Exodus

1:1 યાકૂબે પોતાના પુત્રો તથા પુત્રોના પરિવાર સહિત મિસરની યાત્રા કરી. ઇસ્રાએલના પુત્રોનાં નામ આ પ્રમાંણે છે: 2 રૂબેન, શિમયોન, લેવી અને યહૂદા; 3 ઈસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન; 4 દાન અને નફતાલી, ગાદ અને આશેર. 5 યાકૂબના પોતાના કુલ સિત્તેર વંશજો હતા. યૂસફ યાકૂબના બાર દીકરામાંથી એક હતો, વળી તે પહેલેથી મિસરમાં જ હતો. 6 ત્યારબાદ સમય જતાં યૂસફનું અવસાન થયું. પછી તેના બધાજ ભાઈઓ અને તે આખી પેઢીના માંણસો અવસાન પામ્યા. 7 પરંતુ ઇસ્રાએલની વસ્તીમાં અનહદ વધારો થતો જ રહ્યો. તેઓની સંખ્યા પુષ્કળ વધી અને તેઓ એટલા બધા શક્તિશાળી બન્યા કે સમગ્ર દેશમાં તેઓ છવાઈ ગયા. 8 હવે મિસરમાં એક નવા રાજાનું શાસન શરૂ થયું. તે વ્યક્તિને યૂસફ વિષે કશી જ ખબર નહોતી. 9 તે રાજાએ પોતાની પ્રજાને કહ્યું, “ઇસ્રાએલની, પ્રજાને જુઓ, તેમની વસ્તિ પુષ્કળ છે, અને આપણા લોકો કરતાં તે વધુ શક્તિશાળી છે. 10 માંટે હવે આપણે તેમની વિરુદ્ધ કોઈ ચોક્કસ યોજના ઘડવી જોઈએ. જેથી તેઓમાં વધારો થતો અટકી જાય. નહિ તો યુદ્ધ ફાટી નીકળે ત્યારે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જઈને આપણી સામે લડશે અને આપણા દેશમાંથી ભાગી જશે.” 11 એટલા માંટે તેમણે મજૂરી કરાવીને ઇસ્રાએલીઓને દબાવવા માંટે તેમના ઉપર મુકાદમો નીમ્યા. આ રીતે ઇસ્રાએલીઓએ ફારુનને માંટે પીથોમ અને રામસેસ નગરો વખારો માંટે બાંધ્યાં. 12 પણ જેમ જેમ તેમના પર ત્રાસ વધતો ગયો તેમ તેમ તેમની વૃદ્ધિ થતી ગઈ. વિસ્તાર વધતો ગયો અને મિસરના લોકો ઇસ્રાએલી લોકોથી વધારેને વધારે ભયભીત થવા લાગ્યા. 13 આથી તે લોકોએ ઇસ્રાએલીઓ પાસે ચાકરની જેમ સખત મજૂરી કરાવવા માંડી. 14 તેમની પાસે બધીજ જાતની કાળી મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો પાડવાના તથા ખેતરમાં બધીજ જાતનાં સખત કામો કરાવીને તેમનું જીવન અસહ્ય બનાવી દીઘું. 15 ત્યાં શિફાહ અને પૂઆહ નામની બે હિબ્રૂ દાયણો હતી. તે હિબ્રૂ દાયણોને મિસરના રાજાએ કહ્યું: 16 “જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા માંટે ખાટલા પાસે જાઓ ત્યારે તેમનાં સંતાનની જાતિ પર ધ્યાન રાખો; છોકરો હોય તો તેને માંરી નાખવો, અને જો છોકરી હોય તો તેને જીવતી રહેવા દેવી.” 17 પરંતુ દાયણો દેવથી ડરીને ચાલનારી અને દેવમાં વિશ્વાસ કરતી હતી, એટલે તેણે મિસરના રાજાની આજ્ઞાનું પાલન ન કરતાં તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી. 18 તેથી મિસરના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું શા માંટે કર્યું? તમે લોકોએ છોકરાઓને શા માંટે જીવતા રહેવા દીધા?” 19 ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, “હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નથી. તેઓ સશકત અને ખડતલ હોય છે તેથી દાયણના આવતાં પહેલાં જ બાળકને જન્મ આપી દે છે.” 20 તેથી દેવે એ દાયણોનું ભલું કર્યું. 21 અને હિબ્રૂ પ્રજા પણ સંખ્યામાં અને શક્તિમાં વૃદ્ધિ પામતી રહી.દાયણો દેવથી ડરીને ચાલતી હતી એટલે તેણે તેમને કુટુંબકબીલાવાળી ઘરવાળી બનાવી. 22 એટલા માંટે ફારુને પોતાના બધા લોકોને આજ્ઞા કરી કે, “હિબ્રૂઓને જન્મેલા પ્રત્યેક છોકરાને નદીમાં ફેંકી દેવા, પણ છોકરીઓને જીવતી રહેવા દેવી.”

2:1 લેવીઓના ઘરનો એક પુરુષ જઈને પોતાની જાતની કન્યાને પરણ્યો હતો. 2 તે સ્ત્રી ગર્ભવતી થતાં તેને પુત્ર અવતર્યો. પુત્ર રૂપાળો હતો તેથી તેણે તે બાળકને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો. 3 પણ પછી તેને સંતાડી રાખવાનું શક્ય ન રહ્યું એટલે તેણે નેતરનો એક કરંડિયો લીધો, તેને ડામરથી લીપ્યો જેથી તે તરતો રહે. તેમાં બાળકને સુવાડીને કરંડિયો તે નદી કિનારે બરુઓમાં મૂકી આવી. 4 પછી તે છોકરાનું શું થાય છે, તે જોવા માંટે તેની બહેનને દૂર ઊભી રાખી. 5 હવે પછી એવું બન્યું કે ફારુનની કુવરી નદીમાં સ્નાન કરવા માંટે આવી અને તેની દાસીઓ નદી કિનારે આમતેમ ફરવા લાગી. કુવરીએ બરુઓમાં પેલો કરંડિયો જોઈને પોતાની દાસીને મોકલીને તે મંગાવી લીધો. 6 પછી તેણે ઉધાડીને જોયું, તો અંદર એક બાળક રડતું હતું, તેથી તેને તેના પર દયા આવી. 7 અને તેને કહ્યું, “આ કોઈ હિબ્રૂનું બાળક હોવું જોઈએ. પછી તે બાળકની બહેને ફારુનની દીકરીને કહ્યું, હું જઈને કોઈ હિબ્રૂ ઘાવને બોલાવી લાવું જે બાળકની સાચવણી કરે અને તેના લાલનપાલન કરવા માંટે તમાંરી મદદ કરે?” 8 ફારુનની કુવરીએ કહ્યું, “જા, બોલાવી લાવ.”એટલે તે છોકરી જઈને બાળકની માંને બોલાવી લાવી. 9 કુવરીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જા અને માંરા વતી તેની સાચવણી કર અને તેને ઘવડાવ. હું તને તે બદલ પગાર આપીશ.”તેથી સ્ત્રી તેનું બાળક લઈ ગઈ અને તેની સાચવણી કરી. 10 પછી તે બાળક મોટું થયું એટલે તે તેને ફારુનની કુંવરી આગળ લઈ આવી અને તેણે તેને પુત્રની જેમ રાખ્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢયો હતો, “એમ કહીને કુવરીએ પુત્રનું નામ ‘મૂસા’ રાખ્યું.” 11 મૂસા મોટો થયો. અને એક દિવસ પોતાના લોકો પાસે ગયો. તેણે પોતાના માંણસો પર સખ્ત કામ કરવા માંટે બળજબરી થતા જોઈ. અને તેણે એક મિસરીને એક હિબ્રૂને માંરતા જોયો. 12 તેણે આમતેમ નજર કરી છતાં તેને કોઈ દેખાયું નહિ એટલે તેણે મિસરીને માંરી નાખીને રેતીમાં દાટી દીઘો. 13 અને બીજે દિવસે તે બહાર ફરવા નીકળ્યો, ત્યારે તેણે બે હિબ્રૂઓને લડતાં જોયા. તેણે જેનો વાંક હતો તે માંણસને કહ્યું, “શા માંટે તું તારા જાતભાઈને માંરે છે?” 14 એટલે તે માંણસે તેને કહ્યું, “તને અમાંરો ઉપરી અને ન્યાયાધીશ કોણે બનાવ્યો છે? તે જેમ પેલા મિસરીની હત્યા કરી તેમ માંરી હત્યા કરવા માંગે છે?”તે સાંભળીને મૂસા ડરી ગયો તેથી વિચાર કરવા લાગ્યો કે, “હવે બધાંને ખબર પડી ગઈ છે કે મેં શું કર્યુ છે.” 15 આ વાતની જાણ ફારુનને થતા, તે મૂસાને માંરી નાખવા તૈયાર થયો. પણ મૂસા ફારુનને ત્યાંથી નાસી જઈને મિધાન દેશમાં જઈને વસ્યો.એક વખત તે કૂવા પાસે બેઠો હતો 16 ત્યારે મિધાનના યાજકની સાત પુત્રીઓ ત્યાં આવી. અને પોતાના બાપનાં ઘેટાંબકરાને પાણી પીવડાવવા માંટે કૂવામાંથી પાણી ખેંચીને હવાડા ભરવા લાગી. 17 ત્યાં તો ભરવાડો ત્યાં આવ્યા અને તેમને કાઢી મૂકવા લાગ્યા, પણ મૂસા તેમની જોડે આવી પહોંચ્ચોં અને તેમનાં ઘેટાંબકરાંને પાણી પાયું. 18 જ્યારે તેઓ તેમના પિતા રેઉએલ પાસે ગઈ ત્યારે તે બોલ્યા, “આજે તમે આટલાં વહેલાં કેમ આવ્યાં?” 19 એટલે તેમણે જવાબ આપ્યો, “અમને એક મિસરીએ ભરવાડોથી બચાવી અને છોડાવી વળી અમને પાણી પણ કાઢી આપ્યું, અને ઘેટાંબકરાંને પાયું.” 20 એટલે પછી તેણે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? અને તમે તેને મૂકીને શા માંટે આવ્યાં? જાઓ, તેને જમવા માંટે બોલાવી લાવો.” 21 મૂસા તે માંણસ સાથે રહેવા સંમત થયો, અને પોતાની પુત્રી સિપ્પોરાહના લગ્ન મૂસા સાથે તેણે કર્યા. 22 પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ મૂસાએ ગેર્શોમ એટલા માંટે પાડયું કે, મૂસા બીજાનાં દેશમાં અજાણ્યો હતો. 23 હવે ઘણો સમય પસાર થયા પછી મિસરના રાજાનું અવસાન થયું. ઇસ્રાએલીઓ ગુલામીમાં પીડાતા હતા. તેઓ આક્રદ કરીને મદદ માંટે પોકાર કરતા હતા તેથી ગુલામીમાંથી કરેલો એ પોકાર દેવ સુધી પહોંચ્યો. 24 દેવે તેમનું રૂદન અને ઊહંકાર સાંભળ્યો અને ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું તેમને સ્મરણ થયું. 25 અને દેવે ઇસ્રાએલીઓની સ્થિતી જોઈ અને તેમને ખબર હતી કે તે વહેલા તેઓની મદદ કરવાના છે.

3:1 હવે મૂસા પોતાના સસરાના એટલે મિધાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં ચરાવતો અને સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને રણની પશ્ચિમ દિશામાં દેવના પર્વત હોરેબ પર દોરી ગયો. 2 ત્યાં યહોવાના દૂતે ઝાડવાંમાંથી નીકળતા ભડકારૂપે તેને દર્શન દીઘાં. તેણે જોયું તો ઝાડી સળગતી હતી, પણ બળીને ભસ્મ થતી નહોંતી. 3 તેથી મૂસાને વિચાર આવ્યો, “હું નજીક જઈને આ ચમત્કાર જોઉં. આ ઝાડી શા માંટે બળી જતી નથી?” 4 યહોવાએ જોયું કે મૂસા ઝાડીને જોવા આવી રહ્યો છે, તેથી દેવે ઝાડીમાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!”અને મૂસાએ જવાબ આપ્યો, “હા, હું અહીં છું.” 5 ત્યારે યહોવાએ કહ્યું, “નજીક આવીશ નહિ, પગરખાં ઉતારી નાખ, કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે. 6 હું તારા પિતૃઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબનો દેવ છું.”અને મૂસાએ પોતાનું મુખ છુપાવી દીઘું. કારણ કે દેવ તરફ જોતાં તેને ડર લાગતો હતો. 7 પછી યહોવાએ કહ્યું, “મેં મિસરમાં માંરા લોકોને દુઃખ સહન કરતાં જોયા છે. તે તેમના મુકાદમો તેમને પીડા કરે છે ત્યારે તેમના રૂદન મેં સાંભળ્યાં છે, તેમની હાડમાંરીની મને ખબર છે. 8 હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને એ દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે. 9 મેં ઇસ્રાએલના લોકોનું રૂદન સાંભળ્યું છે, અને મિસરીઓ તેમના ઉપર જે ત્રાસ અત્યાચાર કરે છે તે મેં નજરે નિહાળ્યા છે. 10 ચાલ, એટલા માંટે હું તને ફારુન પાસે મોકલું છું. જાઓ, તમે ઇસ્રાએલના માંરા લોકોને મિસરમાંથી બહાર લઈ આવો.” 11 પરંતુ મૂસાએ દેવને કહ્યું, “હું કોણ કે ફારુન પાસે જનારો અને ઇસ્રાએલના લોકોને મિસરની બહાર લાવનારો?” 12 પણ દેવે કહ્યું, “હું ચોક્કસ તારી સાથે હોઈશ, અને મેં તને મોકલ્યો છે એની એંધાણી તારા માંટે એ હશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર કાઢી લાવીશ પછી તમે સૌ આ પર્વત પર માંરી ઉપાસના કરશો. 13 મૂસાએ દેવને કહ્યું, “હું ઇસ્રાએલના લોકો પાસે જાઉં અને કહું કે, ‘તમાંરા પિતૃઓના દેવે મને તમાંરી પાસે મોકલ્યો છે.’ અને તેઓ મને પૂછે કે, ‘તેનું નામ શું છે?’ તો માંરે તેમને શો જવાબ આપવો?” 14 ત્યારે દેવે મૂસાને કહ્યું, “એમને કહો, ‘હું એ જ છું જે ‘હું છું.’ જ્યારે તમે ઇસ્રાએલના લોકો પાસે જાઓ ત્યારે તેમને કહો, ‘હું એ છું’ જેણે મને તમાંરી પાસે મોકલ્યો છે; 15 દેવે મૂસાને એ પણ કહ્યું, “તમે લોકોને જે કહેશો તે એ કે, ‘તમાંરા પિતૃઓના દેવ યહોવાઓ, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે મને તમાંરી પાસે મોકલ્યો છે. માંરું નામ સદાને માંટે યહોવા રહેશે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ ઓળખશે.”‘ 16 યહોવાએ એ પણ કહ્યું, “જાઓ, અને ઇસ્રાએલના વડીલોને (આગેવાનોને) ભેગા કરો અને તેમને કહો કે, ‘તમાંરા પિતૃઓના દેવે, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે, મને દર્શન આપ્યા અને કહ્યું કે આ સંદેશો તમને આપું, “હું તમાંરી પર નજર રાખી રહ્યો છું. મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી છે તે મેં નજરે જોઈ છે; 17 અને મેં નિર્ણય કર્યો છે કે હું તમને દુર્દશામાંથી મુક્ત કરાવી કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જઈશ, જ્યાં દૂધ અને મધની રેલછેલ છે.’ 18 “વડીલો તમાંરી વાણી સાંભળશે, પછી તમે અને ઇસ્રાએલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે, ‘હિબ્રૂ લોકોના દેવ યહોવા છે. અમાંરા દેવ અમાંરા લોકો પાસે આવ્યા હતા, તેમણે અમને ત્રણ દિવસ રણમાં પ્રવાસ કરવા માંટે કહ્યું હતું. અમને રજા આપો તો અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ અર્પણ કરી શકીએ.” 19 “પરંતુ મને ખબર છે કે મિસરનો રાજા તમને જવા નહિ દે. હા, માંત્ર મહાન શક્તિ જ તેને વિવશ કરશે અને તમને જવા દેશે. 20 આથી હું માંરું બળ બતાવીશ, અને ત્યાં વિવિધ પ્રકારનાં પરાક્રમો કરીને મિસરને ખોખરું કરીશ, ત્યાર પછી તે તમને જવા દેશે. 21 ઇસ્રાએલી લોકો પર મિસરના લોકોને દયા થાય તેમ હું કરીશ, પરિણામે જ્યારે તમે નીકળશો, ત્યારે ખાલી હાથે નહિ નીકળો. 22 “પણ દરેક સ્ત્રી તેની મિસરી પડોશણ પાસેથી અને તેના ઘરમાં રહેનારી મિસરી સ્ત્રી પાસેથી સોનારૂપાનાં દાગીનાં અને સુંદર કિમતી વસ્ત્રો માંગી લેશે, અને તે તમે તમાંરાં પુત્રપુત્રીઓને પહેરવા આપશો; આમ તમે મિસરીઓનું ધન લૂંટી શકશો.”

4:1 ત્યારે મૂસાએ દેવને કહ્યું, “જ્યારે હું ઇસ્રાએલના લોકોને કહીશ કે તમે મને મોકલ્યો છે, ત્યારે એ લોકો માંરા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે, “યહોવા તને પ્રત્યક્ષ નથી થયા.” 2 પરંતુ દેવે મૂસાને કહ્યું, “તેં તારા હાથમાં શું રાખ્યું છે?”મૂસાએ જવાબ આપ્યો, “લાકડી, એ તો માંરા ફરવા માંટેની છે.” 3 ત્યારે દેવે કહ્યું, “તારી લાકડીને જમીન પર ફેંકી દે.”એટલે મૂસાએ તેની લાકડી જમીન પર ફેંકી દીઘી, ને તે સાપ બની ગઈ. અને તે તેનાથી ડરી ગયો ને ભાગવા લાગ્યો. 4 પરંતુ યહોવાએ મૂસાને કહ્યું, “આગળ જા, અને સાપની પૂંછડી પકડી લે.”જ્યારે મૂસાએ તેમ કર્યુ તો, હાથમાં સાપ ફરી પાછી લાકડી બની ગઈ. 5 તેથી દેવે કહ્યું, “તારી લાકડીનો આ પ્રમાંણે ઉપયોગ કર, એટલે લોકોને વિશ્વાસ બેસશે કે તેઓના પિતૃઓના દેવ યહોવાએ એટલે ઈબ્રાહિમ, ઈસહાક, અને યાકૂબના દેવે તને દર્શન દીઘાં હતાં.” 6 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હું તને બીજો એક પુરાવે આપુ છું. તારો હાથ ડગલાની અંદર છાતી પર મૂક.”તેણે હાથ અંદર મૂક્યો; અને જ્યારે પાછો કાઢયો ત્યારે, હાથે કોઢ થયેલો હતો, અને હાથ બરફ જેવો સફેદ થઈ ગયો હતો. 7 પછી દેવે કહ્યું, “તારો હાથ પાછો ડગલાની અંદર છાતી પર મૂક.” એટલે તેણે ફરી હાથ ડગલાની અંદર મૂક્યો, અને જ્યારે તેણે તે બહાર કાઢયો ત્યારે, જુએ છે તો ફરી તેના બાકીના શરીર જેવો જ સાજો થઈ ગયો હતો. 8 પછી દેવે કહ્યું, “જો લોકો તારા વિસ્મય લાકડીની નિશાની પછી પણ તારો વિશ્વાસ ના કરે, તો આ બીજા પરચાથી તેમને વિશ્વાસ બેસશે. 9 અને જો આ બે નિશાની પરચાઓ બતાવ્યા પછી પણ જો તેમને વિશ્વાસ ના બેસે અને તેઓ તારી વાત ના સાંભળે, તો તારે નાઈલ નદીમાંથી થોડું પાણી લઈને જમીન પર રેડવું જેથી તે લોહી થઈ જશે.” 10 પરંતુ મૂસાએ યહોવાને કહ્યું, “હે યહોવા, હું સાચું કહું છું કે, હું કંઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાને યોગ્ય નથી. અને હવે તમાંરી સાથે વાતચીત કર્યા પછી પણ, હું કુશળ વક્તા નથી. તમને ખબર છે કે બોલવામાં હું મંદ છું અને ઉત્તમ શબ્દોનો પ્રયોગ કરી શક્તો નથી. 11 ત્યારે યહોવાઓ તેને કહ્યું, “માંણસને મોઢું કોણે આપ્યું છે? અને તેને મૂંગો કે બહેરો કોણ બનાવે છે? અને માંણસને નજરે દેખતો કે આંધળો કોણ બનાવે છે? એ હું છું યહોવા, જે આ વધું જ કરી શકું છું. હું યહોવા છું. 12 માંટે હવે જા, જ્યારે તું બોલીશ ત્યારે હું તારી સાથે રહીશ. હું તને બોલવા માંટે શબ્દો આપીશ.” 13 છતાં મૂસાએ કહ્યું, “હે માંરા યહોવા, કૃપા કરીને ગમે તે બીજા કોઈને મોકલો, મને નહિ.” 14 યહોવા મૂસા પર ગુસ્સે થયા, અને કહ્યું, “હું તને મદદ કરવા માંટે એક માંણસ મોકલીશ. હું તારા ભાઈ હારુનનો ઉપયોગ કરીશ. તે કુશળ વક્તા છે અને જો, તે તને મળવા આવી રહ્યો છે, તને જોઈને તેનું હૃદય આનંદ પામશે. 15 તે તમાંરી સાથે ફારુનને ધેર આવશે. તારે શું કહેવાનું છે તે હું તને કહીશ, તે તું તેને કહેજે. હું તમને બંનને તમાંરે શું કરવાનું છે તેનો આદેશ આપીશ. 16 હારુન જ તમાંરા માંટે લોકો સાથે વાત કરશે. તું તેમના માંટે મહાન તરીકે રહીશ અને તે તારો અધિકૃત વક્તા હશે. તે તારું મોઢું અને તું તેનો દેવ. 17 એટલા માંટે જા, અને તારી લાકડી સાથે લઈ જા. એના વડે તારે પેલા લોકોને ચમત્કારો કરી બતાવવાના છે.”મૂસાનું મિસર પાછું ફરવું 18 પછી મૂસાએ પોતાના સસરા યિથ્રો પાસે પાછા જઈને કહ્યું, “કૃપા કરીને મને જરા માંરા લોકો પાસે મિસર પાછો જવા દો. હું એ જોવા માંગું છું કે તેઓ હજી જીવે છે કે નહિ!”યિથ્રોએ તેને કહ્યું, “સુખશાંતિથી જા.” 19 તે સમયે મૂસા મિધાનમાં હતો. દેવે તેને કહ્યું, “આ સમયે તારા માંટે મિસર જવું સુરક્ષિત છે. જે વ્યક્તિઓ તને માંરવા ઈચ્છતા હતા તે બધા મરી ગયા છે.” 20 આથી મૂસા પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર ચઢાવી પાછો મિસર જવા નીકળ્યો. મૂસાએ પેલી લાકડીને પોતાની સાથે રાખી, જેમાં દેવની શક્તિ હતી. 21 જે સમયે મૂસા મિસર પાછો જઈ રહ્યો હતો, તે વખતે દેવે તેને કહ્યું, “જ્યારે તું ફારુન સાથે વાત કરે ત્યારે મેં તને જે જે ચમત્કાર બતાવવાની શક્તિ આપી છે તે બધા ફારુન આગળ કરી બતાવજે. પણ હું તેને હઠાગ્રહી બનાવી દઈશ એટલે તે તારા લોકોને જવા દેશે નહિ. 22 ત્યારે તું ફારુનને કહેજે: 23 યહોવા કહે છે કે, ‘ઇસ્રાએલ માંરો પહેલો ખોળાનો પુત્ર છે. અને મેં તને કહ્યું છે કે, માંરા પુત્રને માંરી ઉપાસના કરવા જવા દે. જો તું એને જવા દેવાની ના પાડશે, તો હું તારા પહેલા ખોળાના પુત્રની હત્યા કરીશ.” 24 મૂસા પોતાની મિશરની યાત્રા કરી રહ્યો હતો. મુસાફરોને વિરામ કરવા બનાવેલા એક સ્થાને તે સૂવા માંટે રોકાયો. યહોવા તે મુકામે તેને મળ્યા. અને તેને માંરી નાખવા માંટે પ્રયત્ન કર્યો. 25 પણ સિપ્પોરાહે એક ચકમકનો ધારદાર પથ્થર લઈ પોતાના પુત્રની સુન્નત કરી અને તે ચામડી મૂસાના પગે અડાડીને તે બોલી: “ખરેખર તમે તો માંરા લોહીથી વરેલા વરરાજા છો!” 26 સિપ્પોરાહે આ એટલા માંટે કહ્યું, કારણ કે તેને તેના પોતાના પુત્રની સુન્નત કરવી પડી હતી. એટલા માંટે દેવે મૂસાને માંફી આપી અને તેની હત્યા કરી નહિ. 27 યહોવાએ હારુન સાથે વાત કરી હતી. યહોવાએ તેને કહ્યું હતું, “રણમાં જા અને મૂસાને મળ.” એટલા માંટે હારુન દેવના પર્વત પર જઈને તેને મળ્યો અને ભેટી પડ્યો. 28 મૂસાએ પોતાને યહોવાએ જે જે કહીને મોકલ્યો હતો તે, અને તેને જે જે ચમત્કારો બતાવવાનું કહ્યું હતુ તે બધું કહી સંભળાવ્યું. 29 ત્યારબાદ મૂસા અને હારુન ગયા અને ઇસ્રાએલના લોકોના બધા વડીલોને એકત્રીત કર્યા. 30 પછી હારુને લોકોને યહોવાએ જે જે કહ્યું હતું, તે બધુંજ કહી સંભાળાવ્યું. તથા મૂસાએ લોકો સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા. 31 લોકોને વિશ્વાસ બેઠો કે દેવે જ મૂસાને મોકલ્યો છે. તેઓએ મસ્તક નમાંવી તેને પ્રણામ કર્યા અને દેવની સેવા કરી, કારણ કે તેઓને ખબર હતી કે, દેવ ઇસ્રાએલના લોકોની મદદ કરવા આવ્યા હતા. અને તેમણે દેવની ઉપાસના કરી કારણ કે તેઓ જાણતા હતા કે યહોવાએ તેમના દુઃખો જોયાં હતા.

5:1 લોકોની સાથે વાત કર્યા પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. તેઓએ કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવા કહે છે, ‘માંરા લોકોને માંરા માંનમાં ઉત્સવ ઊજવવા રણમાં જવા દે.”‘ 2 પરંતુ ફારુને કહ્યું, “યહોવા વળી કોણ છે? હું શા માંટે તેના આદેશ માંનું? શા માંટે હું ઇસ્રાએલીઓને જવા દઉં? તમે જેને યહોવા કહો છો, તેને હું ઓળખતો નથી, તેથી હું ઇસ્રાએલીઓને જવા દેવાની ના પાડું છું.” 3 ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, “હિબ્રૂઓના દેવે અમને લોકોને દર્શન આપ્યાં છે, એટલા માંટે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને રણમાં ત્રણ દિવસ પ્રવાસ કરવા દો. ત્યાં અમે અમાંરા દેવ યહોવાને એક યજ્ઞ અર્પણ કરીશું, જો અમે એ પ્રમાંણે નહિ કરીએ તો તેમનો ક્રોધ ભભૂકી ઊઠશે અને અમાંરો નાશ કરશે. તે અમને મરકી કે તરવારનો ભોગ બનાવશે.” 4 પરંતુ ફારુને તેમને કહ્યું, “હે મૂસા અને હારુન, તમે લોકોને હેરાન શા માંટે કરો છો? તમે તે લોકોના કામમાં આડા આવો છો, તેમને તેમનું કામ કરવા દો. તમાંરે બન્નેએ પણ તમાંરું કામ શરુ કરવું જોઈએ. 5 જુઓ, હમણા અહીં ઘણા મજૂરો છે અને તમે તે લોકોને કામમાંથી આરામ આપવા ઈચ્છો છો?”ફારુને લોકોને સજા કરી 6 બરાબર તે જ દિવસે ફારુને ઇસ્રાએલના લોકો પાસે સખત કામ લેવાનો આદેશ મુકાદમોને આપ્યો. અને ઇસ્રાએલના મુખીઓને હુકમ કર્યો કે, 7 “હવે તમાંરે એ લોકોને ઈંટો બનાવવા માંટે પરાળ આપવું નહિ; એ લોકોને જાતે જઈને પરાળ ભેગું કરવા દો. 8 પરંતુ ધ્યાન રાખજો, અત્યાર સુધી એ લોકો જેટલી ઈંટો બનાવતા આવ્યા હતા તેટલી જ ઈંટો એમની પાસે બનાવડાવજો, એમાં ઘટાડો થવો જોઈએ નહિ, કારણ કે, હવે તે લોકો આળસુ થઈ ગયા છે. તેથી બૂમો પાડે છે કે, અમને અમાંરા દેવના યજ્ઞો કરવા અમને જવા દો. 9 એટલા માંટે તે લોકો પાસે વધારે સખત કામ લો. એમને કામમાં રોકી રાખો. પછી એમની પાસે મૂસાની જૂઠી વાતો સાંભળવાનો સમય જ નહિ રહે.” 10 તેથી એ લોકોના મુકાદમોએ અને મુખીઓએ લોકોની પાસે જઈને કહ્યું, “ફારુને નિર્ણય કર્યો છે કે, તે તમને લોકોને ઈંટો બનાવવા માંટે પરાળ નહિ આપે. 11 તમાંરે જાતે જ તમાંરા માંટે પરાળ ભેગું કરવા જવું પડશે. તેથી જાઓ, પરાળ ભેગું કરો. પરંતુ તમે લોકો પહેલા જેટલી ઈંટો બનાવતા હતા તેમાં સહેજ પણ ઘટાડો કરવામાં નહિ આવે.” 12 આથી પ્રત્યેક વ્યક્તિ આખા મિસર દેશમાં પરાળ બનાવવા માંટે ખૂંપરા વીણવા ફેલાઈ ગયા. 13 મુકાદમો સખત કામ કરવા માંટે તાકીદ કરતા જ રહ્યા. “પહેલાં પરાળ મળતું હતું, ને રોજ જેટલું કામ કરતા હતા તેટલું જ તમાંરે પૂરું કરવું પડશે. 14 ફારુનના મુખીઓએ ઇસ્રાએલીઓ ઉપર જે મુકાદમો દેખરેખ રાખવા નિયુક્ત કર્યા હતા તેમને ખૂબ માંર માંરીને પૂછવામાં આવતું કે, ઈટો અત્યાર સુધી જેટલી બનાવતા હતા તેટલી આજકાલ અગાઉની જેમ કેમ પૂરી કરતા નથી?” 15 એટલે ઇસ્રાએલીઓના મુખીઓ ફારુનની સમક્ષ આવીને પોકાર કરવા લાગ્યા, “તમે તમાંરા સેવકો સાથે આવો વર્તાવ કેમ રાખો છો? 16 તમાંરા સેવકોને પરાળ આપવામાં આવતું નથી તેમ છતાં અમને એમ કહેવામાં આવે છે કે ઈંટો પાડો; જરા જુઓ તો ખરા, તમાંરા સેવકોને કેવો માંર માંરવામાં આવે છે! ખરેખર, વાંક તો તમાંરા માંણસોનો છે.” 17 એટલે ફારુને કહ્યું, “તમે બધા તો આળસુ લોકો છો, તેથી કહો છો કે અમને યહોવાના યજ્ઞો કરવા જવા દો. 18 “માંટે હવે જાઓ, કામે લાગી જાઓ, તમને પરાળ આપવામાં નહિ આવે; અને નક્કી કરેલી ઈંટો તો તમાંરી વરઘી પ્રમાંણે પૂરી કરવી જ પડશે.” 19 હિબ્રૂ મુકાદમોને જાણમાં આવ્યું કે તેઓ તકલીફમાં છે. તેમને ખબર હતી કે તેઓ માંણસો પાસેથી પહેલા જેટલી ઈંટો તૈયાર નથી કરાવી શકતા. 20 અને પછી ફારુનની પાસેથી તેઓ નીકળ્યા ત્યારે મૂસા અને હારુન તેઓને રસ્તામાં મળ્યા. તેઓ તેમની રાહ જોતા ઊભા હતા. 21 તેઓએ મૂસા અને હારુનને કહ્યું, “તમે શું કર્યુ છે એ યહોવા જુએ અને તમને સજા કરે. કારણ તમે અમને ફારુન અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને અમાંરી હત્યા કરવા માંટે તેઓને એક બહાનું આપી દીધું છે.” 22 ત્યારે મૂસાએ યહોવાને પ્રાર્થના કરી અને કહ્યું, “હે યહોવા, તમે આ લોકોના આવા ભૂંડા હાલ શા માંટે કર્યા? વળી તમે મને જ શા માંટે મોકલ્યો? 23 કારણ કે હું તમાંરા નામે ફારુન સાથે વાત કરવા આવ્યો ત્યારથી તેણે આ લોકોનું ભૂંડુ કરવા માંડયુ છે, અને તમે તમાંરા લોકોને બચાવવાં માંટે કશું જ કર્યુ નથી.”

6:1 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હવે તું જોઈશ કે હું ફારુનની શી હાલત કરું છું. હું માંરી મહાન શક્તિનો ઉપયોગ તેના વિરોધમાં કરીશ. અને હું તેને માંરા લોકોને બહાર જવા દેવાની ફરજ પાડીશ. અને તે બળવાન હાથથી એ લોકોને તેના દેશમાંથી હાંકી કાઢશે.” 2 અને દેવે મૂસાને કહ્યું, 3 “એ હું યહોવા છું જે ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ સમક્ષ પ્રગટ થયો હતો; તેમણે મને એલ શદાય (સર્વસમર્થ દેવ) કહ્યો. પરંતુ મેં માંરું યહોવા નામ તેમને જણાવ્યું નહોતું. 4 મેં તેમની સાથે કરાર કર્યો, તેઓ જે દેશમાં જઈને વસ્યા હતા તે કનાન દેશનું મેં તેમને વચન આપ્યું હતું. તેઓ ત્યા રહેતા હતા, પણ તે તેમનો પોતાનો પ્રદેશ ન હતો. 5 મેં ઇસ્રાએલના લોકોનાં ઊહંકાર સાંભળ્યા છે. હું જાણું છું કે તેઓ મિસરના ચાકરો છે અને મેં માંરો કરાર સંભાર્યો છે. 6 એટલા માંટે ઇસ્રાએલના લોકોને કહો કે, ‘હું તેમને કહું છું, હું યહોવા છું. હું તમાંરા લોકોનું રક્ષણ કરીશ. હું તમને લોકોને મિસરીઓની મજૂરીમાંથી છોડાવીશ અને ગુલામીમાંથી મુક્ત કરીશ. હું માંરી મહાન શક્તિનો ઉપયોગ કરીને મિસરીઓને ભયંકર શિક્ષા કરીશ પછી હું તમાંરો ઉધ્ધાર કરીશ. 7 “તમે બધા લોકો માંરા થશો, ને હું તમાંરા બધાનો દેવ થઈશ. હું યહોવા તમાંરા લોકોનો દેવ છું એની તમને ત્યારે ખબર પડશે જ્યારે હું તમને મજૂરીમાંથી મુક્તિ અપાવીશ. 8 હું યહોવા છું, મેં ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે દેશ આપવાનું પ્રતિજ્ઞાપૂર્વક વચન આપ્યું હતું, તે દેશમાં હું તમને લઈ જઈશ અને તમને તેના વારસદાર બનાવીશ.”‘ 9 એટલા માંટે મૂસાએ એ વાત ઇસ્રાએલના લોકોને કહી. પણ તે વખતે તે લોકો આકરી ગુલામીથી એવા હતાશ થઈ ગયા હતા કે તેમણે તેની વાત સાંભળી નહિ. 10 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, 11 “જાઓ, અને મિસરના રાજા ફારુનને કહો કે, તે ઇસ્રાએલના લોકોને આ દેશમાંથી જરૂર બહાર જવા દે.” 12 પરંતુ મૂસાએ યહોવાને કહ્યું, “ઇસ્રાએલના લોકો માંરી વાત સાંભળવા પણ નથી માંગતા, તો પછી ફારુન શી રીતે સાંભળશે? મને તો સારી રીતે બોલતાં પણ નથી આવડતું.” 13 પરંતુ યહોવાએ મૂસા અને હારુન સાથે વાતચીત કરી. દેવે તેમને આજ્ઞા કરી કે, તમાંરે મિસરના રાજા ફારુન પાસે જવું અને ઇસ્રાએલીઓને મિસર બહાર લઈ આવવા. 14 ઇસ્રાએલના પરિવારોના આગેવાનોનાં નામ આ પ્રમાંણે છે; ઇસ્રાએલના સૌથી મોટા પુત્ર રૂબેનને ચાર પુત્રો હતા. તેઓ હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી હતા; 15 શિમયોનના પુત્રો; યમુએલ, યારીન, ઓહાદ, યાખીન, સોહારને શાઉલ, જે એક કનાની સ્ત્રીને પેટે અવતર્યા હતા. 16 લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી હતા. તેઓ એમને નામે ઓળખાતાં પરિવારોના પૂર્વપુરુષો હતા. લેવીનું આયુષ્ય 137 વર્ષનું હતું. 17 ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ. 18 કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ, કહાથનું આયુષ્ય 133 વર્ષનું હતું. 19 મરારીના પુત્રો: માંહલી અને મૂશી હતા. આ બધા પરિવાર ઇસ્રાએલના પુત્ર લેવીના હતા. 20 આમ્રામ પોતાની ફોઈ યોખેબેદ સાથે પરણ્યો, અને તેને હારુન અને મૂસાના જન્મ થયા. આમ્રામનું આયુષ્ય 137 વર્ષનું હતું. 21 યિસ્હારના પુત્રો: કોરાલ, નેફેગ અને ઝિખ્રી. 22 ઉઝઝીએલના પુત્રો: મીશાએલ, એલ્સાફાન અને સિથ્રી. 23 હારુનના વિવાહ આમ્મીનાદાબની પુત્રી અને નાહશોનની બહેન અલીશેબા સાથે થયા. અને અલીશેબાને નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઈથામાંર અવતર્યા. 24 કોરાહના પુત્રો: આસ્સીર, એલ્કાનાહ અને અબિઆસાફ. આ પરિવારો કોરાહીઓનાં પિતૃઓ છે. 25 હારુનના પુત્ર એલઆઝારે પૂટીએલની પુત્રી સાથે લગ્ન કર્યા અને તેણે ફીનહાસને જન્મ આપ્યો. આ બધાજ પૂર્વપુરુષો લેવી વંશના પરિવારના હતા. 26 આ રીતે હારુન અને મૂસા આ કૂળ-સમૂહના હતા અને તે એ જ વ્યક્તિઓ છે જેની સાથે દેવે વાત કરી હતી. અને કહ્યું હતું કે, “ઇસ્રાએલીઓને ટૂકડી પ્રમાંણે મિસરમાંથી બહાર કાઢો.” 27 હારુન અને મૂસાએ જ મિસરના રાજા ફારુન સાથે વાત કરી. તેમણે ફારુનને કહ્યું કે, “તે ઇસ્રાએલના લોકોને મિસરની બહાર લઈ જવા દે.” 28 મિસર દેશના દેવે મૂસા સાથે વાત કરી. 29 તેમણે કહ્યું, “હું યહોવા છું, હું તને કહું છું, તે બધું જ મિસરના રાજા ફારુનને કહેજે.” 30 અને મૂસાએ કહ્યું, “હું સ્પષ્ટ રીતે બોલતો નથી તો પછી ફારુન માંરી વાત શી રીતે સાંભળશે?”‘

7:1 યહોવાએ મૂસાને કહ્યું, “હું તારી સાથે રહીશ. હું તારો દેખાવ એવો કરીશ કે તું ફારુનની સામે એક મહાન રાજા લાગીશ અને તારો ભાઈ હારુન તારો પ્રવકતા બનશે. 2 હું તને જે આદેશ આપુ તે બધા તારે હારુનને કહેવા, હું જે કહું તે રાજા ફારુનને કહેશે, પછી ફારુન ઇસ્રાએલી લોકોને આ નગર છોડવા દેશે. 3 પણ હું ફારુનને હઠાગ્રહી બનાવી દઈશ, જેથી તું જે કંઈ કહીશ તેને તે માંનશે નહિ. એથી હું કોણ છું તે સાબિત કરવા હું મિસર દેશમાં અનેક ચમત્કારો કરીશ. પરંતુ તે છતાં પણ તે સાંભળશે નહિ. 4 એટલા માંટે હું મિસર દેશ પર માંરો હાથ ઉગામીશ અને તેને કારમી સજા કરીને માંરાં સૈન્યોને, માંરી ઇસ્રાએલી પ્રજાને, મિસરની બહાર કાઢી લાવીશ. 5 ત્યારે મિસરના લોકોને ખબર પડશે કે હું યહોવા છું, હું તેમની વિરુદ્ધ થઈ જઈશ અને તેઓ જાણશે કે હું યહોવા છું, જ્યારે હું માંરા લોકોને તેમના દેશમાંથી બહાર લઈ જઈશ.” 6 મૂસાએ અને હારુને યહોવાએ જે આજ્ઞા કરી હતી તેનું પાલન કર્યુ. 7 તે સમયે જ્યારે તેમણે ફારુન સાથે વાત કરી ત્યારે મૂસાની ઉમર 80 વર્ષની અને હારુનની ઉમર 83 વર્ષની હતી. 8 યહોવાએ મૂસા અને હારુનને કહ્યું, 9 “જ્યારે ફારુન તમને એમ કહે કે, તમાંરી શક્તિ સાબિત કરવા માંટે, ‘કોઈ ચમત્કાર બતાવો.’ ત્યારે તારે હારુનને કહેવું કે, ‘તારી લાકડી લઈને ફારુનની આગળ જમીન પર નાખી દે એટલે એ સાપ બની જશે.” 10 એટલા માંટે મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા, અને યહોવાની આજ્ઞા પ્રમાંણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ જમીન પર પોતાની લાકડી નાખી દીધી અને તે સાપ બની ગઈ. 11 ત્યારે ફારુને જ્ઞાની પંડિતોને અને જાદુગરોને બોલાવ્યા. મિસરના જાદુગરોએ પણ તેમની મેલી વિધા વડે હારુનના જેવો ચમત્કાર કરી બતાવ્યો. 12 તેઓએ તેમની લાકડીઓ જમીન પર ફેંકી અને તે સાપ બની ગઈ. પણ હારુનની લાકડી તેમની લાકડીઓને ગળી ગઈ. 13 ફારુને તેમ છતાં હઠાગ્રહ છોડયો નહિ અને લોકોને જવાની ના પાડી. અને યહોવાએ કહ્યું હતું તેમ, મૂસા અને હારુનની વાત સાંભળી નહિ. 14 પછી યહોવાએ હારુન અને મૂસાને કહ્યું, “ફારુને હઠ પકડી છે, એ માંરી પ્રજાને જવા દેવાની ના પાડે છે. 15 ફારુન સવારે નદી કિનારે આવશે. તમે નાઈલ નદીના કિનારે-કિનારે જાઓ. અને જે લાકડી સાપ થઈ ગઈ હતી, તે સાથે લઈને નદીકાંઠે તમે તેની રાહ જોતા ઊભા રહેજો. અને તેને કહેજો કે, 16 હિબ્રૂ લોકોના દેવ યહોવાએ મને તમાંરી પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે, માંરા લોકોને માંરી ઉપાસના કરવા માંટે રણમાં જવા દે: જો અત્યાર સુધી તેં યહોવાની વાત કાને ધરી નથી.’ 17 હવે, યહોવા કહે છે કે, ‘હું યહોવા છું એની તમને આના પરથી ખબર પડી જશે. જો હું નાઈલ નદીના પાણી પર માંરા હાથમાંની લાકડી પછાડીશ એટલે તે લોહી થઈ જશે; 18 ત્યારે નાઈલ નદીની માંછલીઓ મરી જશે. અને નદીમાંથી દુર્ગંધ આવશે અને મિસરવાસીઓને માંટે એનું પાણી પીવાલાયક પણ રહેશે નહિ.”‘ 19 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું હારુનને એમ કહે કે, તારી લાકડી લઈને મિસરનાં તમાંમ જળાશયો પર, નદીઓ ઉપર, નહેરો અને તળાવો ઉપર તારો હાથ ફેલાવ એટલે તે બધું જ પાણી લોહી બની જાય. અને સમગ્ર મિસર દેશમાં લાકડાના અને પથ્થરનાં બધાં વાસણોમાં પણ પાણીનું લોહી થઈ જશે.” 20 એટલા માંટે મૂસા અને હારુને યહોવાની જેવી આજ્ઞા હતી તે પ્રમાંણે કર્યું. હારુને ફારુન અને તેના અમલદારોના દેખતા લાકડી ઉપાડીને નાઈલના પાણી પર પ્રહાર કર્યો. અને બધું જ પાણી લોહી થઈ ગયું. 21 નદીમાં બધી માંછલીઓ મરી ગઈ અને નદીમાંથી દુર્ગંધ આવવા લાગી. અને મિસરના લોકો માંટે નદીનું પાણી પીવા માંટે નકામું થઈ ગયું. સમગ્ર મિસરમાં લોહી થઈ ગયું. 22 મિસરના જાદુગરોએ પણ પોતાની મેલીવિદ્યાથી તે પ્રમાંણે કર્યું, તેથી ફારુને મૂસા અને હારુનની વાત કાને ન ધરી. યહોવાએ જેવું કહ્યું હતું બરાબર એ જ પ્રમાંણે થયું. 23 આ બાબતને ધ્યાનમાં લીધા વિનાજ ફારુન પોતાના મહેલમાં પાછો ફરી ગયો. મૂસા અને હારુને જે કાંઈ કર્યુ તેની તેણે ઉપેક્ષા કરી. 24 મિસરવાસીઓ નાઈલ નદીનું પાણી પી શકતા ન હતા તેથી તેમણે નદીની આજુબાજુ ચારેબાજુ કૂવાઓ ખોધ્યા અને વીરડા ગાળ્યા. 25 યહોવા દ્વારા નાઈલ નદી પર પ્રહાર કર્યાને પૂરા સાત દિવસ વીતી ગયા.

8:1 પછી યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન પાસે જઈને તેને કહો કે, યહોવા આમ કહે છે: ‘માંરા લોકોને માંરી સેવા કરવા જવા દે. 2 પણ જો ફારુન તેમને જવા દેવાની ના પાડશે તો, હું મિસર દેશમાં દેડકાંઓનો ઉપદ્રવ મચાવીશ. 3 નાઈલ નદી દેડકાંઓથી ભરાઈ જશે. તે નદીમાંથી નીકળીને તમાંરાં ઘરોમાં, તમાંરા શયનખંડમાં, તમાંરા પલંગ ઉપર, તમાંરા અમલદારોના તથા તમાંરી પ્રજાનાં ઘરોમાં, તેમના રસોડામાં અને તેમના પાણીના ઘડાઓમાં ચઢી આવશે. 4 દેડકાંઓ તમાંરા ઉપર, તમાંરી પ્રજા ઉપર અને તમાંરા અમલદારો પર ફેલાશે.”‘ 5 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાના હાથની લાકડીને નહેરો, નદીઓ અને સરોવરો ઉપર ફેલાવે, જેથી મિસર દેશ પર દેડકાંઓ ચઢી આવે.” 6 ત્યારે હારુને મિસર દેશમાં જયાં જ્યાં જળાશયો હતા તેના ઉપર હાથ ઉઠાવ્યો અને દેડકાંઓ પાણીમાંથી બહાર આવીને સમગ્ર મિસર દેશમાં છવાઈ ગયા. 7 મિસરના જાદુગરોએ પણ એવું જ કર્યું. તેઓ પણ મિસર દેશમાં દેડકાંઓ લઈ આવ્યા. 8 પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “યહોવાને તમે પ્રાર્થના કરો કે તે મને અને માંરી પ્રજાને દેડકાંઓના ઉપદ્રવથી છોડાવે, તો પછી હું તમાંરા લોકોને યહોવાને યજ્ઞો અર્પવા જવા દઈશ.” 9 મૂસાએ ફારુનને કહ્યું, “તમે કૃપા કરીને મને કહો કે માંરે તમાંરા માંટે, તમાંરા અમલદારો માંટે અને તમાંરી પ્રજા માંટે યહોવાને પ્રાર્થના ક્યારે કરવી અને દેડકાં તમાંરી પાસેથી અને તમાંરા ઘરોમાંથી હઠી જાય અને માંત્ર નદીમાં જ રહે એવું કરવું.” 10 ફારુને કહ્યું, “આવતી કાલે.”મૂસાએ કહ્યું, “તમે જેવું કહો છો તેવું જ થશે. જેથી તમને ખબર પડી જશે કે અમાંરા દેવ યહોવા સમાંન બીજું કોઈ નથી. 11 દેડકાં તમાંરી આગળથી અને તમાંરા ઘરોમાંથી અને તમાંરા અમલદારો તેમજ પ્રજા આગળથી ચાલ્યા જશે, અને માંત્ર નાઈલ નદીમાં જ રહેશે.” 12 પછી મૂસા અને હારુન ફારુન પાસેથી વિદાય થયા. પછી મૂસાએ ફારુન સાથે નક્કી થયા પ્રમાંણે દેડકાંઓ વિષે યહોવાને વિનંતી કરી. 13 અને યહોવાએ મૂસાના કહ્યાં પ્રમાંણે કર્યુ. ઘરોમાંના, ઘરના ચોકમાંનાં તથા ખેતરોમાંનાં દેડકાંઓ મરી ગયા. 14 તેથી મરેલાં દેડકાંઓના ઢગલા ભેગા થયા. પરિણામે તેમનાં ફોહવાઈ જવાને કારણે સમગ્ર દેશમાં દુર્ગંધ પ્રસરી ગઈ. 15 ફારુને જોયું કે, એ તો દેવનું કરેલું છે. અને દેશ દેડકાઓથી મુક્ત છે પણ તે પાછો હઠીલો થઈ ગયો. અને મૂસા અને હારુનની વાત સાંભળી નહિ. આ તો જેમ દેવે કહ્યું હતું તેમજ બન્યું. 16 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાની લાકડી ઉઠાવીને જમીન પરની ધૂળ પર માંરે. અને આખા મિસર દેશમાં સર્વત્ર ધૂળની જૂ થઈ જાય.” 17 તેમણે તે પ્રમાંણે કર્યુ; અને હારુને લાકડી લઈને પોતાનો હાથ ઊચો કરીને જમીનની ધૂળ પર પ્રહાર કર્યો, એટલે સર્વત્ર ધૂળની જૂ થઈ ગઈ. અને તે જૂઓ માંણસો અને ઢોરઢાંખર પર છવાઈ ગઈ. 18 મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ કર્યો અને એવું જ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જાદુગર ધૂળમાંથી જૂઓ બનાવી શકયા નહિ. અને મનુષ્યો તથા ઢોરઢાંખર પર જૂઓ છવાઈ ગઈ. 19 એટલા માંટે જાદુગરોએ ફારુનને કહ્યું કે, દેવની શક્તિથી જ આ બન્યું છે. પરંતુ ફારુને તેમને સાંભળ્યા નહિ અને હઠીલો જ રહ્યો. જેવું યહોવાએ કહ્યું હતું બરાબર એ જ પ્રમાંણે થયું.માંખીઓ 20 યહોવાએ મૂસાને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફારુન પાસે જા, ફારુન નદી કિનારે ફરવા નીકળે ત્યારે તેની રાહ જોઈને ત્યાં ઊભો રહેજે. અને તેને કહેજે કે, યહોવા એમ કહે છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દે. 21 જો તું માંરા લોકોને નહિ જવા દે તો તારા ઘરમાં, તારા ઉપર, તથા તારા અમલદારો ઉપર તથા તારી પ્રજા ઉપર, ઘરોમાં માંખીઓ મોકલીશ. અને મિસરના લોકોનાં ઘરો માંખીઓથી ભરાઈ જશે; અને માંખીઓ આખી જમીન પર પણ હશે. 22 પણ તે દિવસે હું ઇસ્રાએલના લોકો સાથે આવો વ્યવહાર કરીશ નહિ, અને ગોશેન પ્રાંતમાં જયાં માંરા લોકો વસે છે ત્યાં કોઈ માંખી હશે નહિ, એટલે તને ખબર પડશે કે હું યહોવા આ દેશમાં છું. 23 આમ હું માંરી પ્રજા અને તારી પ્રજા વચ્ચે જુદો વર્તાવ રાખીશ; તે માંરો પરચો અને એંધાણ હશે.”‘ 24 અને પછી યહોવાએ એ પ્રમાંણે કર્યું. તેમના કહ્યા પ્રમાંણે ફારુનના મહેલમાં, અને તેના અમલદારોના ઘરોમાં તથા આખા મિસર દેશમાં માંખીઓનાં મોટાં મોટાં ઝુંડ ધસી આવ્યાં અને સમગ્ર દેશ માંખીઓથી પાયમાંલ થઈ રહ્યો હતો. 25 એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા, ફારુને કહ્યું, “તમે લોકો તમાંરા દેવને આ દેશમાં યજ્ઞો અર્પો.” 26 પરંતુ મૂસાએ કહ્યું, “એ પ્રમાંણે કરવું એ યોગ્ય નથી, કારણ કે અમે અમાંરા દેવ યહોવાને પશુઓને યજ્ઞમાં અર્પીએ તેને મિસરના લોકો અપવિત્ર ગણે છે. એથી મિસરના લોકો જેને પવિત્ર ગણે છે તે પશુઓની આહુતિ આપીએ તો તેઓ અમને પથ્થરો માંરીને માંરી નહિ નાંખે? 27 અમને લોકોને ત્રણ દિવસ રણમાંથી પસાર થઈ જવા દો. અને અમાંરા દેવ યહોવાને યજ્ઞો અર્પવા દો. યહોવાએ અમને આમ કરવા કહેલ છે.” 28 એટલે ફારુને કહ્યું, “હું તમને લોકોને તમાંરા દેવ યહોવાને યજ્ઞો અર્પવા માંટે રણમાં જવા દઈશ, પરંતુ ફક્ત તમાંરે બહુ દૂર જવું નહિ અને માંરા માંટે પણ પ્રાર્થના કરવી.” 29 મૂસાએ કહ્યું, “સારું, હું અહીંથી તમાંરી પાસેથી જઈને તરત જ યહોવાને પ્રાર્થના કરીશ કે, તમે અને તમાંરા અમલદારો અને તમાંરી પ્રજા આવતી કાલે સવારે માંખીઓના ત્રાસથી મુક્ત થાઓ તેમ કરે. પણ તમાંરે અમને મૂર્ખ નથી બનાવવાના. યહોવાને યજ્ઞો અર્પવા અમને રણમાં જવા દો. અમને રોકશો નહિ.” 30 એટલે મૂસા ફારુન પાસેથી વિદાય થઈને યહોવા પાસે ગયો અને પ્રાર્થના કરી, 31 અને યહોવાએ મૂસાએ જે કહ્યું તે પ્રમાંણે કર્યુ. અને ફારુન, તેના અમલદારો અને તેની પ્રજા માંખીઓના ત્રાસથી મુક્ત થયા. એક પણ માંખી ક્યાંય જોવા મળી નહિ. 32 પરંતુ ફારુન ફરી પાછો હઠાગ્રહી થઈ ગયો અને ઇસ્રાએલના લોકોને જવા ન દીધા.

9:1 ત્યારે યહોવાઓ મૂસાને કહ્યું, “ફારુનની પાસે જા અને તેને કહે કે, હિબ્રૂઓના દેવ યહોવા એમ કહે છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા દે.’ 2 હજુ પણ જો તું ના પાડશે અને તેમને રોકી રાખશે તો ધ્યાનથી સાંભળ, 3 હું તારાં ખેતરનાં ઢોરોમાં, ઘોડાઓમાં અને ગધેડાંઓમાં, ઊટોમાં અને ગાયબળદોમાં અને ઘેટાંબકરાંઓમાં મોટો ભયંકર રોગચાળો ફેલાવીશ અને તને સજા કરીશ. 4 પરંતુ યહોવા ઇસ્રાએલીઓનાં ઢોર અને મિસરનાં ઢોર વચ્ચે જુદો વ્યવહાર કરશે. જેથી ઇસ્રાએલીઓની માંલિકીનું કોઈ પણ ઢોર મરશે નહિ. 5 અને યહોવાએ સમય નક્કી કરીને કહ્યું, “હું આવતી કાલે આ દેશમાં એનો અમલ કરીશ.”‘ 6 અને બીજે દિવસે સવારે મિસરમાં યહોવાએ એ પ્રમાંણે કર્યુ, મિસરવાસીઓનાં બધાં ઢોર મરી ગયાં પરંતુ ઇસ્રાએલીઓનું એક પણ ઢોર મર્યું નહિ. 7 ફારુને પોતાના માંણસોને તપાસ કરવા મોકલ્યા કે ઇસ્રાએલના લોકોનું એકે ઢોર મર્યુ છે કે નહિ. તેને જણાવવામાં આવ્યુ કે ઇસ્રાએલીઓનું કોઈ પણ ઢોર મર્યુ નથી. ફારુને હઠાગ્રહ ચાલુ રાખ્યો, તેણે લોકોને જવા દીધા નહિ. 8 યહોવાએ મૂસા અને હારુનને કહ્યું, “તમાંરા હાથમાં ભઠ્ઠીમાંથી મુઠ્ઠીઓ ભરીને રાખ લો, અને ફારુનના દેખતા મૂસાએ હવામાં ફેંકવી. 9 પછી એ ઝીણી રજની જેમ આખા મિસર દેશમાં ફેલાઈ જશે. અને તેનાથી સમગ્ર મિસરના માંણસો અને ઢોરોને ગૂમડાં થશે અને ત ફાટીને ધારાં બની જશે.” 10 એટલે મૂસા અને હારુને ભઠ્ઠીમાંથી રાખ લીધી. પછી ફારુનની આગળ ઊભા રહીને મૂસાએ આકાશ તરફ રાખ ફેંકી એટલે માંણસોને અને ઢોરોને ગૂમડાં થયાં, અને તે ફાટીને ધારાં પડી ગયાં. 11 મિસરના જાદુગરો મૂસાને આવું કરતા રોકી શક્યા નહિ, કારણ કે જાદુગરોને તથા બધાજ મિસરના લોકોને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં. 12 પરંતુ યહોવાએ ફારુનને હઠે ચડાવ્યો, અને કહ્યું હતું તે પ્રમાંણે ફારુને મૂસાની અને હારુનની વાત સાંભળી નહિ. 13 પછી યહોવાએ મૂસાને કહ્યું, “સવારમાં વહેલા ઊઠીને ફારુન પાસે ઊભો રહીને તેને કહેજે કે, ‘હિબ્રૂઓના દેવ યહોવા એમ કહે છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દે. 14 જો તું આમ નહિ કરે તો હું માંરી બધી શક્તિ તારા ઉપર, તારા અમલદારો ઉપર અને તારા લોકો ઉપર વાપરીશ. ત્યારે તને ખબર પડશે કે જગતમાં માંરા જેવો બીજો કોઈ દેવ નથી. 15 કારણ કે અત્યાર સુધીમાં મેં કયારની, તારા ઉપર અને તારી પ્રજા ઉપર રોગચાળો મોકલી, તને સજા કરી હોત તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ ગયો હોત. 16 પણ મેં તેને એટલા માંટે જીવતો રાખ્યો છે કે હું તને માંરી તાકાત બતાવી શકું. અને સમગ્ર પૃથ્વી પર માંરું નામ પ્રગટ થાય. 17 શું તું હજુ પણ માંરા લોકોની વિરુદ્ધ છે? તું માંરા લોકો સાથે ઘમંડી વર્તાવ રાખી તેમને જવા દેતો નથી? 18 યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું એવો તો ભારે કરાનો વરસાદ વરસાવીશ કે મિસરમાં કદી પડ્યો નથી, મિસર દેશ બન્યો ત્યારથી તો નહિ જ. 19 એટલે અત્યારે જ માંણસ મોકલીને તારા ઢોરોને તથા ખેતરમાં જે કાંઈ હોય તે બધાંને સુરક્ષિત જગ્યાએ મંગાવી લેજે. કારણ જે કોઈ માંણસ કે ઢોર ખેતરમાં હશે, એને ઘરમાં રાખવામાં નહિ આવ્યું હોય તો તેના પર કરા વરસશે અને તેઓ મરણ પામશે.”‘ 20 પછી ફારુનના કેટલાક અમલદારોએ યહોવાના વચન સાંભળ્યાં. તેઓ ગભરાઈ ગયા. તેઓએ વહેલા વહેલા પોતાના ચાકરોને અને ઢોરોને ઘરમાં લાવી દીધાં. 21 પણ જેમણે યહોવાના વચનને ધ્યાનમાં લીધાં નહિ તેમણે પોતાના ગુલામોને અને ઢોરોને ખેતરમાં જ રહેવા દીઘાં. 22 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા મિસર દેશમાં માંણસો, ઢોરો અને ખેતરના બધા છોડ ઉપર કરા પડે.” 23 પછી મૂસાએ પોતાની લાકડી આકાશ ભણી ઊચી કરી એટલે યહોવાએ વીજળીના કડાકા સાથે જમીન પર કરા વરસાવ્યા અને કરા આખા મિસર દેશ પર પડયા. 24 કરા પડી રહ્યાં હતા અને કરાની સાથે વીજળી ઝબકારા માંરતી હતી. મિસર દેશ રાષ્ટ્ર બન્યો ત્યારથી આજસુધી કદી ન પડયો હોય એવો ભારે કરાનો વરસાદ આખા દેશમાં પડયો. 25 તોફાનને કારણે મિસરના ખેતરોમાં જે કાંઈ હતું તે બધાનો નાશ થઈ ગયો. કરાના કારણે આખા મિસર દેશમાં માંણસો, પશુઓ, તથા જે કાંઈ ખેતરમાં હતુ તે બધુ કરાના માંરથી નાશ પામ્યું. કરાએ ખેતરમાંના એકેએક છોડને તેમ જ એકેએક ઝાડને ભોંયભેગાં કરી દીઘાં. 26 ગોશેન પ્રાંતમાં જ્યાં ઇસ્રાએલીઓ રહેતા હતા ત્યાં જ ફક્ત કરા ન પડયા. 27 પછી ફારુને મૂસા અને હારુનને બોલાવડાવ્યા, અને કહ્યું, “આ વખતે મેં પાપ કર્યુ છે, યહોવા સાચા છે અને હું તથા માંરી પ્રજા ગુનેગાર છીએ. 28 તમે યહોવાને અરજ કરો, કારણ કે આ કરા અને કટકાથી અમે ઘરાઈ ગયા છીએ. હું તમને જવા દઈશ, હવે તમાંરે અહીં રોકાવું નહિ પડે.” 29 મૂસાએ ફારુનને કહ્યું, “જ્યારે હું નગર છોડીશ ત્યારે હું પ્રાર્થના માંટે યહોવાની આગળ માંરા હાથ લંબાવીશ. એટલે વીજળીના કડાકા બંધ થઈ જશે. અને કરા પણ નહિ પડે. આ પરથી તને ખબર પડશે કે આખા જગતનો માંલિક યહોવા છે. 30 પણ મને ખબર છે કે તમે અને તમાંરા અમલદારો હજુ પણ યહોવાથી ગભરાતા નથી અને તેમનું સન્માંન પણ કરતા નથી.” 31 શણ અને જવનો તો ઘાણ વળી ગયો હતો. કારણ કે જવને કંટી આવી હતી અને શણને ફૂલબેઠાં હતાં. 32 પરંતુ ઘઉ અને કઠોળ મોડાં થાય છે એટલે તે ખૂંદાઈ ગયાં નહિ. 33 મૂસા ફારુનને છોડીને નગર બહાર આવ્યો. અને યહોવા સમક્ષ પોતાના હાથ લંબાવી પ્રાર્થના કરી. એટલે કડાકા અને કરા પડતા બંધ થઈ ગયા. 34 પછી જ્યારે ફારુને જોયું કે વર્ષા, કરા અને કડાકા બંધ થઈ ગયા એટલે ફરીથી તેણે ખોટું કર્યુ. તે અને તેના અમલદારો ફરીથી હઠે ચડયા. 35 ફારુને ઇસ્રાએલના લોકોને સ્વતંત્ર રીતે જવા દેવાની ના પાડી દીધી. યહોવાએ મૂસાને કહ્યું હતું બરાબર તે જ પ્રમાંણે થયું.

10:1 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું ફારુન પાસે જા. કારણ મેં તેને અને તેના અમલદારોને એટલા માંટે હઠાગ્રહી બનાવ્યા છે કે જેથી હું તેમને માંરા શક્તિશાળી ચમત્કાર બતાવી શકું.” 2 અને તું તારા પુત્રને અને પૌત્રોને કહી શકે કે મેં આ મિસરના લોકોને કેવી સખત સજા આપી હતી, અને મેં તેમને શું ચમત્કાર બતાવ્યા હતા. આથી તમને ખબર પડશે કે હું જ યહોવા છું.” 3 એટલા માંટે મૂસા અને હારુન ફારુન પાસે ગયા અને કહ્યું, “હિબ્રૂઓના દેવ યહોવા આ કહે છે; ‘તું કયાં સુધી માંરી આજ્ઞાનું પાલન કરવા ના કરીશ? માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દે. 4 ધ્યાન રાખ, જો તું માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દેવાની ના પાડશે તો યાદ રાખજે આવતી કાલે હું તારા દેશમાં તીડો લાવીશ. 5 અને તે લોકો જમીનને એવી ઢાંકી દેશે કે કોઈ જમીન જોવા જ પામશે નહિ. અને કરાની વર્ષા પછી તારી પાસે જે કાંઈ વધ્યું છે, તે તેઓ ખાઈ જશે; તેઓ તારા ખેતરમાંનું એકેએક વૃક્ષ ખાઈ જશે. 6 તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમાંમ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં રહેવાનું શરુ કર્યુ ત્યારથી કદી ન જોયા હોય તેના કરતા વધારે તીડો હશે.”‘ ત્યારબાદ મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો. 7 ફારુનના અમલદારોએ તેને કહ્યું, “અમે ક્યાં સુધી આ લોકોની જાળમાં ફસાએલા રહીશું? એ લોકોને એમના દેવ યહોવાની ઉપાસના કરવા જવા દો. તમે એમને જવા નહિ દો તો, તમને ખબર પડે તે પહેલા, મિસરનો વિનાશ થઈ જશે!” 8 એટલે મૂસાને અને હારુનને ફારુન પાસે પાછા બોલાવવામાં આવ્યા. પછી ફારુને તેમને કહ્યું, “ભલે, તમે જાઓ અને તમાંરા દેવ યહોવાની ઉપાસના કરો, પણ તમે કોણ કોણ જશો?” 9 મૂસાએ જવાબ આપ્યો, “અમાંરા યુવાન અને વૃદ્ધ બધાંજ જશે; અને અમે અમાંરા પુત્રપુત્રીઓ તથા ઘેટાંબકરાં અને ઢોરને પણ લઈ જઈશું. અમે બધાં જ જઈશું, કારણ એ અમાંરા માંટે અમાંરા યહોવાનો ઉત્સવ છે.” 10 ફારુને તેમને કહ્યું, “હું તમને અને તમાંરાં સર્વ બાળબચ્ચાંને મિસરમાંથી જવા દઉ તે પહેલા દેવ ખરેખર તમાંરી સાથે હોવા જોઈયે. મને લાગે છે કે તમે કઈ ખરાબ વિચારી રહ્યાં છો. 11 ના ભાઈ ના, જાઓ, એકલા પુરુષો જાઓ અને યહોવાની ઉપાસના કરો. એટલી જ તમાંરી માંગણી હતી. હવે તમાંરા બધાજ લોકો જઈ શકે નહિ.” પછી ફારુને મૂસા અને હારુનને જવા દીધાં. 12 પછી યહોવાએ મૂસાને કહ્યું, “મિસરની ભૂમિ પર તારો હાથ ફેલાવ એટલે મિસર ઉપર તીડો આવશે. તીડો મિસરની તમાંમ ભૂમિ પર પ્રસરી જશે અને કરાથી બચી ગયેલાં તમાંમ વૃક્ષો અને છોડોને ખાઈ જશે.” 13 મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઉઠાવી અને યહોવાએ તે આખો દિવસ અને આખી રાત પૂર્વ તરફથી પવન ફૂંકાવ્યો, અને સવાર થતાં સુધીમાં તો એ તોફાની પૂર્વનો પવન તીડોના ટોળાં લઈ આવ્યો. 14 સમગ્ર મિસર પર તીડો ચડી આવ્યાં અને દેશભરમાં પ્રવેશી અને ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે નહિ. 15 તીડોનાં ટોળે ટોળાં સમગ્ર ભૂમિ પર છવાઈ ગયા અને ધરતી કાળી કાળી થઈ ગઈ. કરામાંથી બચી ગયેલા મિસર દેશના તમાંમ છોડો અને વૃક્ષો ઉપરનાં બધાંજ ફળ તેઓ ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને છોડો નામશેષ થઈ ગયા. કોઈ પણ છોડ પર એકે પાંદડું રહ્યું નહિ. 16 ફારુને મૂસા અને હારુનને વહેલા બોલાવડાવ્યા, અને તેણે કહ્યું, “મેં તમાંરા દેવ અને તમાંરી વિરુધ્ધ પાપ કર્યુ છે. 17 આ વાર માંરો ગુનો માંફ કરો, અને તમાંરા દેવ યહોવાને પ્રાર્થના કરો અને તેમને અરજ કરો કે તે મને આ “મોત” ના તીડો માંરામાંથી બહાર કાઢે.” 18 મૂસા ફારુનની પાસેથી વિદાય થયો અને તેણે યહોવાને પ્રાર્થના કરી. 19 એટલે યહોવાએ પવનની દિશા બદલી નાંખી; અને પશ્ચિમમાંથી ભારે તોફાની પવન ફૂંકાવા લાગ્યો. અને તેણે તીડોને ઉપાડીને રાતા સમુદ્રમાં હાંકી કાઢયાં. સમગ્ર મિસરમાં એક પણ તીડ રહ્યું નહિ. 20 પરંતુ યહોવાએ ફારુનને વળી પાછો હઠાગ્રહી બનાવ્યો અને તેણે ઇસ્રાએલીઓને જવા ન દીધા. 21 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા હાથોને આકાશ તરફ ફેલાવ. એટલે ગાઢ અંધકાર મિસર દેશને ઢાંકી દેશે, એ અંધકાર એટલો બધો ગાઢ હશે કે તમે તેને સ્પર્શ કરીને અનુભવી શકશો.” 22 એટલે મૂસાએ હવામાં આકાશ તરફ હાથ ઉગામ્યો અને પ્રગાઢ અંધકારે મિસર દેશને ઢાંકી દીધો. મિસરમાં ત્રણ દિવસ સુધી અંધકાર રહ્યો. 23 કોઈ પણ વ્યક્તિ બીજા કોઈને જોઈ શક્તી ન હતી. અને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગ્યાએથી ઊભું થઈ શક્યું નહિ, પરંતુ તે બધી જ જગ્યાઓ પર જ્યાં ઇસ્રાએલના લોકો રહેતા હતા ત્યાં પ્રકાશ હતો. 24 ફારુને મૂસાને ફરી બોલાવ્યો અને કહ્યું, “જાઓ, અને યહોવાની ઉપાસના કરો. તમે તમાંરી સાથે તમાંરા બાળકોને પણ લઈ જઈ શકો છો. ફકત તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરને પાછળ મૂક્તા જજો.” 25 મૂસા એ કહ્યું, “અમે અમાંરા ઘેટાંબકરાં અને ઢોર અમાંરી સાથે લઈ જઈશું એટલું જ નહિ પરંતુ જ્યારે અમે લોકો જઈશું ત્યારે તમે અમને યજ્ઞ માંટેના અર્પણો પણ આપશો અને અમે લોકો એ અર્પણોનો દેવ યહોવાની ઉપાસના માંટે ઉપયોગ કરીશું. 26 અમે લોકો અમાંરાં ઢોર અમાંરી સાથે અમાંરા દેવ યહોવાની ઉપાસના માંટે લઈ જઈશું. એક પણ ઢોરના પગની ખરી પાછળ રહેવી જોઈએ નહિ. અમાંરા ઢોરોમાંથી અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ ચઢાવવાના છીએ, અને જ્યાં સુધી અમે તે જગ્યાએ પહોંચીએ નહિ ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે કે અમાંરે યહોવાને શું અર્પણ કરવાનું છે?” તેથી આ બધી જ વસ્તુઓ તો જરૂર અમે અમાંરી સાથે લઈ જઈશું.” 27 યહોવાએ ફારુનને પાછો હઠાગ્રહી બનાવ્યો, તેથી ફારુને તેમને જવા દેવા માંટે ના પાડી. 28 પછી ફારુને મૂસાને કહ્યું, “માંરી પાસેથી દૂર હઠ, હું નથી ઈચ્છતો કે તું ફરીવાર અહીં આવે. એમ છતાં જો તું મને મળવા આવીશ તો માંર્યો જઈશ, ખબરદાર! મને ફરી મોઢું બતાવ્યું તો! અને જો બતાવ્યું તો તે જ દિવસે મૂઓ જાણજે.” 29 પછી મૂસાએ ફારુનને કહ્યું, “તું જે કહે છે તે સાચું છે. હું ફરીથી તમને મળવા કદાપી આવીશ નહિ.”

11:1 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, “હજી ફારુન અને મિસરની વિરુદ્ધ હું એક વધારે આફત લાવીશ. ત્યાર પછી તે તમને લોકોને અહીંથી જવા દેશે; નિશ્ચે તે તમને બધાંને અહીંથી જવા માંટે અરજ કરશે. 2 તમે ઇસ્રાએલના લોકોને આ સંદેશો અવશ્ય આપજો; ‘પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસે અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણ પાસે સોનાચાંદીના અલંકારો માંગી લે. અને 3 યહોવા મિસરવાસીઓના હૃદયમાં ઇસ્રાએલી લોકો માંટે સદભાવ પેદા કરશે. મિસરના અમલદારો અને લોકો મૂસાને બહુ મોટો માંનવ માંનવા લાગ્યા.”‘ 4 મૂસાએ લોકોને કહ્યું, “યહોવા એમ કહે છે કે, ‘આજે મધરાત્રે હું મિસરમાંથી પસાર થઈશ. 5 અને મિસરમાં પહેલા ખોળાનાં બધાંજ બાળકોનાં મૃત્યુ થશે. રાજગાદી ઉપર બેસનાર ફારુનના પ્રથમજનિત રાજકુમાંરથી માંડીને ઘંટીએ દળણાં દળનારી દાસીના પ્રથમજનિત સુધીનાં તમાંમ ઉપરાંત પશુઓનાં પણ બધાંજ પ્રથમજનિત બચ્ચાં પણ મૃત્યુ પામશે. 6 અને સમગ્ર મિસર દેશમાં ભારે રડારોળ થશે, તે પહેલાં કદી ન હતો એના કરતા વધારે ખરાબ હશે અને ભવિષ્યમાં કદી થશે નહિ. 7 પરંતુ ઇસ્રાએલના કોઈ પણ મનુષ્યને કશી પણ ઈજા થશે નહિ. કૂતરું પણ તેમની સામે ભસશે નહિ, ઇસ્રાએલના કોઈ પણ માંણસ અથવા તેમના કોઈ પણ જાનવરોને ઈજા થશે નહિ. એના પરથી તમે જાણી શકશો કે યહોવા મિસરીઓ તથા ઇસ્રાએલ પુત્રો વચ્ચે ભેદ રાખે છે. 8 અને પછી તમાંરા આ બધાજ ચાકરો, મિસરવાસીઓ માંથા નમાંવીને માંરી પૂજા કરશે. તેઓ કહેશે કે, “ચાલ્યા જાઓ! તમાંરા બધાં લોકોને તમાંરી સાથે લઈ જાવ” અને પછી હું ક્રોધથી ફારુન પાસેથી નીકળી જઈશ.”‘ 9 પછી યહોવાએ મૂસાને કહ્યું, “ફારુને તમાંરી વાત સાંભળી નથી, કેમ? તેથી હું મિસર દેશમાં વધુ મહાન પરચા બતાવી શકું.” 10 અને એ જ કારણે મૂસાએ અને હારુને ફારુનના દેખતાં જ આ બધા ચમત્કારો કરી બતાવ્યા. અને યહોવાએ ફારુનને હઠાગ્રહી બનાવ્યો અને તેણે ઇસ્રાએલી લોકોને પોતાના દેશની બહાર જવા દીઘા નહિ.

12:1 મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાએ તેમને કહ્યું, 2 “તમાંરા લોકો માંટે આ મહિનો વર્ષનો પહેલો મહિનો ગણાશે. 3 ઇસ્રાએલના આખા સમાંજને આદેશ છે કે: આ મહિનાના દશમાં દિવસે પ્રત્યેક વ્યક્તિ પોતાના પરિવારના માંટે એક ઘેટાનુ બચ્ચું પ્રાપ્ત કરશે. 4 અને જો પૂરતાં પ્રમાંણમાં પરિવારમાં એક હલવાનને ખાઈ શકે તેટલા માંણસો ના હોય તો પોતાના કેટલાક પડોશીઓને નિમંત્રણ આપવું. પ્રત્યેક વ્યક્તિને પુરતું ખાવા મળી રહે તેટલું હલવાનનું માંસ હોવું જોઈએ. 5 તમે પસંદ કરેલ હલવાન ખોડ-ખાંપણ વગરનું એક વર્ષનું નરજાતિનું અને તે ઘેટા અથવા બકરામાંથી જ પસંદ કરવું જોઈએ. 6 તમાંરે આ હલવાનને મહીનાના ચૌદમાં દિવસ સુધી સંભાળપૂર્વક રાખવું જોઈએ. તે દિવસે ઇસ્રાએલી સમાંજના તમાંમ લોકો સંધ્યાકાળે તેમનાં હલવાનનો વધ કરશે. 7 તમાંરે તે હલવાનોનું લોહી ભેગું કરવું જોઈએ. જે જે ઘરમાં એ ખાવાનું હોય તે તે ઘરની બંને બારસાખ ઉપર અને ઓતરંગ ઉપર છાંટવું જોઈએ. 8 “તે જ રાત્રે તમાંરે હલવાનના માંસને શેકી લેવું અને પછી બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું. 9 અને એ માંસ કાચુ કે પાણીમાં બાફીને ન ખાવું. પણ પગ, માંથું, અને આંતરડા સાથે શેકીને ખાવું. 10 તે જ રાત્રે બધું જ માંસ ખાઈ લેવું જોઈએ. અને જો એમાંનું કંઈ સવાર સુધી રહે તો તે માંસને તમાંરે આગમાં બાળી મૂકવું. 11 “અને તે તમાંરે આ રીતે જ ખાવું જોઈએ; તમાંરે યાત્રામાં જતા હોય તેવા કપડા પહેરવા, પગમાં પગરખાં પહેરીને, હાથમાં લાકડી લઈને, ઉતાવળે ઉતાવળે ખાવું, કેમકે આ દેવનુ દુર્લક્ષ છે-એ સમય જ્યારે દેવે પોતાનાં લોકોનું રક્ષણ કર્યુ અને તેમને વહેલા મિસરની બહાર લઈ ગયા. 12 “આજે રાત્રે હું મિસરમાં થઈને જઈશ, અને આખા મિસર દેશનાં બધાં પ્રથમજનિત બાળકોને માંરી નાખીશ. પછી તે માંણસ હોય કે પશુ: મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેમને બતાવીશ કે હું યહોવા છું. 13 પરંતુ તમાંરા ઘર ઉપર લાગેલું એ લોહી એ તમે ત્યાં રહ્યાં છો તેની નિશાની બની રહેશે અને જ્યારે હું લોહી જોઈશ એટલે તમને છોડીને આગળ ચાલ્યો જઈશ. હું મિસરના લોકો માંટે વિનાશક કાર્યો કરીશ પણ તેમાંના કોઈ પણ ખરાબ રોગો તમાંરો નાશ નહિ કરે. 14 તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરશો, અને તમાંરે એને યહોવાના ઉત્સવ તરીકે ઊજવવો. અને નિત્ય નિયમાંનુસાર તમાંરા વંશજોએ યહોવાના માંનમાં તેની ઊજવણી કરવી. 15 “આ પવિત્ર પર્વના સાત દિવસો સુધી તમાંરે બેખમીર રોટલી ખાવી. આ પવિત્ર પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર હઠાવી દેવું. અને જો કોઈ વ્યક્તિ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇસ્રાએલથી જુદો કરવામાં આવશે. 16 આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે અને સાતમાં અંતિમ દિવસે પવિત્ર ધર્મસભાઓ ભરવી. એ દિવસો દરમ્યાન બીજું કોઈ કામ કરવું નહિ. માંત્ર પ્રત્યેકને જમવા માંટે રસોઈ તૈયાર કરવી. 17 તમાંરે બેખમીર રોટલીનું પર્વ ઉજવવું, કારણ કે એ જ દિવસે મેં તમાંરા લોકોને ટુકડીવાર મિસર દેશમાંથી બહાર કાઢયાં હતાં, તેથી એ દિવસે તમાંરા વંશજોએ કાનૂન પાળવો. 18 પ્રથમ મહિનાના ચૌદમાં દિવસની સાંજથી માંડીને તે માંસના એકવીસમાં દિવસની સાંજ સુધી તમાંરે બેખમીર રોટલી ખાવી. 19 સાત દિવસ સુધી તમાંરા ઘરમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ વ્યક્તિ ખમીરવાળી વસ્તુ ખાશે તો તેનો ઇસ્રાએલી સમાંજમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે વિદેશનો હોય. 20 ખમીરવાળી કોઈ પણ વસ્તુ તમાંરે ખાવી નહિ અને તમાંરાં બધાં જ ઘરોમાં તમાંરે બેખમીર રોટલી જ ખાવાની છે.” 21 તેથી મૂસાએ બધા જ વડીલોને એક જગ્યાએ બોલાવ્યા અને તેમને કહ્યું, “જાઓ, તમાંરા પરિવાર પ્રમાંણે હલવાન લઈ આવો અને એ પાસ્ખાના બલિને કાપો. 22 પછી પાંદડાનો ઝુફો લઈને રકતના કૂંડામાં બોળી ઓતરંગને અને બન્ને બારસાખ પર તે રકત લગાડજો, અને સવાર સુધી તમાંરામાંથી કોઈએ ઘરમાંથી બહાર નીકળવું નહિ. 23 કારણ કે મિસરવાસીઓના બધાં પ્રથમ જનિતોનો સંહાર કરવા યહોવા દેશમાંથી પસાર થશે. અને તે સમયે તેઓ તમાંરા ઘરની બે બારસાખ પર અને ઓતરંગ પર રકત જોશે એટલે તે તમાંરું બારણું ટાળીને આગળ જશે અને મોતના દેવદૂતને તમાંરા ઘરમાં પ્રવેશીને કોઈનો સંહાર કરવા દેશે નહિ. 24 તમે લોકો આ વિધિને સદા યાદ રાખજો. આ નિયમ તમાંરા પોતાને માંટે અને તમાંરા વંશજોને માંટે કાયમી નિયમ તરીકે સમજીને પાળજો. 25 અને યહોવાએ તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમાંરે આ નિયમનું પાલન કરવું. 26 જ્યારે તમને લોકોને તમાંરાં બાળકો પૂછશે, ‘આપણે આ ઉત્સવ શા માંટે ઉજવીએ છીએ?’ 27 ત્યારે તમે લોકો કહેશો, ‘એ તો યહોવાના માંનમાં પાસ્ખા યજ્ઞ છે, કારણ કે જ્યારે યહોવાએ મિસર વાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને ટાળીને આગળ ચાલ્યા જઈને તેમણે આપણાં ઘરોને ઉગારી લીધાં હતા.”ત્યારે ઇસ્રાએલીઓએ મસ્તક નમાંવી પ્રણામ કર્યા. 28 યહોવાએ આ આદેશ મૂસાને અને હારુનને આપ્યો હતો. તેથી ઇસ્રાએલના લોકોએ યહોવાના આદેશ પ્રમાંણે કર્યુ. 29 અને મધરાતે યહોવાએ મિસર દેશના બધાં જ પ્રથમજનિત બાળકોનો-ગાદી ઉપર બેસનારા ફારુનના પાટવીકુંવરથી માંડીને જેલમાં કેદ કરાયેલા કેદીઓના પ્રથમજનિત સુધીના તમાંમ ઉપરાંત ઢોરોનો પણ બધાં જ પ્રથમજનિત બચ્ચાંઓનો સંહાર કર્યો. 30 ફારુન અને તેના બધાં જ અમલદારો તથા બધા મિસરવાસીઓ મધરાતે જાગી ઊઠયા. સમગ્ર મિસરમાં ભયંકર આકંદ હતો. કારણ કે જેના ઘરમાં કોઈ પ્રથમજનિત પુત્રનું મરણ ન થયું હોય, એવું કોઈ ઘર મિસરમાં નહોતું. 31 એટલે તે રાત્રે ફારુને મૂસાને અને હારુનને બંનેને તેડાવી મંગાવ્યા અને કહ્યું, “તૈયાર થઈ જાઓ, અને માંરી પ્રજામાંથી ચાલ્યા જાઓ! તમે અને ઇસ્રાએલીઓ બંન્ને જાઓ, અને તમે જે કહ્યું હતું તે પ્રમાંણે યહોવાની ઉપાસના કરો. 32 અને તમાંરા કહ્યાં પ્રમાંણે તમે તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરઢાંખર પણ લઈ જાઓ, માંરી વિદાય લો, અને મને આશિષ આપો.” 33 મિસરવાસીઓ, એ લોકોને જેમ બને તેમ વહેલા દેશ છોડી જવા દબાણ કરીને કહેવા લાગ્યા, “જો તમે લોકો નહિ જાઓ તો અમે બધા મરી જઈશું.” 34 ઇસ્રાએલના લોકો પાસે રોટલીના લોટમાં ખમીર નાખવા જેટલો પણ સમય ન હતો, તેથી તે લોકોએ આથો ચડયા વગરનો જ લોટ અને કથરોટ ચાદરમાં બાંધીને ખભે લઈ લીધું. 35 પછી ઇસ્રાએલના લોકોએ મૂસાના કહ્યા પ્રમાંણે કર્યુ, “તેમણે પોતાના પડોશીઓ પાસેથી સોનાચાંદીના ઘરેણાં અને વસ્ત્રો માંગી લીધાં હતાં. 36 યહોવાએ મિસરવાસીઓના હૃદયમાં એ લોકોના માંટે સદભાવ પેદા કર્યો હતો, તેથી તેઓએ ઇસ્રાએલીઓએ જે જે માંગ્યું તે તેમણે આપ્યું. આમ ઇસ્રાએલી લોકોને મિસરવાસીઓનું ધન પ્રાપ્ત થયું. 37 ઇસ્રાએલના લોકો પગપાળા રામસેસથી સુક્કોથ જવા નીકળ્યા. લગભગ 6,00,000 પુરુષો અને સ્ત્રી બાળકો તો જુદાં હતાં. 38 જુદી જુદી જાતના લોકો મોટી સંખ્યામાં તેમની સાથે આવ્યા. અને પુષ્કળ ઘેટાંબકરાં અને ઢોરઢાંખર પણ હતાં. 39 પરંતુ લોકો પાસે લોટમાં ખમીર નાખવાનો સમય ન હતો, તેથી મિસરથી જે લોટ લાવ્યા હતા તેની બેખમીર રોટલી બનાવી. આથો ચડયો નહોતો, કારણ કે તેમને મિસરમાંથી એકદમ હાંકી કાઢવામાં આવ્યા હતા; તેમને ભાથું તૈયાર કરવાનો પણ સમય મળ્યો નહોતો. 40 ઇસ્રાએલના લોકો મિસરમાં 430 વર્ષ રહ્યાં હતા. 41 અને 430 વર્ષ પૂરાં થતાં જ તે જ દિવસે યહોવાના લોકોની બધી ટુકડીઓ મિસર દેશમાંથી ચાલી નીકળી. 42 તે આ એક બહુ જ ખાસ રાતે લોકોએ યાદ રાખવું કે દેવે શું કર્યું હતું. ઇસ્રાએલનાં સર્વ લોકો તે રાતને હમેશા યાદ રાખશે. 43 પછી યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, “આ પાસ્ખાનો વિધિ છે. કોઈ પણ વિદેશી પાસ્ખાનું ખાઈ શકે નહિ. 44 પરંતુ જો કોઈ વ્યક્તિ પૈસા આપીને ચાકર ખરીદશે અને જો તેની સુન્નત કરશે તો તે ચાકર તેમાંથી ખાઈ શકશે. 45 કોઈ પરદેશી બહારથી આવીને તમાંરા દેશમાં વસ્યો હોય અથવા કોઈ માંણસ પગારથી કામ કરતો હોય તો તે માંણસ કે મજૂર પણ એ ખાઈ શકે નહિ. 46 “દરેક પરિવારે પસાર થયેલું જમણ ઘરમાં ખાવું, જરાપણ માંસ તમાંરે બહાર લઈ જવાનું નથી. તમાંરે બલિનું એક હાડકુ સુધ્ધાં ભાગવું નહિ. 47 સમગ્ર ઇસ્રાએલી સમુદાય આ ઉત્સવને અવશ્ય પાળે અને ઉજવે. 48 પણ કોઈ વિદેશી તમાંરી સાથે રહેતો હોય અને તે જો તમાંરી પાસે યહોવાના માંનમાં પાસ્ખાપર્વ પાળવા માંગતો હોય તો તે તેના પરિવારના બધા પુરુષોની સુન્નત કરાવ્યા પછી તે પર્વમાં જોડાઈ શકે; તેને દેશનો જ વતની માંનવો. પરંતુ સુન્નત કરાવ્યા વિનાના કોઈ પણ માંણસે તે ખાવું નહિ. 49 દેશમાં જન્મ ધારણ કરનાર વતનીઓ માંટે અને તમાંરી સાથે રહેતા વિદેશીઓ માંટે પણ નિયમો તો એક જ રહેશે.” 50 ઇસ્રાએલના બધા લોકોએ એમ જ કર્યુ, યહોવાએ મૂસાને અને હારુનને આજ્ઞા કરી હતી તે પ્રમાંણે તેમણે કર્યુ, 51અને તે જ દિવસે યહોવા ઇસ્રાએલી લોકોને જૂથોમાં મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા. 51

13:1 પછી યહોવાએ મૂસાને કહ્યું, 2 “પ્રત્યેક ઇસ્રાએલીઓએ તેમનાં બધાં જ પ્રથમજનિત બાળકો મને સમર્પિત કરવાં. હવે ઇસ્રાએલીઓમાં જે કોઈ પ્રથમ પ્રસવનું હોય, પછી તે માંણસ હોય કે પશુ હોય તે માંરું ગણાશે.” 3 મૂસાએ લોકોને કહ્યું, “તમે આ દિવસને યાદ રાખજો, જે દિવસે તમે મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર નીકળ્યા છો, યહોવાએ પોતાના બાહુબળથી બહાર લાવ્યા છે, તેથી કોઈ પણ ખમીરવાળી વસ્તુ ખાશો નહિ. 4 આજે તમે આબીબ મહિનામાં નીકળ્યાં છો. 5 અને જ્યારે યહોવા તમને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓના દેશમાં લઈ જાય-તેણે તમાંરા પિતૃઓને જે દેશ તમને આપવાનું વચન આપ્યું હતું અને જયાં દૂધ અને મધની રેલછેલ છે, ત્યાં લઈ જાય, ત્યારે તમાંરે ઉપાસના આ માંસમાં કરવાની છે. 6 “સાત દિવસ સુધી તમે ખમીર વગરની રોટલી ખાજો. સાતમે દિવસે એક મોટો ભોજન સમાંરંભ થશે, એ ઉત્સવ યહોવાના સન્માંનમાં યોજાશે. 7 તેથી સાત દિવસ સુધી તમાંરે ખમીર વગરની જ રોટલી ખાવી. તમાંરા આખા પ્રદેશમાં ક્યાંય પણ ખમીરવાળી રોટલી બિલકુલ હોવી જોઈએ નહિ. 8 તે દિવસે તમાંરે તમાંરાં બાળકોને કહેવું કે, ‘અને મિસરમાંથી બહાર લાવ્યા ત્યારે યહોવાએ અમાંરા માંટે જે કર્યુ હતું તે માંટે અમે આ ઉત્સવ ઉજવી રહ્યાં છીએ.’ 9 “અને આ ઉત્સવ તમાંરા હાથ પરના એંધાણી અને તમાંરા કપાળ પરના સ્મરણચિહ્ન જેવા બનીને રહેશે, તે તમાંરી આંખો સામે એક ચિહ્ન તરીકે રહેશે, આ પર્વ તમને યહોવાનો ઉપદેશ યાદ રખાવશે. તે તમને યાદ રખાવશે કે યહોવા તેમની મહાન શક્તિથી તમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા. 10 એટલા માંટે તમાંરે આ ઉત્સવ દર વર્ષે નિયત સમયે યાદ કરીને પાળવો. 11 “યહોવા તમને અને તમાંરા વડવાઓને વચન આપ્યા પ્રમાંણે તમને કનાનીઓના દેશમાં લઈ જશે અને દેવ તે દેશ તમને તમાંરા પિતૃઓને આપેલ વચન મુજબ આપશે. 12 જ્યારે તમને દેવ આ પ્રદેશ આપે ત્યાર બાદ તમે બધા તમાંરા પ્રથમજનિત પુત્રને યહોવાને સમર્પિત કરવાનું યાદ રાખજો. અને તમાંરાં પશુઓનાં પ્રથમ વેતરનાં બધાં નર બચ્ચાઓ યહોવાને સમર્પિત થવા જોઈએ. 13 પ્રત્યેક ગધેડાંનું પ્રથમ બચ્ચુ તેની જગ્યામાં એક હલવાન અર્પણ કરીને, યહોવા પાસેથી પાછું મેળવી શકાય છે. તમે લોકો જો ન છોડાવો તો તમાંરે તેની ડોકી ભાંગી નાખવી. તે ભોગ બનશે. તમાંરે પ્રત્યેક પ્રથમ જન્મેલો નર સંતાન દેવ પાસેથી પાછો ખરીદવાનો છે. 14 “ભવિષ્યમાં તમાંરાં બાળકો કદાચ પૂછશે કે, ‘આનો અર્થ શો? તમે આ કેમ કરો છો?’ ત્યારે તમાંરે કહેવું કે, ‘પોતાના બાહુબળથી યહોવા અમને મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર કાઢી લાવ્યા હતા. 15 ફારુન હઠે ચડયો હતો, તેથી તેણે અમને બહાર જવા દેવાની ના પાડી, ત્યારે યહોવાએ મિસર દેશનાં બધાં પ્રથમ જન્મેલાં સંતાનોને, માંણસનાં અને ઢોરનાં બંનેનાં પહેલાં સંતાનોને માંરી નાંખ્યાં હતાં, તેથી અમે પ્રથમજનિત બધાં નર પશુઓ યહોવાને અર્પણ કરીએ છીએ, પણ અમાંરા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે નાણાં આપીને છોડાવીએ છીએ.’ 16 અને એ ઉત્સવ તમાંરા હાથ પર ચિહનરૂપ તથા તમાંરી આંખોની વચ્ચે કપાળ પર ચાંદરૂપ બની રહેશે; કારણ કે યહોવા આપણને પોતાના બાહુબળથી મિસરની બહાર લઈ આવ્યા હતા એની એ સ્મૃતિ બની રહેશે.” 17 જ્યારે ફારુને લોકોને જવા દીઘા ત્યારે એમ બન્યું કે યહોવા તેમને પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં તે રસ્તે તેમને લઈ ગયા નહિ. કારણ કે યહોવાએ વિચાર્યુ કે, “જો યુદ્ધ થાય તો કદાચ લોકો પોતાનો વિચાર બદલી પાછા મિસર ચાલ્યા જાય.” 18 એટલે યહોવા તેમને બીજા રસ્તેથી લઈ ગયા. રેતીના રણપ્રદેશને રસ્તે રાતા સમુદ્ર તરફ દેવ તેમને લઈ ગયા. મિસર છોડ્યું ત્યારે ઇસ્રાએલ પુત્રો શસ્ત્રસજજ હતા. 19 મૂસાએ યૂસફનાં હાડકાં સાથે લઈ લીધાં હતાં. યૂસફે ઇસ્રાએલ પુત્રોની પાસે એના માંટે આ કરવા સમ લેવડાવ્યા એમ કહેતા, “યહોવા જરૂર તમાંરી મદદ કરવા આવશે, તે સમયે તમે માંરાં હાડકા અહીંથી લઈ જજો.” 20 પછી ઇસ્રાએલી લોકોએ સુક્કોથ નગર છોડયું અને રણની સરહદ પર એથામમાં મુકામ કર્યો. 21 તેઓને દિવસે રસ્તો બતાવવા માંટે યહોવા વાદળના થાંભલા રૂપે આગળ આગળ ચાલતા તેમજ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભરૂપે ચાલતા. જેથી તેઓ સતત રાતદિવસ યાત્રા કરી શકતા હતા. 22 એક ઊંચા વાદળના સ્તંભરૂપે દિવસે અને અગ્નિસ્તંભ તરીકે રાત્રે સતત યહોવા તેમની સાથે રહ્યાં. તેમની આગળથી જરા પણ ખસ્યા નહિ.

14:1 પછી યહોવાએ મૂસાને કહ્યું, 2 “તમે ઇસ્રાએલના લોકોને કહો કે, પાછા ફરીને પીહાહીરોથની આગળ, મિગ્દોલ અને લાલસમુદ્રની વચ્ચે બાલ-સફોનની આગળ મુકામ કરે, અને તમાંરે એ જગ્યાની બરાબર સામે સમુદ્રને કિનારે મુકામ કરવો. 3 ફારુન વિચારશે કે, “ઇસ્રાએલીઓ રણપ્રદેશમાં ભૂલા પડી ગયા છે અને રણ એમને ઘેરી વળ્યું છે.” 4 હું ફારુનને હઠે ચઢાવીશ જેથી તે તમાંરો પીછો કરશે અને તેના લશ્કરનો પરાજય કરીને હું માંરો મહિમાં વધારીશ. ત્યારે મિસરવાસીઓ જાણશે કે, હું યહોવા છું.” અને ઇસ્રાએલીઓએ એ મુજબ કર્યુ. 5 જ્યારે ફારુનને ખબર આપવામાં આવી કે, ઇસ્રાએલના લોકો ભાગી ગયા છે. ત્યારે તેનું અને તેના અમલદારોનું વલણ બદલાઈ ગયું. તેમણે કહ્યું આપણે શું કર્યુ, “ઇસ્રાએલીઓને આપણે જવા કેમ દીધાં? આપણે આપણા ચાકરોને ગુમાંવ્યા છે.” 6 એટલે ફારુને પોતાનો રથ તૈયાર કર્યો અને પોતાનું લશ્કર ભેગું કર્યુ. 7 ફારુને પોતાના લોકોમાંથી 600 સૌથી શ્રેષ્ઠ સેનાનીઓને અને તેના બધાં રથો તેની સાથે લીધા. પ્રત્યેક રથમાં એક અમલદાર હતો. 8 અને યહોવાએ મિસરના રાજા ફારુનને હિંમતવાન બનાવ્યો, તેથી તે ઇસ્રાએલી લોકોની પાછળ પડ્યો જે પોતાના હાથ ઉચા કરી નીકળી રહ્યાં હતા. 9 મિસરના લશ્કરમાં અસંખ્ય ઘોડા, સૈનિકો અને રથો હતા. તે બધાએ એટલે કે ઘોડેસવારોએ તથા રથ સવારોએ તથા સૈનિકોએ ઇસ્રાએલીઓનો પીછો પકડયો. અને તેઓ બાલસફોનની આગળ પીહાહીરોથની પાસે સમુદ્ર કિનારે પડાવ નાખીને રહ્યા હતા ત્યાં તેમને પકડી પાડ્યા. 10 જે સમયે ફારુન તેમની નજીક આવી પહોંચ્યો, તે સમયે ઇસ્રાએલીઓએ નજર કરીને જોયું તો ખબર પડી કે તેમની પાછળ મિસરીઓ પડ્યા છે! ત્યારે તેઓ ખૂબ ભયભીત થયા અને સહાય માંટે યહોવાને પોકાર કર્યો. 11 તેમણે મૂસાને કહ્યું, “તમે અમને મિસરમાંથી બહાર શા માંટે લાવ્યા? શું મિસરમાં કબરો નથી? તમે અમને આ રણપ્રદેશમાં મરવા શા માંટે લાવ્યા? અમે લોકો મિસરમાં શાંતિપૂર્વક મૃત્યુ પામત, મિસરમાં ઘણી કબરો હતી. 12 અમે લોકોએ મિસરમાં જ તમને નહોતું કહ્યું કે, ‘અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દો, મિસરવાસીઓની સેવા કરવા દો? આ રણપ્રદેશમાં મરવું તેના કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી વધારે સારી છે.” 13 પરંતુ મૂસાએ લોકોને ઉત્તર આપ્યો, “ગભરાશો નહિ, ભાગો નહિ, મક્કમ રહો, ને થોડી વાર ઊભા રહો અને જુઓ કે આજે યહોવા તમાંરા લોકોનો શી રીતે ઉદ્ધાર કરે છે! આજ પછી તમે આ મિસરવાસીઓને ફરી કયારેય જોશો નહિ. 14 તમાંરે લોકોએ શાંત રહેવા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. યહોવા તમાંરા માંટે લડતા રહેશે.” 15 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું મને શા માંટે પોકાર કરે છે? ઇસ્રાએલના લોકોને આગળ વધવા માંટે આજ્ઞા કર. 16 તું તારી લાકડીને રાતા સમુદ્ર ઉપર ઉઠાવી, હાથ લાંબો કર. સમુદ્રના બે ભાગ થઈ જશે. જેથી ઇસ્રાએલના લોકો સૂકી જમીન પર થઈને સમુદ્ર પાર કરશે. 17 પછી હું મિસરવાસીઓને હિંમતવાન બનાવીશ એટલે તેઓ તમને સમુદ્રમાં હાકી કાઢશે. અને ફારુન તથા તેની આખી સેના, તેના રથો અને તેના ઘોડેસવારોને હરાવીશ અને તેઓ મને માંન આપે તેમ કરીશ. 18 એટલે મિસરવાસીઓને ખબર પડશે કે હું યહોવા છું. અને જ્યારે હું ફારુન, તેના ઘોડેસવારો અને રથપતિઓને હરાવીશ ત્યારે તેઓ માંરું સન્માંન કરશે.” 19 પછી ઇસ્રાએલી લોકોના સૈન્યની આગળ ચાલતો યહોવાનો દૂત ત્યાંથી ખસીને તેની પાછળ ચાલ્યો ગયો, તેથી મેધસ્તંભ તેમની આગળથી ખસીને તેમની પાછળ ઊભો રહ્યો; 20 આ રીતે વાદળા મિસરીઓના સૈન્ય અને ઇસ્રાએલીઓના સૈન્યની વચ્ચે આવી ઉભા રહ્યાં. પણ ઇસ્રાએલી લોકો માંટે પ્રકાશ હતો. એટલે આખી રાત મિસરની સેના અંધકારને કારણે ઇસ્રાએલીઓ પાસે આવી ન શકી. 21 મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર ઉપર લંબાવ્યો, એટલે યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ સૂકી જમીન બનાવી હતી. 22 ઇસ્રાએલના લોકો સૂકી જમીન પર ચાલીને સમુદ્રમાંથી પાર ગયા. ઇસ્રાએલીઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીત બની ગઈ હતી. 23 અને મિસરીઓ તેમની પાછળ પડયા. ફારુનના બધા જ રથો, ઘોડાઓ અને ઘોડેસવારો તેમની પાછળ તેઓ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા. 24 પછી પ્રભાતના પ્રથમ પહોરમાં વાદળ અને અગ્નિના સ્તંભમાંથી યહોવાએ મિસરીઓના સૈન્ય પર દૃષ્ટિપાત કરીને તેમના પર હુમલો કરી તેમનો પરાજય કર્યો. 25 યહોવાએ તેમના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે માંડ માંડ ફરતાં હતા. આથી તેઓ બૂમ પાડવા લાગ્યા, “આ તો યહોવા ઇસ્રાએલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યાં છે. ચાલો, આપણે પાછા ફરીએ.” 26 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હવે તું તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ. જેથી મિસરવાસીઓ પર, તેમના રથો પર અને તેમના ઘોડેસવારો પર પાછાં પાણી ફરી વળે.” 27 એટલે દિવસ બરાબર શરૂ થાય તે પહેલાં મૂસાએ સમુદ્ર ઉપર હાથ લાંબો કર્યો અને સવાર થતાં જ સમુદ્ર પહેલાં જેવો હતો તેવો પાછો થઈ ગયો. મિસરવાસીઓએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી અને યહોવાએ સમુદ્રમાં વચ્ચોવચ્ચ તેમનો ઘાણ કાઢી નાખ્યો, સૌને ડુબાડી દીધા. 28 સમુદ્રના પાણીએ પાછાં વળીને, રથોને, ઘોડેસવારોને અને ઇસ્રાએલીઓનો પીછો પકડી સમુદ્રમાં ઘસી ગયેલા ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી એક પણ બચી શકયો નહિ. 29 પરંતુ ઇસ્રાએલના લોકો સમુદ્રની વચ્ચેથી સૂકી જમીન પર થઈને ચાલ્યા ગયા હતા. અને પાણીની ભીંત તેમની ડાબી અને જમણી બાજુએ થઈ ગઈ હતી. 30 આ રીતે તે દિવસે યહોવાએ ઇસ્રાએલીઓને મિસરીઓના હાથમાંથી બચાવી લીધા. અને ઇસ્રાએલીઓએ મિસરીઓને સમુદ્ર કિનારે મૃત હાલતમાં પડેલા જોયા. 31 અને યહોવાએ મિસરીઓ વિરુધ્ધ જે પરાક્રમ કર્યું હતું તે જોઈને તેઓ ગભરાઈ ગયા અને યહોવા પર અને તેના સેવક મૂસા પર તેમને વિશ્વાસ બેઠો.

15:1 પછી મૂસાએ અને ઇસ્રાએલના લોકોએ યહોવાના માંનમાં આ ગીત ગાયું:“હું યહોવાના માંનમાં ગાયન કરીશ, એણે મહાન વિજય પ્રાપ્ત કર્યો! સાગરની અંદર કઈક અશ્વોના અસવારને ડુબાડયાં, 2 દેવ માંરું સાર્મથ્ય છે; મને જેણે ઉગાર્યો, હું આ ગીતમાં એની સ્તુતિ કરું. એ જ માંરો દેવ છે અને હું એના ગુણગાન ગાઉ. તે માંરા પિતાનો દેવ છે. હું સન્માંન કરું છું. હું એનાં યશગાન ગાઉં. 3 યહોવા તો યોદ્ધા છે, જેનું યહોવા નામ છે. 4 ફારુનનાં રથો અને સૈન્ય, જેણે લાલ સમુદ્રમાં ફેંકી દીધાં; ફારુનના વીર સરદારને સમુદ્રમાં ડુબાડી દીઘા. 5 પથ્થરની જેમ સાગરની નીચે પહોચ્યા, સાગરમાં જળનિધિઓ ઉપર ફરી વળ્યાં. 6 યહોવા! તમાંરો જમણો હાથ, પરાક્રમે મહિમાંવાન છે. હે યહોવા! તમાંરા જમણા હાથે શત્રુઓને છિન્ન ભિન્ન કર્યા. 7 તારી શ્રેષ્ઠતાના માંહાત્મ્યથી, જે તારી સામે થયા તેનો નાશ કર્યો. તારા ક્રોધે તેમને ઘાસના પૂળાની જેમ બાળી નાખ્યા. 8 યહોવા, તેં ક્રોધથી ફૂકેલા પવનથી ઊભા ઢગલા થઈ ગયા સાગરજળ. મોજાઓ જે હતા ઉછળતા અને વહેતા ઊભા અધવચ ભીત થઈ; સાગરની જેમ પાતાળની વચ્ચે; તે સમયે સાગરજળ ભેગા થયા. 9 શત્રુ મનમાં બબડે છે, ‘હું પકડીશ પાછળ પડી, અને હું તેમનું ધન સધળુ લઈશ. હું બધું જ માંરી તરવાર વડે લઈ જઈશ. હું માંરે માંટે બધુંજ રાખીશ.’ 10 પરંતુ યહોવા! એક માંત્ર પ્રબળ ફૂંક લગાવીને તમે મધદરિયે, સમાંવી લીઘા. પ્રચંડ મહા જળરાશિમાં, સૌ સીસાની જેમ ડુબ્યા. 11 હે યહોવા, કોણ છે તમાંરા જેવો બીજો દેવ? છે કોણ તમાંરા જેવું પરમપવિત્ર મહિમાંવાન? તમાંરા જેવા ચમત્કાર કોણ કરી શકે? સ્તોત્રોમાં ભયજનક પરાક્રમ કરનાર, કોણ છે? 12 પૃથ્વી તેઓને તત્કાળ ગળી ગઈ, જયાં તેં કેવળ જમણો હાથ ઊંચો કર્યો. 13 યહોવા, તમે તમાંરા લોકોને છોડાવ્યા, તમાંરા પ્રેમ અને કરુણાથી તમે એમને તમાંરા બાહુબળના પરાક્રમે; તમાંરા પવિત્ર રોચક ધામમાં લઈ આવ્યા. 14 પ્રજા આ સાંભળી કંપીને ગભરાઈ, સહુ પલેશેથવાસીઓ ભયથી ગભરાય છે. 15 અદોમના સરદારો તે સમયે ભયભીત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષો ધ્રૂજે છે; એ બધાં કનાનવાસીઓ પણ હિંમત હારે; માંથાં પર ભયના ઓળા ભારે ઊતરતાં જોઈ, 16 તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા, તમાંરા બાહુબળે સ્તબ્ધ બની પથ્થર જેવા થયા, અને તું જ છોડાવી લાવ્યો, ઊભા એટલામાં; એ ‘યહોવા’ સમૂહમાં તારી પ્રજા ચાલી જાય. 17 જયાં તમાંરો આવાસ છે, લોકોને એ પર્વત પર તમાંરી પાસે લઈ જાય; જે જગ્યા તમે સિંહાસન માંટે તૈયાર કરી ત્યાં તેમને વસવાટ કરવા દેશો. હે માંલિક, ત્યાં તમે મંદિર તમાંરું બાંધશો! 18 યહોવા, તમાંરું રાજ સદાસર્વકાળ અમર તપશે.” 19 હા, ખરેખર આમ બન્યું, જ્યારે ફારુનના ઘોડા, રથો અને ઘોડેસવારોએ સમુદ્રમાં સાથે પ્રવેશ કર્યો, ત્યારે યહોવાએ તેમના પર સમુદ્રના પાણી પાછાં વાળીને તેઓ પર ફેરવી વાળ્યાં; પરંતુ ઇસ્રાએલના લોકો સમુદ્ર મધ્યે થઈને સૂકી જમીન પર ચાલ્યા. 20 પછી હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ ખંજરી હાથમાં લીધી અને તમાંમ સ્ત્રીઓ તેમની પાછળ પાછળ ખંજરીઓ લઈને નાચવા લાગી. મરિયમે અને સ્ત્રીઓએ નાચગાન શરૂ કર્યો. 21 મરિયમ તેમને ગવડાવતી હતી:“આપો આપો યહોવાને માંન, ગાઓ યહોવાના મહિમાં-ગાન, એનો વિજય છે કેવો મહાન! એની ફતેહ છે મહિમાંવાન, ડુબાડયા સમુદ્રને પેટાળ, એનાં ઘોડોને અસવાર.”ઇસ્રાએલપુત્રો અરણ્યમાં જાય છે 22 પછી મૂસા ઇસ્રાએલના લોકોને રાતા સમુદ્રથી આગળ લઈ ગયો. અને તેઓ ત્યાંથી નીકળીને શૂરના અરણ્યમાં ગયા; તેઓ ત્રણ દિવસ અરણ્યમાં ચાલ્યા. છતાં પાણી ન મળ્યાં. 23 પછી તેઓ ‘માંરાહ’ નામની જગ્યાએ આવી પહોંચ્યા પણ ત્યાંના પાણી પણ ના પી શક્યા, કારણ કે તે કડવા હતા. એને લીધે આ જગ્યાનું નામ ‘માંરાહ’ પડયું. 24 પછી તે બધા લોકોએ મૂસાની વિરુદ્ધ બબડાટ કરતાં કહ્યું કે, “આપણે પીશું શું?” 25 એટલે મૂસાએ યહોવાને પોકાર કર્યો એટલે યહોવાએ તેને ઝાડનું એક થડ બતાવ્યું. પછી મૂસાએ તે પાણીમાં નાખ્યું અને પાણી મીઠું થઈ ગયું.ત્યાં દેવે લોકોને ન્યાય કર્યો તથા એક વિધિ તથા એક નિયમ ઠરાવ્યો. અને ત્યાંજ તેમની કસોટી કરી. 26 યહોવાએ કહ્યું, “તમે લોકો તમાંરા દેવની યહોવાની વાણી ધ્યાનપૂર્વક સાંભળશો, અને તેની નજરમાં જે સારું હોય તે કરશો. અને તેની આજ્ઞાઓ માંથે ચઢાવશો. અને માંરા બધા કાનૂનોનું પાલન કરશો તો મેં મિસરીઓ ઉપર જે રોગો મોકલ્યા હતા તેમાંનો કોઈ તમાંરા ઉપર મોકલીશ નહિ. કારણ કે હું યહોવા તમાંરા રોગોનો કરનાર છું. તમને સાજા હરનાર છું.” 27 પછી તે લોકો એલીમ આવી પહોંચ્યા, ત્યાં બાર પાણીના ઝરા હતા અને 70 ખજૂરીઓ ઝાડ હતાં, તેથી પાણીની નજીક તેઓએ પડાવ નાખ્યો.

16:1 ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજે એલીમથી યાત્રાનો આરંભ કર્યો અને તેઓ એલીમ અને સિનાઈની વચ્ચે આવેલા સીનના રણપ્રદેશમાં આવ્યા. મિસરમાંથી નીકળ્યા પછી બીજા મહિનાનો તે 15 મો દિવસ હતો. 2 તે પછી ઇસ્રાએલના બધા લોકોએ મૂસા અને હારુનની વિરુદ્ધ ફરીથી ફરિયાદ કરવાની શરૂઆત કરી. 3 તે લોકોએ મૂસા અને હારુનને કહ્યું, “કઈ નહિ તો આપણે માંસથી ભરેલા વાસણ પાસે પેટ ભરાય ત્યાં સુધી ખાતા બેઠા હતાં. જો યહોવાએ અમને મિસરમાં માંરી નાખ્યા હોત તો સારું થાત. તમે તો સમગ્ર સમાંજને ભૂખે માંરી નાખવા આ રણમાં લાવ્યા છો.” 4 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, “હું આકાશમાંથી તમાંરા લોકો માંટે અનાજનો વરસાદ વરસાવીશ. અને આ બધા લોકોએ પ્રતિદિન બહાર નીકળીને તે દિવસ પૂરતું અનાજ વીણી લાવવું. જેને કારણે હું તેમની પરીક્ષા કરી શકું કે તેઓ માંરા નિયમ પ્રમાંણે વર્તશે કે નહિ. 5 રોજ લોકો એક દિવસ પૂરતું જ અનાજ ભેગું કરે, પરંતુ છઠ્ઠા દિવસે રોજ કરતાં બમણું ભેગું કરીને રાંધી રાખવું.” 6 એટલા માંટે મૂસા અને હારુને ઇસ્રાએલના લોકોને કહ્યું, “આજે રાત્રે તમે યહોવાની શક્તિ જોશો, અને તમને ખબર પડશે કે મિસર દેશમાંથી તમને લોકોને બચાવીને બહાર લાવનાર તે યહોવા છે. 7 કાલે સવારે તમે લોકો યહોવાનું ગૌરવ જોશો કારણ કે તેમણે તેમની વિરુદ્ધની તમાંરી ફરિયાદ સાંભળી છે, તમે હમેશા અમને ફરિયાદ કરો છો, હવે કદાચ અમને થોડો આરામ મળે.” 8 પછી મૂસાએ તેમને કહ્યું, “યહોવા, સાંજે તમને માંસ ખાવા માંટે આપશે, વળી સવારે ઘરાઈને ખાવા માંટે રોટલી આપશે, કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. પણ હવે કદાચ અમને થોડો આરામ મળે. યાદ રાખજો કે તમાંરી ફરિયાદ અમાંરી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે.” 9 પછી મૂસાએ હારુનને કહ્યું, “તું ઇસ્રાએલના લોકોને સંબોધન કર, ‘તેમને કહે, યહોવાની સમક્ષ સૌ ભેગા થાઓ, કારણ કે તેમણે તમાંરી ફરિયાદો સાંભળી છે.” 10 હારુને ઇસ્રાએલના સમગ્ર લોકસમુદાયને સંબોધન કર્યું; તે બધા એક જ સ્થાન પર ભેગા થયા હતા. તે સભાને કહેતો હતો તે દરમ્યાન તેમણે રણ તરફ જોયું, તો તે લોકોને વાદળમાં યહોવાનાં ગૌરવનાં દર્શન થયાં, 11 યહોવાએ મૂસાને કહ્યું, 12 “મેં ઇસ્રાએલના લોકોની ફરિયાદ સાંભળી છે; એટલા માંટે તેમને કહો કે, ‘સાંજે તમે માંસ ખાશો અને સવારે તમે રોટલી ઘરાઈને ખાશો; અને તમને વિશ્વાસ થશે કે તમાંરા દેવ યહોવા હું છું.”‘ 13 તે રાત્રે એવું બન્યું કે લાવરીઓએ ઊડી આવીને છાવણી ઢાંકી દીધી; અને સવારમાં છાવણીની આસપાસ ઝાકળનું પડ બાઝી ગયું. 14 સૂરજ ઊગતાં ઝાકળ ઊડી ગયું અને હિમના પડ જેવું બારીક નાનો ગોળ પદાર્થ રણની સપાટી પર હતો. 15 ઇસ્રાએલના લોકો આ જોઈ પરસ્પર એક બીજાને પૂછવા લાગ્યા, “આ શું છે?” કારણ કે એમને ખબર ન હતી કે એ શું છે. ત્યારે તેઓને મૂસાએ કહ્યું, “એ તો યહોવાએ તમને ખાવા માંટે આપેલો ખોરાક છે.” 16 યહોવાની એવી આજ્ઞા છે કે, ‘તમે પ્રત્યેક જણ પોતાનાથી ખાઈ શકાય તેટલું ભેગું કરી લો, માંથાદીઠ બે પાયા પ્રમાંણે તમાંરા તંબુમાં રહેનારા માંણસોના પ્રમાંણે લઈ લો.”‘ 17 અને ઇસ્રાએલના લોકોએ એ પ્રમાંણે કર્યું, કેટલાકે વધુ તો કેટલાકે ઓછું ભેગું કરી લીધું. 18 અને પછી તેઓએ ઓમેરથી માંપિયાથી માંપ્યું ત્યારે જેણે વધુ લીધું હતું તેનું વધ્યું નહિ કે જેણે ઓછું ભેગું કર્યુ હતું તેનું ઘટયું નહિ. પ્રત્યેક માંણસે પોતાના ખાવા પૂરતું જ એકઠું કર્યુ હતું. 19 પછી મૂસાએ તેમને કહ્યું, “તમાંરામાંથી કોઈએ સવારને માંટે રાખી મૂકવું નહિ.” 20 પરંતુ તેઓએ મૂસાનું કહ્યું માંન્યું નહિ અને તેમાંના કેટલાકે થોડું સવાર માંટે રાખ્યું તો તેમાં કીડા પડયા, અને તે ગંધાઈ ઊઠયું તેથી મૂસા તેમના પર ક્રોધે ભરાયો. 21 રોજ સવારે પ્રત્યેક જણ પોતાનાથી ખવાય તેટલો ખોરાક ભેગો કરતાં, અને સૂર્ય તપતો ત્યારે જે વધતું હોય તે બધું ઓગળી જતું. 22 અને પછી અઠવાડિયાના છઠ્ઠે દિવસે તેઓએ બમણો ખોરાક ભેગો કર્યો. પ્રત્યેક વ્યક્તિ દીઠ 16 કપ. પછી એ સમાંજના બધા આગેવાનોએ આવીને મૂસાને તે વિષે જણાવ્યું. 23 અને તેણે તેઓને કહ્યું, “યહોવાની આજ્ઞા એવી છે કે, “આવતી કાલે વિશ્રામવાર છે, યહોવાનો પવિત્ર સાબ્બાથ છે; તેથી તમાંરે જે રાંધવુ હોય તે રાંધી લો, અને જે વધે તે તમાંરા માંટે સવાર સુધી રાખી મૂકો.” 24 આથી મૂસાની આજ્ઞા પ્રમાંણે તેઓએ તેમાંથી સવારને માંટે રાખી મૂકયું, તો તેમાં કીડા પડયા નહિને ગંધાઈ પણ ઊઠ્યું નહિ. 25 અને મૂસાએ કહ્યું, “આજે તો ખાઓ, કારણ કે આજે વિશ્રામવાર છે, યહોવાનો દિવસ છે; આજે તમને ખેતરમાં અનાજ નહિ મળે. 26 સપ્તાહના છ દિવસ તમે એ ભેગું કરો; પણ સાતમો દિવસ સાબ્બાથ છે, તેથી તે દિવસે તમને તે ખાસ ખોરાક જમીન પર થોડો પણ નહિ મળે.” 27 સાતમાં દિવસે કેટલાક લોકો ભેગું કરવા માંટે બહાર ગયા, પણ તેમને કંઈ મળ્યું નહિ. 28 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, “કયાં સુધી તમાંરા લોકોએ માંરી આજ્ઞાઓ અને નિયમોનું પાલન કરવાની ના પાડવી છે? 29 જુઓ, યહોવાએ તમાંરા માંટે વિશ્રામવાર આપ્યો છે, તેથી છઠ્ઠે દિવસે તે તમને બે દિવસ માંટે ચાલે તેટલુ અન્ન આપશે, તેથી સાતમે દિવસે પ્રત્યેક જણે પોતપોતાના ઘરમાં રહેવું અને કોઈએ બહાર નીકળવું નહિ.” 30 તેથી તે લોકોએ વિશ્રામવારે વિશ્રામ કર્યો. 31 ઇસ્રાએલના લોકોએ તે વિશિષ્ટ ભોજનનનું નામ “માંન્ના” રાખ્યું. માંન્ના ધાણાની દાળ જેવું સફેદ હતું. અને તેનો સ્વાદ મધવાળી પાતળી ભાખરી જેવો હતો. 32 ત્યારે મૂસાએ કહ્યું, “યહોવાએ આદેશ આપ્યો છે કે, ‘તમાંરા વંશજોને માંટે તેમાંથી 8 કપ ભરીને માંન્ના રાખી મૂકો; જેથી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને લોકોને જે ભોજન ખવડાવ્યું હતું તે તેઓ જોઈ શકે.”‘ 33 પછી મૂસાએ હારુનને કહ્યું કે, “એક બરણી લઈને તેમાં 8 કપ માંન્ના ભરીને તમાંરા વંશજોના ભવિષ્ય માંટે સાચવી રાખવા તેને યહોવાની આગળ મૂક.” 34 યહોવાએ મૂસાને આજ્ઞા આપ્યા મુજબ હારુને તેને સાચવવા માંટે કરારકોશ સમક્ષ મુકયું. 35 પછી ઇસ્રાએલના લોકોએ 40 વર્ષ પર્યંત વસવાટ કરવા યોગ્ય પ્રદેશમાં તેઓ આવ્યા ત્યાં સુધી-માંન્ના ખાધું. તેઓ કનાન દેશની સરદહમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માંન્ના ખાધું. 36 એક ઓમેર લગભગ આઠ પ્યાલા બરાબર હતું. માંન્ના તોલવા માંટેનું એક માંપ ઓમેર હતું.

17:1 ઇસ્રાએલના લોકોના સમગ્ર સમાંજે સીનના રણમાંથી છાવણી ઉઠાવીને યહોવાની આજ્ઞા મુજબ યાત્રા કરતા કરતા આગળ વધીને તેમણે રફીદીમમાં છાવણી નાખી રોકાણ કર્યું. પરંતુ ત્યાં લોકોને પીવા માંટે પાણી પણ દુર્લભ હતું. 2 તેથી લોકોએ મૂસા સાથે તકરાર કરી અને કહ્યું, “અમને પીવા માંટે પાણી આપો.”એટલે મૂસાએ તેમને કહ્યું, “તમે લોકો માંરી સાથે શા માંટે તકરાર કરો છો? તમે યહોવાની કસોટી શા માંટે કરો છો?” તમે એમ સમજો છો કે દેવ આપણી સાથે નથી?” 3 પરંતુ લોકો બહુ તરસ્યા હતા. તેથી તે લોકોએ મૂસા વિરુદ્ધ બડબડાટ કરતાં કહ્યું કે, “તમે અમને, અમાંરાં બાળબચ્ચાંને અને ઢોરઢાંખરને તરસે માંરવા શા માંટે મિસર દેશમાંથી અહીં લઈ આવ્યા?” 4 આથી મૂસાએ યહોવાને પોકાર કર્યો, “આ લોકો સાથે હું શું કરું? તેઓ મને માંરી નાખવા તૈયાર છે.” 5 યહોવાએ મૂસાને કહ્યું, “જા, ઇસ્રાએલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નાઈલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે. 6 જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક ઉપર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.”ઇસ્રાએલીઓના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ. 7 અને મૂસાએ તે જગ્યાનું નામ માંસ્સાહ અને મરીબાહ રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇસ્રાએલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાની પરીક્ષા કરી હતી, તે લોકો જાણવા માંગતા હતા કે યહોવા અમાંરી વચ્ચે છે કે નહિ?” 8 અમાંલેકીઓએ રફીદીમ આગળ આવીને ઇસ્રાએલના લોકો પર હુમલો કર્યો. 9 પછી મૂસાએ યહોશુઆને કહ્યું કે, “તું આપણામાંથી માંણસો પસંદ કરીને આવતી કાલે અમાંલેકીઓ સામે યુદ્ધ કરવા જા. હું દેવની લાકડી લઈને પર્વતની ટોચ પર ઊભો રહીશ.” 10 યહોશુઆએ મૂસાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. અને અમાંલેકીઓ સામે જંગે ચડયો. પછી મૂસા તથા હારુન અને હૂર પર્વતની ટોચ પર પહોંચી ગયા. 11 અને મૂસા જ્યારે પોતાનો હાથ ઊચો કરતો, ત્યારે ઇસ્રાએલના લોકોનો વિજય થતો; પરંતુ જ્યારે તે પોતાનો હાથ નીચો કરતો, ત્યારે અમાંલેકીઓનો વિજય થતો. 12 પણ મૂસાના હાથ થાક્યા એટલે તે લોકોએ એક પથ્થર લઈ મૂસાની પાછળ મૂક્યો અને તે તેના પર બેસી ગયો; અને હારુને તથા હૂરે ટેકો દઈને તેના હાથોને ઊંચા રાખ્યા, એક જણે એક બાજુથી અને બીજાએ બીજી બાજુથી, આમ સૂર્યાસ્ત થતાં સુધી હાથ સ્થિર રહ્યા. 13 યહોશુઆ અને તેના લોકોએ અમાંલેક લોકોને યુધ્ધમાં હરાવી નાખ્યા. 14 પછી યહોવાએ મૂસાને કહ્યું, “એ હકીકતને યાદગીરી માંટે પુસ્તકમાં લખ. અને યહોશુઆને જરૂર કહેશો કે, હું અમાંલેકીનું નામનિશાન પૃથ્વી પરથી સદાયને માંટે ભૂસી નાખીશ.” 15 ત્યાર બાદ મૂસાએ એક વેદી બનાવી અને તેનું નામ “યહોવા નિસ્સી“ રાખ્યું. 16 તેણે કહ્યું કે, “મેં માંરા હાથ યહોવાના સિંહાસન તરફ લંબાવ્યા એટલા માંટે યહોવાએ હંમેશની જેમ અમાંલેકી સાથે યુદ્ધ કર્યુ.”

18:1 મૂસાના સસરા યિથ્રો મિધાનમાં યાજક હતા. દેવે મૂસા અને ઇસ્રાએલના લોકોને જે અનેક પ્રકારે સહાય કરી હતી, તે બાબતમાં તથા જે રીતે તે ઇસ્રાએલના લોકોને મિસરમાંથી બહાર લાવ્યા હતા તે બાબતમાં સાંભળ્યું. 2 તેથી મૂસા જ્યારે દેવના પર્વત પાસે છાવણી નાખીને રહ્યો હતો, ત્યારે યિથ્રો મૂસા પાસે ગયો. અને તેની સાથે મૂસાની પત્ની સિપ્પોરાહ ને લાવ્યો, જેને પહેલા મૂસાએ તેમના બે પુત્રો સાથે યિથ્રો પાસે મોકલાવેલ હતા. 3 યિથ્રો મૂસાના બે પુત્રોને સાથે લાવ્યો હતો. પ્રથમ પુત્રનું નામ ગેર્શોમ હતું; કારણ તે જન્મ્યો ત્યારે મૂસાએ કહ્યું કે, “હું પરદેશમાં અજાણ્યો છું.” 4 બીજા પુત્રનું નામ અલીએઝેર હતું. કારણ કે મૂસાએ કહ્યું હતું કે, “માંરા પિતાના દેવે મને મદદ કરીને ફારુનની તરવારથી ઉગાર્યો હતો.” 5 એટલા માંટે યિથ્રો મૂસાની પત્ની અને પુત્રને લઈને રણમાં દેવના પર્વત આગળ જયાં મૂસાએ છાવણી નાખીને મુકામ કર્યો હતો ત્યાં આવ્યો. 6 તેના સસરા યિથ્રોએ મૂસાને સંદેશો મોકલ્યો કે, “હું તમાંરો સસરો યિથ્રો છું અને તમાંરી પત્ની અને બે પુત્રોને તમાંરી પાસે લાવું છું.” 7 એટલા માંટે મૂસા તેના સસરાને મળવા સામો ગયો અને પ્રણામ કરીને ચુંબન કર્યુ. બંનેએ પરસ્પર એકબીજાને ક્ષેમકુશળતાના સમાંચાર પૂછયા. પછી તેઓ મૂસાની છાવણીમાં વધારે વાતો કરવા માંટે ગયા. 8 ત્યાં મૂસાએ પોતાના સસરા યિથ્રોને યહોવાએ ઇસ્રાએલના લોકો માંટે ફારુન અને મિસરના લોકોના જે હાલ કર્યા હતા તથા ઇસ્રાએલના લોકોને માંર્ગમાં જે જે વિંટંબણાઓનો સામનો કરવો પડયો હતો અને યહોવાએ તે લોકોને કેવી રીતે ઉગાર્યા હતા, તે બધું કહી સંભળાવ્યું. 9 યહોવાએ ઇસ્રાએલના લોકોને મિસરના લોકોના હાથમાંથી છોડાવીને તેમના પર જે ઉપકાર કર્યો હતો તે જાણીને યિથ્રો ખૂબ પ્રસન્ન થયો. 10 અને યિથ્રોએ કહ્યું,“યહોવાની સ્તુતિ કરો, જેણે ઇસ્રાએલી લોકોને મિસર વાસીઓના અને ફારુનના હાથમાંથી છોડવ્યા છે! 11 હવે મને ખાતરી થઈ છે કે, યહોવા, બધા દેવોમાં મહાન છે; કારણ કે મિસરવાસીઓએ તમાંરી સાથે ગેરવર્તાવ રાખ્યો ત્યારે તમને સૌને એમના હાથમાંથી છોડાવ્યા.” 12 પછી મૂસાના સસરા યિથ્રોએ દેવને યજ્ઞો અને દહનાર્પણો ચઢાવ્યાં, અને હારુન ઇસ્રાએલના સર્વ વડીલોને સાથે લઈને દેવ સમક્ષ મૂસાના સસરા સાથે રોટલી ખાવાને માંટે આવ્યો. 13 પછી બીજે દિવસે સવારે મૂસાએ ઘણા લોકોનો ન્યાય કરવાનું શરું કર્યુ જેઓ સવારથી સાંજ સુધી આવતા રહેતા અને પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોતા. 14 મૂસા લોકો માંટે જે કંઈ કરતો હતો તે સઘળું મૂસાના સસરાએ જોયું, તેથી તેણે મૂસાને કહ્યું, “લોકોના માંટે તમે આ શું કરો છો? તું એકમાંત્ર ન્યાયાધીશ તરીકે બેસી રહે છે અને લોકો તારી પાસે સવારથી સાંજ સુધી આવ્યા જ કરે છે!” 15 ત્યારે મૂસાએ પોતાના સસરાને કહ્યું, “લોકો માંરી પાસે આવે છે; અને તેમની સમસ્યાઓના સંબંધમાં દેવની ઈચ્છાની બાબતમાં પૂછે છે. 16 એ લોકોમાં કોઈ વિવાદ થયો હોય, તો તેઓ માંરી પાસે આવે છે. અને કોણ સાચું છે તે નક્કી કરુ છું. આ રીતે હું તેઓને દેવના કાનૂનો અને ઉપદેશો શીખવું છું.” 17 પરંતુ મૂસાને તેના સસરાએ કહ્યું, “તું જે રીતે આ કરી રહ્યો છે તે યોગ્ય નથી. 18 તારા એકલાથી આ કામ થઈ શકશે નહિ. તું એકલો આ કામ નહિ કરી શકે. આમ તો તમે અને તમાંરી સાથેના આ માંણસો થાકી જશો. 19 હું તને સલાહ આપું છું, તારે શું કરવું જોઈએ, એ હું તને બતાવું છું. “હું દેવને પ્રાર્થના કરું છું કે દેવ તને મદદ કરે. તારે દેવ સમક્ષ એ લોકોના પ્રતિનિધિ થવું જોઈએ અને તે લોકોના પ્રશ્નો તેમની આગળ રજૂ કરવા જોઈએ. 20 અને તારે તો લોકોને દેવના કાનૂનો અને ઉપદેશો અને આ કાયદાઓ ન તોડવા ચેતવવાના છે, શીખવવાના છે. તેઓને જીવનનો સાચો માંર્ગ અને શું કરવું તે જણાવવાનું છે. 21 વધારામાં દેવનો ડર રાખનાર, તથા સર્વ લોકોમાંથી હોશિયાર અને વિશ્વાસપાત્ર હોય, તથા લાંચરૂશ્વતને ધિક્કારતા હોય એવા માંણસોને પસંદ કરીને તેઓને હજાર હજાર, સો સો, પચ્ચાસ પચ્ચાસ અને દશ દશ માંણસોના ઉપરીઓ નિયુક્ત કરો. 22 “પછી એ ઉપરીઓ પ્રતિનિધિઓને લોકોનો ન્યાય કરવા દો. જો કોઈ બહુ જ ગંભીર સમસ્યા હોય તો ઉપરી પ્રતિનિધિ નિર્ણય કરશે અને પછી તેઓ તમાંરી પાસે આવી શકશે. પરંતુ બીજા નાના નાના પ્રશ્નોનો નિર્ણય તેઓ કરશે. આમ તમાંરા કાર્યમાં તેઓ સહભાગી થશે અને તમાંરું કામ હળવું થશે. 23 હવે જો તું આ બધુંજ કરીશ, તો દેવના ઈચ્છતા તું કદી થાકીશ નહિ અને આ બધાં લોકો પણ સંપૂર્ણપણે સંતોષી થઈ પોતાના ધરે પાછા ફરશે.” 24 પછી મૂસાએ પોતાના સસરાનું કહ્યું સ્વીકાર્યું, અને તેણે તે પ્રમાંણે કર્યુ. 25 પછી તેણે સર્વ ઇસ્રાએલના લોકોમાંથી સારા માંણસો પસંદ કર્યા અને તેમને હજારના, સોના, પચાસના, તથા દશ માંણસોના ઉપરી નિયુક્ત કર્યા. 26 ત્યાર બાદ તે લોકો જ બધો સમય લોકોનો ન્યાય કરવા લાગ્યા. ફક્ત મુશ્કેલ પ્રશ્નો હોય તો જ તેઓ મૂસા આગળ લાવતા, અને નાના પ્રશ્નો તેઓ જાતે પતાવતા. 27 ત્યાર બાદ મૂસાએ પોતાના સસરા યિથ્રોને વિદાય આપી અને પછી યિથ્રો તેના વતનમાં પાછો ફર્યો.

19:1 મિસર દેશમાંથી નીકળ્યા પછી ત્રીજા મહિનાના પ્રથમ દિવસે જ ઇસ્રાએલના લોકો સિનાઈના રણમાં આવી પહોંચ્યા. 2 પછી તેઓ રફીદીમથી નીકળીને સિનાઈના રણમાં આવ્યા અને ત્યાં આગળ સિનાઈ પર્વતની સામે નજીકમાં જ મૂકામ કર્યો. 3 ત્યાર બાદ મૂસા પર્વત ચઢીને દેવ સમક્ષ ઊભો રહ્યો; અને દેવે તેની સાથે પર્વત પરથી વાતો કરીને કહ્યુ, “ઇસ્રાએલના લોકોને અને યાકૂબના ઘરને આ કહેજે: 4 ‘તમે તમાંરી નજરે જોયું કે મે મિસરવાસીઓને શું કર્યુ અને તમને મિસરમાંથી ગરૂડની જેમ ઉપાડીને માંરી પાસે કેવી રીતે લાવ્યો હતો. 5 તેથી હવે જો તમે માંરા કહ્યાં પ્રમાંણે કરશો અને માંરા કરારને ધ્યાન રાખશો, તો સર્વ પ્રજાઓમાં તમે માંત્ર ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી માંરી છે. પણ હું તમને માંરા ખાસ લોકો તરીકે પસંદ કરુ છું. 6 તમે માંરે સારું એક ખાસ યાજકોનું રાષ્ટ્ર બનશો તથા પવિત્ર દેશજાતિ થશો.’ આ બધું તમાંરે ઇસ્રાએલના લોકોને કહેવાનું છે.” 7 આથી મૂસાએ આવીને તે લોકોના વડીલોને બોલાવડાવ્યા. અને યહોવાએ તેને જણાવેલાં બધાં વચનો તેઓની સમક્ષ કહી સંભળાવ્યાં. 8 તે સાંભળીને સર્વ લોકોએ એક સાથે જવાબ આપ્યો, “યહોવાએ જે ફરમાંવ્યું છે તે બધાનું અમે પાલન કરીશું.”અને લોકોએ જે જવાબ આપ્યો તે મૂસાએ દેવને પહોંચાડ્યો. 9 પછી યહોવાએ મૂસાને કહ્યું, “જો હું એક ગાઢ વાદળમાં તારી પાસે આવું છું, જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે, અને તારા પર સદાસર્વદા વિશ્વાસ રાખે.”અને લોકોનાં વચન મૂસાએ દેવને કહી સંભળાવ્યાં. 10 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકો પાસે જા અને તેઓને કહે કે, આજ અને આવતી કાલે તેઓ દેહશુદ્ધિ કરે, અને તેઓ પોતાનાં વસ્ત્રો ધુએ, 11 અને ત્રીજા દિવસને માંટે તૈયાર થઈ જાય; કારણ કે, ત્રીજે દિવસે હું સર્વ લોકોના દેખતાં સિનાઈના પર્વત ઉપર ઊતરનાર છું. 12 અને તું પર્વતની ચારે બાજુ લોકોને માંટે હદ બાંધી આપજે, અને તેમને કહેજે કે, ‘ખબરદાર રહેજો, પર્વત પર ચઢતા નહિ, ને તેની તળેટીને પણ અડકતા નહિ, અને જે કોઈ તેને અડકશે તેનો વધ કરવામાં આવશે. 13 જો કોઈ વ્યક્તિ તેને હાથ અડકાડે, તો તેને પથ્થરે માંરવો અથવા તીરથી વીંધી નાખવો, પછી તે પશુ હોય કે માંણસ હોય, તે બચશે નહિ, જયારે રણશિંગડુ ફૂંકાય, ત્યારે માંત્ર એ લોકો પર્વત પર ચઢી શકશે.” 14 આથી મૂસા પર્વત પરથી નીચે ઊતરીને લોકો પાસે ગયો અને તેણે તેઓને શુદ્ધ કર્યા. અને લોકોએ પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં. 15 અને પછી મૂસાએ તે લોકોને કહ્યું, “ત્રીજા દિવસ સુધીમાં તૈયાર થઈ જજો. સ્ત્રી સંગ કરશો નહિ.” 16 પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા. 17 એટલે મૂસાએ સર્વ લોકોને દેવને મળવા માંટે છાવણીમાંથી બહાર કાઢયા; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યાં. 18 અગ્નિરૂપે યહોવા સિનાઈ પર્વત ઉપર ઊતર્યા, એટલે આખો પર્વત બહુ કંપ્યો. તે ઘુમાંડો ભઠ્ઠીના ઘુમાંડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી ધ્રૂજવા લાગ્યો. 19 અને પછી જ્યારે રણશિંગડાનો અવાજ વધારને વધારે મોટો થતો ગયો, ત્યારે મૂસા બોલતો અને દેવ તેને ગડગડાટના અવાજથી જવાબ આપતો. 20 અને યહોવા સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યો; પછી યહોવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો; તેથી મૂસા પર્વત ઉપર ગયો. 21 પછી યહોવાએ મૂસાને કહ્યું, “નીચે જા, અને લોકોને સાવધાન કર કે, તેઓ માંરા દર્શનાર્થે હદ ઓળંગીને ઘસી આવે નહિ, નહિ તો ઘણા લોક માંર્યા જશે. 22 વળી જે યાજકો માંરી નજીક આવે, તેઓ પોતાને શુદ્ધ કરે નહિ તો હું તેમને સખત સજા કરીશ.” 23 એટલે મૂસાએ યહોવાને કહ્યું, “લોકો સિનાઈ પર્વત ઉપર આવી શકે નહિ, કારણ કે તમે પોતે અમને આજ્ઞા કરી હતી કે, પર્વતની ચારે બાજૂ હદ બાંધી લેજો અને લોકો તેને પાર કરી પવિત્ર મેદાનમાં ન આવે.” 24 એટલે યહોવાએ તેને કહ્યું, “જા, નીચે ઊતર; અને હારુનને ઉપર લઈ આવ, પરંતુ યાજકો કે લોકો હદ ઓળંગીને માંરી પાસે ઘસી આવે નહિ એનું ધ્યાન રાખજે, નહિ તો હું તે લોકો ઉપર તૂટી પડીશ.” 25 એટલે મૂસાએ નીચે ઉતરીને તેઓને એ વાત કરી.

20:1 પછી દેવે એ સર્વ વચનો ઉચ્ચારતા કહ્યું કે, 2 “હું તમાંરો દેવ યહોવા છું, જે તમને મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ હતાં ત્યાંથી બહાર લઈ આવ્યો હતો. તેથી તમાંરે આ આદેશો માંનવા પડશે: 3 “માંરા સિવાય તમાંરે બીજા કોઈ દેવોની પૂજા કરવી નહિ. 4 “તમાંરે આકાશમાંથી કે પૃથ્વી ઉપરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમાં બનાવવી નહિ. 5 તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ. 6 પરંતુ માંરા પર પ્રીતિ રાખનાર અને માંરી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવનાર છું. 7 “તમાંરે માંરું એટલે તમાંરા દેવ યહોવાના નામનો દુરુપયોગ ન કરવો, કારણ કે તે માંણસોને હું નિર્દોષ ગણીશ નહિ. જેઓ માંરા નામનો દુરુપયોગ કરે છે તેને સજા કર્યા વિના હું રહેતો નથી. 8 “વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખો. 9 છ દિવસ તમાંરે તમાંરાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમાંરા દેવ યહોવાનો છે. 10 તેથી તે દિવસે તમાંરે કે તમાંરા પુત્રોએ કે તમાંરી પુત્રીઓએ, તમાંરા દાસ-દાસીઓએ કે તમાંરાં ઢોરઢાંખરો કે તમાંરા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે, 11 છ દિવસમાં યહોવાએ આકાશ તથાપૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમાંમ વસ્તુઓ બનાવી હતી અને સાતમે દિવસે વિશ્રામ કર્યો હતો, તેથી યહોવાએ વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે. 12 “તમાંરા માંતાપિતાનું સન્માંન કરો, જેથી હું તમને જે દેશ આપનાર છું તેમાં તમે લાંબુ આયુષ્ય પામો. 13 “તમાંરે ખૂન કરવું નહિ. 14 “તમાંરે વ્યભિચાર કરવો નહિ. 15 “તમાંરે ચોરી કરવી નહિ. 16 “તમાંરે પડોશી કે માંનવબંધુ વિરુદ્ધ જૂઠી સાક્ષી પુરવી નહિ. 17 “તમાંરા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમાંરા પડોશીની પત્ની, કે તેના દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તમાંરા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા રાખવી નહિ.” 18 બધા લોકો ગર્જના, અને રણશિંગડાનો નાદ સાંભળીને તથા વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ઘુમાંડો જોઈને ભયભીત થઈને થરથર ઘ્રૂજતાં દૂર જ ઊભા રહ્યા. 19 પછી તેઓએ મૂસાને કહ્યું, “અમાંરી સાથે તમે જ બોલો, તો અમે સાંભળીશું, પણ દેવ અમાંરી સાથે ન બોલે. નહિ તો અમે બધા મરી જઈશું.” 20 એટલે મૂસાએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ, કારણ કે દેવ તો તમાંરી કસોટી કરવા આવ્યા છે, જેથી તમે બધા ગભરાતા રહો અને પાપ ન કરો.” 21 પરંતુ લોકો તો તેમ છતાં દૂર જ ઊભા રહ્યાં, ને મૂસા ઘનઘોર વાદળ નજીક જયાં દેવ હતા ત્યાં ગયો. 22 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું ઇસ્રાએલના લોકોને એ પ્રમાંણે કહે કે, મેં તમાંરી સાથે આકાશમાંથી વાત કરી છે એ તમે જાતે જોયું છે. 23 તેથી માંરી આગળ તમાંરે કોઈ સોનાચાંદીની મૂર્તિઓ ન બનાવવી. તમાંરે આ ખોટા દેવો બનાવવા નહિ. 24 “માંરા માંટે તમે લોકો એક માંટીની વેદી બનાવજો, અને તેના પર તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરોમાંથી મને દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવજો. અને જે સર્વ જગાએ હું માંરું નામ સ્થાપીશ, ત્યાં હું તમાંરી પાસે આવીશ અને તમને આશીર્વાદ આપીશ. 25 જો તમે માંરા માંટે પથ્થરની વેદી બાંધો, તો ઘડેલા પથ્થરની ન કરાવશો. કારણ કે તમે જો તેના પર કોઈ પણ ઓજાર વાપરો તો તે અશુદ્ધ બની જાય. 26 તેમ જ તમાંરે પગથિયાં ઉપર થઈને માંરી વેદી ઉપર ચઢવું નહિ, જેથી તમાંરી નગ્નતા દેખાય નહિ.”

21:1 પછી દેવે મૂસાને કહ્યું, “હવે તારે કાનૂનો તેઓની આગળ રજૂ કરવાના છે તે આ છે: 2 “જો તમે કોઈ હિબ્રૂ દાસ ખરીદો, તો તે છ વરસ પર્યંત તમાંરી સેવા કરે અને સાતમે વરસે તે છૂટો થઈ જાય અને તેણે ચુકવવાંનુ નહિ રહે. 3 ગુલામ થતાં પહેલા જો તે પરણેલો નહિ હોય, તો તે પત્નીના સિવાય છુટો થઈ જાય અને એકલો ચાલ્યો જાય. પરંતુ જો ગુલામ થતી વખતે જો તે પરણેલો હશે, તો છૂટો થતી વખતે તે તેની પત્નીને સાથે લઈને જશે. 4 જો કદાચ તે અવિવાહિત હશે તો ધણી તેને પત્ની આપી શકશે. અને જો તે પત્ની, પુત્ર કે પુત્રીઓને જન્મ આપશે, તો તે સ્ત્રી તથા તેનાં બાળકો તેના ધણીનાં ગણાશે. અને તે એકલો છૂટો થાય. 5 “પરંતુ જો તે દાસ સ્પષ્ટ કહે કે; ‘હું તો માંરા ધણીને તથા માંરી પત્નીને તથા માંરાં બાળકોને ચાહું છું; માંરે તો છૂટવું નથી.’ 6 જો આવું બને તો ગુલામના ધણીએ તેને ન્યાયધીશોને સમક્ષ લાવવો અને બારસાખ આગળ ઉભો રાખીને સોય વતી તેનો કાન વીંધવો; એટલે તે તેના ધણીનો સદાને માંટે દાસ બની રહેશે. 7 “અને જો કોઈ વ્યક્તિ પોતાની દીકરીને દાસી તરીકે વેચે, તો તેને છુટી કરવાના કાયદા, પુરુષોને છુટા કરવાના કાયદા જેવા નથી. 8 જે વ્યક્તિએ તેને ખરીદી હોય તેને જો તે ન ગમે, તો તે તેના પિતાને પાછી વેચી શકે છે, જો ધણીએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યુ હોય, તો તે તેણે બીજા લોકોને વેચવાનો હક્ક ગુમાંવે છે. 9 પરંતુ જો તેણે તેના પોતાના પુત્ર માંટે રાખી હોય તો તેની સાથે તેણે પુત્રી જેવો વ્યવહાર રાખવો. 10 “જો તે બીજી પત્ની કરે, તો તેણે તેની પ્રથમ પત્નીના ખોરાક-પોષાક કે તેનાં પત્ની તરીકેના હક્કમાં કશો ઘટાડો કરવો નહિ. 11 અને જો તે તેની પત્ની પ્રત્યે આ ત્રણ ફરજો કરી ન શકે, તો તે મફત એટલે પૈસા ચૂકવ્યા વગર એમને એમ છૂટી થઈ શકે. 12 “જો કોઈ એક વ્યક્તિને માંરી તેની હત્યા કરે, તો તેને મોતની સજા કરવી. 13 પરંતુ જો એ વ્યક્તિએ કોઈ ચોક્કસ હેતુપૂર્વક ખૂન ના કર્યુ હોય, અને આકસ્મિક રીતે તેનું મૃત્યુ થયું હોય, તો તે વ્યક્તિને માંરી પસંદ કરેલી જગ્યાએ નાસી જશે, જ્યાં લોકો પોતાની રક્ષા માંટે ભાગી શકે છે. 14 “પરંતુ જો કોઈ ક્રોધે ભરાઈને જાણી જોઈને બીજાની હત્યા કરે, પોતાના પડોશી પર ઘસી જઈને તેને દગાથી માંરી નાખે; તો તેને માંરી વેદી આગળથી પણ લઈ જઈને મૃત્યુદંડ આપવો.” 15 “અને જો કોઈ પોતાના પિતાને કે માંતાને માંરે, તો તેને મૃત્યુદંડની સજા કરવી. 16 “જો કોઈ ચોરીછૂપીથી માંનવહરણ કરે અને તેને વેચે, અથવા તો તેને પોતાના તાબામાં રાખે, તો તેને મૃત્યુદંડની સજા કરવી.” 17 “અને જો કોઈ પોતાના પિતાને કે માંતાને શાપ આપે તો પણ તેને મૃત્યુદંડની સજા કરવી.” 18 “અને જો કોઈ બે માંણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને એક માંણસ બીજા માંણસને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો માંરે કે તે મરી ન જાય પરંતુ ખાટલે પડે; 19 પછી જ્યારે તે સાજો થઈને લાકડી લઈને હરતો-ફરતો થઈ જાય, તો જે માંણસે તેને માંર્યો હોય તે છૂટી જાય ખરો, પરંતુ તેણે પેલા માંણસને સમય અને કામની નુકસાની ભરપાઈ કરવી અને સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધી આધાર આપવો. 20 “અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને લાકડી વડે માંરે અને તેનું મૃત્યુ થાય, તે તો ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને. 21 પરંતુ જો તે દાસ કે દાસી મરી ન જાય અને થોડા દિવસો પછી સાજા થઈ જાય તો ધણીને સજા ન કરવી. કારણ એ દાસ કે દાસી તેની પોતાની મિલકત છે” 22 “જો કોઈ માંણસો લડતાં-ઝઘડતાં હોય ત્યારે કોઈ માંણસ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે તેના બાળકને સમય પહેલા જન્મ આપે પણ ગંભીર ઈજા ના થાય તો તે સ્ત્રીનો પતિ માંગેતેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાંણે આપવો. 23 પણ જો પછીથી બીજું કંઈ નુકસાન થાય, તો તેની શિક્ષા પ્રાણને બદલે પ્રાણ. 24 આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ. 25 ડામને બદલે ડામ, ઘાને બદલે ઘા, ચીરાના બદલે ચીરો એ રીતે બદલો લેવો. 26 “અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને આંખ પર માંરીને તે ફોડી નાખે, તો તેણે આંખની નુકસાનીના બદલામાં તેમને છૂટાં કરી દેવા. 27 અને જો તે પોતાના દાસનો કે પોતાની દાસીનો દાંત તોડી પાડે, તો તેના દાંતની માંટે નુકસાનીના બદલામાં તેને છોડી દેવો.” 28 “અને જો કોઈ બળદ સ્ત્રી કે પુરુષને શિંગડું માંરેને તેનું મૃત્યુ થાય, તો તે બળદને પથ્થરા માંરીને માંરી નાખવો. અને તેનું માંસ ખાવું નહિ, બળદના ધણીને ગુનેગાર ગણવો નહિ. 29 પણ જો તે બળદને પહેલાંથી શિંગડું માંરવાની ટેવ હોય, ને તેનો ધણી તે જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય, અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને માંરી નાખે, તો તે બળદને પથ્થરો માંરીને માંરી નાખવો અને તેના ધણીને પણ મોતની સજા કરવી. 30 પરંતુ મૃત્યુદંડને બદલે જો તેનો દંડ કરવામાં આવ્યો હોય, તો તેના જીવના બદલામાં જે કાંઈ મૂલ્ય ઠરાવવામાં આવ્યું હોય તે તેણે ચૂકવવું. 31 “અને જો તેણે કોઈના પુત્ર કે પુત્રીને શિંગડું માંર્યુ હોય, તો પણ આ જ કાનૂન લાગું પડે. 32 જો એ બળદ કોઈ દાસ કે દાસીને શિંગડું માંરે તો તેના ધણીએ દાસ કે દાસીને ધણીને ત્રીસ તોલા ચાંદી આપવી અને બળદને પથ્થરો માંરીને માંરી નાખવો. 33 “જો કોઈ વ્યક્તિ કુવાનું ઢાંકણુ ખોલી નાખે અથવા કોઈ વ્યક્તિ ખાડો ખોદેને તેને ઢાંકે નહિ, ને જો તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડે. 34 તો ખાડાના ધણીએ નુકસાન ભરપાઈ કરવું. તેણે એ પશુના ધણીને નાણામાં બદલો આપવો. અને મરેલું પશુ પોતે લઈ જવું. 35 “અને જો કોઈ માંણસનો બળદ બીજાના બળદને શિંગડું માંરે અને તે મરી જાય, તો તે બન્ને જીવતો બળદ વેચી નાખે અને તેની કિંમત તથા મરેલું પશુ વહેંચી લે. 36 અથવા જો અને પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી માંરવાની ટેવ છે અને એના ધણીએ એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ તેનું થાય.

22:1 “જો કોઈ માંણસ બળદ કે ઘેટું ચોરે અને તેને કાપે અથવા વેચી નાખે, તો તેણે એક બળદને બદલે પાંચ બળદ અને એક ઘેટાને બદલે ચાર ઘેટા આપવા. 2 જો કોઈ ચોર રાતના ખાતર પાડતા પકડાય અને તેની હત્યા થાય તો એ ખૂન ન ગણાય, પણ 3 જો તે સૂર્યોદય પછી ખાતર પાડીને ઘરમાં ઘૂસે અને પકડાઈ જતાં તેને માંરી નાખવામાં આવે તો એ ખૂન ગણાય. ચોરેલા માંલની નુકસાની ચોરી કરનાર ભરી આપે; અને જો તે કંગાલ હોય તો તેની ચોરીને કારણે પોતે વેચાઈ જાય. 4 પરંતુ જો ચોરેલી વસ્તુ તેના તાબામાં જીવતી મળી આવે, પછી તે બળદ હોય કે ગધેડું હોય કે ઘેટું હોય; તો તે બમણું ભરપાઈ કરી આપે. 5 “જો કોઈ વ્યક્તિ પોતાનાં ઢોર ખેતરમાં કે દ્રાક્ષની વાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાનાં ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી. 6 “જો કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં કાંટા-ઝાખરાં સળગાવવા આગ પેટાવે અને આગ પડોશીના ખેતરમાં ફેલાઈ જાય અને તેના પાક અથવા અનાજ બળી જાય; તો જેણે આગ લગાડી હોય તેણે પૂરું નુકસાન ભરપાઈ કરી આપવું. 7 “જો કોઈ વ્યક્તિ પોતાના પડોશીને નાણાં કે મિલકત સાચવવા માંટે સોંપે અને તે પેલા માંણસના ઘરમાંથી ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તેણે બમણું ભરપાઈ કરી આપવું. 8 પરંતુ જો ચોર પકડાઈ ના જાય તો તે ઘર ધણીએ પોતાને ન્યાયધીશો આગળ રજુ કરવો અને ન્યાયધીશ તેની ચોરીનો ફેસલો કરશે. 9 “જો કોઈ બે વ્યક્તિ બળદ વિષે કે ગધેડા વિષે કે ઘેટા વિષે કે વસ્ત્ર વિષે કે કોઈ ખોવાયેલી વસ્તુ વિષે અસહમત હોય અને તેમાંનો એક કહે: ‘આ માંરુ છે.’ પણ બીજો કહે: ‘ના આ માંરુ છે’ તો બન્નેએ દેવ પાસે જવુંને દેવ ન્યાય આપશે કે કોણ ખોટુ છે. જે ખોટો નીકળે તેણે બીજા વ્યક્તિને બમણું ભરપાઈ કરી આપવું. 10 “જો કોઈ માંણસ પોતાના પડોશીને ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા સોંપે; અને તે મરી જાય, અથવા તેને કોઈ ઈજા થાય, અથવા કોઈ ઉપાડી જાય, અને કોઈ સાક્ષી હોય નહિ, 11 તો પછી તે માંણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા નથી પહોચાડી. તેણે યહોવાને સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના ધણીએ એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. 12 પરંતુ જો પડોશી એ તે પશુની ચોરી કરી હોય, તો તેણે ધણીને નુકસાન ભરપાઈ કરી આપવું. 13 જો કોઈ જંગલી પ્રાણીએ તેને ફાડી ખાધું હોય, તો તેનો વધેલો ભાગ પુરાવા તરીકે રજૂ કરવો. પછી ફાડી ખાધેલાં પશુનું નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.” 14 “અને જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી પાસેથી કોઈ પ્રાણી ઉછીનું માંગી લે, અને તેનો ધણી તેની સાથે ના હોય તે સ્થિતીમાં તેને કંઈ ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પુરેપુરો બદલો આપવો. 15 ધણી તેની સાથે હોય, તો ઉછીનું લેનારે નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. અને જો ભાડે લીધું હોય તો ફકત ભાડું ચુકવવાનું રહે. 16 “જો કોઈ વ્યક્તિ અપરણીત કુમાંરિકાને લલચાવીને તેની સાથે મેળાપ કરે, તો તેણે તેનું કન્યામૂલ્ય ચૂકવીને તેની સાથે લગ્ન કરે. 17 જો તેનો બાપ તેની સાથે પરણાવાની ના પાડે, તો કુમાંરિકાના કન્યામૂલ્ય જેટલું નાણું આપવાનું રહે.” 18 “મેલીવિધાનો ઉપયોગ કરનાર સ્ત્રીને જીવતી રહેવા ન દે. 19 “જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.” 20 “માંરા સિવાય એટલે કે યહોવા સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરે અને આહુતિ આપે તો તે વ્યક્તિનું નામનિશાન રહેવા દેવું નહિ.” 21 “તમાંરે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેમના પર ત્રાસ કરવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા.” 22 “કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ.” 23 જો તમે કોઈ પણ પ્રકારે ત્રાસ અથવા તેમને દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેમનો પોકાર સાંભળીશ. 24 અને માંરો ક્રોધ ભભૂકી ઊઠશે. અને હું તરવારથી તમને રહેંસી નાખીશ; તો તમાંરી પત્ની વિધવા થશે અને તમાંરાં પોતાનાં બાળકો અનાથ થશે. 25 “તમે માંરા લોકોમાંના કોઈ ગરીબ માંણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો, ને તેની પાસે વ્યાજ લેશો નહિ. 26 જો તમે તમાંરા પડોશીનું વસ્ત્ર ગીરવે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમાંરે તે તેને પાછું આપવું. 27 કારણ કે એ એકમાંત્ર એનું પાગરણ છે. તેથી તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું. 28 “તમાંરા ન્યાયધીશોની નિંદા ન કર તથા તમાંરા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ. 29 “તમાંરે તમાંરા ખેતરની ઊપજ તથા તમાંરા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમાંરો જયેષ્ઠ પુત્ર મને આપવો. 30 “તમાંરાં બળદો અને ઘેટાનું પ્રથમ જનિત મને આપવું. સાત દિવસ ભલે તે પોતાની માંતાની સાથે રહે. આઠમે દિવસે તમાંરે તે મને આપી દેવો.” 31 “અને તમે લોકો માંરા પવિત્ર માંણસો થાઓ; તમાંરે જંગલી પશુએ માંરેલા કોઈ પશુનું માંસ ન ખાવું, તે કૂતરાંને નાખી દેવું.

23:1 “તમાંરે જૂઠી અફવા માંનવી નહિ, કે ફેલાવવી નહિ, દુષ્ટ માંણસને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ, 2 “બહુમતીથી દોરવાઈને તમાંરે ખોટું કામ કરવું નહિ, તેમ જ ન્યાયલયમાં સાક્ષી આપતી વખતે ન્યાયના ભોગે બહુમતીનો પક્ષ લેવો નહિ. 3 “માંણસ ગરીબ હોય તો તેની ગરીબીના કારણે ન્યાયાલયમાં તેના પ્રત્યે પક્ષપાત ન કરવો. જો તે સાચો હોય તો જ એનો પક્ષ લેવો. 4 “તમાંરા શત્રુનો બળદ કે ગધેડો ભટકતો નજરે પડે તો તમાંરે તેના માંલિકને ત્યાં પાછો પહોંચાડવો. 5 “જો તમે તમાંરા દુશ્મનના ગધેડાને ભારથી ચગદાઈને પડેલો જુઓ, તો તેને એમને એમ છોડીને ચાલ્યા ન જતાં, તમાંરે તેને સહાય આપીને બેઠો કરવો પછી જ તેને છૂટું કરવું. 6 “તમાંરે ગરીબ માંણસને તેના ન્યાયશાસનમાં અન્યાય ન કરવો.” 7 “જૂઠા આક્ષેપો કરવા નહિ, તથા નિર્દોષ અને ન્યાયીને મૃત્યુદંડની સજા કરવી નહિ. હું નિર્દોષ માંણસ ને માંરી નાખે તેવા ખરાબ માંણસને નિર્દોષ નહિ માંનું. 8 “તમાંરે કદાપી લાંચ લેવી નહિ. કારણ કે લાંચ દેખતાને અંધ બનાવે છે, જેથી તેઓ સત્ય જોઈ શકતા નથી. તે સારા માંણસને ખોટુ બોલતા કરે છે. 9 “તમાંરે વિદેશી લોકો પર ત્રાસ કરવો નહિ, તમે લોકો મિસરમાં વિદેશી હતા, એટલે તમે વિદેશીઓની લાગણીને જાણો છો. 10 “અને છ વર્ષ પર્યંત તમાંરે ખેતરમાં વાવેતર કરવું અને તેની ઊપજ એકત્રીત કરવી. 11 પણ તમાંરે સાતમે વર્ષે કશુંય વાવ્યા વિના જમીન પડતર રહેવા દેવી. જમીનને એક વર્ષ આરામ કરવા દેવો. જે કઈ ઉગે વાવ્યા વગર તે વર્ષે તે ગરીબોને લેવા દેવું અને વધેલું વનનાં પશુઓ ખાઈ શકે. વળી તમાંરે તમાંરી દ્રાક્ષની અને જૈતૂનની વાડીમાં પણ આ પ્રમાંણે કરવું. 12 “તમાંરે છ દિવસ કામ કરવું પણ સાતમે દિવસે વિશ્રામ કરવો, જેથી તમાંરા બળદને અને ગધેડાને આરામ મળે અને તમાંરા ઘરમાં કામ કરતા દાસ-દાસી અને પરદેશી આરામ કરીને તાજા થાય. 13 “અને મેં જે બધું તમને કહ્યું છે તેનું ધ્યાન રાખજો. અને અન્ય દેવોની પૂજા કરશો નહિ. તથા તમાંરા મોઢેથી તેઓનું નામ સાંભળવા મળવું જોઈએ નહિ. 14 “પ્રતિવર્ષ તમાંરે માંરો ઉત્સવ ત્રણ વાર ઊજવવો, આ રજાઓમાં, તમાંરે માંરી ખાસ જગ્યાએ માંરી ઉપાસના કરવા આવવું. 15 પહેલી રજા આબીબ મહિનામાં બેખમીર રોટલીના ઉત્સવની હશે. તે વખતે સાત દિવસ માંરી આજ્ઞા મુજબ તમાંરે ખમીર વગરની રોટલી ખાવી. કારણ કે, એ મહિનામાં તમે મિસરમાંથી બહાર આવ્યા હતા, અને કોઈએ માંરી પાસે ખાલી હાથે આવવું નહિ. 16 “બીજી રજા કાપણીના પર્વની હશે. આ રજા વહેલા ઉનાળામાં તમે ખેતરમાં જે વાવેતર કર્યુ હોય તેની પ્રથમ ઊપજ પ્રાપ્ત થાય ત્યારે હશે.“ત્રીજી રજા આશ્રયના પર્વમાં જ્યારે ખેતરમાંથી ઉપજ ભેગી કરો ત્યારે રહેશે. 17 “પ્રતિવર્ષ ત્રણ વખત તમાંરામાંના પ્રત્યેક પુરુષોએ માંરી ખાસ જગ્યાએ, માંરી સાથે તમાંરા માંલિક સાથે હાજર રહેવું. 18 “તમાંરે માંરા યજ્ઞનું લોહી ખમીરવાળી રોટલી સાથે ધરાવવું નહિ તેમજ માંરા પર્વની ચરબી સવાર સુધી રાખી મૂકવી નહિ. 19 “તમાંરી જમીનની પ્રથમ ઊપજનો ઉત્તમોત્તમ ભાગ તમાંરે તમાંરા યહોવા દેવના મંદિરમાં લઈ આવવો. વળી લવારાને તેની માંતાના દૂધમાં રાંધવું નહિ.” 20 “અને તમાંરા માંટે મેં જે જગ્યા તૈયાર કરી છે ત્યાં તમને લઈ જવા માંટે હવે હું તમાંરી આગળ એક દેવદૂત મોકલું છું તે રસ્તામાં તમાંરું રક્ષણ કરશે. 21 તમે લોકો તેનાથી જાળવીને રહેજો અને તેનું કહ્યું કરજો. તેના વિરુદ્ધ બળવો ન કરશો, તે તમાંરો ગુનો માંફ કરશે નહિ કારણ કે માંરુ નામ તેનામાં છે. 22 પરંતુ જો તમે તેની આજ્ઞાઓનું પાલન કરશો અને હું જે કહું તે બધુ કરશો, તો હું તમાંરી સાથે રહીશ અને તમાંરા શત્રુઓ સાથે લડીશ. અને તમને હેરાન અને ત્રાસ કરનારને હું સજા આપીશ. 23 “કારણ કે માંરો દેવદૂત તમાંરી આગળ આગળ ચાલશે અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના પ્રદેશમાં લઈ જશે, અને હું તેઓનો સર્વનાશ કરીશ. 24 “તે લોકોના દેવોની પૂજા કરવી નહિ, તેમની આગળ નમવું નહિ. તમાંરે તે લોકોની જેમ રહેવાનું નથી; તમાંરે તેઓની મૂર્તિઓને ઉથલાવી પાડવાની છે. અને તે લોકોના સ્તંભોના ભાંગીને ભુક્કા કરી નાખવાના છે. 25 વળી તમાંરે તમાંરા યહોવા દેવની જ સેવા કરવાની છે, અને હું તમાંરા અન્ન-જળ પર આશીર્વાદ વરસાવીશ. અને તમાંરા તમાંમ રોગો હું દૂર કરીશ. 26 તમાંરા દેશમાં કોઈ પણ સ્ત્રીનો ગર્ભપાત થશે નહિ, તથા કોઈ સ્ત્રી વાંઝણી પણ હશે નહિ; હું તમને લોકોને પૂરેપૂરું આયુષ્ય આપીશ.” 27 “તમે જ્યારે દુશ્મનો સાથે લડતા હશો, ત્યારે હું માંરુ મહાબળ તમાંરી સામે મોકલીશ અને તે બધાંને હું થથરાવી દઈશ. તથા તમાંરા બધા જ દુશ્મનો તમાંરાથી ભાગી જાય એવું હું કરીશ.” 28 તદુપરાંત હું તમાંરી આગળ હું ભમરીઓને મોકલીશ, ને તે હિવ્વી તથા કનાની તથા હિતી લોકોને તમાંરી આગળથી કાંકી કાઢશે. 29 હું એક જ વર્ષમાં એ બધાને હાંકી કાઢીશ નહિ, રખેને બધી જમીન વેરાન થઈ જાય અને જગંલમાં જંગલી જાનવરોની સંખ્યા વધી જતાં તમે બધા મુશ્કેલીમાં મુકાઈ જાઓ. 30 તમાંરી સંખ્યાનો એટલો બધો વધારો થાય અને તમે સમગ્ર દેશનો કબજો લઈ શકો ત્યાં સુધીમાં તો હું તેમને ધીરે ધીરે હાંકી કાઢીશ. 31 “અને હું રાતા સમુદ્રથી ફ્રાત નદી સુધી તમાંરી સરહદ નક્કી કરી આપીશ. પલિસ્તીઓના સમુદ્ર પશ્ચિમી સરહદે રહેશે અને પૂર્વી સરહદે અરબી રણ રહેશે. અને એ દેશના વતનીઓને હું તમાંરા હાથમાં સોંપી દઈશ, અને તમે તેમને હાંકી કાઢજો. 32 “તમે તેઓની સાથે કે તેઓના દેવો સાથે કોઈ સંબંધ બાંધશો નહિ, કે તેમને તમાંરા શહેરમાં રહેવા ન દેશો. 33 નહિ તો તેઓ તમને ફસાવી, તેમના દેવોની પૂજા કરશે અને માંરી વિરુદ્ધ પાપ કરવા પ્રેરશે.”

24:1 દેવે મૂસાને કહ્યું, “તું અને હારુન, તથા નાદાબ તથા અબીહૂ તથા ઇસ્રાએલના વડીલોમાંના સિત્તેર માંરી સમક્ષ આવો; અને થોડે દૂર રહીને માંરુ ભજન કરજો. 2 પછી તું એકલો માંરી પાસે આવજે, અન્ય કોઈ ન આવે. અને લોકો તો તારી સાથે ઉપર આવે જ નહિ.” 3 ત્યારબાદ મૂસાએ આવીને લોકોને યહોવાનાં બધાં વચનો અને બધી આજ્ઞાઓ કહી સંભળાવી. પછી બધા લોકો એકી અવાજે બોલી ઊઠયા, “યહોવાએ જે બધી વાતો કહી છે તે બધાનું પાલન અમે કરીશું.” 4 પછી મૂસાએ યહોવાનાં બધાં આદેશો લખી નાખ્યાં અને સવારમાં વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી અને ઇસ્રાએલના બાર કુળસમૂહ પ્રમાંણે બાર સ્તંભ બાંધ્યાં. 5 પછી તેણે કેટલાક ઇસ્રાએલી નવયુવાનોને યજ્ઞો અર્પવા મોકલ્યા. અને તેમણે યહોવાને દહનાર્પણ અને શાંત્યર્પણ તરીકે બળદો અર્પણ કર્યા. 6 અને મૂસાએ યજ્ઞનું અડધું લોહી એક વાસણમાં રાખ્યું અને અડધું લોહી તેણે વેદી પર છાંટયું. 7 પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાએ જે જે કહ્યું છે તે બધું અમે માંથે ચઢાવીશું અને તે પ્રમાંણે કરીશું.” 8 પછી મૂસાએ વાસણમાંથી લોહી લઈને લોકો પર છાટયું અને કહ્યું, “આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાંણે યહોવાએ તમાંરી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ લોહી છે.” 9 તે પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇસ્રાએલીઓના 70 વડીલોને સાથે લઈને તે ઉપર ગયો. 10 ત્યાં તેમણે ઇસ્રાએલના દેવના દર્શન કર્યા. તેમના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી-સ્વચ્છ નિર્મળ આકાશ જ જોઈ લો. 11 ઇસ્રાએલના બધા આગેવાનોએ દેવનું આ દ્રશ્ય જોયું, પણ યહોવાએ તેમનો નાશ ન કર્યો. તેઓ બધાએ સાથે ખાધું અને પીધું. 12 યહોવાએ મૂસાને કહ્યું, “તું માંરી પાસે પર્વત પર આવ અને ત્યાં રહે; અને મેં જે શિલાઓ ઉપર નિયમો અને આજ્ઞાનો લખ્યાં છે, તે હું તને આપીશ જેથી તું લોકોને સમજાવી શકે.” 13 આથી મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠયા, અને મૂસા દેવના પર્વત પર ગયો. 14 જતાં જતાં તેણે વડીલોને કહ્યું, “અમે પાછા આવીએ, ત્યાં સુધી તમે અહી અમાંરી રાહ જુઓ. અને જુઓ, હારુન અને દૂર તમાંરી સાથે છે; જો કોઈને કંઈ તકરાર હોય તો તે એ બે જણ પાસે જાય.” 15 પછી મૂસા પર્વત પર ચઢયો અને વાદળોએ પર્વતને ઢાંકી દીધો. 16 યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ એ પર્વતને ઢાંકી રાખ્યો, અને સાતમે દિવસે યહોવાએ વાદળમાંથી મૂસાને હાંક માંરીને બોલાવ્યો. 17 અને યહોવાનું ગૌરવ ઇસ્રાએલીઓને પર્વતની ટોચે સર્વભક્ષી અગ્નિ જેવું લાગ્યું. 18 અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ચઢયો; અને તે ત્યાં 40 દિવસ અને 40 રાત રહ્યો.

25:1 યહોવાએ મૂસાને કહ્યું, 2 “ઇસ્રાએલના લોકોને કહે કે, ‘તેઓ માંરા માંટે ભેટ ઉધરાવે; પ્રત્યેક માંણસ રાજીખુશીથી જે કંઈ આપે તે તમાંરે ભેટ તરીકે સ્વીકારવું. 3 તમાંરે તેમની પાસેથી આટલી વસ્તુઓ ભેટમાં સ્વીકારવી; સોનું, ચાંદી તાંબું અને ભૂરા, જાંબુડિયા તથા કિરમજી રંગનું કિંમતી ઊન; 4 શણનું ઝીણું કાપડ તથા બકરાંના વાળ, 5 ઘેટાનાં પકવેલાં લાલ રંગમાં રંગેલાં ચામડાં, તથા સીલ (માંછલી) નાં કુમાંશદાર ચામડાં, અને બાવળનાં લાકડાં. 6 દીવા માંટે તેલ, અભિષેકના તેલને માંટે તથા સુવાસિત ધૂપને માંટે સુગંધીઓ, 7 ઉરપત્ર અને એફોદમાં જડવા માંટે ગોમેદ પાષાણો અને અન્ય પાષાણો.” 8 “અને તેઓ માંરા માંટે એક પવિત્ર સ્થાન બનાવે, જેથી હું તેમની વચ્ચે રહી શકું. 9 હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાંનનો નમૂનો બતાવું તે પ્રમાંણે તમાંરે તે બનાવવું. 10 “બાવળના લાકડાનો અઢી હાથ લાંબો, દોઢ હાથ પહોળો, અને દોઢ હાથ ઊંચો એક પવિત્રકોશ બનાવવો. 11 અને તેને અંદરથી ને બહારથી ચોખ્ખા સોનાથી મઢી લેવો અને તેની ફરતે સોનાની પટ્ટી જડવી. 12 પછી તેને ઊંચકવાનાં ચાર સોનાનાં કડાં બનાવવાં અને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં. 13 બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે. 14 અને કોશને ઉપાડવા માંટે એ દાંડા દરેક બાજુના કડામાં પરોવી દેવા. 15 દાંડા કોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ. 16 “અને હું તને કરારના સ્માંરક તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે, 17 વળી ચોખ્ખા સોનાનું અઢી હાથ લાંબું અને દોઢ હાથ પહોળું ઢાંકણું તમાંરે બનાવવું. 18 અને બે કરૂબ દેવદૂતો ટીપેલા સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવવા. 19 અને એક દેવદૂત એક છેડા પર, ને બીજા ઢાંકણના બીજા છેડા પર બેસાડવો, એ દેવદૂત ઢાંકણની સાથે એવી રીતે જોડી દેવા કે ઢાંકણ અને દેવદૂતો એક થઈ જાય. 20 એ દેવદૂતોની પાંખો ઊચે આકાશ તરફ ફેલાયેલી રાખવી. તેમનાં મોં એકબીજાની સામે હોય અને તે ઢાંકણ તરફ વળેલાં હોય. 21 “એ ઢાંકણ કોશ ઉપર મૂકવું અને કોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી. 22 પછી હું તને ત્યાં મળીશ. અને કરારકોશ ઉપરના બે કરૂબદેવદૂતોની વચ્ચેથી હું તને ઇસ્રાએલીઓ માંટેની માંરી બધી આજ્ઞાઓ આપીશ.” 23 “વળી તું બાવળના લાકડાનો બે હાથ લાંબો, એક હાથ પહોળો, અને દોઢ હાથ ઊંચો એક મેજ બનાવજે. 24 અને તું તેને શુદ્ધ સોનાથી મઢજે, ને તેને ફરતી સોનાની કિનારી બનાવજે. 25 અને તેને ફરતી તું ચાર આંગળની કોર બનાવજે, અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે. 26 અને એને ઉપાડવા માંટે સોનાનાં ચાર કડાં બનાવજે અને તેને ચાર ખૂણે ચાર પાયા સાથે જડી દેજે. 27 મેજને ઉપાડવા માંટેની દાંડીઓ પરોવવાના કડાં કિનારની પાસે મૂકવાં. 28 અને મેજ ઊચકવા માંટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે. 29 મેજ માંટે વાસણો બનાવજે; રકાબીઓ, વાટકા, પેય અને નૈવેધ માંટેના વાટકા તથા કડછીઓ; એ બધાં શુદ્ધ સોનાનાં બનાવજે. 30 અને એ મેજ પર હંમેશા માંરી સંમુખ મને ધરાવેલી રોટલી મૂકી રાખજે. 31 “વળી, એક શુદ્ધ સોનાની દીવી બનાવજે. તે દીવીની બેસણી અને થાંભલી સોનામાંથી ઘડીને બનાવજે, તેનાં શોભાના ફૂલો, કળીઓ અને પાંદડીઓ, દીવી સાથે જડીને એક કરી દેવાં. 32 “એ દીવીને છ શાખા હોય-બંને બાજુએ ત્રણ ત્રણ. 33 એ છમાંની દરેક શાખાને બદામના ફૂલના ઘાટનાં ત્રણ શોભાનાં ફૂલ હોય, અને પ્રત્યેકને કળીઓ અને પાંદડીઓ હોય. 34 દીવીની થાંભલીને બદામનાં ફૂલના ઘાટનાં ચાર શોભાના ફૂલ હોય અને દરેકને કળીઓ અને પાંખડીઓ હોય, 35 દીવીને છ ડાળી હોવી જોઈએ-દાંડીની બન્ને બાજુથી ત્રણ શાખા નીકળવી જોઈએ, શાખાની દરેક જોડીની નીચે એક એક કળી હોય, એ કળીએ અને ડાળીઓ દીવીની સાથે જડી દીધેલી હોય. 36 અને બધુંજ શુદ્ધ સોનાની એક જ ડાળકીમાંથી ઘડીને બનાવેલું હોય. 37 દીવી માંટે સાત કોડિયાં બનાવવાં અને એવી રીતે ગોઠવવાં કે તેમનો પ્રકાશ સામેની બાજુએ પડે. 38 એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાના હોવા જોઈએ. 39 આ બધાં સાધનો બનાવવા માંટે 75 પૌંડ શુદ્ધ સોનું વાપરજે. 40 તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાંણે આ બધું બનાવવાની કાળજી રાખજે.

26:1 યહોવાએ મૂસાને કહ્યું, “વળી તું મંડપ દશ પડદાનો બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના હોવા જોઈએ અને ભૂરા, કિરમજી અને લાલ ઊનના બનાવજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરૂબ દેવદૂતો ભરાવજે. 2 પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય; બધાજ પડદા એક સરખા માંપના હોય. 3 પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા એકબીજા સાથે જોડાય. 4 પડદાના એક સમૂહ પર જાંબુડિયા રંગના કાપડનાં નાકાં મૂકવાં. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એમ જ કરવું. 5 એક પડદામાં તું 50 નાકાં બનાવજે, ને બીજા સમૂહના પડદામાં 50 નાકાં બનાવજે અને નાકાં એકબીજાની સામસામાં આવવા જોઈએ. 6 પછી 50 કડીઓ સોનાની બનાવને બંને પડદાને સાંધી દેવા જેથી મંડપનો એક સળંગ તંબુ બનશે. 7 “આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માંટેનું બકરાંના વાળના કાપડના અગિયાર પડદા તૈયાર કરવા. 8 અગિયાર પડદા એક સરખા માંપના હોવા જોઈએ, પ્રત્યેક 30 હાથ લાંબા અને 4 હાથ પહોળા. 9 એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને એક પડદો બનાવવો; બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવવો. એમાંનો છઠ્ઠો પડદો મંદિરના પ્રવેશદ્વાર ઉપર બેવડ વાળવો. 10 અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં; ને બીજા સમૂહના પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે. 11 અને કાસા 50 કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બંને પડદાંને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે. 12 અને તંબુ ઉપરથી વધારાનો લટકતો રહેતો અડઘો પડદો મંડપના પાછલા ભાગ પર લટકતો રાખવો. 13 તંબુની બંને બાજુએ પડદાઓ એક હાથ તંબુના છેડેથી નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર તંબુને સંપૂર્ણ રીતે ઢાંકશે. 14 તંબુ માંટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનો બીજો ઓઢો બનાવવો અને તેના પર આચ્છાદન માંટે કુમાંશદાર ચામડાનું ઢાંકણ બનાવવું. 15 “પવિત્રમંડપની આધાર તરીકે બાવળનાં પાટિયાં બનાવી ઊભાં મૂકવાં. 16 પ્રત્યેક પાટિયું 10 હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું હોય. 17 પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલી બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ. 18 પવિત્ર મંડપની દક્ષિણની બાજુ માંટે 20 પટિયા બનાવવાં. 19 અને પ્રત્યેક પાટિયાનાં બે સાલને બેસાડવા માંટે તેની નીચે બે કૂંભી એમ કુલ 40 ચાંદીની કૂભીઓ બનાવવી. 20 એ જ પ્રમાંણે મંડપની ઉત્તરની બાજુ માંટે પણ 20 પાટિયાં, 21 અને 40 ચાંદીની કૂભીઓ બનાવવી જેથી દરેક પાટિયા નીચે બબ્બે કૂભી આવે. 22 પવિત્ર મંડપની પશ્ચિમ તરફની પાછલા ભાગ માંટે છ પાટિયાં બનાવવાં. 23 અને મંડપના પાછલા ભાગના બે ખૂણાને માંટે તું બે પાટિયાં બનાવ. 24 આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને તે ઠેઠ ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખુણાઓમાં એમ કરવું. બે ખૂણા માંટેનાં બે પાટિયાં આ રીતે બનાવવાં એટલે બે ખૂણા બની જશે, 25 આમ, આઠ પાટિયાં અને 16 ચાંદીની કૂભી હશે. પ્રત્યેક પાટિયા નીચે બબ્બે કૂભીઓ રાખજે. 26 “વળી તું બાવળના લાકડાની આડી વળીઓ બનાવજે. પવિત્ર મંડપની એક બાજુના પાટિયાંને માંટે પાંચ, 27 ને પવિત્ર મંડપની બીજી બાજુના પાટિયાં માંટે પણ પાંચ ભૂંગળો, તેમજ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માંટે પાંચ. 28 વચલી વળી પાટિયાની વચ્ચે તંબુના એક છેડાથી બીજા છેડા સુધી આવે. 29 “વળી પાટિયા સોનાથી મઢાવવાં. અને વળીઓ ભેરવવા માંટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને વળીઓને પણ તું સોનાથી મઢાવજે. 30 પર્વત પર તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં બતાવ્યો છે તે પ્રમાંણે તું પવિત્ર મંડપ ઊભો કરજે. 31 “તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણાનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માંટે બનાવજે. એના ઉપર જરીની કલામય રીતે કરૂબ દેવદૂતોની આકૃતિઓ ભરાવજે. 32 સોનાની કૂંભીઓમાં બેસાડેલી બાવળની સોનાથી મઢેલી અને આંકડીઓવાળી ચાર થાંભલીઓ ઉપર તેને લટકાવવો. 33 એ આંકડીઓ નીચે તું પડદો લટકાવજે. અને કરારનો તકતીઓવાળો કોશ એ પડદા પાછળ મૂકજે. એ પડદો પવિત્રસ્થાનને પરમ પવિત્રસ્થાનથી જુદો પાડશે. 34 પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર ઢાંકણ ઢાંકી દેજે. 35 “પવિત્ર જગ્યાની અંદર પડદાની પેલી બાજુએ તે ખાસ મેજ બનાવ્યુ છે તે મુકવું. તે તંબુની ઉત્તર બાજુએ મુકવું, પછી દીવી ને દક્ષિણ તરફ બાજઠની સામે મુકવી. 36 “વળી, તું પવિત્ર મંડપના પ્રવેશદ્વાર માંટે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો જરીનું સુંદર ભરતકામ કરેલો પડદો કરાવજે. 37 અને એ પડદા માંટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી કરાવજે અને એ થાંભલીઓ માંટે કાંસાની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.”

27:1 વેદી બાવળના લાકડાની બનાવવી, જે ચોરસ હોય અને 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊંચી હોય. 2 ચારે ખૂણે ચાર ટોચકાં બનાવવાં, અને તે વેદીના લાકડામાંથી જ બનાવવા અને તેના ચારે બાજુથી ખુણા જોડી લેવા, જેથી તે એક બની જાય ત્યારબાદ વેદીને કાંસાથી ઢાંકી દેવી. 3 “અને તેનાં ભસ્મપાત્રો, પાવડાંઓ, તપેલાં તથા પંજેટી તથા સગડીઓ તું બનાવજે, અને તેનાં સધળાં પાત્રો કાંસાનાં બનાવજે. 4 અને વળી વેદી માંટે તું કાંસાની જાળી બનાવજે; તથા જાળીના ચાર ખૂણામાં તું કાંસાના ચાર કડાં બનાવજે. 5 અને પછી તું એ જાળી વેદીના છાજલી નીચે એવી રીતે મૂકજે જેથી તે વેદીની ઊંચાઈને અડધે સુધી પહોંચે. 6 “અને વેદીને માંટે તું બાવળના દાંડા બનાવજે અને તેને કાંસાથી મઢી દેજે. 7 વળી વેદીને ઊચકતી વખતે એ દાંડા વેદીની દરેક બાજુએ આવેલા કડામાં ભેરવજે. 8 વેદી પાટિયાના ખોખા જેવી પોલી બનાવજે. પર્વત પર મેં જેમ તને બતાવ્યું હતું તેમ તેઓ તેને બનાવે.” 9 “મંડપની આજુબાજુ ચોક બનાવવો. તેની દક્ષિણ બાજુએ ઝીણો કાંતેલો શણનો 100 હાથ લાંબો પડદો બનાવવો. 10 પડદાઓ લટકાવવા માંટે કાંસાની 20 થાંભલીઓ, કાંસાની 20 કૂંભીઓ બેસાડવી અને એ થાંભલીઓના આડા સળિયા અને આંકડા ચાંદીના બનાવવા. 11 ચોકની ઉત્તર બાજુએ પણ એ જ પ્રમાંણે કરવાનું છે. કાંસાની કૂંભીઓમાં બેસાડેલા 20 સ્તંભો સાથે જોડેલા ચાંદીના સળિયાઓ ઉપર ચાંદીના આંકડાઓ વડે 100 હાથ લાંબા પડદાઓ લટકાવવાના છે. 12 “એ ચોકની પશ્ચિમ બાજુને ઢાંકવા માંટે 50 હાથ લાંબા પડદા હોય અને તેને માંટે દશ થાંભલી અને દશ કૂંભીઓ હોય. 13 પૂર્વ દિશામાં પણ તે જ રીતે 50 હાથ લાંબા પડદાઓ લટકાવવા. 14 પ્રવેશદ્વારની એક બાજુએ 15 હાથના પડદા હોય અને તેને માંટે ત્રણ થાંભલી અને ત્રણ કૂંભી હોય. 15 અને બીજી બાજુએ પણ 15 હાથના પડદા અને ત્રણ થાંબલી અને ત્રણ કૂંભી હોય. 16 “પ્રવેશદ્વારને માંટે 20 હાથ લાંબો પડદો બનાવવો. તે ઝીંણા કાંતેલા શણનો ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનો, સુંદર ભરતકામવાળો બનાવવો, ચાર કૂંભીઓમાં બેસાડેલા ચાર સ્તંભો પર તેને લટકાવવાનો છે. 17 ચોકની આજુબાજુની બધી થાંભલીઓ ચાંદીના સળીયાથી જોડાયેલી હોય, તેમના સાંકળા ચાંદીના હોય અને તેમની કૂંભીઓ કાંસાની હોય. 18 આ પ્રમાંણે ચોક ઝીંણા કાંતેલા શણના કાપડનો બનશે. અને 100 હાથ લાંબો અને 50 હાથ પહોળો થશે. ચોકને ફરતા પડદાની દીવાલો 5 હાથ ઊચી થશે. પડદાઓ ઝીંણા કાંતેલા શણના હોય. તેના તળીયા કાંસાના હોવા જોઈએ. 19 પવિત્ર મંડપમાં વપરાતાં તમાંમ ઓજારો, તંબુના ખીલાઓ અને બીજી વસ્તુઓ કાંસાની હોવી જોઈએ. ચોકને ફરતા પડદાઓની ખીલીઓ કાંસાની બનેલી હોવી જોઈએ. 20 “દીવી ઉપર મૂકવાના અખંડ દીવા માંટે જૈતૂનનું ધાણીએ પીલેલું ઉત્તમ તેલ લાવી આપવા ઇસ્રાએલીઓને આજ્ઞા કરો. 21 હારુન તથા તેના પુત્રોએ એ દીવો સંભાળવાનો છે. તેઓએ મુલાકાત મંડપની પહેલી ઓરડીમાં જવાનું છે. આ કરાર મુકેલી ઓરડીની બહાર છે, જે બંન્ને ઓરડાને અલગ કરે છે. આ જગ્યામાં તેઓ દીવો રાખશે જે સાંજથી સવાર સુધી યહોવાની સામે બળતો રહેશે. આ કાયમી વિધિનું ઇસ્રાએલીઓએ અને તેના વંશજોએ પેઢી દર પેઢી પાલન કરવાનું છે.”

28:1 દેવે મૂસાને કહ્યું, “ઇસ્રાએલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલઆઝાર, અને ઈથામાંરને અલગ કરીને માંરી સેવા કરવા માંટે યાજકો તરીકે સમર્પિત કરજે. 2 “તારા ભાઈ હારુનને માંટે પવિત્ર પોષાક તૈયાર કરાવજે, જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય. 3 મેં જે કારીગરોને કુશળતા આપી છે તેઓને સૂચના આપ કે હારુન માંટે પોષાક તૈયાર કરે જેથી યાજક તરીકે તે માંરી સંમુખ સેવા કરે. 4 તેઓએ આ પોષાક બનાવવાનાં છે. ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો ડગલો, પાઘડી તથા કમરબંધ; તેમણે તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માંટે માંરા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે પહેરવાં માંટે પવિત્ર વસ્ત્રો બનાવવાં. 5 એ વસ્ત્રો સોનેરી ઘેરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણમાંથી જ બનાવવાં. 6 “તેઓ એફોદ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનો અને ઝીણા કાંતેલા શણનું બનાવે; સૌથી વધુ નિષ્ણાત કારીગરો તેમાંથી એફોદ તૈયાર કરે. 7 એના બે છેડા જોડવા માંટે એને ખભા પાસે બે સ્કંધપેટી હોય. 8 “કમરબંધ પણ એવી જ બનાવટનો હોય. સોનેરી દોરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણના દોરાઓમાંથી ગૂંથીને બનાવેલો હોય. 9 “ત્યારે ગોમેદના બે પાષાણે લેવા અને પછી તેના પર ઇસ્રાએલનાં પુત્રોનાં નામ કોતરવાં. 10 પ્રત્યેક પાષાણ પર છ નામ ઉંમરના ઉતરતા ક્રમ પ્રમાંણે આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે. 11 આ મુદ્રા બનાવનાર કારીગર પાસે તારે બે પાષાણ પર ઇસ્રાએલના પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાનાં ચોકઠામાં જડવાં અને ઇસ્રાએલના પુત્રોના સ્માંરક તરીકે ઉરાવરણના ખભાના પટા સાથે જડી દેવા. 12 હારુને આ નામો પોતાના બે ખભા ઉપર ધારણ કરીને યહોવા પાસે જવું જેથી તેને એમનું સ્મરણ થાય. 13 એફોદ પર પત્થરને બેસાડવા માંટે શુધ્ધ સોનાનો ઉપયોગ કરવો. ઉપર તારે સોનાનાં ચોકઠાં લગાડવાં. 14 અને દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની બે સાંકળી બનાવવી અને તે ચોકઠાં સાથે જોડી દેવી. 15 “પછી ખૂબ કાળજીપૂર્વક એફોદ બનાવવામાં ઉપયોગી એવી કારીગરીવાળું ન્યાયકરણનું ઉરપત્ર બનાવવું, એ સોનરી દોરો, ભૂરા, જાંબુડિયા અને લાલ ઊનનું તેમ જ ઝીણા કાંતેલા શણનું હોય. 16 જે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય. 17 વળી તેમાં ચાર હારમાં નંગ જડવા, પહેલી હારમાં માંણેક, પોખરાજ અને લાલ હોય. 18 બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો હોય; 19 ત્રીજી હારમાં શનિ, અકીક, અને યાકૂત હોય, 20 અને ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાંજ જડવાં. 21 પ્રત્યેક પથ્થર પર ઇસ્રાએલના બારમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇસ્રાએલના એક કુળસમૂહનું પ્રતીક બનશે. 22 “ઉરપત્ર માંટે દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની સાંકળીઓ કરાવવી, તે સાંકળીઓ વડે ઉરપત્રનો ઉપરનો છેડો એફોદ સાથે જોડવાનો છે. 23 વળી બે સોનાની કડી કરાવવી અને તે ઉરપત્રને ઉપરને છેડે જોડી દેવી. 24 અને એ બે કડીઓ સાથે પેલી બે સોનાની સાંકળી જોડી દેવી. 25 સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવા, અને એ રીતે એફોદની ખભાપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી. 26 પછી સોનાની બીજી બે કડીઓ બનાવવી અને ઉરપત્રમાં અંદરની બાજુએ નીચેના છેડે લગાવવી. 27 કમરબંધ પર આવતા એફોદના આગળના ભાગના નીચેના છેડા ઉપર સોનાની બીજી બે કડીઓ લગાવવી. 28 ઉરપત્રનો નીચેનો ભાગ ભૂરા રંગની પટ્ટીઓ વડે એફોદના નીચેના છેડા પર આવેલી કડીઓ સાથે જોડવી. આમ કરવાથી ઉરપત્ર એફોદથી છૂટું પડી જશે નહિ. 29 “જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરપત્ર પર ઇસ્રાએલના બાર પુત્રોનાં નામ ધારણ હોવા જોઈએ. 30 અને હંમેશા તેઓ દેવની યાદીમાં રહેશે. ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રમાં મૂકવા. તે હારુન જ્યારે યહોવા સમક્ષ જાય, ત્યારે તેઓ તેની છાતી પર રહે. આ રીતે હારુન હંમેશા ઇસ્રાએલીઓના ન્યાય કરવાનું સાધન પોતાની સાથે રાખશે જ્યારે તે યહોવા સમક્ષ રહેશે ત્યારે. 31 “એફોદનો જામો આખો ભૂરા રંગના કાપડનો બનાવવો, ને તેની વચમાં માંથા માંટે એક કાણું રાખવું. 32 એ કાણાની કોર ચામડાના ડગલાનાં ગળાની જેમ ફરતેથી ગૂંથીને ઓટી લેવી, જેથી તે ફાટી જાય નહિ. 33 અને ડગલાની નીચેની કિનારીએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના દાડમનું ભરતકામ કરાવવું. અને બે દાડમોની વચમાં સોનાની ઘૂઘરીઓ મૂકવી. 34 જેથી નીચલી કોર ઉપર ફરતે પહેલાં સોનાની ઘૂઘરી, પછી દાડમ, ફરી ઘૂઘરી, પછી દાડમ એ રીતે હાર થઈ જાય. હારુન જ્યારે યાજક તરીકે સેવા કરે ત્યારે એ પહેરે. 35 જ્યારે તે પવિત્રસ્થાનમાં યહોવાના સાન્નિધ્યમાં જાય અથવા ત્યાંથી બહાર આવે, ત્યારે એ ઘૂઘરીઓનો અવાજ સંભળાશે, જેથી તે મૃત્યુ પામશે નહિ. 36 “પછી શુદ્ધ સોનાનું એક પત્ર બનાવવું અને તેના પર ‘યહોવાને સમર્પિત’ એમ કોતરાવવું. 37 એ પત્ર પાધડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું. 38 હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇસ્રાએલીઓ જે દાન આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માંથે લઈ લે. અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવા એ પવિત્ર દાનથી પ્રસન્ન રહે. 39 “હારુનનો ડગલો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને કમરપટા ઉપર સુંદર જરીકામ કરેલું હોય. 40 હારુનના પ્રત્યેક પુત્રોને માંટે તેને માંન અને આદર આપવા જામો, કમરબંધ અને પાઘડી બનાવવા જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય. 41 હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માંટે અર્પણ કર. તેઓને માંથા ઉપર જૈતતેલનો અભિષેક કરીને યાજકપદ માંટે પવિત્ર કર. તેઓ માંરી યાજકો તરીકે સેવા કરશે. 42 “તેઓને માંટે કમરથી તે સાથળ સુધી પહોંચે એવા જાંધિયા બનાવવા, જેથી તેઓનું નાગાપણુ કોઈની નજરે ન પડે. 43 હારુન અને તેના પુત્રો જ્યારે પણ મુલાકાત મંડપમાં અથવા પવિત્રસ્થાનમાંની વેદી પાસે જાય, ત્યારે તેઓ હંમેશા જાંધિયા પહેરે, જેથી તેઓ દોષમાં ન પડે અને તેઓ મૃત્યુ ન પામે. હારુન અને તેના વંશજો માંટે આ કાયમી કાનૂન સદાને માંટે છે.”

29:1 દેવે મૂસાને કહ્યું, “યાજકો તરીકે હારુન અને તેના પુત્રોના સમર્પણ માંટેની દીક્ષા વિધિ આ પ્રમાંણે છે. 2 ખોડ વિનાના બે ઘેટાં અને એક જુવાન બળદ લેવો. બેખમીર રોટલી, તેલથી મોહેલી બેખમીર ભાખરી, અને તેલ ચોપડેલી બેખમીર રોટલી લેવી. આ બધું ઘઉના મેદાનું બનાવવું. 3 તેઓને ટોપલીમાં મૂકવાં અને જુવાન બળદ અને બે ઘેટાં સાથે તે લાવવું. 4 “ત્યારબાદ હારુન અને તેના પુત્રોને મુલાકાત મંડપમાં દ્વાર પાસે લાવીને તેમને સ્નાન કરાવ. 5 પછી હારુનને જામો, ભરતકામવાળો ઝભ્ભો, એફોદ, ઉરપત્ર અને કમરબંધ પહેરાવ. 6 અને તેના માંથા પર પાઘડી મૂકાને તેની સાથે દીક્ષાનો પવિત્ર મુગટ બાંધ. 7 પછી અભિષેકનું તેલ લઈ તે તું તેના માંથા પર રેડી, તેનો અભિષેક કરજે. 8 “ત્યારબાદ તેના પુત્રોને લાવી, તેમને ડગલા પહેરાવવા કમરે કમરબંધ બાંધવા તથા માંથે ફેંટા બાંધવા. 9 માંરા શાશ્વત કાનૂનનુસાર તેઓ યાજકપદે કાયમ રહેશે. આ રીતે હારુનની અને તેના પુત્રોની યાજકપદે પ્રતિષ્ઠા કરવાની છે. 10 “ત્યારબાદ બળદને મુલાકાતમંડપની આગળ લઈ આવવો. અને હારુન અને તેના પુત્રોએ તેના માંથા ઉપર હાથ મૂકવા. 11 પછી યહોવાની સંમુખ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ બળદનો વધ કરવો. 12 બળદનું થોડું લોહી લઈને આંગળી વડે વેદીનાં ટોચકાંઓને લગાડવું, પછી બાકીનું બધું લોહી વેદીના પાયા આગળ રેડી દેવું. 13 પછી અંદરના ભાગો પર આવેલી બધીજ ચરબી લેવી, પિત્તાશય અને બે મૂત્રપિંડની ઉપર આવેલી ચરબી પણ લઈ લેવી અને વેદી પર તેનું દહન કરવું. 14 પરંતુ બળદના માંસને, ચામડીને અને તેના અંદરના અવયવોને છાવણીની બહાર અગ્નિથી બાળી મૂકવાં. તે પાપાર્થાર્પણ છે. 15 “ત્યારબાદ એક ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માંથ પર હાથ મૂકવા. 16 પછી એ ઘેટાનો વધ કરીને, તેનું લોહી લઈને વેદીની ચારે બાજુએ છાંટવું. 17 પછી તે ઘેટાંને કાપીને કકડા કરવા. અને તેનાં આંતરડાં તથા પગ ધોઈ નાખવાં અને પછી તેઓને માંથા અને શરીરના બીજા અવયવો સાથે મૂકવાં. 18 પછી આખા ઘેટાંનું વેદી પર દહન કરવું એ યહોવાના માંનમાં આપેલ દહનાર્પણ છે. એની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું, એ માંરા માંનમાં કરેલો હોમયજ્ઞ છે. 19 “હવે પછી બીજો ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂકવા. 20 પછી તે ઘેટાનો વધ કરીને તેનું થોડું લોહી લઈને હારુન અને તેના પુત્રોના જમણા કાનની બૂટને, જમણા હાથના અંગૂઠાને તથા જમણા પગના અંગૂઠાને લગાડવું. 21 ત્યારબાદ બાકીનું લોહી વેદીની ચારે બાજુ છાંટી દેવું, વેદી ઉપરના લોહીમાંથી થોડું લોહી અને અભિષેકનું તેલ લઈ હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો અને તેમનાં વસ્ત્રો પર છાંટવું એટલે આમ તેઓ તથા તેઓનાં વસ્ત્રો યહોવાને અર્થે પવિત્ર ગણાશે. 22 “પછી ઘેટાંના ચરબીવાળા ભાગ લેવા; તેની પૂંછડી, અંદરના અવયવો પરની ચરબી, કાળજા પરની ચરબી, ચરબી સાથે જ મૂત્રપિંડો અને જમણી જાંધ. કારણ કે હારુન અને તેના દીકરાઓની દીક્ષા માંટેનો આ ઘેટો છે. 23 યહોવા આગળના બેખમીર રોટલીના ટોપલામાંથી એક રોટલી, એક મોવણવાળી ભાખરી અને એક તેલ ચોપડેલી રોટલી લેવી. 24 એ બધું હારુનના અને તેના પુત્રોના હાથ પર મૂકવું અને એના વડે યહોવાની ઉપાસના કરવી. 25 પછી તેઓના હાથમાંથી તું તે લે અને યહોવા સમક્ષ દહનાર્પણ તરીકે વેદી પર તેનું દહન કરવું. એની સુવાસથી હું પ્રસન્ન છું. એ માંરા માંનમાં કરેલું દહનાર્પણ છે. 26 “પછી હારુનની દીક્ષા માંટે વપરાયેલા ઘેટાની છાતી લઈને તેના વડે યહોવાની ઉપાસના કરવી પછી એ તારો હિસ્સો ગણાશે. 27 હારુન અને તેના પુત્રોની દીક્ષા માંટે વપરાયેલા, જેના વડે ઉપાસના કરી છે તે, અને ભેટ ધરાવેલી છાતી અને જાંધ તારે યાજકો માંટે અલગ રાખવાં. 28 માંરા શાશ્વત નિયમાંનુસાર એ હારુનને અને તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી મળવો જોઈતો હિસ્સો છે; કારણ કે ઇસ્રાએલીઓએ શાંત્યર્પણમાંથી યહોવાને ધરાવેલી એ ભેટ છે. 29 “હારુનનાં આ પવિત્ર વસ્ત્રો સાચવી રાખવાં. હારુનના મૃત્યુ બાદ તેના પુત્રોને વારસામાં મળે. પેઢી દર પેઢી તેઓ તેમની પોતાની અભિષેકની દીક્ષા વિધિ વખતે તે પહેરે. 30 હારુન પછી જે કોઈ મુખ્ય યાજક થાય તે મુલાકાત મંડપમાં અને પવિત્રસ્થાનમાં સેવા શરૂ કરે તે અગાઉ સાત દિવસ સુધી આ વસ્ત્રો ધારણ કરે. 31 “દીક્ષા માંટે અર્પણ કરાયેલ ઘેટાનું માંસ લઈને કોઈ પવિત્રસ્થાને તેને બાફવું; 32 ત્યારબાદ હારુન અને તેના પુત્રોએ મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ એ ઘેટાનું માંસ અને ટોપલામાંની રોટલીનું ભોજન કરવું. 33 તેમની દીક્ષાવિધિ વખતે તેમની પ્રાયશ્ચિત વિધિ માંટે ઉપયોગમાં લેવાયેલ પદાર્થો જ ખાવા; યાજકો સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિએ તે ખાવા નહિ. કારણ એ પવિત્ર છે. 34 સવાર સુધી જો માંસ કે રોટલીમાંથી કાંઈ વધે તો તેને અગ્નિમાં બાળી મૂકવું, ખાવું નહિ, કારણ એ પવિત્ર છે. 35 “હારુન અને તેના પુત્રોને બાબતમાં મે આજ્ઞા કરી છે તે મુજબ જ કરવું. એમની દીક્ષાની વિધિ સાત દિવસ ચલાવવી. 36 દરરોજ પ્રાયશ્ચિત વિધિ માંટે એક બળદનું બલિદાન આપવું. વેદી ઉપર પ્રાયશ્ચિતવિધિ કરવાથી તું એને પાપમુકત કરશે. ત્યાર પછી તારે વેદી પર તેલનો અભિષેક કરી અને પવિત્ર બનાવવી. 37 સાત દિવસ સુધી વેદીને શુધ્ધ અને પવિત્ર બનાવવી. ત્યાર બાદ વેદી સંપૂર્ણપણે અત્યંત પવિત્ર બનશે, એના પછી વેદી જ અત્યંત પવિત્ર બનશે. અને જો કોઈ તેના સંપર્કમાં આવશે તે પવિત્ર બની જશે. 38 “તારે વેદી પર આટલી બલિ ચઢાવવી: પ્રતિદિન કાયમને માંટે એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવાં. 39 એક સવારે અને બીજું સાંજે. 40 પ્રથમ ઘેટા સાથે તમાંરે એક કિલો શુદ્ધ તેલમાં મોહેલો એક કિલો ઝીણો ઘઉંનો લોટ તેમજ પેયાર્પણ તરીકે એક લીટર દ્રાક્ષારસ અર્પણ કરવું. 41 સાંજે અર્પણ થતા હલવાનની સાથે સવારની જેમ ઝીણા ઘઊનાં લોટનું અને દ્રાક્ષારસનું અર્પણ કર. દેવની સમક્ષ તે સુવાસિત અર્પણ અને અગ્નિમાં થયેલ અર્પણ લેખાશે. એ યજ્ઞની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું. 42 “આ દહનાર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ માંરી નજર સમક્ષ નિયમિત પેઢી-દર પેઢી આપવાની છે. 43 હું ત્યાં જ તમને મળીશ; અને ત્યાં જ હું ઇસ્રાએલીઓને પણ મળીશ. અને માંરા મહિમાંથી એ સ્થાન પવિત્ર થઈ જશે. 44 “હા, હું મુલાકાતમંડપને, વેદીને અને યાજકો તરીકે માંરા સેવકો હારુન તથા તેના પુત્રોને પવિત્ર કરીશ. 45 અને હું ઇસ્રાએલના લોકો મધ્યે નિવાસ કરીશ અને તેમનો દેવ થઈશ. 46 તેઓને ખાતરી થશે કે તેમની વચ્ચે રહેવા માંટે તેમને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવા તેઓનો દેવ છું.”

30:1 દેવે મૂસાને કહ્યું, “ધૂપદાની માંટે તારે એક વેદી બનાવવી. એ બાવળના લાકડાની બનાવવી. 2 તે એક હાથ ઊચી અને એક હાથ સમચોરસ બનાવવી અને વેદીના લાકડામાંથી જ કોતરીને તેનાં શિંગ બનાવવા, શિંગ જુદા બનાવીને વેદી પર જોડવા નહિ. તે વેદી સાથે એક નંગ હોવું જોઈએ. 3 વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવો અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી. 4 એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માંટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં. 5 એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા. 6 દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે સાક્ષ્યકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી ત્યાં હું તેમને દર્શન દઈશ. 7 “એ વેદી પર પ્રતિદિન સવારે દીવાબત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ કરવો. 8 અને રોજ સાંજે તે દીવાઓ પ્રગટાવે ત્યારે યહોવાની સંમુખ ધૂપ કરવો. તારે પેઢી-દર-પેઢી કાયમ યહોવા સમક્ષ ધૂપ કરવો, 9 તારે એ વેદી પર નિષિદ્ધ ધૂપ કરવો નહિ, કે દહનાર્પણ કે ખાધાર્પણ કે પેયાર્પણ અર્પણ કરવાં નહિ. 10 “વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માંટે પાપાર્થાર્પણનું રકત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી-દર-પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાની પરમપવિત્ર વેદી છે. 11 યહોવાએ મૂસાને કહ્યું, 12 “તું જ્યારે ઇસ્રાએલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવન માંટે યહોવા સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે. 13 વસ્તીગણતરીમાં નોંધાયેલા દરેક માંણસો ખંડણી પેટે અડધો શેકેલ યહોવાને અર્પણ તરીકે આપવો. (એટલે અધિકૃત માંત્રામાં અડધો શેકેલ જે 20 ગેરાહનું વજન હોય છે). 14 વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વરસના કે તેથી વધુ ઉમરના દરેક માંણસે આ જકાત આપવી. 15 મને તમાંરા જીવનના બદલામાં આ જકાત આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી. 16 ઇસ્રાએલીઓ પાસેથી મળેલાં જીવનના બદલામાં ચૂકવાતાં પ્રાયશ્ચિતના નાણાં મુલાકાતમંડપની સેવામાં ખર્ચવાં. આ અર્પણ યહોવાને ઇસ્રાએલી લોકોની યાદ અને તેમના જીવનની કિંમત તરીકે આવશે.” 17 યહોવાએ મૂસાને કહ્યું, 18 ‘હાથપગ ધોવા તારે કાંસાની ઘોડીવાળી એક કાંસાની કૂડી બનાવવી, અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકી તેમાં પાણી ભરવું. 19 હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો. 20 જો તેમણે એ પાણીથી હાથપગ ધોયા હશે તો તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવા જશે અથવા બલિ ચઢાવવા વેદી પાસે જશે ત્યારે તેઓ મૃત્યુ પામશે નહિ. 21 તેઓ મૃત્યુ ન પામે તેટલા માંટે તેમણે અચૂક હાથપગ ધોવા. આ શાશ્વત કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો છે. હારુન અન તેના પુત્રો માંટે આ સૂચનાઓ છે.” 22 પછી યહોવાએ મૂસાને કહ્યું, 23 “શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સુગંધીઓ લેવી, 12 પૌંડ ચોખ્ખો બોળ, 6 પૌંડ સુગંધીદાર તજ, 6 પૌંડ સંગધીદાર બરુ 24 અને 12 પૌંડ દાલચીનીએ બધું પવિત્રસ્થાનના વજન પ્રમાંણે લેવું. અને એક ગેલન જૈતૂનનું તેલ લેવું. 25 “નિષ્ણાંત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું.” 26 યહોવાએ કહ્યું, “તારે મુલકાતમંડપને, કરારકોશનો, 27 બાજઠ અને તેની બધી સામગ્રીઓનો, દીવીનો અને તેનાં સાધનોનો, ધૂપની વેદીનો, 28 દહનાર્પણની વેદીનો અને તેનાં સાધનોનો તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીનો અભિષેક કરવો. 29 આ પ્રમાંણે આ બધી વસ્તુઓની શુદ્ધિ કરવી એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને અડકે તે પવિત્ર થઈ જશે. 30 “ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોને અભિષેક કરી માંરા યાજકો તરીકે દીક્ષા આપવી. 31 તારે ઇસ્રાએલીઓને કહેવું, “તમાંરે પેઢી દર પેઢી આ અભિષેકના તેલના પવિત્રતા સાચવી રાખવી. 32 સામાંન્ય માંણસોને શરીરે એ ન લગાડવું. અને એ નુસખા પ્રમાંણે બીજું તેલ બનાવવું નહિ એ પવિત્ર છે અને તમાંરે એને પવિત્ર ગણીને ચાલવાનું છે. 33 જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે તેને સમાંજમાંથી જુદો કરવામાં આવે.” 34 યહોવાએ મૂસાને ધૂપ બનાવવા માંટે આ સૂચનાઓ આપી: 35 “તારે રાજન, કેરબા, શિલારસ, અને શુદ્ધ લોબાન સરખે ભાગે લઈ તે મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો, તેને સરૈયો બનાવે તેવીજ રીતે બનાવવો. એ ધૂપને શુધ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠુ મેળવવું. 36 એમાંથી થોડો ઝીણો ખાંડીને તેનો ઉપયોગ મુલાકાતમંડપમાં કરારકોશ આગળ, જયાં હું તને દર્શન આપવાનો છું ત્યાં કરવો. તમાંરે આ ધૂપને અત્યંત પવિત્ર સમજવાનો છે. 37 આ નુસખા પ્રમાંણેનો ધૂપ તમાંરે પોતાના ઉપયોગ માંટે બનાવવાનો નથી. તમાંરે એને માંરે માંટે જ અલગ રાખેલી પવિત્રવસ્તુ ગણવી. 38 જો કોઈ પોતાના ઉપયોગ માંટે તે બનાવે, તો તેનો યહોવાના સમાંજમાંથી બહિષ્કાર કરવો.”

31:1 વળી યહોવાએ મૂસાને કહ્યું, 2 “જુઓ, મેં યહૂદાના કુળસમૂહના હૂરના પુત્ર ઉરીના દીકરા બસાલએલને ખાસ પસંદ કર્યો છે. 3 મેં તેનામાં દૈવી શક્તિભરી દીધી છે અને તેને દરેક પ્રકારની કારીગરીમાં કુશળતા, સમજદારી, અને પુષ્કળ જ્ઞાન અને હોશિયારી આપી છે. 4 મેં તેને નવી નવી ભાતો ઉપજાવી કાઢવામાં સોનાચાંદીને કાંસાની વસ્તુઓ બનાવવામાં, 5 રત્નોને પહેલ પાડવામાં, લાકડામાં કોતરણી કરવામાં તથા બધી જાતના નકશીકામ કરવામાં કુશળ બનાવ્યો છે. 6 વળી તેની સાથે કામ કરવા માંટે મેં દાનના કુળસમૂહના અહી સામાંખના પુત્ર આહોલીઆબને પસંદ કર્યો છે, તથા બીજા બધા કુશળ કારીગરોને પણ મેં કુશળતા આપી છે. જેથી તેઓ મેં તને જે જણાવ્યું તે બધી વસ્તુઓ બનાવી શકે: 7 મુલાકાત મંડપ, કરારકોશ, તેનું ઢાંકણું, મંડપનું બધું રાચરચીલું; 8 બાજઠ અને તેનાં સાધનો, શુદ્ધ સોનાની દીવી અને તેનાં સાધનો, ધૂપ કરવાની વેદી, 9 દહનાર્પણની વેદી અને તેનાં બધાં સાધનો, હાથપગ ધોવાની કૂંડી અને તેની ધોડી. 10 યાજક હારુન અને તેના પુત્રો માંટે સેવા સમયે પહેરવાનાં પવિત્ર પોષાક, 11 અભિષેક માંટેનું તેલ અને પવિત્રસ્થાનક માંટેનો સુગંધીદાર ધૂપ.તેમણે આ બધી જ સામગ્રી મેં જણાવ્યું છે તે પ્રમાંણે બરાબર બનાવવી.” 12 યહોવાએ મૂસાને કહ્યું, 13 “ઇસ્રાએલના લોકોને કહે, ‘સાબ્બાથ’ દિને વિશ્રામ કરે. કારણ કે ‘સાબ્બાથ’ માંરી અને તમાંરી વચ્ચે બધી પેઢીઓ માંટે નિશાની છે. એ તમને યાદ આપશે કે મેં તમને માંરી ખાસ પ્રજા તરીકે બનાવ્યા છે. 14 “‘આથી તમાંરે વિશ્રામવારનું પાલન કરવાનું છે, કારણ કે તમાંરા માંટે એ પવિત્ર દિવસ છે, જે કોઈ એની પવિત્રતાનો ભંગ કરે, તેને મોતની સજા કરવી જે કોઈ વિશ્રામવારે કામ કરે તેનો સમાંજમાંથી બહિષ્કાર કરજો. 15 તમને છ દિવસ કામ કરવાની છૂટ છે, પણ સાતમે દિવસ સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ મને સમર્પિત થયેલો પવિત્ર દિવસ છે. જે કોઈ તે દિવસે કામ કરે તેને મોતની સજા કરવી. 16 ઇસ્રાએલના લોકોએ માંરી અને તેમની વચ્ચેના કરારની સ્મૃતિ તરીકે વિશ્રામવાર પેઢી દર પેઢી પાળવાનો છે. કારણ કે, 17 સાબ્બાથ માંરી અને ઇસ્રાએલી લોકોની વચ્ચે હમેશની નિશાની રહેશે, કેમકે મેં, યહોવાએ છ દિવસ સુધી આકાશ અને પૃથ્વીની રચના કરી અને સાતમે દિવસે મેં કામ બંધ કર્યુ અને વિશ્રામ કર્યો. 18 સિનાઈના પર્વત ઉપર મૂસા સાથેનો વાર્તાલાપ પૂર્ણ કરીને યહોવાએ તેને બે સ્માંરક તકતીઓ અર્પણ કરી; એ પથ્થરની તકતીઓ દેવની આંગળી વડે લખાયેલ દશ આજ્ઞાઓવાળી હતી.

32:1 મૂસાને પર્વત પરથી આવવામાં વિલંબ થતો જોઈને લોકોએ હારુન પાસે ભેગા થઈને કહ્યું, “ચાલ, અમને દોરવણી આપવા માંટે દેવ બનાવ. કારણ કે મિસરમાંથી અમને અહીં લઈ આવનાર મૂસા હવે અદ્રશ્ય થઈ ગયો છે; તેનું શું થયું એની અમને ખબર પડતી નથી.” 2 એટલે હારુને તેમને કહ્યું, “તમાંરી પત્નીઓ અને પુત્રપુત્રીઓના કાનમાંથી સોનાની કડીઓ કાઢી માંરી પાસે લાવો.” 3 તેથી તેઓએ પુરુષો; સ્ત્રીઓ, છોકરાઓ અને છોકરીઓએ તેમ કર્યુ. 4 હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને એક વાછરડાંની મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠયા, “ઇસ્રાએલીઓ! આ રહ્યા તમાંરા દેવ, જે તમને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા હતા.” 5 હારુને જોયું કે લોકો બહુ આનંદમાં આવી ગયા છે, તેથી તેની આગળ હારુને વેદી બાંધી અને એવી જાહેરાત કરી કે, “આવતી કાલે યહોવાના માંનમાં ઉત્સવ થશે.” 6 બીજે દિવસે સવારમાં વહેલા ઊઠીને લોકોએ દહનાર્પણો અને શાંત્યર્પણો ચઢાવ્યાં અને ત્યાર પછી તેઓએ ખાધું પીધું અને મોજમજા કરવા લાગ્યા. 7 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તરત નીચે જા, કારણ, તારા લોકો, જેમને તું મિસરમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓ એ ભયંકર પાપ કર્યુ છે. 8 મેં તેમને જે માંર્ગે ચાલવાની આજ્ઞા કરી હતી તેનાથી આટલા વહેલા તેઓ ફરી ગયા છે. તેમણે પોતાના માંટે એક વાછરડાની મૂર્તિ બનાવી છે અને તેને પગે લાગીને તેને ભોગ ધરાવીને એમ બોલ્યા છે કે, ‘હે ઇસ્રાએલના પુત્રો, આ રહ્યા તમાંરા દેવ, જે તમને લોકોને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.” 9 પછી યહોવાએ કહ્યું, “મને ખબર પડી છે કે આ લોકો કેટલા બધા હઠીલા અને બળવાખોર છે. 10 એટલે હવે તમે મને અટકાવશો નહિ, એમના પર માંરો ક્રોધ ભભૂકી ઊઠયો છે અને હું તેમનો નાશ કરીશ, અને તેઓના સ્થાને હે મૂસા, હું તમાંરામાંથી મહાન પ્રજા પેદા કરીશ.” 11 પરંતુ મૂસાએ યહોવા દેવને વિનંતી કરી કે તે તેમ ન કરે; તેણે આજીજી કરીને કહ્યું, “હે દેવ યહોવા, શા માંટે તારે તારા આ લોકો ઉપર ક્રોધ કરવો જોઈએ? તું તો એ લોકોને તારા બાહુના અપૂર્વ સાર્મથ્યથી મિસરમાંથી બાહર લાવ્યો હતો; 12 શું તમે એમ ઈચ્છો છો કે મિસરવાસીઓ કહે, ‘દેવ તેઓને ફસાવીને પર્વતો મધ્યે લઈ ગયા છે, જેથી તે તેઓનો સંહાર કરે, અને પૃથ્વીની સપાટી પરથી સદંતર સમાંપ્ત કરે?’ તમાંરા ક્રોધને ઠંડો પાડો અને તમાંરા લોકોનું ખોટું કરવાનું છોડી દો. 13 તમાંરા સેવકો, ઈબ્રાહિમ, ઈસહાક અને ઇસ્રાએલને આપેલું તમાંરું વચન યાદ કરો. અને તમે વચન કહ્યું હતું, ‘આકાશના તારા જેટલા હું તારા સંતાન વધારીશ. અને તારા વંશજોને જે દેશ આપવાનું મેં વચન આપ્યું છે તે સમગ્ર દેશ હું તેઓને આપીશ, તેઓનો સદાનો વારસો થશે. અને તેઓ સદાસર્વદા તેના વારસદાર બનશે.” 14 તેથી યહોવાએ પોતાના લોકોનું ખોટું કરવાનો જે વિચાર કર્યો હતો તે જતો કર્યો. 15 પછી મૂસા પાછો ફરીને કરારની બંને તકતીઓ હાથમાં લઈને પર્વત પરથી નીચે ઊતર્યો. તકતીઓની બંને બાજુએ દશ આજ્ઞાઓ લખેલી હતી. 16 તે તકતીઓ દેવે બનાવેલી હતી અને તેના ઉપરનું લખાણ પણ દેવે કોતરીને લખેલું હતું. 17 નીચે તળેટીમાં લોકોની બૂમાંબૂમનો અવાજ સાંભળીને યહોશુઆએ મૂસાને કહ્યું, “એવું લાગે છે કે એ લોકો યુદ્ધની તૈયારી કરી રહ્યા હોય!” 18 પણ મૂસાએ કહ્યું, “આ કોઈ વિજયનો નાદ નથી તેમ પરાજયનો પોકાર પણ નથી. આ તો ગાવાનો અવાજ સંભળાય છે.” 19 જ્યારે તેઓ છાવણી પાસે આવ્યા ત્યારે મૂસાએ વાછરડું અને નાચગાન જોયાં, મૂસાનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેણે પર્વતની તળેટીમાં હાથમાંની તકતીઓ નીચે પછાડીને ચૂરેચૂરા કરી નાખ્યા. 20 પછી તે લોકોએ જે વાછરડું બનાવ્યું હતું તે લઈને તેણે અગ્નિમાં ઓગળાવી નાખ્યું. પછી તેનો વાટીને ભૂકો કરી નાખ્યો અને તે પાણીમાં ભભરાવી ઇસ્રાએલીઓને પાઈ દીધો. 21 પછી હારુન તરફ ફરીને તેણે કહ્યું, “આ લોકોએ તમાંરું શું બગાડ્યું છે કે તમે એ લોકોને આવા મોટા પાપમાં નાખ્યાં?” 22 હારુને કહ્યું, “ગુસ્સે ના થાઓ, ભાઈ એ લોકો કેવા દુષ્ટ સ્વભાવના છે, તે તમે સારી રીતે જાણો છે. 23 એ લોકોએ મને કહ્યું, ‘અમને દોરવણી આપવા માંટે દેવો બનાવી આપો, કારણ કે અમને મિસર દેશમાંથી બહાર લાવનાર મૂસાનું શું થયું એની અમને ખબર પડતી નથી.’ 24 એટલે મેં તેમને કહ્યું, ‘તમાંરામાંથી જેમની પાસે સોનાનાં ઘરેણાં હોય તે ઉતારી નાખો.’ તેમણે મને આપ્યાં અને મેં તે અગ્નિમાં નાખ્યાં અને આ વાછરડું બહાર નીકળી આવ્યું.” 25 મૂસાએ જોયું કે હારુને લોકો પરનો પોતાનો કાબૂ જવા દીધો અને પરિણામે તેઓ જંગલીપણું કરતા હતા, અને તેઓના બધા દુશ્મનો તેઓને મૂર્ખની જેમ જોતા હતા. 26 છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને તેણે મોટા અવાજે પોકાર કર્યો. “યહોવાના પક્ષમાં હોય તે માંરી પાસે આવે.” એટલે બધા લેવીઓ તેની પાસે ભેગા થઈ ગયા. 27 તેણે તેઓને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાની આજ્ઞા છે: ‘તમે બધા પોતપોતાની તરવાર લઈને સજજ થઈ જાઓ, છાવણીમાં બધે ફરી વળો, અને તમાંરા ભાઈઓ, મિત્રો અને પડોશીઓને માંરી નાખો.”‘ 28 લેવીઓએ મૂસાના કહ્યા પ્રમાંણે કર્યું અને લગભગ 3000 લોકો તે દિવસે કપાઈ ગયા. 29 પછી મૂસાએ કહ્યું, “આજે તમને યહોવાની દીક્ષા મળી છે, કારણ તમે પોતાના પુત્રની અને ભાઈની વિરુદ્ધ પડીને આશીર્વાદને પાત્ર બન્યા છો.” 30 બીજે દિવસે મૂસાએ લોકોને કહ્યું, “તમે મહાપાપ કર્યુ છે: અત્યારે હું યહોવા પાસે જાઉ છું; કદાચ હું તમાંરા પાપની માંફી મેળવી શકું.” 31 આમ કહીને મૂસાએ ફરી યહોવા પાસે જઈને કહ્યું, “દિલગીરી વ્યક્ત કરું છું! આ લોકોએ મોટું પાપ કર્યું છે! એમણે પોતાને માંટે સોનાના દેવ બનાવ્યા છે. 32 તમે જો એમને માંફ કરતા હો તો માંફ કરો. નહિ તો તમાંરા ચોપડામાંથી માંરું નામ ભૂંસી નાખો.” 33 પરંતુ યહોવાએ મૂસાને જવાબ આપ્યો, “નહિ, જે લોકોએ માંરી વિરુદ્ધ જઈને પાપ કર્યુ છે તેમનું જ નામ હું માંરા ચોપડામાંથી ભૂસી નાખીશ. 34 પણ હવે તું જા, અને મેં તને કહ્યું છે તે જગ્યાએ આ લોકોને દોરી જા. માંરો દેવદૂત તમાંરી આગળ આગળ ચાલશે, પણ એક દિવસ એવો આવશે જ્યારે હું તેમને તેમના પાપની સજા કરીશ.” 35 આમ, હારુને બનાવેલા વાછરડાની ઉપાસના કરવા બદલ યહોવાએ લોકોને આકરી સજા કરી.

33:1 યહોવાએ મૂસાને કહ્યું, “તું અહીંથી નીકળીને જે લોકોને તું મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓને ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે દેશનું વચન આપ્યું છે ત્યાં દોરી જા, કેમ કે મેં વચન આપેલું છે કે, આ દેશ હું તમાંરા વંશજોને આપીશ. 2 હું તારી આગળ માંરા એક દેવદૂતને મોકલીશ અને કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓને હાંકી કાઢીશ. 3 હું દૂધ અને મધની જયાં રેલછેલ છે એવા દેશમાં તમને લઈ જઈશ, પણ હું તમાંરી સાથે નહિ આવું, કારણ કે તમે લોકો હઠીલા છો અને કદાચ હું તમાંરો રસ્તામાં જ સંહાર કરી નાખું.” 4 લોકોએ જયારે આ કઠોર શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ શોક કર્યો અને કોઈએ પોતાના શરીર ઉપર દાગીના પહેચાં નહિ. 5 યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલના લોકોને કહે કે, ‘તમે લોકો હઠીલા છો, જો હું તમાંરી સાથે થોડી ઘડીવાર પણ આવું તો તમાંરો સંહાર કરી નાખું. એટલે તમે તમાંરાં દાગીના, ઘરેણાં ઉતારી નાખો, જ્યારે હું વિચારીશ કે માંરે તમાંરી સાથે શું કરવું?”‘ 6 તેથી ઇસ્રાએલીઓએ પોતાનાં ઘરેણાં ઉતારી નાખ્યાં અને હોરેબ પર્વત છોડયા પછી ફરી પહેચાં નહિ. 7 મૂસા હંમેશા છાવણીની બહાર દૂર માંડવો ઊભો કરતો હતો અને જે કોઈને યહોવાની ઈચ્છા જાણવી હોય તે છાવણી બહાર “મુલાકાતમંડપમાં” જતો. જે મૂસાએ છાવણી બહાર ઊભો કર્યો હતો. 8 મૂસા જયારે જયારે મૂલાકાતમંડપમાં જતો ત્યારે ત્યારે બધા લોકો ઊઠીને પોતપોતાના તંબુના દરવાજા આગળ ઊભા રહીને, મૂસા મૂલાકાતમંડપમાં દાખલ થાય ત્યાંસુધી તેને જોઈ રહેતા. 9 મૂસા જયારે માંડવા પ્રવેશ કરતો એટલે વાદળનો થંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવા મૂસા સાથે વાત કરતા. 10 વાદળના થંભને દેવ દરવાજા આગળ જોતાં જ દરેક માંણસ પોતપોતાના માંડવાના દરવાજા આગળ ભજન કરતા. 11 યહોવા મૂસા સાથે એક માંણસ બીજા માંણસ સાથે વાત કરે એ રીતે મોઢામોઢ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો. તેનો નવયુવાન સેવક નૂનનો પુત્ર યહોશુઆ કદી તંબુમાંથી બહાર નીકળતો નહિ. 12 મૂસાએ યહોવાને કહ્યું, “તમે મને આ લોકોને લઈ જવાનું તો કહ્યું પણ તમે એ મને ન કહ્યું કે, તમે માંરી સાથે કોને મોકલવાના છો, તમે મને એમ પણ કહ્યું કે, ‘હું તને નામથી ઓળખું છું અને તારાથી પ્રસન્ન છું.’ 13 જો ખરેખર મેં તમને પ્રસન્ન કર્યા હોય, તો મને તમાંરા માંર્ગો શીખવાડો. માંરે તમને ઓળખવા છે. તો હું તમને પ્રસન્ન કરતો રહું. વળી, યાદ રાખજે કે આ લોકો તો તમાંરી જ પ્રજા છે.” 14 યહોવાએ જવાબ આપ્યો, “હું પોતે તારી સાથે જઈશ અને તને માંર્ગદર્શન આપીશ.” 15 કેમ કે મૂસાએ કહ્યું હતું, “તમે જો માંરી સાથે ન આવવાના હો તો અમને અહીંથી આગળ મોકલશો નહિ; 16 અને તમે અમાંરી સાથે આવો એ સિવાય બીજી કઈ રીતે જાણી શકાય કે તમે અમાંરા પર પ્રસન્ન છો? તમે અમાંરી સાથે આવો તો જ અમે, તમાંરા લોકો અને હું પૃથ્વી પરના બીજા બધા લોકો કરતાં જુદા તરી આવીશું.” 17 જવાબમાં યહોવાએ મૂસાને કહ્યું હતું, “હા, તેં જે માંગ્યું છે તે હું ચોક્કસ આપીશ. કારણ કે હું તારા પર પ્રસન્ન છું અને તને બહુ સારી રીતે જાણું છું.” 18 મૂસાએ વિનંતી કરી, “મને તમાંરા ગૌરવના દર્શન કરાવો.” 19 યહોવાએ કહ્યું, “હું માંરી સંપૂર્ણ ભલમનસાઈ તને દેખાડીશ, અને તારી સમક્ષ માંરું નામ ‘યહોવા દેવ’ તરીકે જાહેર કરીશ. હું જેને પસંદ કરીશ એ લોકો પર દયા અને કરુણા વરસાવીશ.” 20 વધુમાં તેમણે કહ્યું, “પણ માંરું મુખ તું જોઈ શકીશ નહિ, કારણ, કોઈ પણ માંણસ મને જોઈને જીવતો રહી શકે નહિ. 21 “તેમ છતાં માંરી બાજુમાં આ ખડક પર ઊભો રહેજે. 22 અને માંરું ગૌરવ તારી નજર આગળથી પસાર થાય ત્યારે હું તને આ ખડકની ફાટમાં મૂકી દઈશ. અને હું પોતે પસાર થઈ જાઉં ત્યાં સુધી માંરા હાથ વડે તને હું ઢાંકી દઈશ. 23 પછી હું માંરો હાથ લઈ લઈશ અને તું માંરી પીઠ જોવા પામીશ, પણ માંરું મુખ તને દેખાશે નહિ.”

34:1 યહોવાએ મૂસાને કહ્યું, “પ્રથમના જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવ, અને તારા વડે ભાંગી ગયેલી તકતીઓ ઉપર જે વચનો લખેલાં હતાં તે હું તેના પર લખીશ. 2 સવારમાં સિનાઈ પર્વત ઉપર આવવા માંટે તું તૈયાર રહેજે અને સિનાઈ પર્વતના શિખર પર ચઢી ટોચ પર માંરી રાહ જોતો ઊભો રહેજે. 3 તારી સાથે કોઈએ ઉપર આવવાનું નથી. એટલું જ નહિ, પર્વત ઉપર કોઈ માંણસ નજરે પણ ચઢવો જોઈએ નહિ, અથવા તે પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે ઢોરઢાંખર પણ ચરતાં હોવા જોઈએ નહિ.” 4 તેથી મૂસાએ પ્રથમની તકતીઓનાં જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવી અને સવારમાં તે વહેલો ઊઠયો અને યહોવાએ તેને કહ્યું હતું તે પ્રમાંણે તેના હાથમાં તકતીઓ લઈને તે સિનાઈ પર્વત ઉપર ચઢી ગયો. 5 પછી યહોવા મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ઊભા રહ્યા. અને પોતાનું નામ ‘યહોવા’ જાહેર કર્યુ. 6 ત્યારબાદ યહોવા તેની આગળથી જાહેર કરતા પસાર થયા કે, “હું યહોવા છું. હું દયાળુ અને કૃપાળુ દેવ છું. ક્રોધ કરવામાં મંદ અને કરૂણાથી ભરપૂર અને વિશ્વાસપાત્ર છું. 7 હું યહોવા હજારો પેઢી સુધી કરૂણા રાખું છું અને તેઓના પાપોની માંફી આપું છું. તેમ છતાં ગુનેગારને નિર્દોષ ઠરાવવા ના પાડું છું. અને પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી પુત્રો અને પૌત્રોને કરું છું!” 8 મૂસાએ એકદમ ભોંય પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. 9 તેણે કહ્યું, “હે યહોવા, તમે કહો છો કે તમે માંરા પર પ્રસન્ન છો તે જો સત્ય હોય તો કૃપા કરી અમાંરી સાથે આવો. આ લોકો ગમે તેટલા હઠીલા હોય તો પણ તમે અમાંરો અધર્મ અને અમાંરાં પાપ માંફ કરો અને તમાંરાં પોતાના લોકો તરીકે અમાંરો સ્વીકાર કરો.” 10 યહોવાએ કહ્યું, “જુઓ, હું અત્યારે જ તમાંરી સાથે આ કરાર કરનાર છું. અગાઉ પૃથ્વી પર કોઈ પણ દેશમાં ન થયા હોય તેવા ચમત્કારો હું કરીશ. તારા લોકો તે જોશે કે હું, દેવ ખૂબ મહાન છું. હું જે તારા માંટે અદભુત કાર્યો કરીશ, તે લોકો જોશે.” 11 કરારનો તારો ભાગ આ છે કે તું માંરી સર્વ આજ્ઞાઓને આધીન થા. પછી હું તમાંરી વચ્ચેથી અમોરી, કનાની, હિત્તી, પરિઝઝી, હિવ્વી અને યબૂસી લોકોને હાંકી કાઢીશ. 12 પણ સાવધાન રહેજે. તું જે દેશમાં જાય છે, ત્યાંના વતનીઓ સાથે કરાર કરવો નહિ, નહિતર તેઓ તને જાળમાં ફસાવશે. 13 પણ યાદ રાખો, તમાંરે તેમની વેદીઓ તોડી પાડવાની છે, તેમના પૂજાસ્તંભો તોડી નાખવાના છે. અને તેઓની અશેરાહ દેવીની મૂર્તિઓ ભાંગી નાખવાની છે. 14 તમાંરે અન્ય કોઈ દેવોની પૂજા કરવી નહિ કારણ કે માંરું નામ યહોવા છે માંરું નામ હું એટલે કાનાહ છું-ઈર્ષાળુ દેવ. 15 “એ દેશના વતનીઓ સાથે કોઈ કરાર કરવો નહિ, નહિ તો તેઓ જયારે પોતાના દેવોને યજ્ઞ ચઢાવે, ત્યારે કદાચ તમને બોલાવે અને તમે એ યજ્ઞ ખાઓ. 16 કદાચ તમે તમાંરાં પુત્રોને તેમની પુત્રીઓ સાથે પરણાવો અને એ કન્યાઓ વ્યભિચારીની જેમ પોતાના દેવોની પૂજા કરે ત્યારે તમાંરા પુત્રોને પણ એ રસ્તે ચઢાવી દે અને પૂજા કરાવે. પછી તારા પુત્રો તેઓની પત્નીઓના દેવોની ઉપાસના કરીને માંરી વિરુદ્ધ પાપ આચરશે. 17 “તેઓની મૂર્તિઓ સાથે કોઈ સંબંધ હોય નહિ, તેથી તમાંરે તે દેવોની મૂર્તિઓ બનાવવી નહિ. 18 “મેં તમને આજ્ઞા કરી છે તે મૂજબ સાત દિવસ સુધી તમાંરે આબીબ મહિનામાં નક્કી કરેલ સમયે ખમીર વગરની રોટલી ખાવી. અને તમાંરે ખમીર વગરની રોટલીનો ઉત્સવ પાળવો; કારણ કે આબીબ મહિનામાં તમે મિસર દેશમાંથી બહાર નીકળ્યા હતા. 19 “બધાં પ્રથમ પ્રસવનાં સંતાન માંરાં છે; તમાંરા પશુઓનાં બધા પહેલા વેતરના નર માંરા છે, પછી એ ગાયનો હોય કે બકરીનો હોય. 20 જો તમે ગધેડાના પ્રથમ બચ્ચાંને રાખવા માંગતા હોય તો તેને બદલે હલવાન આપીને તેને ખરીદી શકાય. જો તું તેને ખંડી લેવા ના ઈચ્છતો હોય તો તેની ડોક ભાંગી નાખવી, અને તારા બધા જ પ્રથમજનિત પુત્રોને તારે ખંડી લેવાના છે. ભેટ લાવ્યા વિના કોઈએ માંરી સમક્ષ ખાલી હાથે આવવું નહિ. 21 “છ દિવસ તમાંરે ખેડવાનું કે વાવણીનું કામ કરવું. સાતમાં દિવસે વિશ્રામ કરવો. માંત્ર છ દિવસ કામ કરવું અને સાતમે દિવસે આરામ પાળવો. 22 “તમાંરે અઠવાડિયાનો પર્વ ઊજવવો. આ પર્વ માંટે ધઉંનો પ્રથમ ફળ અને શરદ ઋતુમાં કાપણી નો પર્વ ઊજવવો. 23 “પ્રત્યેક વર્ષમાં ત્રણ વાર ઇસ્રાએલના સર્વ પુરુષો અને સંતાનોએ ઇસ્રાએલના દેવ યહોવા સમક્ષ ઉપસ્થિત થવું. 24 “પ્રતિવર્ષ ત્રણ વાર તમે તમાંરા દેવ યહોવાના દર્શને જાઓ અને તે વખતે તમાંરા દેશ પર કોઈ આક્રમણ કરશે નહિ અને તેને જીતી લેશે નહિ. કારણ, તમાંરી ભૂમિ પરથી હું બીજી પ્રજાઓને હાંકી કાઢીને તમાંરી સરહદ વિસ્તારી આપીશ. 25 “તમાંરે યજ્ઞ ચઢાવીને એનું લોહી ખમીરવાળી રોટલી સાથે મને ધરાવવું નહિ. પાસ્ખાપર્વ યજ્ઞનો કોઈ ભાગ સવાર સુધી રાખી મૂકવો નહિ. 26 “પ્રતિવર્ષ તમાંરી જમીનનો પ્રથમ પાકનો ઉત્તમોત્તમ ભાગ તમાંરે તમાંરા દેવ યહોવાના મંદિરમાં લઈને આવવું.“તમાંરે લવારાને તેની માંતાના દૂધમાં રાંધવું નહિ.” 27 યહોવાએ મૂસાને કહ્યું, “આ શબ્દો તું લખી લે, કારણ તારી સાથે અને ઇસ્રાએલ સાથે મેં એ પ્રમાંણે કરાર કર્યો છે.” 28 તેથી મૂસા 40 દિવસ અને 40 રાત અન્નજળ લીધા વિના યહોવા સાથે રહ્યો અને તેણે કરારના શબ્દો-દશ આજ્ઞાઓ તકતી ઉપર લખી. 29 છેલ્લે મૂસા કરારની બે તકતીઓ લઈને સિનાઈ પર્વત ઉપરથી નીચે ઊતર્યો, ત્યારે તે જાણતો ન હતો કે યહોવાની સમક્ષ રહેવાથી તેનો ચહેરો પ્રકાશતો હતો. 30 હારુન અને ઇસ્રાએલીઓ મૂસાના ચહેરાને પ્રકાશતો જોઈને તેની પાસે જતાં ગભરાતાં હતાં. 31 આથી મૂસાએ તેઓને પાસે બોલાવ્યા ત્યારે હારુન અને લોકોના આગેવાનો મૂસા પાસે ગયા અને મૂસાએ તેમની સાથે વાત કરી. 32 તે પછી સર્વ ઇસ્રાએલીઓ તેની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર યહોવાએ જે બધાં આદેશો આપ્યા હતા તે બધા તેણે લોકોને સંભળાવ્યા. 33 જ્યારે મૂસાએ તેઓની સાથે બોલવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના મોં ઉપર ઘૂંઘટ ઢાંકી દીધો. 34 જ્યારે જ્યારે તે યહોવા સમક્ષ વાત કરવા જતો, ત્યારે ત્યારે ઘૂંઘટ દૂર કરતો અને બહાર આવતાં સુધી ઘૂંઘટ પાછો ઢાંકતો નહિ. પછી બહાર આવીને પોતાને જે જે આજ્ઞાઓ મળી હોય તે તે ઇસ્રાએલીઓને કહી સંભળાવતો, 35 તે સમયે ઇસ્રાએલીઓને મૂસાનો ચહેરો પ્રકાશતો દેખાયો તેથી તે યહોવા સાથે ફરી વાત કરવા જતાં સુધી ઉપર પાછો ઘૂંઘટ નાખી દેતો.

35:1 મૂસાએ સર્વ ઇસ્રાએલી લોકોની એક સભા ભેગી કરી તેઓને કહ્યું, “યહોવાએ તમને આટલા નિયમોનું પાલન કરવાની આજ્ઞા કરી છે: 2 “માંત્ર છ દિવસ તમાંરે કામ કરવું. સાતમો દિવસ યહોવાને સમર્પિત કરેલ વિશ્રામનો દિવસ છે. તે દિવસે જે કોઈ કામ કરે તેને મોતની સજા કરવી. 3 સાબ્બાથના દિવસે તમે જ્યા પણ રહેતા હોય ત્યાં આગ પેટાવાની મનાઈ છે.” 4 પછી મૂસાએ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજને કહ્યું, “યહોવાએ આ આજ્ઞા આપી છે: 5 દેવ માંટે ખાસ ભેટો ભેગી કરો. તમાંરામાંથી પ્રત્યેકે તમાંરા હૃદયમાં નક્કી કરવું કે તમાંરે શું આપવું છે. જેઓના હૃદય ઉદાર હોય તેઓ યહોવા પાસે અર્પણો લાવે: સોનું, ચાંદી અને કાંસા. 6 ભૂરા, જાંબુડિયા અને કિરમજી રંગનું ઊન, શણનું ઝીણું કાપડ, બકરાંના વાળ, 7 ઘેટાનું પકવેલું ચામડું, કુમાંશદાર ચામડાં, બાવળનાં લાકડાં, 8 દીવા માંટે તેલ, અભિષેકના તેલ માંટે અને ધૂપને માંટે તેજાના, સુંગધીદાર ધૂપ માંટે સુગંધી દ્રવ્યો, 9 યાજકના એફોદ અને ઉરપત્ર ઉપર જડવા માંટે ગોમેદ પાષાણ અને અન્ય પાષાણો. 10 “તમાંરામાંથી જેઓ ખાસ કુશળ કારીગરો છે તેઓ આવે અને યહોવાએ જે બનાવવાની આજ્ઞા કરી છે તે બનાવે: 11 પવિત્રમંડપનો તંબુ, તેનાં આચ્છાદન, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, થાંભલી અને કૂભીઓ: 12 પવિત્રકોશ અને તેની દાંડાઓ, ઢાંકણ અને દયાસન, પવિત્રસ્થાનને બંધ કરવાનો પડદો; 13 બાજઠ અને તેને ઊંચકવાની દાંડીઓ, અને તેનાં બધાં પાત્રો; ધરાવેલી રોટલી. 14 દીપવૃક્ષ અને દીવાઓ, તેનાં સાધનો, કોડિયાં અને પૂરવાનું તેલ. 15 “ધૂપની વેદી અને તેની દાંડીઓ, અભિષેક માંટેનું તેલ, સુગંધીદાર ધૂપ, અને મૂલાકાતમંડપનો પ્રવેશદ્વાર માંટેનો પડદો. 16 આહુતિ માંટે વેદી, અને તેની કાંસાની જાળી; થાંભલાઓ અને વેદી પર વપરાતી બધી વસ્તુઓ અને કાંસાનું પહોળુ વાસણ અને તેનું તળ. વેદીને ઊચકવાનાં બધાં સાધનો, દાંડા, કડી અને તેની ધોડી; 17 આંગણાની ભીતો માંટેના પડદાઓ, સ્તંભો, તેઓની કૂભીઓ અને આંગણાનાં પ્રવેશદ્વાર માંટેના પડદાઓ; 18 મુલાકાતમંડપના અને તેના આંગણાં માંટેના સ્તંભો, આંગણાની ખૂટીઓ અને તેની દોરીઓ, 19 પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે યાજકોએ ધારણ કરવાના દબદબાભર્યા વસ્ત્રો, એટલે કે યાજક હારુન અને તેના પુત્રો માંટેનાં યાજક તરીકે સેવા કરવા માંટેનાં પવિત્ર વસ્ત્રો.” 20 પછી ઇસ્રાએલીઓના સમગ્ર સમુદાયે ભેટો આપવા માંટેની વસ્તુઓ તૈયાર કરવા માંટે મૂસા આગળથી રજા લીધી. અને પોતપોતાના તંબુઓમાં પાછા ફર્યા. 21 પછી યહોવાના આત્માંથી જેઓના હૃદયોને સ્પર્શ થયો હતો, તે દરેક પોતાની રાજીખુશીથી મુલાકાતમંડપનાં સાધનો માંટે, તેની સામગ્રી માંટે અને પવિત્ર વસ્ત્રો માંટે તેઓનાં અર્પણો લઈને યહોવાને ભેટ ધરવા પાછા આવ્યા. 22 સ્ત્રીઓ અને પુરુષો પણ આવ્યા અને તેમણે દરેકે રાજીખુશીથી-કોઈએ નથ, તો કોઈએ લવિંગિયાં કોઈએ વીટી, તો કોઈએ હાર. એમ વિવિધ પ્રકારના સોનાનાં ઘરેણાં યહોવાને ભેટ ધર્યા. 23 બીજાં કેટલાક ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊન ઝીણા કાંતેલા શણના કાપડ અને બકરાંના વાળનાં કાપડ લાવ્યાં. વળી લાલા રંગ કરેલાં ઘેટાનાં ચામડાં અને ખાસ રીતે પકવેલાં બકરાંના ચામડાં પણ તેઓ લઈ આવ્યાં. 24 જે કોઈ યહોવાને ચાંદી કે કાંસાની ભેટ ધરાવી શકે તેમ હતા તે સૌ તે લાવ્યા, તો કેટલાક બાંધકામ માંટે જરૂરી બાવળનું લાકડું લાવ્યા. 25 જે સ્ત્રીઓ કાંતવામાં કુશળ હતી, તેમણે ભૂરું, જાંબુડિયું અને કિરમજી ઊન તથા બારીક શણ કાંતી આપ્યું. 26 બીજી કેટલીક કુશળ સ્ત્રીઓએ બકરાંના વાળ કાંતીને કાપડ તૈયાર કરી આપ્યું. 27 યાજકોના ઉરપત્રમાં અને એફોદમાં જડવા માંટે આગેવાનો ગોમેદ પાષાણ અને અન્ય પાષાણ લાવ્યાં. 28 તેમ જ દીવા માંટે તથા અભિષેક અને સુગંધીદાર ધૂપ માંટે સુગંધી દ્રવ્યો અને તેલ લઈ આવ્યા. 29 આ પ્રમાંણે ઇસ્રાએલના લોકોએ યહોવાએ મૂસા માંરફતે જે જે કામો કરવાની આજ્ઞા કરી હતી તેને માંટે તે કાર્યમાં મદદ કરવાની ઈચ્છા જે સ્ત્રી પુરૂષોની હતી તે સૌએ પોતાના અર્પણો રાજીખુશીથી તેમને આપ્યાં. 30 પછી મૂસાએ ઇસ્રાએલીઓને કહ્યું, “જુઓ, યહોવાએ યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા, બઝાલએલને મંદિરનાં હસ્તકલાનાં કામ માંટે પસંદ કર્યો છે. 31 અને તેનામાં દેવના આત્માંનો સંચાર કરીને તેને દરેક પ્રકારની કારીગરીમાં કુશળતા, સમજદારી તથા હોંશિયારી ભરપૂર આપ્યા છે. 32 સોનાચાંદી અને કાંસાના સાધનો બનાવવામાં, નવી નવી ભાતો ઉપજાવી કાઢવામાં, 33 રત્નોને પહેલ, પાડવામાં, જડવામાં, તથા લાકડામાં કોતરણી કરવામાં, તથા બધા પ્રકારના નકશીકામ કરવામાં તેને કુશળ બનાવ્યો છે. 34 યહોવાએ તેને અને દાનકુળના અહીસામાંખના પુત્ર આહોલીઆવને બીજાને શીખવવાની શક્તિ આપી છે. 35 તેણે તેમને સર્વ પ્રકારનું કામ કરવાનું કૌશલ્ય આપ્યું છે; કોતરણીનું, સિલાઈનું, ભરતકામના કિરમજી રંગના કાપડના પડદાઓની ભાત તૈયાર કરવાનું, ભૂરાં, જાંબુડિયા અને કિરમજી ઊનના અને બારીક શણના ભરતગૂંથણનું અને વણાંટનું, તેઓ સર્વ પ્રકારનું કામ કરી શકે છે અને ભાત રચી શકે છે, સર્વમાં તેઓ શ્રેષ્ઠ પુરવાર થશે.

36:1 “બઝાલએલ, આહોલીઆબ અને અન્ય બધા કારીગરો, જેઓને યહોવાએ કૌશલ્ય અને સમજ આપ્યાં છે જેથી તેઓને મુલાકાતમંડપના બાંધકામને લગતું બધું કામ કરતાં આવડે, તેમણે બરાબર યહોવાની આજ્ઞા મુજબ જ બધું બનાવવાનું છે.” 2 પછી મૂસાએ બઝાલએલને, આહોલીઆબને અને જે કારીગરોને યહોવાએ કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે બધાને બોલાવ્યા અને સૌને કામ શરૂ કરવા જણાવ્યું. 3 ઇસ્રાએલીઓએ મંદિર બાંધવા માંટે જે જે ભેટો આપી હતી તે બધી મૂસાએ તેમને સોંપી દીધી. તેમ છતાં ઇસ્રાએલીઓ પ્રતિદિન સવારમાં ભેટ લાવતા રહ્યા. 4 તેથી મંદિરનું કામ કરનારા બધાજ કારીગરો પોતપોતાનું કામ છોડીને મૂસા સમક્ષ આવીને કહેવા લાગ્યા, 5 “યહોવાએ જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરુ કરવા માંટે જરૂરી હોય તેના કરતાં ધણું વધારે લોકો લાવ્યા કરે છે.” 6 તેથી મૂસાએ આખી છાવણીમાં ઢંઢેરો પિટાવ્યો કે હવે વધુ ભેટ લાવવાની જરૂર નથી. એટલે લોકોએ ભેટ લાવવાનું બંધ કર્યું. 7 અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરુ કરવા માંટે જોઈએ તેના કરતાં વધારે હતું. 8 સૌથી કુશળ કારીગરોએ પવિત્રમંડપ બનાવ્યો. ઝીણાં કાંતેલા શણ અને ભૂરા કિરમજી અને લાલ ઊનના દશ પડદાઓથી તેમણે તંબુ બનાવ્યો. એના ઉપર કરૂબ દેવદૂતોની આકૃતિઓ ભરેલી હતી. 9 પ્રત્યેક પડદો 28 વાર લાંબો અને 4 વાર પહોળો હતો. બધા જ પડદા સમાંન માંપના હતા. 10 તેમણે પાંચ તાકા જોડીને એક મોટો પડદો બનાવ્યો, અને બીજા પાંચનો બીજો મોટો પડદો બનાવ્યો. 11 તેમણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા કાપડની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં. 12 તેમણે એક મોટા પડદાના પહેલાં પડદાને 50 નાકા બનાવ્યા, અને બીજા મોટા પડદાના છેલ્લા પડદાને એની બરાબર સામે આવે એ રીતે 50 નાકાં બનાવ્યાં. 13 આ નાકાંઓને જોડવા માંટે તેમણે 50 સોનાની કડીઓ બનાવી. અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ તંબુ રચાયો. 14 એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માંટે તેમણે બકરાંના વાળના કાપડના અગિયાર પડદાઓ બનાવ્યા. તે બધા સરખા માંપના હતા. 15 પ્રત્યેક પડદો 30 હાથ લાંબો અને 4 હાથ પહોળો હતો. બધા પડદા એક જ માંપના હતા. 16 બઝાલએલ પાંચ પડદા એકબીજા સાથે જોડી દઈને એક મોટો પડદો બનાવ્યો અને બીજા છ નો બીજો એક મોટો પડદો બનાવ્યો; 17 પછી તેમણે પહેલા મોટા પડદાના છેલ્લા તાકાને 50 નાકાં મૂક્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં મૂક્યાં. 18 આ નાકાંઓને જોડવા માંટે કાંસાની નાના કદની 50 કડીઓ બનાવી તેના વડે એ બે પડદા જોડી દીધા એટલે એક સળંગ તંબુ થઈ ગયો. 19 તેમણે પવિત્રમંડપની છતનું સૌથી ઉપરનું આવરણ બનાવ્યુ. પહેલું ઘેટાનાં લાલ રંગેલાં ચામડાઓમાંથી તથા બીજુ બકરાંના પકવેલાં કુમાંશદાર ચામડાનું બનાવ્યું. 20 પવિત્રમંડપની બાજુની ભીતો માંટે ઊભા ગોઠવવા તેમણે બાવળનાં પાટિયાં તૈયાર કર્યા. 21 પ્રત્યેક પાટિયું 10 હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હતું. 22 પ્રત્યેક પાટિયાંને એકબીજા સાથે જોડવા માંટે દરેકને બબ્બે સાલ કાઢયાં હતાં; 23 દક્ષિણ બાજુએ ભીત માંટે 20 પાટિયાં હતાં. 24 તે 20 પાટિયાં ચાંદીની 40 કૂભીઓમાં ઊભા કર્યા હતા, પ્રત્યેક પાટિયું બે કૂભીઓમાં ઊભું કર્યુ હતું. 25 ઉત્તર બાજુએ ભીત માંટે પણ 20 પાટિયાં હતાં. 26 તે 20 પાટિયાં ચાંદીની 40 કૂભીઓમાં ઊભા કર્યા હતાં. પ્રત્યેક પાટિયું બે કૂભીઓ વચ્ચે ઊભુ કર્યુ હતું. 27 મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછીત માંટે છ પાટિયાં બનાવ્યાં હતાં. 28 અને પછીતના ખૂણાઓ માંટે બે પાટિયાં બનાવ્યાં. 29 પછીતનાં અને ખૂણાઓનાં પાટિયાં નીચેથી જોડેલાં હતાં અને ઠેઠ ઉપરથી પહેલી કડી સુધી જોડી દીધેલાં હતાં. 30 આમ, પશ્ચિમ બાજુએ કુલ આઠ પાટિયાં, ચાંદીની 16 કૂભીઓમાં ઊભા કરેલાં હતાં. અને પ્રત્યેક પાટિયું બે કૂભીઓમાં બેસાડેલું હતું. 31 પછી તેમણે આ પાટિયાઓને તેમની બાજુએથી એક બીજા સાથે જોડી દેવા માંટે બાવળનાં લાકડાંની ભૂંગળો બનાવી, પાંચ તંબુની એક બાજુનાં પાટિયાં માંટે અને બીજી પાંચ બીજી બાજુનાં પાટિયાં માંટે. 32 અને પાંચ ભૂગળો પશ્ચિમની પછીતના પાટિયાં માંટે, 33 આ પાંચ ભૂંગળોમાંથી વચલી ભૂંગળ પાટિયાઓની અડધી ઊચાઈને એક છેડાથી તે બીજા છેડા સુધી લાગેલી હતી. 34 આ પાટિયાઓ અને ભૂંગળો સોનાંથી મઢેલાં હતાં અને કડાંઓ શુદ્ધ સોનાનાં બનાવ્યાં હતાં. 35 અંદરનો પડદો વણાંટકામના કાપડનો બનાવેલો હતો. અને ભૂરા, જાંબુડા અને કિરમજી ઊનનો હતો. તેના ઉપર જરીથી કલાત્મક રીતે કરૂબદેવદૂતોની આકૃતિઓનું ભરત કરવામાં આવ્યું હતું. 36 પડદાને લટકાવવા માંટે બાવળની ચાર થાંભલીઓ બનાવી અને તેને સોને મઢીને, સોનાની વાળી મુકી. અને થાંભળીઓ માંટે ચાર ચાંદીની કૂભીઓ બનાવી. 37 માંડવાના પ્રવેશદ્વાર માંટે બઝાલએલે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો તથા ઝીણા કાંતેલા શણનો ભરત ભરેલો પડદો બનાવ્યો. 38 બાવળના લાકડામાંથી પાંચ થાભલી અને કડીઓ તૈયાર કરી સોનાથી મઢી, પછી તેઓને કાંસાની પાંચ કૂભીઓમાં ઊભી કરી. તેના ટોચકાઓને અને પડદાની દાંડીને. પછી સોનાની પાંચ કડીઓ વડે આ પડદો લટકાવવામાં આવ્યો.

37:1 પછી બઝાલએલે બાવળના લાકડામાંથી પવિત્રકોશ બનાવ્યો, જેની લંબાઈ અઢી હાથ, પહોળાઈ દોઢ હાથ અને ઊંચાઈ દોઢ હાથ હતી. 2 તેણે તેને અંદર બહાર શુદ્ધ સોનાથી મઢીને તેની ફરતે સોનાની પટી મૂકી હતી. 3 તેના ચાર પગોમાં સોનાનાં ચાર કડાં જોડેલા હતાં. પ્રત્યેક છેડા ઉપર બે કડાં. 4 પછી તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેને સોનાથી મઢી લીધાં. 5 અને કોશ ઉપાડવા માંટે બંને બાજુના કડામાં પરોવી દીઘા. 6 ત્યારબાદ તેણે શુદ્ધ સોનામાંથી અઢી હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું ઢાંકણ તૈયાર કર્યું. 7 તેણે બે કરૂબદેવદૂતોની આકૃતિઓ સોનામાંથી ઘડીને ઢાંકણના બે છેડા માંટે બનાવી. 8 એક છેડે એક કરૂબદેવદૂત અને બીજે છેડે એક કરૂબદેવદૂત; તેણે તેને ઢાંકણ સાથે જોડી દીધી. 9 દેવદૂતોની પાંખો ઊંચે પસારેલી હોવાથી ઢાંકણ પાંખોથી ઢંકાઈ જતું હતું. દેવદૂતોનાં મોં એકબીજાની સામસામે હતાં, અને ઢાંકણ તરફ વાળેલાં હતાં. 10 બાવળના લાકડામાંથી તેણે 2 હાથ લાંબો, 1 હાથ પહોળો અને દોઢ હાથ ઊચો બાજઠ બનાવ્યો, 11 આખા બાજઠને શુદ્ધ સોનાથી મઢી લઈને બાજઠની ચારે તરફની ધાર પર સોનાની કિનારી બનાવી. 12 પછી તેણે તેની ફરતે ચાર ઈચની કિનાર બનાવી અને તેની ફરતે સોનાની કોર મૂકી. 13 તેણે એને ઉપાડવા માંટે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચાર ખૂણે ચાર પાયે જડી દીધાં. 14 બાજઠ ઉપાડવાની દાંડીની જગાઓ એટલે કડાં એ કિનારીની નજીક હતા. 15 દાંડીઓ બાવળના લાકડાની બનાવી અને તેને સૂવર્ણથી મઢી લીધી. 16 પછી તેણે બાજઠને માંટેનાં વાસણો-રકાબીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માંટેના વાટકા શુદ્ધ સોનાનાં બનાવ્યા. 17 તેણે શુદ્ધ સોનાની દીવી બનાવી; દીવીની બેસણી અને થાંભલી સોનામાંથી ઘડીને બનાવ્યાં અને તેના ઉપરનાં શોભાનાં ફૂલો, કળીઓ અને પાંદડીઓ તેની સાથે જડી દીધાં. 18 દીપવૃક્ષની બંને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છ શાખાઓ હતી. 19 પ્રત્યેક શાખા ઉપર શોભા માંટે કળીઓ અને પાંદડીઓ સાથે બદામ ઘાટનાં ત્રણ ત્રણ ફૂલ હતાં. 20 દીપવૃક્ષની થાંભલીઓને કળીઓ અને પાંદડીઓવાળાં ચાર શોભાનાં ફૂલ હતાં. 21 દીપવૃક્ષનાં સ્તંભ ઉપર બબ્બે શાખાઓની દરેક જોડી નીચે એક એક ફૂલ હતું. વળી ટોચની શાખાની જોડીના ઉપરના ભાગમાં પણ એક ફૂલ હતું. અને નીચેની શાખાઓની જોડીના નીચેના ભાગમાં એક ફૂલ હતું. આમ ચાર ફૂલ હતાં. 22 દીવીની થાંભલી સાથે શાખાઓ અને કળીઓ જોડી દેવામાં આવ્યા હતાં, અને એ બધું શુદ્ધ સોનાની એક જ ઢાળકીમાંથી ઘડીને બનાવવામાં આવ્યું હતું. 23 દીવી માંટે તેણે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમાંરવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં. 24 દીપવૃક્ષ અને એનો સાજ બનાવવામાં તેણે 75 પૌંડ શુદ્ધ સોનું વાપર્યું હતું. 25 ધૂપ માંટેની વેદી તેણે બાવળના લાકડામાંથી બનાવી. તે 1 હાથ લાંબી, 1 હાથ પહોળી અને 2 હાથ ઊચી ને સમચોરસ હતી. વેદી પર ચાર શિંગ હતાં દરેક ખૂણામાં એક શિંગ હતું. આ શિંગો એકબીજા સાથે જોડેલા હતા, એક નંગ બનાવવા એક ભાગ તરીકે એક જ એકમમાં તેના ખુણાઓ ઉપર શિંગ તૈયાર કરેલાં હતાં. 26 આખી વેદીને શુદ્ધ સોનાથી મઢી લેવામાં આવી અને તેની ચારે તરફની ધાર ઉપર સોનાની કિનારી બનાવવામાં આવી. 27 તેણે તેને માંટે બે સોનાનાં કડા બનાવીને બંને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેમાં ઉપાડતી વખતે દાંડા પરોવી શકાય. 28 પછી તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢયા. 29 વળી તેણે અભિષેક માંટેનું તેલ તેમજ સરૈયો બનાવે તેવો શુદ્ધ સુગંધીદાર ધૂપ પણ બનાવ્યો.

38:1 તેણે 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊચી ચોરસ યજ્ઞ માંટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી. 2 તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર કાંસાનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું. 3 પછી તેણે વેદીનાં બધાં જ પાત્રો-ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ડોયા, પંજેટી અને સગડીઓ-કાંસાનાં બનાવ્યાં. 4 પછી તેણે વેદીની અંદરના ભાગમાં જયાં અગ્નિ પ્રગટે છે ત્યાં અડધી ઊચાઈએ ટેકા માંટેની ધાર બનાવીને તેના ઉપર કાંસાની જાળી ગોઠવી. 5 આ વેદીની ચાર બાજુઓ માંટે ચાર કડાં બનાવીને કઠેરાના ચાર ખૂણે મૂક્યાં જેથી તેમાં દાંડા ભેરવી શકાય. 6 આ દાંડા બાવળના લાકડાના બનાવીને તેને કાંસાથી મઢી લીધા, 7 પછી તેને વેદીની બાજુએ આવેલાં કડાંઓમાં પરોવી દીધા. વેદી લાકડાંના પાટિયાંમાંથી બનાવેલી હતી અને અંદરથી પોલી રાખી હતી. 8 મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે ભેગી થયેલી સ્ત્રીઓનાં દાન કરેલા કાંસાના દર્પણમાંથી ઢાળીને તેણે હાથ પગ ધોવાની કાંસાની કૂડી અને તેની કાંસાની ઘોડી બનાવ્યાં. 9 પછી તેણે આંગણું બનાવ્યું; તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત 100 હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી. 10 આ પડદાને પકડી રાખવા માંટે 20 થાંભલીઓ અને 20 કૂભીઓ કાંસાની હતી. તથા એ થાંભલીઓના આંકડા અને આડા સળિયા ચાંદીના બનાવેલા હતા. 11 ઉત્તરની બાજુએ 100 હાથ લાંબા પડદા હતા અને તેને માંટે કાંસાની 20 થાંભલીઓ અને 20 કૂભીઓ હતી, તથા આંકડા અને સળિયા ચાંદીના હતા. 12 આંગણાની પશ્ચિમ બાજુએ 50 હાથ લાંબા પડદા હતા. તથા 10 થાંભલીઓ અને 10 કૂભીઓ હતી. અને આંકડા અને સળિયા ચાંદીના હતા. 13 આંગણાની પૂર્વ તરફ 50 હાથ લાંબી ભીંત હતી. આંગણનો પ્રવેશદ્વાર આ તરફ હતો. 14 પ્રવેશદ્વારની એક બાજુએ 15 હાથનો પડદો હતો અને તેને થોભવા માંટે ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી. 15 અને આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ 15 હાથ લાંબા પડદા હતા, અને તેમને ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી. 16 ભીતો બનાવવા માંટે વપરાયેલા બધા જ પડદાઓ ઝીણા કાંતેલા શણના બનાવેલા હતા. 17 પ્રત્યેક થાંભલીઓ માંટેની કૂભીઓ કાંસાની હતી અને આંકડા તથા દાંડીઓ ચાંદીના હતાં. થાંભલીઓનો ટોચકા ચાંદીના પતરાથી મઢેલી હતી, આંગણાની બધી થાંભલીઓને ચાદીની દાંડીઓ હતી. 18 આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભૂરા, કિરમજી, તથા લાલ રંગના ઊનનો અને ઝીણા કાંતેલા શણનો હતો, તેના પર ભરતકામ કરેલું હતું. અને તે 20 હાથ લાંબો અને આંગણાને ફરતા પડદાની જેમ 5 હાથ ઊંચો હતો. 19 તે ચાર કાંસાની કૂભીઓમાં બેસાડેલી ચાર કાંસાની થાંભલીઓ ઉપર લટકાવેલો હતો. તેના આંકડાઓ અને સળિયાઓ ચાંદીના હતા. થાંભલીઓના મથાળાં ચાંદીથી મઢેલાં હતાં. 20 પવિત્રમંડપ તથા આંગણાના બાંધકામમાં વપરાયેલી બધી ખૂંટીઓ કાંસાની બનાવેલી હતી. 21 પવિત્ર તંબુ એટલે કે કરારકોશના તંબુના બાંધકામમાં વપરાયેલ વિવિધ ધાતુનો હિસાબ આ મુજબ છે. મૂસાએ એ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો, અને તે યાજક હારુનના પુત્ર ઈથામાંરના નિરીક્ષણ હેઠળ તૈયાર કરેલી હતી. 22 યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા બઝાલએલે યહોવાએ મૂસાને જે જે બનાવવાની આજ્ઞા કરી હતી તે બધું બનાવ્યું. 23 તેને મદદ કરનાર દાનના વંશના અહીસામાંખનો પુત્ર આહોલીઆબ કોતરકામ કરનાર, નવી ભાતો બનાવનાર, અને ભૂરા કિરમજી અને લાલ ઊન તેમજ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો. 24 એ પવિત્રસ્થાનક માંટે યહોવાને સમર્પિત કુલ સોનાનું વજન મંદિરના માંપના ધોરણ મુજબ 2 ટન કરતા વધારે હતું. 25 વસ્તીગણતરીની નોંધણી વખતે લોકો પાસેથી મળેલ ચાદીનું વજન મંદિરના માંપ ધોરણ પ્રમાંણે 3-3/4 ટન કરતા વધારે હતું. 26 વસ્તીગણતરીમાં વીસની અને તેની ઉપરની ઉંમરના 6,03,550 માંણસો નોંધાયેલ હતાં. અને તેમાંના પ્રત્યેક એક બેકા ચાંદીની ખંડણી ભરી હતી (અધીકૃત માંપ વાપરતા એક બેકા એટલે અડધો શેકેલ). 27 પવિત્રસ્થાન માંટેની અને પડદા માંટેની કૂભીઓ બનાવવામાં 3-3/4 ટન ચાંદી વપરાઈ હતી: તેમાંથી 100 કૂભીઓ બનાવી. તેથી દરેક કૂભીમાં 75 પૌંડ ચાંદી હતી. 28 બાકીની 50 પૌંડ ચાંદીમાંથી તેણે થાંભલીઓના આંકડા, તેમનાં મથાળાં અને દાંડીઓ બનાવી. 29 યહોવાને સમર્પિત કુલ કાંસા સાડા છવ્વીસ ટન કરતા વધારે હતું. 30 આ કાંસાનો ઉપયોગ મુલાકાતમંડપના પ્રવેશદ્વારની કૂભીઓ, કાંસાની વેદી અને તેની કાંસાની જાળી, વેદીનાં બધાં સાધનો, 31 આંગણા માંટેના પાયા તથા તેના પ્રવેશદ્વાર અને પવિત્રમંડપ અને આંગણાનાં બાંધકામ માંટે વપરાયેલા સર્વ અને ખીલીઓ બનાવવા માંટે થયો હતો.

39:1 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યાજકોએ પહેરવાના દબદબાભર્યા પોષાક, લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના કાપડમાંથી બનાવ્યા. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માંટેનાં વસ્ત્રો બનાવ્યાં. 2 તેમણે એફોદ સોનાનું તથા જાંબુડિયા, કિરમજી અને લાલ ઊન અને ઝીણા કાંતેલા શણનું બનાવ્યું. 3 સોનાને ટીપીને બઝાલએલે સોનાના પાતળાં પતરાં બનાવ્યાં. અને તેને કાપીને તેના તાર બનાવ્યા. આ તાર ભૂરા, જાંબુડા, અને કિરમજી રંગના કાપડમાં વણી લેવામાં આવ્યા. આ કાર્ય એક બહુ જ કુશળ કારીગરનું હતું. 4 એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા. જેથી તે બાંધી શકાય. 5 એના ઉપરનો કમરપટો પણ યહોવાએ મૂસાને આજ્ઞા કર્યા મુજબ એફોદના જેવી ન કારીગરીવાળો અને સોનેરી, જાંબુડિયા, કિરમજી અને લાલ ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો. 6 પછી તેમણે બે ગોમેદ પાષાણો સોનાના ચોકઠામાં જડયા, આ પાષાણો ઉપર ઇસ્રાએલના કુળોનાં નામ કોતરેલાં હતાં. 7 અને પછી તેઓએ તેને એફોદના ખભાના પટ્ટા સાથે, દેવને ઇસ્રાએલીઓની યાદી તરીકે જોડી દીધા. યહોવાએ જેમ મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાંણે કરવામાં આવ્યું હતું. 8 તેમણે ન્યાયકરણ ઉરપત્ર એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માંટે તેમણે સોનાના દોરા, જાબુંડિયા, કિરમજી, અને લાલ ઉન તથા ઝીણા કાંતેલા શણનો ઉપયોગ કર્યો. 9 તે એક સમચોરસ બેવડ વાળેલું એક વેંત લાંબું અને એક વેંત પહોળું હતું. 10 એમાં નંગોની ચાર હાર બેસાડેલી હતી; પ્રથમ હારમાં માંણેક, પોખરાજ અને લાલ રત્ન હતા. 11 બીજી હારમાં લીલમ, નીલમ અને હીરા. 12 ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત 13 અને ચોથી હારમાં ગોમેદ, પિરોજ અને યાસપિસની, એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા. 14 આ રીતે તેમાં બાર નંગો હતા અને તેના પર ઇસ્રાએલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. પ્રત્યેક નંગ પર ઇસ્રાએલના એક વંશનું નામ કળાથી કોતરેલું હતું. 15 તેમણે ન્યાયકરણ ઉરપત્ર માંટે શુદ્ધ સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી. 16 તદુપરાંત તેમણે સોનાની બે વાળી બનાવી ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માંટે બે સોનાની નકશી બનાવી. 17 પછી ન્યાયકરણ ઉરપત્રના છેડા પર મૂકેલી કડીઓમાં સોનાની સાંકળીઓ જોડી દીધી. 18 એ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દીધાં અને એ રીતે એ ચોકઠાં ન્યાયકોથળીની સ્કંધપટીઓના આગળના ભાગ પર જોડી દીધાં. 19 તે પછી સોનાની બીજી બે કડીઓ બનાવી એફોદની નજીકના ન્યાયકરણ ઉરપત્રની અંદરની બાજુના નીચલા ખૂણાએ મૂકી. 20 ત્યારબાદ બીજી બે સોનાની કડીઓ બનાવીને એફોદના ખભાના બે પટાના સામેના નીચેના છેડે સાંધા નજીક અને સુંદર ગૂંથેલા કમરપટાની ઉપરના ભાગમાં લગાવી દીધી. 21 ન્યાયકરણ ઉરપત્રના નીચલા છેડાને ભૂરી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધી દીધો, જેથી યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ ન્યાયકરણ ઉરપત્ર કરમપટા ઉપર રહે અને છૂટ્ટુ ન પડી જાય. 22 અફોદ પરનો જામો આખો ભૂરા રંગના કાપડનો એક કુશળ કારીગરે બનાવ્યો હતો. 23 તેમણે જામાંની વચ્ચે એક કાણું પાડ્યું અને તેની કિનાર સીવી લીધી. તેની કિનાર ફાટી ન જાય તે માંટે સીવવામાં આવી હતી. 24 જામાંની નીચેની બાજુએ દાડમ ભરેલાં હતાં. તે કાંતેલા શણના તથા ભૂરા તથા જાંબુડા તથા કિરમજી રંગના ભરતકામથી બનાવેલાં હતાં. 25 તેમજ શુદ્ધ સોનાની ઘૂઘરીઓ બનાવી એ દાડમો વચ્ચે આખી નીચલી બાજુએ મૂકી હતી. 26 એ જ રીતે ઝભ્ભાની નીચેની બાજુએ વારાફરતી દાડમ અને ઘૂઘરી આવતાં હતાં. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાંણે હારુન યહોવાની સેવા કરતી વખતે આ ઝભ્ભો પહેરતો હતો. 27 તેમણે હારુન અને તેના પુત્રો માંટે ઝીણા કાંતેલા શણના અંગરખાં બનાવ્યાં, 28 વળી ઝીણા કાંતેલા શણમાંથી પાધડીઓ, ફાળિયા, અને પાયજામાં બનાવ્યા. 29 તથા યહોવાની આજ્ઞા મુજબ ભૂરા, કિરમજી, અને લાલ ઊનનો ભરત ભરેલો ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો. 30 અંતે તેમણે શુદ્ધ સોનામાંથી એક તકતી બનાવી જેની પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, “યહોવા પવિત્રતા” તે મુગટ ઉપર જડેલી હતી. 31 એ ભુરા રંગની પટ્ટી સાથે બાંધેલી હતી, જે પાઘડી ઉપર બંધાએલી હતી. 32 આ રીતે યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા અનુસાર પવિત્રમંડપનું કામ પૂર્ણ થયું. આ બધુંજ ઇસ્રાએલીઓએ આજ્ઞા મુજબ કર્યું. 33 પછી તેઓએ પવિત્રમંડપ, તેનો તંબુ અને તેનું બધું રાચરચીલું, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, થાંભલીઓ અને કૂભીઓ, 34 તેઓએ તેને સુકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના ઢાંકણ અને ઝીણા ચામડામાંથી બનાવેલા ઢાંકણ અને અત્યંત પવિત્રજગ્યાનાં પ્રવેશ દ્વારનો પડદો બનાવ્યો. 35 કરારકોશ, તેના દાંડા, તેનું ઢાંકણ, 36 મેજ અને તેનાં બધાં સાધનો, અર્પણ કરેલી રોટલી, 37 શુદ્ધ સોનાનું દીપવૃક્ષ-તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, અને તેનાં બધાં સાધનો, અને પૂરવાનું તેલ, 38 સોનાની વેદી, અભિષેક માંટેનું તેલ, સુગંધીદાર ધૂપ, મુલાકાત મંડપના પ્રવેશદ્વારનો પડદો, 39 કાંસાની વેદી, તેની કાંસાની બનાવેલી જાળી, તેના દાંડા, અને તેનાં બધાં સાધનો કૂડી અને તેની ધોડી, 40 આંગણાની ભીંતો માંટેના પડદાઓ, અને તેને લટકાવવા માંટેની થાંભલીઓ અને કૂભીઓ, તેમજ આંગણાંના પ્રવેશદ્વાર માંટેના પડદાઓ અને તેના સ્તંભો, દોરી અને ખીલાઓ તથા મુલાકાતમંડપમાં સેવા માંટે વાપરવાનાં બધાં સાધનો. 41 પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે પહેરવાનાં સુંદર દબદબાભર્યા વસ્ત્રો તથા યાજક તરીકે ફરજ બજાવતી વખતે હારુન અને તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો મૂસાને બતાવ્યાં. 42 યહોવાએ મૂસાને જણાવ્યા મુજબ બધું જ કામ ઇસ્રાએલીઓએ પૂર્ણ કર્યું હતું. 43 પછી મૂસાએ બધું જ તપાસી લીધું અને યહોવાએ જણાવ્યા મુજબ બનાવ્યુ છે એની ખાતરી કરી લીધી અને પછી મૂસાએ તેમને આશીર્વાદ આપ્યા.

40:1 હવે યહોવાએ મૂસાને કહ્યું, 2 “પ્રથમ માંસના પ્રથમ દિવસે તું પવિત્રમડંપ ઊભો કરજે. 3 પછી જેમાં દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે સાક્ષ્યકોશ મંડપમાં મૂકજે; અને પરમપવિત્ર સ્થાનમાં સાક્ષ્યકોશને પડદાથી ઢાંકી દેજે. 4 પછી મેજ લાવીને તેના પર પાત્રો ગોઠવજે, અને દીવી લાવીને તેના પર કોડિયાં ગોઠવીને દીવાઓ પ્રગટાવજે. 5 ત્યારબાદ સાક્ષ્યકોશ આગળ સોનાની ધૂપદાની ગોઠવજે. 6 “પ્રવેશદ્વારનો પડદો મુલાકાતમંડપમાં યથાસ્થાને લટકાવજે. અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સામે દહનાર્પણ માંટે વેદી મૂકજે. 7 મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે કૂડી મૂકજે અને તેમાં પાણી ભરજે. 8 મુલાકાત મંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરજે અને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે. 9 “પછી અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરી, તેની તથા તેમાંના બધા રાચરચીલાની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે. 10 વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરી તેમની શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે. 11 કૂડી અને તેની ઘોડીની પણ શુદ્ધિ કરવા માંટે અભિષેક કરજે. 12 “પછી તું હારુનને અને તના પુત્રોને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ લાવજે અને તેમને જળથી સ્નાન કરાવજે. 13 ત્યારબાદ હારુનને પવિત્ર પોશાક પહેરાવજે અને તેનો અભિષેક કરજે, અને યાજક તરીકે માંરી સેવા કરવા માંટે તેને પવિત્ર કરજે. 14 ત્યાર પછી તું તેના પુત્રોને આગળ લાવીને અંગરખાં પહેરાવજે. 15 તેમના પિતાની જેમ તમને પણ અભિષેક કરી યાજકપદે દીક્ષિત કરજે. તેમનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માંટે યાજકો બનશે.” 16 યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે પ્રમાંણે કરવા માંટે મૂસા આગળ વધ્યો. 17 બીજા વર્ષના પ્રથમ માંસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો. 18 મૂસાએ કૂભીઓ ગોઠવી. પાટિયાં બેસાડયાં, વળીઓ જડી દીધી અને થાંભલીઓ ઊભી કરી દીધી. 19 યહોવાએ તેને કહ્યું હતું તે પ્રમાંણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને છેક ઉપર આચ્છાદન લગાવ્યા. 20 અને તેની પર યહોવાની આજ્ઞા મુજબ ઢાંકણ પાથરી દીધું. તેણે સાક્ષ્યલેખ કોશમાં મૂકી, કડાંમાં દાંડીઓ બેસાડી કરારકોશને મથાળે ઢાંકણ મૂકી દીધું. 21 પછી પવિત્રકોશને તે પવિત્રમંડપમાં લાવ્યો અને યહોવાની આજ્ઞા અનુસાર તેને ઢાંકવા પડદો લટકાવ્યો. 22 મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂકયો. 23 અને તેના ઉપર યહોવાની આજ્ઞા અનુસાર યહોવાને ધરાવેલી રોટલી મૂકી. 24 મુલાકાત મંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેમણે દીવી મૂકી. 25 અને યહોવાની આજ્ઞા મુજબ તેના ઉપર યહોવા સમક્ષ દીવા સળગાવ્યાં. 26 મુલાકાતમંડપમાં પડદાની આગળ તેણે સોનાની વેદી મૂકી. 27 યહોવાની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો. 28 પવિત્રમંડપના પ્રવેશદ્વારે તેણે પડદો લટકાવ્યો. 29 તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માંટે વેદી ગોઠવી, અને તેના ઉપર બળેલાં દહનાર્પણ અને ખાધાર્પણ અર્પવા આ બધું તેણે દેવની આજ્ઞા મુજબ કર્યુ. 30 તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે કૂડી ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માંટે પાણી રેડયું; 31 મૂસા અને હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા અથવા આહુતિ અર્પણ કરવા વેદી પાસે જતા. 32 ત્યારે યહોવાએ મૂસાને આજ્ઞા કર્યા મુજબ એમાંથી હાથપગ ધોતા. 33 તેણે પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભું કર્યુ. અને આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાંણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું. 34 ત્યારબાદ મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું. 35 મૂસા મુલાકાત મંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે, વાદળ તેના પર સ્થિર થયું હતું, અને યહોવાનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું. 36 ઇસ્રાએલીઓના પ્રવાસના પ્રત્યેક મુકામે જયારે વાદળ મંડપ પરથી હઠી જતું ત્યારે તે લોકો મુકામ ઉપાડતા. 37 પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ ઉપાડતા નહિ. 38 દિવસ દરમ્યાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇસ્રાએલી લોકો સમગ્ર પ્રવાસ દરમ્યાન પ્રત્યેક મુકામને જોઈ શકતા.