, એટલે સારું લાગશે. યિઝએલીના નાબોથની દ્રાક્ષાવાડી હું તમને અપાવીશ!” 8 પછી આહાબને નામે પત્રો ઈઝેબેલે લખ્યા, તે પર મહોર છાપીને બંધ કર્યા અને નાબોથ રહેતો હતો તે યિઝયેલ નગરના વડીલો અને આગેવાનોને એ પત્રો તેણે મોકલી આપ્યા. 9 તેણીએ પત્રમાં લખ્યું કે, “ઉપવાસ કરવાનું શરૂ કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો. 10 સભાની આગળમાં બે બદમાંશોને પણ બેસાડો અને તેમની પાસે કહેવડાવો કે “નાબોથે યહોવાને અને રાજાને શ્રાપ આપ્યો છે. તો તેને બહાર લઇ જાવ અને તેના પર પથ્થરો ફેંકીને તેને માંરી નાખો.” 11 વડીલો અને આગેવાનોએ તથા જાણીતા માંણસોએ ઇઝેબેલે, પત્રમાં લખી મોકલેલા હુકમ પ્રમાંણે કર્યુ. 12 તેમણે ઉપવાસ જાહેર કર્યો, અને નાબોથને લોકોની સામે બેસાડયો. 13 અને પેલા બે બદમાંશો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ જુબાની આપી અને કહ્યું તેણે (નાબોથ) દેવને અને રાજાને શ્રાપ આપીને ખોટું કર્યુ છે. પછી તેઓ તેને શહેરની બહાર લઈ ગયા અને પથ્થરો ફેકીને માંરી નાખ્યો. 14 તેમણે ઇઝેબેલને સંદેશો મોકલ્યો કે, “નાબોથને પથ્થરો ફેકીને માંરી નાખવામાં આવ્યો છે.” 15 જયારે ઈઝેબેલને ખબર પડી કે, નાબોથ પર પથ્થરો ફેકીને માંરી નાખવામાં આવ્યો છે ત્યારે તેણે આહાબને કહ્યું, “ઊઠો, અને યિઝએલના નાબોથે જે દ્રાક્ષનીવાડી તમને વેંચવાનો ઇન્કાર કર્યો હતો તેનો કબજો લઈ લો; કારણ નાબોથ હવે જીવતો નથી, મરી ગયો છે.” 16 જયારે આહાબે સાંભળ્યું કે, યિઝએલનો નાબોથ મરી ગયો છે, ત્યારે તે ઊઠીને દ્રાક્ષના બગીચાનો કબજો લેવા ગયો. 17 ત્યારબાદ તિશ્બેના પ્રબોધક એલિયાને યહોવાની વાણી સંભળાઈ, 18 “ઊઠ, સમરૂનમાં વસતા ઇસ્રાએલના રાજા આહાબ પાસે પહોંચી જા. તે તને નાબોથની દ્રાક્ષનીવાડીમાં મળશે. તે ત્યાં દ્રાક્ષાવાડીનો કબજો લેવા ગયો છે. 19 તારે તેને આ પ્રમાંણે કહેવું, આ યહોવાનાં વચન છે; ‘તેં તારા વેરીનું ખૂન તો કર્યુ છે અને હવે તું તેની મિલકત પચાવી પાડે છે? આ યહોવાનાં વચન છે: જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટયું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.”‘ 20 આહાબે એલિયાને કહ્યું, “ઓ માંરા દુશ્મન, તેં આખરે મને પકડી પાડયો!”એલિયાએ કહ્યું, “મેં તને પકડી પાડયો છે, કારણ, યહોવાની નજરમાં તેઁ ખોટું કર્યુ છેં. 21 હવે યહોવા કહે છે, ‘હું તારે માંથે આફત ઊતારીશ, હું તારા કુટુંબનો નાશ કરીશ. ઇસ્રાએલમાંના તારા એકેએક વંશજને ધરતીના પડ પરથી નાશ કરીશ. 22 મેં નાબોથના પુત્ર યરોબઆમ અને અહિયાના પુત્ર બાઅશાના કુટુંબોનો નાશ કર્યો છે, હું તેવું જ તારા કુટુંબ સાથે કરીશ. કારણ તેઁ ઇસ્રાએલના લોકો પાસે પાપ કરાવ્યા છે અને તેં માંરો રોષ વહોરી લીધો છે.’ 23 “યહોવાએ ઈઝેબેલ વિષે પણ વાણી ઉચ્ચારી કે, ઇસ્રાએલના કૂતરાં ઈઝેબેલના શરીરને ‘યિઝએલના ખેતરોમાં ફાડી ખાશે. 24 આહાબનાં કુટુંબના જે માંણસો શહેરમાં મૃત્યુ પામશે તેમને કૂતરાં ખાઈ જશે. અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેને પંખીઓ ખાઈ જશે.”‘ 25 આહાબ જેવું બીજું કોઈ નહોતું. દેવની દૃષ્ટિમાં જે પાપ હતું તે કરવા માંટે સંપૂર્ણ રીતે તે સમપિર્ત થઈ ગયો હતો, કેમકે તેની પત્ની ઈઝેબેલ સર્વ પ્રકારની દુષ્ટતા કરવા તેને ઉત્તેજન આપતી હતી. 26 જે રીતે અમોરીઓએ મૂર્તિઓની પૂજા કરી હતી તે રીતે આહાબે પણ કરી. જો કે ઇસ્રાએલીઓને જમીન આપવા માંટે યહોવાએ અમોરીઓને હાંકી કાઢયાં હતાં. 27 પ્રબોધકનાં વચનો સાંભળીને આહાબે પશ્ચાત્તાપથી કપડાં ફાડી નાખ્યાં. તેણે ઉપવાસ કર્યા અને શોકના કપડાં પહેર્યા, તેમાં સૂઇ ગયો અને ચૂપચાપ બધે ચાલતો રહ્યો. 28 એ સમય દરમ્યાન એલિયા જે તિશ્બેનો હતો તેને યહોવાની વાણી સંભળાઈ, 29 “આહાબ માંરી સમક્ષ નમ્ર બની ગયો છે તે તેં જોયું? તે આમ નમ્ર બન્યો છે એટલે હું એ જીવશે ત્યાં સુધી એના કુટુંબ પર આફત નહિ ઊતારું, પણ જ્યારે તેનો પુત્ર રાજા બનશે ત્યારે ઊતારીશ.”

22:1 ત્રણ વર્ષ સુધી અરામીઓ અને ઇસ્રાએલીઓ વચ્ચે કોઈ લડાઈ થઈ નહિ. 2 પરંતુ ત્રીજે વષેર્ યહૂદાનો રાજા યહોશાફાટ ઇસ્રાએલના રાજાને મળવા ગયો. 3 ઇસ્રાએલના રાજાએ પોતાના અમલદારોને કહ્યું, “તમે જાણો છો કે અરામના રાજાએ હજી સુધી રામોથ-ગિલયાદને પોતાના કબજા હેઠળ રાખ્યું છે જે આજે પણ આપણાં છે અને આપણે હજી સુધી કશું કર્યા વગર શાંત બેસી રહ્યા છીએ.” 4 પછી યહોશાફાટ તરફ ફરીને તેણે કહ્યું, “તમે રામોથ-ગિલયાદ પર ચડાઈ કરવા માંરી સાથે આવશો?”યહોશાફાટે ઇસ્રાએલના રાજાને જવાબ આપ્યો, “આપણે બે કંઈ જુદા નથી. માંરા સૈનિકો એ તમાંરા જ સૈનિકો છે. માંરા ઘોડા એ તમાંરા જ ઘોડા છે. 5 પણ પહેલાં યહોવાને આ બાબતમાં તેમની શી ઇચ્છા છે, તે જાણવા પ્રશ્ર્ન કરો.” 6 આથી ઇસ્રાએલના રાજાએ 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા. અને તેમને પૂછયું, “માંરે રામોથ-ગિલયાદ પર હુમલો કરવો કે રાહ જોવી?”તેમણે કહ્યું, “હુમલો કરો, યહોવા તેને રાજાના હાથમાં સુપ્રત કરશે.” 7 “પણ યહોશાફાટે પૂછયું, અહીં યહોવાનો બીજો કોઈ પ્રબોધક નથી, જેને આપણે આ પ્રશ્ર્ન પૂછી શકીએ?” 8 ઇસ્રાએલના રાજાએ જવાબ આપ્યો, “બીજો એક પ્રબોધક છે, જેના દ્વારા આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ; પણ હું તેનો તિરસ્કાર કરું છે, કારણ તે કદી માંરે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી. તે ફકત માંરું ખરાબ જ બોલે છે, તેનું નામ મીખાયા છે, ને તે યિમ્લાહનો પુત્ર છે.”તેથી યહોશાફાટે કહ્યું, “રાજા આહાબ, તમાંરે તેવી વાત ન કરવી જોઇએ.” 9 આથી ઇસ્રાએલના રાજાએ પોતાના એક અમલદારને બોલાવી કહ્યું, “મીખાયાને તાત્કાલિક બોલાવી લાવ.” 10 ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ સમરૂનના દરવાજા પાસે સિંહાસનો પર બેઠા હતા. તેઓએ રાજાનો પોષાક પહેર્યો હતો અને તેમની સામે બધા પ્રબોધકો ભવિષ્યવાણી કરી રહ્યાં હતા. 11 આ બધાં પ્રબોધકોમાં એક પ્રબોધક સિદકિયા હતો, જે કનાઅનાહનો પુત્ર હતો. તેણે લોખંડના શિંગડા બનાવીને જાહેર કર્યું, “યહોવા કહે છે કે ‘આ લોખંડના શિંગડાઓ વાપરીને તમે અરામીઓને ઘાયલ કરશો અને અંતે તેમનો નાશ થશે.”‘ 12 તમાંમ પ્રબોધકોએ એવું જ ભવિષ્ય ભાખ્યું; તેમણે કહ્યું, “રામોથ-ગિલયાદ પર હુમલો કરો અને વિજય પ્રાપ્ત કરો. યહોવા તેને રાજાના હાથમાં સુપ્રત કરશે.” 13 મીખાયાને તેડવા ગયેલા માંણસે મીખાયાને કહ્યું, “ધ્યાન રાખજો કે બધા જ પ્રબોધકોએ એકી અવાજે રાજાને માંટે સારું ભવિષ્ય ભાખ્યું છે, તમે પણ તેના માંટે તેમના જેવું જ કહેજો.” 14 પરંતુ મીખાયાએ કહ્યું, “યહોવાના સમ હું તો યહોવા કહેશે તે જ પ્રમાંણે કરીશ.” 15 જયારે મીખાયા રાજાની સન્મુખ આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોદ-ગિલયાદ પર હુમલો કરીએ કે રોકાઈ જઈએ?”તેણે કહ્યું, “હુમલો કરો અને વિજય પામો. યહોવાએ નગર રાજાના હાથમાં સુપ્રત કરી દેશે.” 16 રાજાએ કહ્યું, “યહોવાને નામે માંત્ર સાચું જ બોલવા માંટે માંરે તારી પાસે કેટલી વખત સોગંદ લેવડાવવા?” 17 મીખાયાએ કહ્યું, “મેં બધા ઇસ્રાએલીઓને એક ઘેટાપાળક વગરનાં ઘેટાંના ટોળાની જેમ પર્વતો પર વેરવિખેર થઈ ગયેલા જોયા છે, અને મેં યહોવાને એમ બોલતા સાંભળ્યા છે કે, ‘એ લોકોનો કોઈ ધણી નથી, તેથી તેઓ ભલે શાંતિથી ઘેર જાય.”‘ 18 આ સાંભળીને ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે, એ કદી માંરા માંટે કંઇ પણ સારુ બોલતો નથી પણ હંમેશા ખરાબ જ બોલે છે!” 19 મીખાયાએ વધુમાં કહ્યું, “હવે યહોવાની વાણી સાંભળો, મેં યહોવાને તેના સિંહાસન પર આકાશમાં બિરાજેલા જોયા છે. તેમને જમણે અને ડાબે બધા દેવદૂતો તેમની સેવામાં ઊભા છે. 20 યહોવાએ કહ્યું, ‘આહાબને રામોથ ગિલીયાદના ધરે જઇ આમ્મોનિયો વિરુદ્ધ લડાઇ કરવા અને ત્યાં મરવા કોણ લલચાવશે?’ આ વિષે તેમની વચ્ચે ઘણા સૂચનો થયાં, 21 છેવટે એક દૂતે યહોવાની નજીક આવીને કહ્યું, ‘હું એ કામ કરીશ.’ યહોવાએ પૂછયું, કેવી રીતે? 22 તેણે કહ્યું, ‘હું જઈને તેના બધા પ્રબોધકોના મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવીશ.’ પછી યહોવાએ કહ્યું, ‘તું જરૂર તેને લલચાવવામાં સફળ થઈશ. જા, અને એ પ્રમાંણે કર.”‘ 23 આમ, આપ જુઓ છો કે, “યહોવાએ તમાંરા બધા પ્રબોધકો પાસે જૂઠી ભવિષ્યવાણી કરાવડાવી છે, કારણ કે તેણે આપને માંથે આફત ઊતારવાનંુ નક્કી કર્યુ છે.” 24 એ વખતે કનાઅનાહના પુત્ર સિદિક્યાએ આવીને મીખાયાના મોઢા પર લાફો ચોડી દીધો, અને પૂછયું, “જ્યારે મને તમાંરી પાસે જવા માંટે છોડી મુક્યો ત્યારે યહોવાની શકિત ક્યાં ચાલી ગઇ?” 25 મીખાયાએ સામે જવાબ આપ્યો, “એ તો તું જયારે ભાગીને ઘરના અંદરના ઓરડામાં સંતાઈ જશે ત્યારે તને એની ખબર પડશે.” 26 ઇસ્રાએલના રાજાએ કહ્યું, “મીખાયાને કેદ પકડો અને નગરના આગેવાન આમોનને અને રાજાના પુત્ર યોઆશને સોંપી દો. 27 અને તેમને કહો કે, ‘રાજાની એવી આજ્ઞા છે કે, આને કેદમાં પૂરી દો, અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી જીવતો રહે એટલાં જ રોટલા અને પાણી સિવાય બીજું કશું આપશો નહિ.” 28 મીખાયાએ કહ્યું કે, “તમે જો સુરક્ષિત પાછા આવો તો સમજવું કે માંરી માંરફતે યહોવા નહોતા બોલ્યા. તેણે એમ પણ કહ્યું “તમે બધા લોકો સાંભળો.” 29 પછી ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ રામોથ-ગિલયાદ પર ચડાઈ કરવા ગયો. 30 ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હું વેશપલટો કરીને યુદ્ધમાં જઈશ; પણ તમે તમાંરા બાદશાહી પોશાક પહેરી રાખજો,” આમ ઇસ્રાએલનો રાજા વેશપલટો કરીને યુદ્ધમાં ગયો. 31 અરામના રાજાએ પોતાના રથદળના બત્રીસ સરદારોને આજ્ઞા આપી હતી કે, તેઓએ બીજા કોઈની સાથે નહિ પણ માંત્ર રાજા આહાબની સામે જ યુદ્ધ કરવું. 32 સારથિઓએ યહોશાફાટ રાજાને તેના રાજવી પોષાકમાં જોયો ત્યારે તેઓએ માંની લીધું કે, જેને આપણે માંરી નાખવાનો છે તે ઇસ્રાએલનો રાજા એ જ છે. તેથી તેઓ તેના પર હુમલો કરવા વળ્યા. પણ યહોશાફાટે જોરથી બૂમો પાડી, 33 પછી સારથિઓ સમજી ગયા કે આ ઇસ્રાએલનો રાજા નથી. અને તેમણે તેનો પીછો કરવો છોડી દીધો. 34 પરંતુ એક સૈનિકે અનાયાસે તીર છોડયું. એ તીર ઇસ્રાએલના રાજાને તેના બખ્તરના સાંધાની વચ્ચે વાગ્યું. તેથી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઈ જા. હું ઘવાયો છું,” 35 દિવસ ચડતો ગયો તેમ તેમ યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું ગયું અને રાજા તેના રથમાં અરામીઓ તરફ મોં કરીને ઢળેલો પડ્યો હતો, તેના ઘામાંથી લોહી વહીને રથમાં ભેગું થતું હતું, સાંજ થતાં તેણે દેહ છોડયો. 36 દિવસને અંતે સૂર્યાસ્ત થતાંજ રાજાની લશ્કરી છાવણીમાં એક મોટો પોકાર થયો, “દરેક જણ પોતપોતાના દેશમાં પોતપોતાને ઘેર જાવ.” 37 રાજાના મૃતદેહને સમરૂનમાં લાવવામાં આવ્યો, ત્યાં તેને દફનાવવામાં આવ્યો. 38 સમરૂનના તળાવને તીરે બાજુમાં રથ ઘોવામાં આવ્યો. કૂતરાં તેનું લોહી ચાટી ગયાં અને હવે ત્યાં તો વારાંગનાઓ સ્નાન કરતી હતી આમ, યહોવાની વાણી સાચી પડી. 39 આહાબના શાસનના બીજા બનાવોની અને તેનાં કાર્યોની, તેણે બંધાવેલાં હાથીદાંતનાં મહેલની અને તેણે કિલ્લેબંધી કરાવેલા નગરો, તે સર્વ ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક ગ્રથમાં લખાયેલું છે. 40 આમ, આહાબ, પિતૃલોકને પામ્યો અને તેના પછી તેનો પુત્ર અહાઝયા રાજા બન્યો. 41 ઇસ્રાએલના રાજા આહાબના રાજયના ચોથા વર્ષમાં આસાનો પુત્ર યહોશાફાટ યહૂદીયાઓનો રાજા થયો. 42 જયારે તે રાજા બન્યો, ત્યારે તેની ઉંમર 35 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 25 વર્ષ રાજય કર્યું. તેની માંનું નામ અઝૂબાહ હતું અને તે શિલ્હીની પુત્રી હતી. 43 તે તેના પિતા આસાને પગલે ચાલ્યો અને તેના માંગેર્થી ચલિત થયો નહિ. તેણે યહોવાને જે સારું લાગ્યું તે કર્યું. 44 પણ ઉચ્ચસ્થાનો નાશ કરવામાં આવ્યા નહોતા, અને લોકોએ ત્યાં ધૂપ બાળવાનું અને અર્પણો ચડાવવાનું ચાલું રાખ્યું હતું. 45 ઇસ્રાએલના રાજા સાથે યહોશાફાટ મિત્રતાથી શાંતિપૂર્વક રહ્યો. 46 યહોશાફાટના શાસન વખતના બીજા બનાવો, તેણે કરેલા મહાન કાર્યો, તેણે લડેલી લડાઇઓ, તે સર્વ વિષે યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક ગ્રથમાં લખેલું છે. 47 તેણે તેના પિતા આસાનાં સમયની દેવદાસીઓ જે હજી સુધી રહેતી હતી તેઓને ભૂમિમાંથી હાંકી કાઢી. 48 અદોમમાં કોઈ રાજા નહોતો, તેથી એક પ્રશાસક ત્યાં અમલ કરતો હતો. 49 સોનું લઇ આવવા માંટે ઓફીર જવા માંટે યહોશાફાટે મોટા વહાણો બનાવ્યા હતા, પણ વહાણ કદી ત્યાં પહોચ્યાં નહિ કારણ કે, એસ્યોનગેબેર આગળ તે તૂટી પડ્યા હતા. 50 આહાબના પુત્ર અહાઝયાએ યહોશાફાટને કહ્યું કે, “તમાંરા માંણસો સાથે માંરા માંણસોને તમાંરા વહાણમાં જવા દો.” પણ યહોશાફાટ સંમત થયો નહિ. 51 યહોશાફાટ મૃત્યુ પામ્યો પછી તેના મૃતદેહને દાઉદના નગરમાં લઇ જવાયો અને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો. 52 યહૂદાના રાજા યહોશાફાટના રાજયના સત્તરમે વષેર્ આહાબનો પુત્ર અહઝિયા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો. તેણે ઇસ્રાએલ પર બે વર્ષ રાજય કર્યું. યહોવાને જે અનિષ્ટ લાગ્યું તે તેણે કર્યું. કારણ કે તેણે તેના પિતા તેની માંતા અને નબાટના પુત્ર યરોબઆમ જેવું આચરણ કર્યું, જે બધાએ ઇસ્રાએલ પાસે પાપ કરાવડાવ્યા હતા. 53 તેણે તેના પિતા જેવું આચરણ કર્યું અને દેવ બઆલની પૂજા કરીને ઇસ્રાએલના દેવ યહોવાનો કોપ વહોરી લીધો.