Ruth

1:1 ન્યાયાધીશોના સમયમાં ઘણા વરસો પહેલા બેથલેહેમ-યહૂદિયામાં દુકાળ પડયો તેથી યહૂદિયામાં આવેલા બેથલેહેમનો એક માંણસ પોતાની પત્ની અને બે પુત્રોને લઈને મોઆબ દેશમાં રહેવા ચાલ્યો ગયો. 2 તે વ્યકિતનું નામ અલીમેલેખ હતું. એની પત્નીનું નામ નાઓમી હતું, અને એના પુત્રોનાં નામ માંહલોન અને કિલ્યોન હતાં. તેઓ યહૂદિયામાં આવેલા બેથલેહેમમાંથી મોઆબ દેશમાં આવીને તેઓ ત્યાં રહેવા લાગ્યાં. 3 તેઓનાં ત્યાંના વસવાટ દરમ્યાન નાઓમીનો પતિ અલીમેલેખ મૃત્યુ પામ્યો એટલે તે અને તેના બે પુત્રો રહ્યાં. 4 આ બંને યુવાનો મોઆબી કન્યાઓ ઓર્પાહ અને રૂથ સાથે પરણ્યા. તેઓ આશરે દસ વરસ ત્યાં રહ્યાં. 5 પછી માંહલોન અને કિલ્યોન બંને મૃત્યુ પામ્યા; એટલે નાઓમીને તેના બે પુત્રો અને પતિનો વિયોગ થયો. 6 નાઓમીએ પોતાની બે પુત્રવધૂઓને લઇને પોતાની માંતૃ ભૂમિમાં ઘેર આવવાનો નિર્ણય કર્યો; કેમકે તેણે સાંભળ્યું હતું કે યહોવા પોતાની પ્રજાને અન્ન આપીને મદદ કરી રહ્યો છે. 7 નાઓમી જયાં રહેતી હતી તે જગા છોડી ત્યાંથી બંને પુત્રવધૂઓ સાથે વતનમાં પાછી જવા ચાલી નીકળી. 8 રસ્તામાં તેણે પોતાની પુત્રવધૂઓને કહ્યું કે “તેઓ તેમના વતન મોઆબ પાછા ફરે, તેણે તેમ કહ્યું; “તમે ઘરે પાછી જાઓ. તમે માંરી તથા માંરા મૃત પુત્રો પર ખૂબ દયા રાખી છે. યહોવા પણ તમાંરા પર એવી જ દયા રાખો. 9 હું પ્રાર્થના કરું છું કે યહોવા તમને વર મેળવવા અને તેની સાથે સુખી જીવન ગાળવા માંટે મદદ કરે.” પછી તેણીએ પુત્રવધુઓને ચુંબન કર્યું, અને તેઓ રડવા લાગી. 10 અને બોલી, “પણ અમને તો તમાંરી સાથે તમાંરા લોકોમાં અને દેશમાં આવવું છે.” 11 પણ નાઓમીએ કહ્યું; “માંરી પુત્રીઓ પાછી જાઓ. તમે શું કામ માંરી સાથે આવવા માંગો છો? હવે મને વધુ પુત્રો કયાં થવાના છે, જે મોટા થઈને તમને પરણે? 12 જાઓ, માંરી પુત્રીઓ પાછા જાઓ, હવે હું વૃદ્ધ થઈ છું અને ફરીથી પરણું તો પણ કોઇ પુત્રોને જન્મ દઇ શકુ તેમ નથી. હું આજે પરણુ અને આજ રાત્રે ગર્ભવતી બનું અને પુત્રને જન્મ આપુ તો પણ હું તમાંરે માંટે કોઇ કામની નથી. 13 તો પણ તે મોટો થાય ત્યાં સુધી શું તમે રાહ જોશો? ત્યાં સુધી પરણવાનું રોકી રાખી એકલા રહેશો? ના, ના, માંરી દીકરીઓ એવું ન થાય. યહોવાએ મને એવી શિક્ષા કરી છે, માંરે લીધે તમાંરી આ દશા થઈ છે તે જોઈને માંરું મન દુ:ખી થઈ ગયું છે.” 14 આ બધું સાંભળીને તેઓ બંને ફરીથી મોટા સાદે રડવા લાગી. પછી ઓર્પાહે નાઓમીને ચુંબન કર્યું. અને પોતાને પિયર ચાલી ગઈ, પણ રૂથ ગઇ નહિ તેણે નાઓમીની સાથે જ રહેવાનો આગ્રહ રાખ્યો. 15 એટલે નાઓમીએ તેને કહ્યું, “જો, તારી દેરાણી તેના લોકો અને તેના દેવ પાસે પાછી ગઈ છે. તો તારે પણ તેની સાથે જવું જોઇએ.” 16 પરંતુ રૂથે જવાબ આપ્યો, “મને તમાંરાથી વિખૂટી પાડવાનો આગ્રહ કરશો નહિ. તમે જયાં જશો ત્યાં હું જઈશ. અને તમે રહેશો ત્યાંજ હું રહીશ. તમાંરા લોકો એ માંરા લોકો અને તમાંરા દેવ એ માંરા દેવ થશે. 17 તમે જયાં મરણ પામશો ત્યાં જ હું પણ મરીશ ને ત્યાં જ દટાઈશ. મૃત્યુ સિવાય બીજા કશાથી જો હું તમાંરાથી વિખૂટી પડું તો યહોવા મને એથી પણ વધારે દુ:ખ દે.” 18 નાઓમીને થયું કે, રૂથે એની સાથે આવવાનો દૃઢ નિશ્ચય કર્યો છે એટલે તેને કોઈ રીતે સમજાવાય તેમ નથી, એમ માંનીને બોલવાનું બંધ કર્યું. 19 તે બંને બેથલેહેમ સુધી મુસાફરી કરીને ગઇ. તેઓ તેમને ગામ પહોચ્યા પછી લોકો તેમને જોઇને ખુશી થયા અને પૂછયું કે, “શું ખરેખર તેણી નાઓમી છે?” 20 નાઓમીએ કહ્યું; “મને નાઓમી એટલે મીઠી ન કહેશો, મને એટલે કડવી માંરા કહો કારણ, સર્વસમર્થ દેવે માંરા પર મહાસંકટ આણ્યું છે. 21 હું અહીંથી ભરીભાદરી ગઈ હતી, યહોવાએ મને પાછી ખાલી મોકલી છે. યહોવાએ માંરી અવદશા કરી છે, તો શા માંટે મને નાઓમી કહો છો?” 22 આમ નાઓમી તેની પુત્રવધૂ રૂથ સાથે મોઆબથી બેથલેહેમ પાછી આવી. તેઓ પહોંચ્યા ત્યારે જવની કાપણીની ઋતું શરૂ થઈ હતી.

2:1 બેથલેહેમમાં બોઆઝ નામનો એક ધનવાન પુરુષ હતો. તે અલીમેલેખના કુટુંબનો હતો. તે નાઓમીના નજીકના સગામાંનો એક હતો. 2 એક દિવસ રૂથે નાઓમીને કહ્યું કે, “કદાચ ખેતરમાં મને કોઇ મળશે જે માંરા પર દયા કરી મને અનાજ વીણવા દેશે.તેથી હું ખેતરમાં જઇશ અને થોડા બચેલા દાણા આપણા ખાવા માંટે લાવીશ.” 3 નાઓમીએ કહ્યું, “હા દીકરી, તું જઇ શકે છે.”આથી તે ખેતરમાં ગઈ અને કામ કરનારાઓની પાછળ પાછળ ગઇ અને ખેતરમાં રહી ગયેલા કણસલાં વીણી લીધા; બન્યું એવું કે, આ ખેતર અલીમેલેખના કુટુંબના બોઆઝનું હતું. 4 તે ખેતરમાં કામ કરતી હતી ત્યારે બોઆઝ બેથલેહેમથી આવ્યો લણનારાઓને આવકાર આપ્યો અને કહ્યું કે, “યહોવા તમાંરી સાથે હોજો.”લણનારાઓએ તેમને પ્રત્યુ્ત્તર આપ્યો કે, “યહોવા તમને આશીર્વાદ દો.” 5 પછી બોઆઝે કામ કરનારાઓ ઉપર દેખરેખ રાખનાર માંણસને પૂછયું; “આ કોની યુવતી છે?” 6 તેણે જવાબ આપ્યો કે, “એ તો નાઓમી સાથે મોઆબથી પાછી આવેલી મોઆબી યુવતી છે. 7 આજે સવારે એણે મને પૂછયું કે; “હું લણનારાઓની સાથે તેમની પાછળ પાછળ ચાસમાં કણસલાં વીણું? આમ, એ છેક પરોઢથી આવી છે અને અત્યાર સુધી વિસામો લીધા વગર ઉભા પગે કામ કરતી રહી છે. ફકત થોડી વાર કેટલીક ઘડી છાયડામાં આરામ કર્યો છે.” 8 બોઆઝે રૂથને કહ્યું, “માંરી દીકરી, મને સાંભળ. બીજી કોઇ વ્યકિતના ખેતરમાં જતી નહિ. તું માંત્ર માંરા ખેતરોમાંજ આવજે અને દાણા વીણતી વખતે માંરી કામદાર બાઇઓને અનુસરવાનું ચાલુ રાખજે. 9 એ લોકો કયા ખેતરમાં લણે છે તે જોજે અને તેઓને અનુસરજે. અને મેં માંરા જુવાન માંણસોને તને હેરાન ન કરવા જણાવ્યું છે. અને જ્યારે તને તરસ લાગે ત્યારે જઇને માંરા યુવાનોના પાણીનાં કુંજામાંથી પાણી પીજે.” 10 આ બધું સાંભળ્યા પછી તેનો આભાર વ્યકત કરતા રૂથ જમીન પર નીચી વળી. તેણીએ કહ્યું, “હું વિદેશી છું અને આ જગાની નથી છતાં તમે કેમ આટલા મદદગાર છો?” 11 બોઆઝે જવાબ આપ્યો, મે સાંભળ્યું છે કે, “તારા પતિના ગુજરી ગયા પછી તે તારા વતન મોઆબને અને માંબાપને છોડ્યા,અને તારી સાસુ સાથે આ દેશમાં આવી છે અને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી, તેઓમાં તું રહેવા આવી છે. 12 યહોવા તને તારા કર્મનો બદલો આપો. ઇસ્રાએલના દેવ યહોવા, જેની પાંખમાં તેં આશ્રય લીધો છે તે તને પૂરો બદલો આપો.” 13 રૂથ નમ્રભાવે બોલી, “માંરા સાહેબ, હું તમાંરી અત્યંત ઉપકાર વશ છું માંરી પર ખૂબ જ દયાળુતા દર્શાવવા માંટે અને માંરા જેવી દાસીને આશ્વાસન ભર્યા શબ્દો કહેવા માંટે. હું તો તમાંરા સેવકોમાંનાં એકની પણ બરાબર નથી.” 14 બપોરે જમવાના સમયે બોઆઝે તેને કહ્યું, “અહીં આવ, સરકામાં બોળીને થોડો રોટલો ખાઈ લે.”આથી તે લણનારાઓ ભેગી બેઠી અને બોઆઝે તેને પોંક આપ્યા. તેણે ધરાઈને ખાધું ને તેમાંથી થોડો પોંક વધ્યો. 15 ત્યારબાદ ફરીથી તે કામ કરવા ગઈ ત્યારે બોઆઝે જુવાનોને કહ્યું કે, “તેને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો. તેને અટકાવતા નહિ. 16 પૂળામાંથી પણ થોડાં કણસલાં ખેંચી કાઢી બહાર રહેવા દેજો, જેથી એ વીણી લઈ શકે. એને ઠપકો ન આપશો.” 17 આ રીતે તેણે સાંજ સુધી ખેતરમાં કામ કર્યું, પછી વીણેલાં કણસલાં મસળીને તેણે દાણા કાઢયા તો આશરે એક એફાહ બરાબર 50 રતલ જવ થયા. 18 તે લઈને તે ગામમાં ગઈ, અને પોતે જે ભેગું કર્યુ હતું તે સાસુને બતાવ્યું. પછી ખાતાં જે વધ્યું હતું તે કાઢીને સાસુને આપ્યું. 19 તેની સાસુએ તેને પૂછયું, “આ બધા દાણા તેં ક્યાંથી ભેગા કર્યા? અને તેં ક્યાં કામ કર્યું? તારું ધ્યાન રાખનાર માંણસને આશીર્વાદ આપજે.”તેણીએ કહ્યું કે, “આજે મેં બોઆઝ નામના એક માંણસના ખેતરમાં કામ કર્યું.” 20 નાઓમીએ કહ્યું, “બોઆઝ આપણો સંબંધી છે. એ આપણા રક્ષણ કરનારાઓમાંથી એક છે તે આપણો નજીકનો સગો છે.” દેવના આશીર્વાદ એના પર રહે કારણકે એમણે જીવીત અને મૃત પામેલા પર પણ હંમેશા દયા દાખવી છે.” 21 એટલે રૂથે કહ્યું, “તેમણે મને લણણી પૂરી થાય ત્યાં સુધી તેના માંણસોની પાછળ પાછળ જવા કહ્યું છે.” 22 નાઓમીએ કહ્યું, “માંરી દીકરી, એ તો બહુ સારું , તું બીજા ખેતરમાં જાય અને તને કોઈ હેરાન કરે તેના કરતાં એના માંણસો સાથે રહેવું એ વધું સારું છે.” 23 આમ જવની અને ત્યારબાદ ઘઉંનીં પણ લણણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના માંણસો સાથે વીણ્યા કર્યું અને પોતાની સાસુ સાથે જ રહેવાનું પણ ચાલુ રાખ્યું.

3:1 એક દિવસ રૂથની સાસુ નાઓમીએ રૂથને કહ્યું, “માંરી દીકરી, હવે હું તારા માંટે પતિ શોધી કાઢું, અને તને આનંદથી ફરી પરણાવું એ માંટે આ યોગ્ય સમય છે ખરું ને? 2 તેં બોઆઝના ખેતરમાં દાણા ભેગા કર્યા. તે આપણો નજીકનો સગો છે. આજે રાત્રે તે ખળામાં જવ ઊપણવાનો છે 3 તેથી તું, હું કહું છું તેમ કર. નાહીધોઈને શરીરે અત્તર લગાવી સારાં વસ્ત્રો પહેરી ખળામાં જા, પણ તે રાત્રીનું ખાણું પતાવે ત્યાં સુધી તેને જાણવા ન દેતી કે તું આવી છે, તે સૂઇ જાય પછી તેના પગ પાસે સૂઇ જજે અને તેના પગ પરથી પાગરણ ઉચું કરીને તેની પાસે સૂઈ જજે. પછી તારે શુંકરવું તે તને તે કહેશે.” 4 5 પછી રૂથે કહ્યું, “સારું, હું તમાંરા કહ્યા પ્રમાંણે જ બધું કરીશ.” 6 આથી રૂથે ખળામાં જઈને તેની સાસુએ કહ્યા પ્રમાંણે કર્યુ. 7 બોઆઝ પોતાનું કામ પુરું કરી અને જમીને ખૂબ પ્રસન્નતા અને સંતોષમાં હતો, તે ઘાસના ઢગલા પાસે જઈને સૂઈ ગયો. પછી રૂથ છાનીમાંની આવી અને તેના પગ ઉપરથી પાગરણ ખસેડીને તેની બાજુમાં સૂઈ ગઈ. 8 મધરાતે પડખું ફેરવતી વખતે તે અચાનક જાગી ગયો, અને તેના પગ પાસે એક જુવાન યુવતી સૂતી હતી તે જોઇને ચોંકી ગયો. 9 તેણે તેણીને પૂછયું; “તું કોણ છે?”તેથી રૂથે ઉત્તર આપ્યો કે, “હું તમાંરી સેવિકા રૂથ છું. કેમ કે તમે માંરા નજીકના સગા છો. તેથી માંરા પર તમાંરું પાગરણ પાથરો.” 10 બોઆઝે કહ્યું, “માંરી દીકરી, દેવ, તને આશીર્વાદ આપો. તારી માંરા પ્રત્યેની માંયા, પહેલા નાઓમી પ્રત્યે દર્શાવેલ માંયા કરતા પણ અધિક છે. તું કોઈ જુવાન માંણસને લગ્ન કરવા શોધી શકી હોત પછી તે ધનવાન હોય કે ગરીબ પણ બદલામાં તું માંરી પાસે આવી. 11 દીકરી, ગભરાઈશ નહિ, તું જે કાંઈ કહેશે તે હું કરીશ. 12 આખું નગર જાણે છે કે તું સદગુણી સ્ત્રી છે, પણ તારી સંભાળ લેવાની જવાબદારી માંરી હોવા છતાં માંરા કરતાં પણ વધારે નજીકનો સગો માંણસ બીજો એક છે. 13 આજની રાત તો તું અહીં રહે અને સવારમાં જો તે તારી જવાબદારી સ્વીકારવાનો પોતાનો હક્ક બજાવવા રાજી હોય તો ઠીક, નહિ તો હું યહોવાને નામે વચન આપીને કહું છું કે, હું તારી જવાબદારી ઉપાડી લઈશ, સવાર થતાં સુધી તું અહીં સૂઈ રહે.” 14 તેથી સવાર થતાં સુધી તે તેના પગ આગળ સૂઈ રહી, અને લોકો એકબીજાને ઓળખી શકે તેટલુ અજવાળું થતા પહેલાં તે ઊઠી ગઈ કારણ કે બોઆઝેતેને કહ્યું, “હતું કે તે રાત દરમ્યાન ત્યાં હતી તે કોઇને ખબર પડવી જોઇએ નહિ.” 15 બોઆઝે રૂથને ઓઢણું તેની આગળ પાથરવા કહ્યું “તેણે તેના ઓઢણામાં થોડા છ માંપ જવના દાણા તેની સાસુને ભેટ તરીકે વીંટાળીને આપ્યા અને ત્યારબાદ તે ઘરે ગઈ.”તેણે એના કોટમાં થોડા જવના દાણા વીંટાળીને મૂક્યા. અને તેને ખભે ચડાવી દીધો. પછી તે નગરમાં પાછી ફરી. 16 પછી તે તેની સાસુ પાસે આવી ત્યારે નાઓમીએ તેને પૂછયું, “માંરી દીકરી, ત્યાં શું થયું?” 17 બોઆઝે તેને માંટે જે જે કર્યું હતું તે બધું રૂથે કહી સંભળાવ્યું, અને કહ્યું કે, “ઉપરાંત, તેણે મને આ છ માંપ જવ પણ આપ્યા, અને કહ્યું કે તારે ખાલી હાથે સાસુ પાસે પાછા જવાનું નથી.” 18 એટલે પછી નાઓમીએ તેને કહ્યું, “માંરી દીકરી ધીરજ રાખ, અને આનું પરિણામ શું આવે છે તે જો. આજેને આજે એ કામ પૂરું કર્યા વિના તે જંપવાનો નથી.”

4:1 બોઆઝ શહેરના દરવાજા પાસે લોકો ભેગા થાય છે તે જગ્યાએ ગયો. એના પરિવારનો નજીકનો સગો ત્યાંથી પસાર થાય ત્યાં સુધી ત્યાં બેસી રહ્યો. એણે એને બોલાવીને કહ્યું, “અરે ફલાણા આવ અને અહીં બેસ હું તારી સાથે થોડી વાત કરવા માંગું છું. એટલે તે આવીને બેઠો.” 2 ત્યાર પછી બોઆઝે નગરના દશ વડીલોને તેડાવ્યા અને કહ્યું અહીં બેસો, અને તેઓ બેઠા. 3 તેણે નાઓમીના સગાને બોલાવીને કહ્યું કે, “તમને બધાને ખબર છે કે નાઓમી મોઆબથી પાછી આવી છે અને એને પોતાના પતિ અલીમેલેખની જમીન વેચી દેવી છે. 4 મને લાગ્યું કે માંરે તમને તે વિષે વાત કરવી જોઈએ કે, અહીં આપણા જે વડીલો બેઠા છે તેમની સાક્ષીએ તું એ ખરીદી લે. જો તારે કુટુંબી તરીકેનો હક્ક ભોગવવો હોય તો ખરીદી લે, અને જો તારે હક્ક ન ભોગવવો હોય તો તે કહે, જેથી મને ખબર પડે, કારણ નજીકના કુટુંબી તરીકેનો પહેલો હક્ક તારો છે અને તારા પછી માંરા પોતાનો છે.” તેણે કહ્યું, “હું ખરીદી લેવા તૈયાર છું,” 5 બોઆઝે કહ્યું, “તું જે દિવસે નાઓમી પાસેથી એ જમીન ખરીદી લેશે,મરનાર માંણસની પત્ની રૂથ જે મોઆબથી છે તે તારી પત્ની બનશે. જ્યારે એને પુત્ર થશે એ જમીન એને મળશે, આ રીતે જમીન મરનાર માંણસના પરિવારની જ રહેશે.” 6 ત્યારે પેલા માંણસે કહ્યું કે, “હું એ જમીન ખરીદવા માંગતો નથી, કારણકે એમ કરતા હું માંરી પોતાની જમીન ખોઇ બેસીશ. તેથી તું બોઆઝ જમીન ખરીદી લે.” 7 હવે તે સમયમાં ઇસ્રાએલમાં મિલકતનું વેચાણ અથવા ફેરબદલી કરતી વખતે સોદો પાકો કરવા મૂળ માંલિક પોતાનું પગરખું કાઢીને સામાંને આપે. 8 નાઓમીના સગાએ બોઆઝને કહ્યું કે, “તું જમીન તારે પોતાને માંટે ખરીદી લે.” અને પોતાનું પગરખું બોઆઝને આપ્યું. 9 પછી બોઆઝે વડીલોને તથા ત્યાં હાજર રહેલા બધા લોકોને કહ્યું કે, “આજે તમે સાક્ષી છો કે મેં નાઓમી પાસેથી અલીમેલેખ, કિલ્યોન અને માંહલોન પાસે જે હતું તે સર્વસ્વ ખરીધું છે. 10 તદુપરાંત, તમે એ વાતના પણ આજે સાક્ષી છો કે “હું માંહલોનની વિધવા મોઆબી રૂથનો પતિ બનું છું જેથી મિલકત મરનારને નામે જ રહે. અને તેનું નામ કુટુંબીઓમાંથી અને તેના નગરમાંથી ભૂંસાઈ જાય નહિ.” 11 શહેરની ભાગોળમાં સર્વ લોકો તથા વડીલોએ કહ્યું કે, “અમે સાક્ષી છીએ; યહોવા આ સ્ત્રીને રાહેલ અને લેઆહ જેવી બનાવે, જેણે ઇસ્રાએલનું ઘર બનાવ્યું હતું. તું એફ્રાથાહમાં સુખી થા, અને બેથલેહેમમાં નામાંકિત થા. 12 યહોવા તમને રૂથ દ્વારા પુત્રો આપે જેઓ તમને પ્રખ્યાત અને મહાન બનાવશે, તારું કુટુંબ યહૂદા અને તામાંરના પુત્ર પેરેસનાકુટુંબ જેવું (મહાન) બનો.” 13 તેથી બોઆઝ રૂથને પરણ્યો, ને તે તેેતી પત્નિ થઇ. તે તેની પાસે ગયો, અને યહોવાની કૃપાથી તે સગર્ભા બની અને એક પુત્રનો પ્રસવ થયો. 14 નગરની સ્રીઓ નાઓમીને કહેવા લાગી:“આશીર્વાદિત દેવ પાસેથી આવું સંતાનમેળવનાર તું નસીબદાર છે; તે ઇસ્રાએલમાં પ્રખ્યાત થશે. 15 તે તને આનંદથી ફરી જીવંત બનાવશે, વૃદ્ધાવસ્થામાં તે તારી સંભાળ રાખશે. તે આમ એટલા માંટે કરશે કારણકે તેની માંતા રૂથને તારા ઉપર પ્રેમ છે અને તારી સંભાળ રાખે છે. તારા માંટે એ સાત પુત્રો કરતા પણ વધુ સારી છે.” 16 નાઓમીએ તે બાળકને પોતાની ગોદમાં મૂક્યું અને તેની સંભાળ લીધી. 17 આડોસપાડોસની સ્રીઓએ કહ્યું; “નાઓમીને પુત્ર અવતર્યો છે.” અને મહોલ્લાની સ્ત્રીઓએ તે બાળકનું નામ ઓબેદ પાડયું. તે યશાઈનો પિતા હતો અને યશાઈ દાઉદનો પિતા હતો. 18 બોઆઝની વંશાવળી તેના પૂર્વજ પેરેસથી શરૂ થઈ તે આ પ્રમાંણે છે.પેરેસથી હેસ્રોન થયો. 19 હેસ્રોનથી રામ અને રામથી આમ્મીનાદાબ થયો. 20 આમ્મીનાદાબથી નાહશોન, અને નાહશોનથી સલ્મોન થયો. 21 સલ્મોનથી બોઆઝ અને બોઆઝનો પુત્ર ઓબેદ થયો. 22 ઓબેદનો પુત્ર યશાઇ અને યશાઇનો પુત્ર દાઉદ થયો.